Prem Thai Gyo - 19 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 19


ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 19

અત્યાર સુધી આપડે જોયું કે આરતી અને સોહમ બન્ને રાહી ને સાથે લીધા વગર જ તે બન્ને બારે જાય છે અને તેના લીધે રાહી તે બન્ને થી નારાઝ હોય છે...

તે બન્ને આવી ને આરતી ને મનાવે છે અને ત્યારે જઈને રાહી માની જાય છે...

આરતી સોહમ ને ફોન કરે છે. ત્યારે સોહમ તેનો ફોન કાપી નાખે છે અને આરતી ફરી થી ફોન કરે છે અને ફરી થી ફોન કાપી નાખે છે. આરતી ને ગુસ્સો આવે છે અને ત્યાં જ સોહમ નો વિડિઓ કોલ આવે છે...

ત્યારે આરતી જોવે છે કે સોહમ કંઈક લખતો હોય છે...

"હા બોલ હવે..."

સોહમ બોલે છે...

"તું શું કરે છે..."

આરતી બોલે છે...

"આ અસાઇમેન્ટ પુરા કરું છું..."

સોહમ બોલે છે...

સોહમ આસાઇમેન્ટ લખતો હોય છે અને આરતી બોલતી હોય છે બન્ને ની આ રીતે વાતો ચાલતી જ હોય છે...

"જો હવે તમને પણ અસાઇમેન્ટ મળશે તો એમાં દયાન આપજે હવે તું..."

સોહમ બોલે તો છે પણ જયારે કોઈ જવાબ નથી આવતો ત્યારે તે ફોન સામે જોવે છે તો આરતી સુઈ ગઈ હોય છે...

થોડી વાર તો સોહમ તેને તે રીતે જોતો રે છે...

"આમ તો આખો દિવસ મારી જોડે ઝગડતી જ હોય છે પણ સુતા આ કેટલી માસુમ લાગે છે..."

સોહમ બોલે છે અને તે પણ આસાઇમેન્ટ બાજુ માં મૂકી દે છે અને લાઈટ બંધ કરી ને ફોન એ રીતે રાખે છે જેના થી તેને આરતી દેખાય અને તે આરતી ને જોતા જોતા જ સુઈ જાય છે...

*****

તે બન્ને ના ગયા પછી રાહી બેઠી જ હોય છે અને થોડી વાર માં આદિ નો ફોન આવે છે અને તે જલ્દી થી ફોન ઉપાડી ને વાત કરવા લાગે છે....

"તું હમણાં ક્યાં છો...?"

રાહી બોલે છે...

"હું હજુ ઓફિસ માં છું..."

આદિ બોલે છે...

"હા તો ઘરે કેટલા વાગે જવું છે..."

રાહી બોલે છે...

"આજે તો મારે મોડું થઇ જશે..."

આદિ બોલે છે...

"હા તો ચાલ હવે કામ કર આપડે કાલે વાત કરીએ..."

રાહી બોલે છે...

"હા યાર ચાલ હું નીકળું એટલે તને મેસેજ કરું..."

આદિ બોલે છે...

પછી રાહી પોતાનો ફોન મૂકી ને કબાટ માંથી એક બુક નીકળી ને બારે બાલ્કની માં બેસી જાય છે...

ત્યાં બેસી ને તે બુક વાંચતા વાંચતા ક્યારે સુઈ જાય છે તેને દયાન જ નથી રેતુ અને જયારે તેના ફોન ની રિંગ વાગે છે ત્યારે તેની આંખ ખુલે છે...

ત્યારે તે જોવે છે કે તે બાલ્કની માં જ સુઈ ગઈ છે અને ફોન પર નજર જાય છે તો તેમાં આદિ નામ લખેલું હોય છે અને જયારે નજર સમય પર જાય છે...

"12 વાગી ગયા અને આદિ નો આ સમય પર કેમ ફોન આવે છે બધું ઠીક તો છે ને..."

રાહી ના મન માં આ વિચાર આવે છે અને તે જલ્દી થી ફોન ઉપાડી લે છે...

"સાંભળ શું કરે છે તું..."

આદિ બોલે છે...

"હું બુક વાંચતી હતી..."

રાહી બોલે છે...

"મારે હજુ પણ કામ છે જો તું ફ્રી હોય તો આપડે થોડી વાત કરીએ..."

આદિ બોલે છે અને તે બન્ને વાતો કરવા લાગે છે...

"ચાલ હવે તું સુઈ જા અને હું કામ કરું..."

આદિ બોલે છે...

"હા અને ઘરે ક્યારે જઈશ..."

રાહી બોલે છે...

"આજ તો આખી રાત ઓફિસ માં જ નીકળશે...."

આદિ બોલે છે...

"હા તો તું કામ કર હું જાગું છું હજુ..."

રાહી બોલે છે...

"તારે કાલે કોલેજ જવાનું છે તું સુઈ જા...

જો મને ફરી ઊંઘ આવશે તો હું તને ફોન કરીશ...

અને થેંક્યુ કે આટલા લેટ વાત કરવા માટે..."

આદિ બોલે છે...

"હા તું ગમે ત્યારે ફોન કરી શકે છે..."

રાહી બોલે છે અને પોતાના રૂમ માં આવી ને બેડ પર સુવે છે...

"આજે આદિ ને કેટલું કામ છે અને હું અહીંયા છું એની મદદ પણ નથી કરી શકતી..."

રાહી મન માં વિચારતી હોય છે અને તે ક્યારે સુઈ જાય છે તેને દયાન નથી રેતુ...

તેની આંખ સવારે એલાર્મ થી ખુલે છે અને તે જોવે છે તો 6 વગ્યા હોય છે...

તે આદિ ને મેસેજ કરે છે કે ઘરે છો કે ઓફિસ...

ત્યાં થોડી વાર માં જ આદિ નો ફોન આવે છે...

"યાર હજુ હું ઓફિસ માં છું..."

આદિ બોલે છે...

"તારા બોસ કેવા છે બસ બધું કામ તને જ આપે છે...

શું ત્યાં બીજું કોઈ નથી જે આ બધું કામ કરી શકે..."

રાહી ગુસ્સા માં બોલે છે...

"બસ બસ રાહી આટલો ગુસ્સો તો મને પણ નથી આવતો જેટલી ગુસ્સા માં તું છો..."

આદિ હસી ને બોલે છે...

"હા હવે જેટલું કામ બાકી હોય એ મૂકી ને ઘરે જા..."

રાહી બોલે છે...

"હા આમે કામ પૂરું થવા જ આવ્યું છે પછી જાઉં જ છું...

તું પણ કોલેજ માટે તૈયાર થવા જા..."

આદિ બોલે છે...

રાહી પણ ફોન મૂકી ને તૈયાર થવા માટે જાય છે...

"યાર જો આદિ આ રીતે જ કામ કરશે તો આના લીધે તેની તબિયત ના બગડી જાય...

આવો તો કોણ બોસ હશે જે આટલું બધું કામ કરાવે..."

રાહી તૈયાર થતા થતા વિચારતી હોય છે...

"રાહી જલ્દી નાસ્તો કરવા આવ..."

ત્યારે જ ગૌરી બેન નો આવાજ આવે છે અને રાહી વિચારો માં થી બાર નીકળી ને નાસ્તો કરવા માટે જાય છે...

નાસ્તો કરતા કરતા પણ રાહી આદિ વિશે જ વિચારતી હોય છે અને તે એ ભૂલી જાય છે કે ક્યારે ના ગૌરી બેન તેને જ જોઈ રહ્યા છે...

"રાહી તારું દયાન ક્યાં છે..."

ગૌરી બેન બોલે છે અને તે સાંભળતા જ રાહી જલ્દી જલ્દી ખાવા લાગે છે...

ત્યારે જ બારે સોહમ અને આરતી આવે છે...

"રાહી...રાહી..."

આરતી બોલે છે અને તેનો આવાજ આવતા જ રાહી જલ્દી જલ્દી પોતાનું બેગ લઈને ભાગે છે...

"ધીમે ધીમે જા રાહી..."

ગૌરી બેન બોલે છે...

"હા મમ્મી અને જય શ્રી ક્રિષ્ણા..."

રાહી બોલે છે...

"જય શ્રી ક્રિષ્ણા..."

ગૌરી બેન બોલે છે...

રાહી જલ્દી થી આવી ને કાર માં બેસી જાય છે...

"અરે આટલી કેમ ઉતાવળ કરે છે હજુ વાર છે..."

સોહમ બોલે છે...

"મને લાગ્યું મોડું થઇ ગયું એટલે..."

રાહી બોલે છે...

તે ત્રણે કોલેજ જવા માટે નીકળી જાય છે...

*****

રાહી જલ્દી થી તૈયાર થવા માટે જાય છે અને પછી તે ત્રણે કોલેજ આવા માટે નીકળી જાય છે...

આ બાજુ આદિ જે મુશ્કેલ થી પોતાની આંખ ખોલતો હોય છે અને કામ કરી રહ્યો હોય છે ત્યારે જ તેની કેબીન માં સમર આવે છે...

"સર તમે આટલા વેલા આવી ગયા આજે..."

સમર બોલે છે...

આ વાત પર આદિ તેને ગુસ્સા માં જોવે છે...


"શું આખી રાત કામ કરવા ના લીધે આદિ ની તબિયત ખરાબ થશે...?"

"શું આરતી અને સોહમ ને આદિ વિશે ખબર પડશે...?"




જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...



બીજા રસપ્રદ વિકલ્પો