Teachers Day books and stories free download online pdf in Gujarati

શિક્ષક દિવસ

શિક્ષક દિવસ
એક શિક્ષક કહે છે હું કદી શીખતો નથી હું તો એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થી શીખે છે. શિક્ષક જીવનભર એક અભ્યાસી રહે છે. શિક્ષક તેની વાણી દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાનનું ભોજન પીરસે છે .એક સાચો શિક્ષક વાણી ,વર્તન અને વિચારથી શુદ્ધ હોવો જોઈએ. શિક્ષક એક સર્જક છે તે નવું નવું સર્જન કાર્ય કર્યા કરે છે .શિક્ષક વિદ્યાર્થીઓ માટે પથ દર્શક છે. જે માર્ગ ભૂલેલા વિદ્યાર્થીઓને રસ્તો બતાવે છે. શિક્ષક વિદ્યાર્થીઓની અંદર એક જ્ઞાન જ્યોત પેટાડવા મદદરૂપ થાય છે. શિક્ષક વિદ્યાર્થીની અંદર રહેલી ક્ષમતાને બહાર લાવવા પ્રયત્ન કરે છે. શિક્ષકનું કાર્ય કુંભારની જેમ કાળજીપૂર્વક બાળકને ઘાટ ઘડવાનો છે. 'ગુ' એટલે અંધકાર અને ''રૂ' એટલે પ્રકાશ અંધકારમાં પ્રકાશ કરે તે ગુરુ-શિક્ષક જે અજ્ઞાતથી આશ્ચર્ય સુધીની યાત્રા કરાવે તે શિક્ષક. શિક્ષકને બે રંગોથી ખૂબ જ પ્રેમ હોય છે એક સફેદ અને કાળો સફેદ રંગ ચોક✍️, કાળો પાટિયું. એક ખુબ જ સુંદર પ્રસંગ યાદ આવે છે મિત્રો જે તમારી સમક્ષ રજૂ કરવું કરવા માગું છું. એક સ્વરુચિ ભોજન સમારંભમાં થોડાક ફોરેનરો આવ્યા હતા. એક ફોરેનરે એક ભારતીયની મશ્કરી કરતા કહ્યું કે આપણને ઈશ્વર બહુ ચાહે છે તેથી આપણને ગોરી ચામડીના બનાવ્યા છે. આ સાંભળી એક ભારતીય સમસમી ગયો અને એનો જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે જાહેરમાં બધાની વચ્ચે આખી વાર્તા કહી કે એકવાર ભગવાન રોટલી બનાવી રહ્યા હતા. ભગવાને પહેલી રોટલી બનાવી ત્યારે તે કાચી રહી ગઈ. તે ધોળી થઈ ગઈ. પછી બીજી રોટલી બનાવી એ બળી ગઈ. તેથી તે કાળી થઈ ગઈ પછી ભગવાને એકદમ ધ્યાનથી ત્રીજી રોટલી બનાવી ત્યારે ન ધોળી રહી ન કાચી રહી ન બળી ગઈ. એ ઘઉંવર્ણની રોટલી થઈ આટલા જવાબમાં યુરોપી નિ:શબ્દ બની ગયો અને મિત્રો આ જવાબ આપનાર હતા આપણા શિક્ષકોના વાલા ડૉક્ટર રાધાકૃષ્ણ મૂર્તિ.
શિક્ષક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શક બની રહે છે. એવો જ એક બીજો પ્રસંગ છે એક નાની બાળકી બંગલાની અંદર ચાલી જાય છે ત્યાં હિંચકા પર એક દાદા બેઠા હતા ત્યાં જઈનેએ બાળકી પોતાનો ભડાપો કાઢે છે અને કહે છે આજ કાલના શિક્ષક કેવા કેવા દાખલા ગણવા ,લખવા આપી દે છે . દાદા બેઠા બેઠા બધું સાંભળતા હતા અને બાળકીને પૂછે છે શું થયું બેટા ? બાળકી કહે છે કે મેં બે દાખલા ગણી લીધા પણ ત્રણ દાખલામાં મને ખબર પડતી નથી. દાદા કહે છે કે લાવ મને બતાવ હું તને મદદ કરું. આપણે આ દાખલામાં આમ કર્યું હોત તો? બાળકી કહે હા એમ કરવા જેવું છે હો. એમ કરી બીજો અને ત્રીજો દાખલો પણ ગણી નાખ્યો દાદા કહે ચોથાને પહેલા કરતા આ રીતે ગણીએ તો. એ છોકરીને પરીક્ષામાં ગણિતમાં 100 માંથી 100 ગુણ આવ્યા. એની મમ્મીતો ખુશ ખુશાલ થઈ ગઈ અને કહેવા લાગી. મને તારા ગણિતના શિક્ષકને મળવું છે કેટલું સરસ ગણિત ભણાવે છે . કયા સાહેબે તને ગણિત ભણાવ્યું છે? ત્યારે દીકરી કહે છે મને પેલા દાદાએ ગણિત ભણાવ્યું છે અને તે દાદા હતા આપણા મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન
માટે જ એક શિક્ષકના રૂપમાં હું કહેવા માગીશ કે હું શિક્ષક છું હું સર્જક છું. હું વિદ્યાર્થીના જીવનનું ઘડતર છું. મારું સમગ્ર જીવન વિદ્યાર્થીઓ માટે સમર્પિત છે.

મારા વ્હાલા મિત્રો જો તમને મારી વાર્તા ગમી હોય તો વાર્તા ને શેર કરો અને મને ફોલો કરો. તમારો ખુબ ખુબ આભાર.

લિ.
ડૉ.રચના જૈન
એશિયા ઇંગ્લિશ સ્કૂલ.

બીજા રસપ્રદ વિકલ્પો