SHEEKSHAN E J PARASMANI books and stories free download online pdf in Gujarati

શિક્ષણ એ જ પારસમણિ

સંસ્કૃતમાં `શિક્ષા’ ધાતુ ઉપરથી શિક્ષણ શબ્દ આવ્યો છે. જેનો અર્થ શીખવું, ભણવું, એવો થાય છે. હિન્દીમાં શિક્ષણ અને `શિક્ષા’ એવા બે શબ્દોનો ઉપયોગ થાય છે.ગુજરાતી કોશમાં શિક્ષણનો અર્થ કેળવણી ,ભણતર,અધ્યયન- અધ્યાપન વગેરે વગેરે થાય છે.ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઋષિમુનિઓના આશ્રમમાં જઈ કેળવણી લેવાની પ્રથા હતી. ભૂતકાળમાં તક્ષશિલા ,નાલંદા જેવી વિશ્વ વિદ્યાલય પણ હતા.આજે શિક્ષણએ બાળકોને શાળાઓમાં આપવામાં આવતા અક્ષર જ્ઞાનને કેળવણી માની લેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો નિશ્ચિત અભ્યાસક્રમ એક નિશ્ચિત સમય સુધી અને નિશ્ચિત પદ્ધતિથી નિશ્ચિત પ્રકારે આપવામાં આવે તે શિક્ષણ .શિક્ષણ માતાના ગર્ભથી મૃત્યુ પ્રયન્ત ચાલનારી સતત આજીવનની પ્રક્રિયા છે. બાળક જન્મથી મૃત્યુ પ્રયન્ત કઈક નવું નવું શીખતો રહે છે. શિક્ષણ દ્વારા આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બની શકાય . શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતાના ધ્યેય સુધી પહોચી શકે છે. અને સમાજમાં એક સારી એવી છાપ ઉપસાવી શકે છે.શિક્ષણથી વ્યક્તિત્વનું ઘડતર થાય છે. વ્યક્તિમાં સાચા ખોટાની પરખ આવે છે. શિક્ષણ પ્રાપ્ત કરવાથી કોઈ પણ સમય મર્યાદા નથી હોતી. વ્યક્તિ જીવન પર્યંત શીખ્યા જ કરે છે દરેક વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી કંઈક ને કંઈક શીખ્યા જ કરે છે અને નવું જ્ઞાન પ્રાપ્ત કર્યા જ કરે છે.શિક્ષણ એ વ્યક્તિને સ્વાવલંબી બનાવી દે છે. એક વિદ્યાર્થી જ્યારે શાળાએથી 12 પાસ કરીને નીકળે છે ત્યારે તેને કશું જ ડર કે ગભરાહટ નથી હોતી કારણ કે તે ઓછાવત્તા અંશે પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકશે એવી આત્મ નિર્ભરતા તેનામાં શિક્ષણ દ્વારા આવી જાય છે.

શિક્ષણ દ્વારા વ્યકિત પોતાના લક્ષ્ય સુધી પહોચી શકે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિમાં સાચું જ્ઞાન અને સમજ આવી જાય છે. એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા સમજી શકાય . કેલાસ પર્વત પર તપ કરતા સાધુ પાસે એક ગરીબ બ્રાહ્મણે પ્રણામ કરી પોતાની ગરીબ અવસ્થાની વિતકકથા કહી સંભળાવી. સાધુએ બ્રાહ્મણને તપ કરી પારસની ભક્તિ કરવાની સલાહ આપે છે. બ્રાહ્મણ તપ કરે છે તેની ધોર તપસ્યા જોઇને પારસ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને સનાતન નામના સાધુ પાસે જઈ ધન પ્રાપ્તિનો ઉપાય જણાવવા કહ્યું. સાધુ ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની હતા તે પોતાની તપસ્યા ,ધ્યાન સ્વાધ્યાય, પ્રતિક્રમણમાં જ દિવસ પસાર કરતા હતા. બ્રાહ્મણ સાધુને મળવાના ઘણા પ્રયત્નો કરે છે પણ સાધુ પોતાની તપસ્યામાં લીન રહેતા. બ્રાહ્મણ દરરોજ સાધુના દર્શન કરવા માટે જાય છે ત્યારે અચાનક સાધુની નજર બ્રાહ્મણ પર પડે છે. સાધુએ બ્રાહ્મણને નદીની રેતીમાં દટાયેલો પારસમણિને લઈ જઈ આર્થિક મુશ્કેલી હલ કરવા જણાવ્યું. પારસમણિનો સ્પર્શ થતા જ વસ્તુઓ સોનાની બની જવા લાગી. તે જોઈ થોડી ક્ષણો માટે બ્રાહ્મણ લોભમાં પડ્યો. પરંતુ થોડી જ વારમાં તેને સાચી સમજ આવી તે બોલ્યો હે મહાત્મા તમારી પાસે જે વિદ્યા છે અને જેનાથી આપ પોતાને ધનવાન માનો છો અને આવા કિમતી પારસમણિને માત્ર કાચનો ટુકડો જ ગણો છો એની કોઈ કિમત આપના મનમાં નથી.તેથી મને તો આપ જે ધન ધરાવો છો તેનો એક નાનકડો અંશ પ્રાપ્ત થાય તેવી માંગણી કરું છું .
આમ કહીને બ્રાહ્મણ નદીના પાણીમાં પારસમણિ ફેકી દે છે. માણસને એકવાર સાચી સમજ,સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો તે ખરું સાર્થકતા ભર્યું જીવન જીવી શકે છે.
એટલે તો રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે કેળવણી એટલે સત્યની સનાતન ખોજ,સત્યની અભિવ્યકિત અને સત્યનો સ્વીકાર.
મિત્રો જો તમને મારી વાર્તાઓ ગમતી હોય તો મને follow કરો અને મારી દરેક વાર્તાઓ સૌથી પેહલા વાંચો
તમારો ખૂબ આભાર.
ડૉ.રચના વી જૈન.
એશિયા ઈંગ્લીશ સ્કુલ

બીજા રસપ્રદ વિકલ્પો