પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 17 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 17

ૐ નમઃ શિવાયઃ

પ્રેમ થઇ ગયો Part - 17

અત્યાર સુધી આપડે જોયું કે આશિકા આદિ ને લેવા માટે બોલવે છે અને જયારે તે આવે છે. ત્યારે તેની નજર થોડે દૂર ઉભેલી રાહી પર જાય છે અને તેને જોતા જ આદિ જલ્દી થી આશિકા ને કાર માં બેસવાનું કે છે...

તે બન્ને ત્યાં થી નીકળી જાય છે...

"ચાલ હવે જલ્દી કે આપડે ક્યાં જવું છે..."

આદિ બોલે છે...

"મારી મન ગમતી જગ્યા પર જઈએ..."

આશિકા બોલે છે...

"હા ચાલો ત્યાં જઈએ..."

આદિ બોલે છે અને આ બાજુ સોહમ પણ આવી જાય છે અને તે ત્રણે કોલેજ થી નીકળી જાય છે...

આજ નો દિવસ આરતી અને રાહી બન્ને માટે ગણો સારો ગયો હોય છે....

રાહી જે રોજ ની જેમ આજે પણ લાઇબેરી માં પોચી જાય છે અને જયારે ત્યાં જઈને જોવે છે તો આદિ પેલે થી ત્યાં બેસી ને તેની રાહ જોતો હોય છે અને રાહી સીધી તેની બાજુ માં જઈને બેસી જાય છે....

ત્યાં બેસી ને આજ ના દિવસ માં શું શું થયું તેની સાથે બધી વાત તેને કરે છે અને તે આશિકા વિશે તેને પૂછે કે નહિ તે મન માં વિચારતી હોય છે પણ તે આજ ના દિવસે તે વાત ને જતી જ કરવાનું વિચારે છે...

તે બન્ને ને આજે ત્યાં બેસી ને વાંચવા માં મજા નથી આવતી હોતી કેમ કે આજે લાઇબેરી માં ગણા બધા લોકો આવેલા હોય છે...

"ચાલ ને બારે જઈએ..."

રાહી બોલે છે અને આદિ તો રાહ જોઈને જ બેઠો હોય કે રાહી કે અને તે બન્ને અહીંયા થી નીકળી ને બીજી જગ્યા પર જાય...

તે બન્ને ત્યાં થી નીકળી ને એક કેફે માં જઈને બેસે છે...

"હવે તો કોલેજ ચાલુ થઇ ગઈ છે તો તને રોજ સમય મળશે અહીંયા આવા માટે..."

આદિ બોલે છે...

"હા અને જો જે દિવસે મને સમય નઈ મળે તે દિવસે હું તને કઈ દઇશ..."

રાહી એક સ્માઈલ આપતા બોલે છે...

"ચાલ હવે પેલા ઓડૅર આપી દઈએ..."

આદિ બોલે છે અને તે બન્ને પોત પોતાનો ઓડૅર આપે છે...

"તારા કોલેજ વિશે તો કે મને..."

રાહી પૂછે છે...

ત્યારે જ આદિ ના ફોન ની રિંગ વાગે છે અને આદિ ત્યાં થી ઉભો થઇ ને થોડો દૂર જઈને વાત કરે છે...

"રાહી આજ ના માટે મને માફ કરી દેજે પણ આજે ઓફિસ માં એક કામ આવી ગયું છે અને મારે જવું જ પડશે..."

આદિ બોલે છે અને ત્યારે જ તે બન્ને ની કોફી પણ આવી જાય છે...

"જો કોફી આવી ગઈ છે એ પીને નીકળ ને તું..."

રાહી બોલે છે અને હવે જો રાહી એ કીધું છે તો તેની વાત આદિ કઈ રીત ટાળી શકે તેના માટે તે જલ્દી જલ્દી કોફી પીવા લાગે છે...

"અરે ધીમે ધીમે ગરમ છે કોફી..."

રાહી બોલે છે...

"હા પણ મારે જલ્દી જવાનું છે..."

આદિ બોલે છે...

"હા તો આ લે તું કોલ્ડ કોફી પી લે હું એ પી લઈશ..."

રાહી બોલી ને તેનો કપ પોતે લઈને પોતાનો કપ તેને આપી દે છે અને આદિ જલ્દી પી લે છે...

"આજ માટે મને માફ કરજે હવે હું જાઉં છું..."

આદિ આટલું બોલી ને ત્યાં થી ઉભો થઇ જાય છે...

"અરે ધેમે થી બાઈક ચલાવજે..."

રાહી બોલે છે અને આદિ બસ તેને હા માં ઈસરો કરી ને ત્યાં થી નીકળી જાય છે...

"અરે એવું તો શું કામ આવી ગયું કે આ આટલી જલ્દી કરવા લાગ્યો...

આદિ ને હું ક્યારે નઈ સમજી શકું..."

રાહી મન માં વિચારે છે...

રાહી કોફી પીવે છે અને તે આદિ વિશે વિચારવા લાગે છે...

"આદિ ને આશિકા વિશે પૂછવું જોઈએ મારે કે તે કોલેજ માં શું કરતી હતી પણ મારે શું બની શકે તે એજ કોલેજ માં હોય અને એ બસ આદિ ની ફ્રેન્ડ છે જે રીતે હું છું..."

રાહી ત્યાં બેઠી બેઠી વિચારતી જ હતી ત્યારે જ તેની નજર બારે પડે છે અને તે જોવે છે કે વાતાવરણ ધીમે ધીમે ખરાબ થતું જાય છે...

"મારે વરસાદ ચાલુ થાય તે પેલા ઘરે પોચી જવું પડશે..."

રાહી બોલે છે અને જલ્દી પોતાની કોફી પુરી કરીને ત્યાં થી નીકળી જાય છે...

આ બાજુ આદિ જલ્દી થી ઓફિસ પોંચે છે અને ત્યાં પોચી ને તેનો મેનેજર જે બારે જ ઉભો હોય છે. તે તેની આપે આવે છે...

"સર મેં તમને કેટલા ફોન કર્યા..."

સમર બોલે છે...

"તે લોકો આવી ગયા...?"

આદિ તેની વાત નો જવાબ આપ્યા વગર સામે તેને જ સવાલ પૂછે છે...

"હા સર, તે લોકો તમારા કેબીન માં રાહ જોવે છે..."

સમર બોલે છે...

"ફાઈલ તૈયાર છે...?"

આદિ બોલે છે અને આ સાંભળતા જ સમર ના હાથ માં જે ફાઈલ હોય છે તે સીધી આદિ ના હાથ માં આપી દે છે તે લેતા જ તે બન્ને કેબીન તરફ જવા લાગે છે...

આજે તેને યાદ હતું કે આ એક જરૂરી મિટિંગ છે પણ જયારે આશિકા તેને ફોન કરે છે તો તે તેને લેવા માટે જતો રે છે અને આશિકા ને ઘરે મૂકી ને તે સીધો લાઇબેરી આવી જાય છે તે આ મિટિંગ વિશે તો સાવ ભૂલી જ ગયો હોય છે અને જયારે સમર ફોન કરે છે ત્યાં જઈને તો એને યાદ આવે છે કે આજે મિટિંગ છે...

આદિ ને મળવા આવેલા 2 વ્યક્તિ મિટિંગ પુરી કરીને જાય છે અને ત્યારે આદિ ને રાહત થાય છે...

"સર તમારા માટે કોફી મોકલાવું..."

સમર બોલે છે...

"હા..."

આદિ બોલે છે અને તેના થી જ તેને રાહી યાદ આવે છે, કે કઈ રીતે તેને પોતાની કોફી મને આપી દીધી અને મારી કોફી એને લીધી...

આ યાદ કરીને આદિ સ્માઈલ કરતો જ હોય છે ત્યારે તેની કોફી લઈને પિયૂન આવે છે તેને જોતા જ તે સ્માઈલ કરવા નું બંધ કરી ને જાણે કામ કરતો હોય તે રીત બેસી જાય છે...

ત્યારે જ ત્યાં સમર આવે છે અને તેની હાથ માં ગણી ફાઈલ હોય છે...

"આટલી બધી ફાઈલ...?"

આદિ બોલે છે...

"હા સર આ બધી ફાઈલ રોહન સર એ તમને આતવાનું કીધું છે અને હવે આ બધા કામ પણ તમે જ સાચવશો..."

સમર બોલે છે...

"પપ્પા તમે પણ...

તમને ખબર છે કે મારે રોજ લાઇબેરી પણ જવાનું હોય છે એના માટે તમને આટલું કામ આપ્યું ને..."

આદિ ધીમું ધીમું બોલતો હોય છે...

"શું કીધું સર..."

સમર બોલે છે...

"કાય નઈ આ ફાઈલ અહીંયા મૂકી દે..."

આદિ બોલે છે અને સમર બધી ફાઈલ મૂકી ને બારે જાય છે...

"શું આદિ ના પપ્પા રાહી વિશે જાણી શકશે...?"

"રાહી અને આદિ એક બીજા ની લાગણી સમજી ને એક બીજા ને મન ની વાત કેશે...?"



જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું....