શિખર - 15 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

શિખર - 15

પ્રકરણ - ૧૫

કોરોના નામના આ વાયરસે આ આખી પૃથ્વી પર કાળો કેર વર્તાવ્યો હતો. કેટલાંય પરિવારો વિખરાઈ ગયા. કેટલાંય લોકો મૃત્યુ પામ્યાં. કેટલાંક લોકો એમાંથી સુખરૂપ બચી પણ ગયાં. અને આ બધામાં જો કોઈએ સૌથી વધુ કમાણી કરી હોય તો એ હતી ફાર્મા કંપનીઓ.

માત્ર માસ્ક, સેનીટાઈઝર વગેરે...કે જેની કોઈ કિંમત નહોતી એ ખૂબ જ મોંઘા મોંઘા ભાવે વહેંચ્યા. સાદી તાવની દવાઓ જેવી કે, પેરાસીટામોલ પણ ખૂબ ઉંચા ભાવે વહેંચી. એ પછી આ વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિન પણ બનાવવામાં આવી અને લોકોને એ વેક્સિન આપવામાં આવી. સરકારે પણ આ વાયરસને નાબૂદ કરવાં તેમજ એને ફેલાતો અટકાવવા માટે ઘણાં જ પગલાંઓ લીધા. લગભગ બે વર્ષ સુધી આ નાનકડા એવા આ કોરોના વાયરસે કે જેને આપણે જોઈ પણ નથી શકતા એણે આખી પૃથ્વી પર રાજ કર્યું. પણ જેનું સર્જન છે એનું વિસર્જન પણ છે જ. ધીમે ધીમે આ વાયરસની પણ એના વિનાશ તરફ ગતિ થવા લાગી. કેટલાંય પરિવારો પર આ વાયરસની માનસિક અસર પણ થઈ. કેટલાંક લોકોને આ વાયરસે માનસિક રીતે નબળાં પણ બનાવ્યા. કેટલાંય લોકો ડરી ડરીને પણ જીવવા લાગ્યાં. પણ ધીમે ધીમે બધું ફરીથી ઠેકાણે પડતું ગયું એને માનવજીવન સામાન્ય થતું ગયું.

શિખરનો પરિવાર પણ આ વાયરસનો ભોગ બન્યો જ હતો. શિખરની મમ્મી પલ્લવીને પણ આ વાયરસનો ચેપ લાગ્યો જ હતો પરંતુ પલ્લવીને એના ખૂબ જ સામાન્ય લક્ષણો હતાં એટલે એને માત્ર ઘરે જ આઈસોલેશનમાં રહેવું પડ્યું હતું. અને હવે એનો રીપોર્ટ નેગેટિવ આવતાં જ એ હવે રૂમની બહાર નીકળી હતી અને એને જોઈને શિખર તરત જ મમ્મી મમ્મી કરતો એને વળગી પડ્યો હતો.

બાળક માટે મા નું સ્થાન એક અલગ જ પ્રકારનું હોય છે. જ્યારે મા માંદી પડે છે ત્યારે બાળક પણ અડધું તો માંદુ એમનેમ જ પડી જતું હોય છે. તારે જમીન પરનું પેલું ગીત છે ને...

મૈં કભી બતલાતા નહિ..
પર અંધેરે સે ડરતા હું મૈં મા...
તુજે સબ હે પતા.... હે ના મા
મેરી મા...

એના જેવું જ કંઈક શિખરે પણ આટલાં દિવસ અનુભવ્યું હતું.

પલ્લવી જેવી રૂમમાંથી બહાર આવી કે તરત જ નાનકડો શિખર પલ્લવીને વળગીને બોલી પડ્યો, "મમ્મી! હવે તું પાછી તો રૂમમાં નહીં પુરાઈ જાય ને? દાદી અને પપ્પા તને ફરી રૂમમાં તો નહીં પૂરી દે ને?"

"ના, બેટા! હવે હું એકદમ સાજી થઈ ગઈ છું. એ તો હું માંદી હતી ને એટલે મને રૂમમાં પૂરી દીધી હતી પણ હવે તો હું સાજી થઈ ગઈ છું અને હવે હું તારી સાથે જ રહેવાની છું દીકરા!"

મમ્મીની આ વાત સાંભળીને શિખર એકદમ ખુશ થઈ ગયો અને એ જોરથી પલ્લવીને વળગી પડ્યો. હજુ બંને મા દીકરો વાત જ કરી રહ્યાં હતાં ત્યાં જ નીરવે આવીને ખુશખબરી આપી કે, એને એક કંપનીમાં નોકરી મળી ગઈ છે.

નીરવને નોકરી મળી જતાં પલ્લવી અને તુલસી બંને ખૂબ જ ખુશ થઈ ગયા. ઘણાં સમય પછી આજે ઘરમાં ફરી ખુશીઓની માહોલ છવાયેલો હતો.

*****
સમયને વીતતાં ક્યાં વાર લાગે છે? શિખર હવે શાળાએ જતો થઈ ગયો હતો. શિખર ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. એ હંમેશા એના ક્લાસમાં પહેલો નંબર લાવતો હતો. એની શાળાના બધાં જ શિક્ષકો તેમજ એની શાળાના આચાર્ય પણ એનાથી ખૂબ જ પ્રભાવિત હતાં. નાનકડો શિખર આખી શાળામાં સૌનો પ્રિય થઈ પડ્યો હતો.

પોતાનો દીકરો શિખર ખૂબ જ હોશિયાર હતો એથી પલ્લવી અને નીરવ બંને એના પર ખૂબ જ ગર્વ લેતાં. તુલસી પણ હવે શિખર માટે ખૂબ મોટાં મોટાં સપનાઓ જોવાં લાગી હતી. શિખર હવે ખૂબ ઊંચાઈ સર કરશે અને એના નામ પ્રમાણે જ શિખર પર પહોંચશે એવી અપેક્ષાઓ પલ્લવી, નીરવ અને તુલસી ત્રણેયની ખૂબ જ વધવા લાગી હતી. એ ત્રણેય જણા હવે શિખર પાસેથી કંઈક વધુ જ પડતી આશા રાખવા લાગ્યા હતા.

હોશિયાર હોવું એ સારી બાબત છે પણ ઘણીવખત આપણી હોશિયારી જ આપણાં દુઃખનું કારણ પણ બની જતી હોય છે. પલ્લવી, તુલસી અને નીરવની શિખર પાસેથી વધુ પડતી અપેક્ષાઓનું પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ શિખર અને એના પરિવારને પણ સમજાવવાનો હતો.

(ક્રમશ:)