પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 18 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 18

ૐ નમઃ શિવાયઃ

પ્રેમ થઇ ગયો Part - 18

અત્યાર સુધી આપડે જોયું કે રાહી અને આદિ બન્ને લાઇબેરી ની બારે જવાનું નક્કી કરે છે અને તે બન્ને ત્યાં થી કેફે માં જઈને બેસે છે ત્યાં થોડી વાર માં જ આદિ ને એક મિટિંગ માં જવાનું થાય છે તેના લીધે તે ત્યાં થી જલ્દી નીકળી જાય છે...

આદિ કોફી પીતા પીતા તે બધી ફાઈલ તરફ જ જોઈ રહ્યો હોય છે...

"યાર આજે લાગે છે આખી રાત મારે કામ કરવું પડશે ત્યારે જઈને આટલું બધું કામ પૂરું થશે...

આદિ મન માં વિચારે છે અને ત્યારે જ ત્યાં રોહન આવે છે...

"કેમ છો બેટા...?

કેવું ચાલે કામ...?"

રોહન બોલે છે...

"સારું ચાલે છે પણ તમે આ ખોટું કરો છો..."

આદિ બોલે છે...

"હા જો તારે આ બધુ કામ ના કરવું હોય તો મને કઈ દે કે તું લાઇબેરી કોને મળવા માટે જાય છે..."

રોહન બોલે છે...

"ના એ તો હું તમને હમણાં તો નઈ જ કાઉં..."

આદિ બોલ છે...

"હા એટલે તું લાઇબેરી કોઈને મળવા માટે જ જાય છે એ તો નક્કી થઇ ગયું..."

રોહન બોલે છે...

આ સાંભળી ને આદિને તેની ભૂલ સમજાય છે, કે તેને વાતો વાતો માં કઈ દીધું કે તે લાઇબેરી કોઈ ને મળવા માટે જાય છે. તે પોતાના માથા ઉપર હાથ મૂકે છે...

આ રીતે યાદ ને બેઠેલો જોઈ રોહન હસતા હસતા ત્યાં થી બારે જતો રે છે...

"પપ્પા પણ...

ચાલો મુકો બધું હું પેલા રાહી ને ફોન કરું..."

આદિ મન માં વિચારે છે અને પોતાનો ફોન ગોતવા લાગે છે...

તેનો ફોન ફાઈલો ની નીચે જ પડ્યો હોય છે...

ફોન મળતા જ તે રાહી ને ફોન કરે છે...

"તું ઘરે પોચી ગઈ..."

આદિ બોલે છે...

"હા અને તું પણ સમય પર પોંચ્યો તો ને...?"

રાહી બોલે છે...

"હા પણ આમે મિટિંગ જરૂરી હતી..."

આદિ બોલે છે

"અરે કોઈ કઈ રીતે મિટિંગ ભૂલી શકે..."

રાહી બોલે છે...

"આજે કામ વધારે હોવા ના લીધે..."

આદિ બોલે છે...

"તો તારા બોસ બોલ્યા હશે તને..."

રાહી બોલે છે..

"ના તે આજે નથી આવ્યા એટલા માટે જ તો હું બચી ગયો..."

આદિ સ્માઈલ કરી ને બોલે છે કેમ કે ત્યાં ના બોસ આદિ ના પપ્પા જ છે અને આ વાત રાહી ને ખબર નથી...

"હા તો સારું થયું પછી કે મિટિંગ કેવી ગઈ..."

રાહી બોલે છે...

"એ તો સારી જ ગઈ છે પણ આજે તો થાક લાગ્યો છે..."

આદિ બોલે છે...

"હા અને કાલ પણ આપડે મોડા સુધી વાત કરતા હતા આજ એવું નઈ કરીએ..."

રાહી બોલે છે...

"જે તું કે એ ચાલ હવે ઘરે જઈને ફોન કરું..."

આદિ બોલે છે અને પછી ફોન મૂકે છે...

રાહી થોડી વાર ફોન લઈને બેઠી હોય છે અને તે જોવે છે તો શીતલ એ તે ત્રણે નું એક ગ્રુપ બનાવ્યું હોય છે. રાહી તેમાં મેસેજ કરે છે અને થોડી વાર રાહ જોવે છે પણ કોઈ નો મેસેજ નથી આવતો...

ત્યારે જ બારે વરસાદ ચાલુ થઇ જાય છે...

"આવા વાતાવરણ માં બધા બારે ફરવા જઈએ તો કેવી મજા આવે..."

રાહી મન માં વિચારતી હોય છે ત્યારે જ તેને વિચાર આવે છે કે તે સોહમ અને આરતી સાથે બારે ફરવા માટે જાય...

રાહી પોતાના ફોન માંથી આરતી ને ફોન કરવા લાગે છે પણ આરતી ને ૨-3 ફોન કર્યા પછી પણ તે ફોન નથી ઉપાડતી...

ત્યારે તે સોહમ ને ફોન કરે છે અને તે પેલો કોલ તો નથી ઉપાડતો પણ બીજો કોલ ઉપાડી લે છે....

"સોહમ ઘરે આવ ને મને કંટાળો આવે છે...

પછી આપડે ત્રણે બારે જઈએ..."

સોહમ ના ફોન ઉપાડતા જ રાહી બોલે છે...

"અરે હું આરતી બોલું છું અને અમે બન્ને હમણાં બારે આવેલા છીએ..."

આરતી બોલે છે...

"તો તમે બન્ને મને કેમ ના કીધું..."

રાહી ઉદાસ થઇ ને બોલે છે...

"અમને એમ લાગ્યું કે તું લાઇબેરી માં હોઈશ..."

આરતી બોલે છે...

"હા પણ તું મને ફોન કરીને પૂછી શકતી હતી ને કે મારે આવું છે કે નહિ..."

રાહી બોલે છે...

"હા પણ અચાનક જ બારે જવાનું નક્કી કર્યું એટલે..."

આરતી બોલે છે...

"પાછા ક્યારે આવશો બન્ને..."

રાહી બોલે છે...

"અમને વાર લાગશે...

ચાલ પછી ફોન કરું તને..."

આરતી બોલી ને સીધો ફોન મૂકી દે છે અને રાહી સામે બોલતા બોલતા જ અટકી જાય છે...

રાહી ને ગણો ગુસ્સો આવે છે કે તે બન્ને તેને મૂકી ને આ રીતે કેમ બારે જતા રહ્યા પણ તે કાય કેતી નથી અને પોતાના કામ માં લાગી જાય છે...

આ બાજુ આરતી અને સોહમ લોન્ગ ડ્રાઈવ પર ગયા હોય છે...

"મને લાગે છે કે રાહી ને ખોટું લાગ્યું છે કે આપડે આ રીતે તેને કીધા વગર બારે આવી ગયા..."

આરતી બોલે છે...

"અરે ના એને એવું નઈ હોય..."

સોહમ બોલે છે...

"આપડે પાછા જઈએ ત્યારે પેલા રાહી ના ઘરે જઈશું..."

આરતી બોલે છે...

"હા પણ હમણાં અહીંયા ઇન્જોય કર..."

સોહમ બોલે છે અને આરતી નો હાથ પકડી લે છે...

*****

રાતે રાહી જમી ને પોતાના રૂમ માં આવે છે અને આદિ ને ફોન કરે છે પણ આદિ ફોન નથી ઉપાડતો...

થોડી વાર પછી આરતી અને સોહમ આવે છે અને જયારે રાહી તે બન્ને ને જોવે છે તો તે પોતાનું મોઠું ફેરવી લે છે...

"રાહી અમને બન્ને ને માફ કરી દે..."

આરતી બોલે છે...

સોહમ પણ માફી માંગે છે...

"હા પણ તમે બન્ને હવે મને મૂકી ને હંમેશા કેટલા જ જાઓ છો..."

રાહી બોલે છે...

"હા બસ હવે આપડે ત્રણે હંમેશા સાથે જ જશુ..."

સોહમ બોલે છે...

છેલ્લે રાહી માની જાય છે....

આરતી અને સોહમ ઘરે જતા હોય છે અને ત્યારે તે બન્ને રાહી વિશે જ વાત કરતા હોય છે...

"તને નથી લાગતું કે હવે રાહી ના જીવન માં પણ કોઈ આવું જોઈએ..."

આરતી બોલે છે...

"હા પણ એના માટે એને કોઈ જોડે વાત તો કરવી પડે ને...

તને ખબર છેને તે કોઈ જોડે જલ્દી વાત જ નથી કરતી..."

સોહમ બોલે છે અને આ વાત તો આરતી પણ માને છે કે રાહી કોઈ સાથે જલ્દી વાત નથી કરતી...

તે બન્ને ઘરે પોંચે છે અને આરતી જમી ને સોહમ ને ફોન કરે છે...

સોહમ જે જોવે છે કે આરતી નો ફોન આવે છે તો તે કોણ કાપી દે છે...

આરતી બીજી વાર ફોન લગાવે છે પણ આ વખતે સોહમ ફરી ફોન કાપી દે છે...

"શું ફરી થી આરતી અને સોહમ વચ્ચે જગડો થયો છે કે કોઈ બીજી વાત ના લીધે સોહમ ફોન કાપી દે છે...?"

"રાહી અને આદિ શું જાણી શકશે એક બીજા ના મન ની વાત..?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...