જમકુડી ભાગ @ 13.......જમનાશંકર ઘરે આવ્યા ને જમકુડી એમના હાથમાં થી સામાન ની થેલીઓ લીધી, પુજા સામગ્રી ને પાણી નો લોટો આપ્યો ,જમનાશંકર એ ગુસ્સામાં ઝમકુ સામે જોયુ ને બોલવા જ જતા હતા ,પણ તયા સીતા બા ને બેઠેલા જોઈ ને ચુપ રહયા ,ઘર ની વાત બહાર જાય ને પડોશી ઓ પણ જાણી જાય એના કરતાં ચુપ રહેવુ યોગ્ય લાગયુ ને પાણી નો લોટો લયી આગણા માં જયી કોગળા કરયા ને મોઢા પર પાણી છાટયુ ને પાણી પીવા ની જગયાએ પાણી બધુ માથા પર રેડી દીધુ ,મનીષ ની વાત સાભળી એમનુ મગઝ તપી ગયુ હતુ ,.....રસોડામાં રોટલા ટીપતા ગોરાણી એ બુમ પાડી ,ઝમકુડી પાણીયારે થી દુધ ની તપેલી લાય ને આ સીતા બા નો રોટલો ને તપેલી એમના ઘેર મુકી આવ ,ને ઝમકુડી દુધ ને રોટલો લયી સીતા બા ના ઘેર મુકી આવખ છે ને સીતા બા પણ પોતાના ઘેર જવા ઉભા થાય છે ,.......ગોરાણી પહેલાં જમનાશંકર નુ જમવાનું કાઢી આપે છે ,જમનાશંકર ઓશરી માં બેસી ચુપચાપ જમી લે છે ,ને જલદી ઉભા થયી જાય છે ,.......કેમ આજ આટલુ ઓછુ જમ્યા ? તમારી તબિયત તો સારી છે ને ,....હા .....ઝમકુ ,શંભૂ ,નાનકી, ચલો રસોડામાં જ આવો જમવાનું કાઢયુ , ને ગોરાણી પણ બાળકો સાથે બેસી રસોડામાં જ જમી લે છે ,ને પછી ઝમકુડી એઠા વાસણ લયી આગણા માં બેસી માટી થી વાસણો ઘસે છે ને ગોરાણી ચુલો ઠારી ,રસોડામાં સમુ નમુ કરી ગોર પાસે આવી ને બેસે છે ,ને ગોર ના કપાળે હાથ મુકી ચેક કરે છે કે તાવ તો નથી આવ્યો ને ? ને ગોર હાથ જટકી ગોરાણી ને કહે છે ,કશુ નથી થયુ ,તુ તારી દિકરી ને સંભાળ નહી તો એક દી મારુ નાક કાપશે ,....ને ગોરાણી આવા શબ્દો સાભળી આભા રહી ગયા ,ને ગોરાણી ને પણ પેટ માં ફાળ પડી ,નકકી કયીક થયું છે ,ગોર આવ્યા તયાર ના ગુસ્સામાં છે ને સરખુ જમ્યા પણ નહી ,ઝમકુડી વાસણો લયી પાણૃયારે ગોઠવી રહી એટલે ગોર એ કહયુ ઝમકુડી અંહી આવ તો ,....ને ઝમકુ પપ્પા બેઠા હતા તયા આવી ,નાનકી ને શંભૂ ને કહયુ જાઓ તમે અંદર ટી.વી. જૂઓ.........ઝમકુ જે પુછુ એનો સાચે સાચો જવાબ આપજે ,ઝમકુ મનમાં ગભરાઈ ગયી કે પપ્પાને નચીકેત ની ખબર પડી ગયી લાગે છે ,.......છોડી સાચુ બોલજે આ નચિકેત કોણ છે ? ઝમકુડી જીભ થોથવાઈ ગયી ને બોલી ...પપ્પા એ સ્કુલ ની બાજુ ની કોલેજમાં ભણે છે ........એ તને બાઈક પર ગામમાં મુકવા આવ્યો હતો સાચી વાત ? .....હા ...બસ ચુકી ગયી તયારે બે ત્રણ વાર મૂકવા આવ્યો હતો ,.....ને બગીચામાં શુ કરતી હતી ? તયા પણ બસ ચુકી ગયી એટલે બેસવા ગયી હતી ,?? ને ઝમકુડી રડવા લાગી ને પપ્પા ના પગ માં પડી ગયી ....્ભુલ થયી ગયી પપ્પા માફ કરી દો ,આજ પછી કરારેય ભુલ નહી કરુ ,ને ગોર મહારાજ ગુસ્સે થયી ,ઝમકુડી ને પગ આગળ થી હડશેલુ મારી દુર કરે છે ને ગોરાણી તો થર થર કાપે છે ,તને લગીરેય શરમ ના આવી કે તુ કોની દીકરી છે ,બાપ ની ઈજજત નેવે મુકી દીધી ,શરમ ના આવી ? તારી પાછળ બીજી એક બહેન ને ભાઈ છે તને કશો જ વિચાર ના આવ્યો ? ઝમકુડી રડતાં રડતાં પપ્પા ની માફી માગે છે ,પણ ગોર મહારાજ એમનો નિર્ણય કહી દે છે કે હવે ઝમકુડી નુ ભણવાનુ બંધ ,કાલે જ સકુલ માં થી દાખલો કઢાવી લવુ છુ ,બસ બહુ છુટ આપી એનો ગેરલાભ ઉઠાવ્યો, ગોરાણી કહે છે પણ ગોર દશ સુધી તો ભણાવી પડે ને ,.......શુ મારી આબરૂ ના ધજાગરા કરાવા છે તમારે ,તમને કહી દવ છુ ગોરાણી જો આ ઝમકુડી એ મારી ઈજજત કાઢી તો હુ ઝેર પી લયીશ ,.....તમે આ શુ બોલો છો ......પપ્પા તમે કહેશો એમ જ કરીશ,આટલી વાર માફ કરી દો , તમે ભણવાનુ ના કહો છો તો કાલ થી સ્કુલ જવાનુ બંઘ ,તમે કાલે જ દાખલો જયી કઢાવી આવો ,.....ઝમકૂડી ની વાત સાભળી ગોર ને શાંતિ થયી ,કે દીકરી એ સત્ય નો સ્વીકાર કરયો ને સકુલ છોડવા માટે પણ તૈયાર થયી એટલે જમનાશંકર એ વાત આગળ ના વધારી ,.....ગોરાણી ને બહૂ દુખ થયુ કે ભણવામાં હોશિયાર ઝમકુડી આગળ નહી ભણી શકે ,ગોરાણી ગોર ના સ્વભાવ ને સારી રીતે ઓળખતાં ગોર એક વાર નિર્ણય લે પછી એને બદલે નહી જ ,ગોર નો ગુસ્સો શાંત થયો .....ઝમકુડી રાત આખી ઉઘી શકી નહી ........ઓશીકું ભીનુ થયી ગયુ એટલુ બધુ રડી ......ભણવામાં પહેલા નંબરે આવતી ઝમકુડી નુ ભણી ને ટીચર બનવાનું સપનુ રોળાઈ ગયુ , ને નચિકેત થી છુટા પડવાનું પણ બહુ દુખ થયુ ,જીદંગી માં કયારેય નચીકેત જોવા નહી મળે એ વાત નુ ભારોભાર દુખ હતુ ,હજી તો ગયી કાલે એણે નચીકેત સાથે વાત કરી હતી કે જો પપ્પાને ખબર પડશે તો મારૂ તો આવી જ બનશે ,........બીજા દિવસે સવારે જમનશંકર તૈયાર થયી ગયા ને ઝમકુડી ને કહયુ તૈયાર થયી જા સકુલ માં દાખલો લેવા જવાનુ છે ,.......ને ગોરાણી બોલ્યા હજી એક વાર વિચારી જુઓ ગોર ,ગુસ્સામાં પગલુ ભરો છો તમે ને પછી ઓછા ભણતર ના લીધે સારૂ ઘર નહી મળે ,ગોરાણી મે બધુ વિચારી લીધુ જ છે ,આપણાં ગામડાઓ માં દીકરીને ભણતર નહી પણ કામ કાજે હોશિયાર હોય એવી દીકરી લોકો શોધે છે ,ને ઝમકુ એ મારો વિસ્વાસ તોડયો છે ,ઝમકુડી તૈયાર થયી ગયી ને ગોર મહારાજ એ કીક મારી સ્કૂટર ચાલુ કરયુ ને ઝમકુડી પાછળ બેસી ગયી , ને બાપ દીકરી સિરોહી સકુલ એ પહોંચ્યા ,......કોલેજ ના ગેટ આગળ નચીકેત ઝમકુડી ની રાહ જોઈ ઉભો હતો.,ને આમ એના પપ્પા સાથે આવેલી જોઈ નવાયી પામ્યો, ને ઝમકુડી નો ચહેરો રડી ને લાલઘુમ થયેલો હતો એ જોઈ નચીકેત ને ચિંતા થયી આવી કે ચોકકસ કંઈ બન્યુ છે ,પ્રિન્સિપાલ એ જમનાશંકર ને કહયુ કે તમારી ઝમકુ બહુ હોશિયાર છે ભણવામાં પહેલો નંબર લાવે છે ,ને એનો સ્વભાવ પણ સરસ છે ,બહુ ડાહી છોકરી છે ,ને તમે એનુ ભણવાનુ કેમ બંધ કરાવો છો ? , બસ હવે નથી ભણાવી એની મમ્મી ની તબિયત સારિ નથી રેતી ,એમ બહાનુ કાઢયુ , એટલે સાહેબે તો દાખલો કાઢી આપ્યો ,ને ઝમકુ ને ગોર સ્કુલ ની બહાર આવ્યા ને ગોર સ્કુટર ચાલુ કરી ને ઘરે આવ્યા એટલે એમને શાંતિ થયી ,નચીકેત જોઈ રહયો હતો કે ઝમકુડી ઉચુ પણ નહોતી જોતી ને એનો ચહેરો ને આખો રાત્રે જાગયા ની ચાડી ખાતો હતો ,મંગળા બેન ને સવારે ગોદડા વારતા જોયુ કે ઝમકુડી નુ ઓશીકું આખુ ભીનુ છે ,એ જોઈ ને એક મા દીકરી ની તકલીફ ને દુખ સમજી ગયી ,......ઘર મા કાયમ ગોર મહારાજ નુ જ ધારયુ થતુ ,.........સ્કૂલમાં પણ ઝમકુડી ને આમ અચાનક ભણવા નુ બંધ કરી દીધુ એટલે બીજી છોકરીઓ ને પણ નવાઈ લાગી ,નચીકેત ને પણ ઉડતી વાત મળી કે ઝમકુડી એ ભણવા નુ બંધ.કરી દીધુ છે ,.....નચીકેત સમજી ગયો કે ચોક્કસ એના ઘર મા અમારા સબંધો ની ખબર પડી ગયી હશે ....મારા કાલણે ઝમકુડી ની જીદગી બગડી એનુ દશ મુ ધોરણ પણ પુરૂ ના થયુ ,નચીકેત આ બધા માટે પોતાની જાત ને જવાબદાર માનવા લાગયો ,હવે નચીકેત શુ કરશે એ જાણવા માટે વાચો ભાગ @14...ઝમકુડી.
નયના બા દિલીપસિહ વાઘેલા
્્્્્્્્્્્