ઝમકુડી - પ્રકરણ 12 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝમકુડી - પ્રકરણ 12

ઝમકુડી ભાગ @ 12

આજે પણ સકૂલ છુટયા પછી ,નાટક ના રિહર્સલ માટે રોકાવાનુ હતુ ,એટલે ગામની સાથે આવતી બે બહેનપણી ઓ છુટી ને ઘરે પહોંચી ગયી હતી , ઝમકુડી પ્રેકટીશ પુરી કરી ને બસ સ્ટેન્ડ એ આવી ને ઉભી રહે છે , ને નચીકેત બાઈક લયી ને તયા આવે છે ,ને કહે છે ચાલ ઝમકુ હુ મુકી જવ ,ને ઝમકુડી આનાકાની કરયા વિના નચીકેત ના બાઈક પર બેસી જાય છે ,......ઝમકુડી આજે તુ આ ડ્રેસ માં બહુ સરસ લાગે છે , ....થેનકસ.... બે કીમી માડ ગયા હશે ને બાઈક નુ અચાનક પંચર પડે છે ,ઝમકુ ટેનસન માં આવી જાય છે , હે ભગવાન હવે ? અરે ચિંતા ના કર નજીક મા જ ગેરેજ છે ,ને નચીકેત બાઈક દોરી ને વાતો કરતાં કરતાં ગેરેજ પહોંચી જાય છે ,.....નચીકેત થાકી જાય છે,એટલે ઝમકુ ને કહ્યું કે ચાલ પંચર બને તયા સુધી બાજુ માં કોફી શોપ છે તયા બેસીએ ,....ને બન્ને કોફી શોપ માં આવે છે ,નચીકેત બે કોફી ને સેન્ડવીચ નો ઓડર આપે છે ,નચીકેત પંચર છલદી થયી તો જશે ને ? કાલ ની જેમ મોડુ તો નહી થાય ને ? ના ના ઝમકુડી આજે તુ કાલ કરતા વહેલી પહોંચીશ ચિંતા છોડ ,ને આ કોફી ઠંડી થયી જશે ,ઝમકુ આ સેન્ડવીચ તારા માટે મંઞાવી છે ,ના હો હુ થોડી જ લયીશ ,બીજી તમે ખાઈ જાઓ ,આ તમે તમે શુ કરે છે મિત્રો માં તુકારા થી જ બોલાવાય ,તો પ્રેમ વધે ,ને નચિકેતા બોલતા તો બોલી ગયો ને તરતજ પોતાની ભૂલ સુધારી લીધી ,ને બોલ્યો સોરી ,મિત્રતા વધે , ઝમકુડી શરમાઈ ગયી ને ચુપચાપ કોફી પીવા લાગી ,થોડી વાર માં બાઈક રેડી થયી ગયુ એટલે નચીકેત બાઈક ને સેલ મારી ફટાફટ નીકળે છે ,ઝમકુડી ને જલ્દીથી ઘરે પહોચાડવા માટે ફાસ્ટ બાઈક ભગાવે છે ,ઝમકુ પડવાની બીકે કયારે નચીકેત ના ખભે હાથ મુકી દે છે એનો ખ્યાલ નથી રહેતો , ઝમકુડી નુ ગામ આવી જાય છે એટલે રોડ પર ઝમકુ ઉતરી જાય છે ,ને બાય કહી ફટાફટ ઘર તરફ ચાલવા લાગે છે ,નચીકેત ઝમકુડી રોડ પર દેખાતી બંધ થયી તયા સુધી જોતો જ રહે છે ,હકીકત માં નચિકેત ને ઝમકુ બહુ પસંદ હતી ને એને મનોમન ચાહવા લાગ્યો હતો ,ને ઝમકુડી ને પણ નચિકેત ગમવા લાગ્યો હતો ,એટલે હવે રોજ બસ મા જવાનું મુકી ને નચીકેત ની બાઈક પર જ જવુ ગમવા લાગયુ હતુ , ને એનુ મન નચિકેત ના વિચારો મા જ ખોવાયેલુ રહેતુ હતુ , એ કયારે નચિકેત ને ચાહવા લાગી એ ખુદ ને જ ખબર ના રહી ........સકુલ નુ ફંકસન પતી ગયુ પછી તો નિયમિત ગામની બીજી છોકરી ઓ સાથે બસ મા જવુ જ પડે ,જો ના જાય તો ગામ આખા માં ખબર પડે , એટલે હવે ચુપચાપ અપડાઉન ચાલુ રાખ્યું ,નચીકેત રોજ બસ સ્ટેનડ પાસે ઉભો રહી ઝમકુ ને જોયા કરતો ,પણ બન્ને વચ્ચે વાત નહોતી થતી ,બસ એક બીજા ને જોઈ ને સંતોષ માનવો પડતો , નચીકેત એક ચિઠ્ઠીમાં લખ્યું કે કાલે સ્કૂલમાં ના જતી ,આપણે બગીચામાં બેસવા જયીશુ ને સકુલ છુટવાના સમયે તને બસ સ્ટેન્ડ પર મુકી દયીશ ,......એમ લખી ચિઠ્ઠી ઝમકુડી ની પાછળ પગ પાસે નાખી ,આખ નો ઈસારો કરે છે ,.....જમકુ ધીરે રહી ચીઠ્ઠી ઉઠાવી લે છે ,બસ આવી એટલે બસ માં બેસે છે ને ચિઠ્ઠી વાચે છે ,ને મન માં વિચારે છે કે આટલા વર્ષો માં કદી આવુ કરયુ નથી ,સકુલ માં થી ગુલ્લી કદીનથી મારી ને કાલે શુ કરવુ એની મુઝવણ માં રાતભર ઉઘી નથી શકતી , નચિકેત એની જીદંગી નો પ્રથમ પ્રેમ હતો , ને બીજી બાજુ પપ્પા ની આબરુ , જે પુરુષ સાથે લગ્ન જ ના થવાના હોયતો આગળ વધવા નો શુ મતલબ ? ઝમકુડી નુ મન વ્યાકુળ થયી ગયુ હતુ ,એક બાજુ એ નચીકેત ને દીલ થી ચાહતી હતી ને બીજી બાજુ સમાજ ના રીત રિવાજ ,ને પપ્પા તો ભીનમાલ ગામ મના માનીતા ગોર મહારાજ હતા ,ને ગામમાં ઈજજત પણ બહુ ,એમ વિચારતા ઝમકુડી ને કયારે ઉઘ આવી ગયી ખબર જ ના પડી ,સવારે વહેલા ઉઠી રંગીન ડ્રેસ પહેરી તૈયાર થાય છે ,ને બસ ચુકી જવાય એટલા માટે ઈરાદાપૂર્વક ઘરે મોડુ થયી જાય એમ જ કામ કરે છે ,....ને પછી ફટાફટ બસ સ્ટેન્ડ એ પહોંચે છે ,ને સામે રોડ પર નચીકેત બાઈક લયી ને રાહ જોતો ઉભો છે ,...ઝમકુડી થોડુ ચાલી ને આગળ જાય છે ને સુમસામ રોડ આવતાં બાઈક પર બેસી જાય છે , ને નચીકેત બાઈકને સેલ મારી ભગાડે છે ,થોડી વાર સુધી ઝમકુ ને ચુપચાપ જોતા નચીકેત પુછે છે ,શુ વાત છે આજે કયી બોલતી નથી ? શુ બોલુ ? શાંતિ થી કયાક બેસીએ પછી વાત કરુ છુ ,.....કોલેજના નજીકના બગીચામાં જયી ને બેસે છે ,....ને નચિકેત બોલ્યો હવે તો કયીક બોલ ,......ઝમકુ હુ તને કયીક કહેવા માગુ છુ .......શુ ? તુ મને બહુ જ ગમે છે ,......ને હુ તને સાચા દિલ થી પ્રેમ કરૂ છુ .....ને તારી સાથે લગ્ન કરી આખી જીંદગી તારી સાથે વીતાવવા માગુ છુ ,.....નચિકેત એકીસાથે આટલું બધુ બોલી જાય છે ,.......ઝમકુ કયીક તો બોલ ....જવાબ તો આપ ....નચીકેત હુ પણ તને કયારે ચાહવા લાગી એ મને પણ ખબર નથી ,.......મને પણ તુ બહુ જ ગમે છે ,તુ સાથે હોય છે તયારે હુ બહુ ખુશ રહુ છુ ને ઘરે ગયા પછી તારા વિચારો મા જ ખોવાઈ જાઉ છુ ,.....મારે પણ તારી સાથે લગ્ન કરી તારિ સાથે જીદગી વીતાવવી છે ,પણ તુ ને હુ જે વિચારી એ છીએ એ શકય જ નથી ,પહેલા તો આપણી અટક અલગ છે ,ને મારા પપ્પા બહુ જુનવાણી છે ,એ આપણાં લગ્ન કયારેય નહી થવા દે ,.....ને હુ મારા પપ્પા ની વિરુદ્ધ કોઈ પગલુ ભરવા તૈયાર નથી ,......ઝમકુ પણ હુ તને કયા એમ કહુ છુ કે તારા પપ્પા વિરુદ્ધ લગ્ન કરીશું ,હુ મારા પપ્પાને તારા ઘરે માગુ લયી મોકલીશ ,ને મારા પપ્પા તારા પપ્પાને સમજાવશે ,પણ હુ લગ્ન કરીશ તો તારી સાથે જ , બાકી આખી જીંદગી કુવારો જ રહીશ ,બસ આટલાં માં તુ સમજી જા કે હૂ તને કેટલી હદે ચાહુ છુ ,......નચીકેત હુ પણ તને અનહદ ચાહુ છુ ,.....મારા પપ્પા બહુ જ રુઢીચુસ્ત છે એ કોઈ કાળે બીજા સમાજ માં લગ્ન માટે નહી માને ,.....ને એટલે જ હવે આપણે રોજ નહી મળીએ ,જો હજી વધારે આદત થયી જશે તો આપણા બન્ને નુ એક બીજા વીના જીવવુ મુશકેલ થયી જશે ,ને જો આપણા સબંધો ની કોઈ ને જાણ થયી જશે તો મારી બદનામી થશે ,ને તારુ નામ પણ ખરાબ થશે ,નચિકેત ઝમકુ ની વાત સાભળી ને નિરાશ થયી ગયો ,ને ઝમકુ ના હાથ ને હાથમાં લયી બોલ્યો કે ઝમકુ મને મારી ઈજજત કરતાં તારી ઈજજત વધુ વહાલી છે ,તુ જેમ કહે છે એમ જ હુ કરીશ ,તુ મળવા નહી આવે તો તને જોઈ ને સંતોષ માનીશ ,....જે દિવસે તુ કહીશ એ દિવસે જ મળીશુ ને તને યોગ્ય લાગે તો ને તુ કહીશ તો પપ્પાને તારા ઘરે માગુ લયી મોકલીશ , એ શકય જ નથી ,પછી સપના ના જુઓ ,આટલુ બોલતાં તો ઝમકુ રડી પડે છે ,નચીકેત એને રૂમાલથી ઝમકુ ના આશુ લુછી નાખે છે , ને સકુલ બેગ માં થી પાણી ની બોટલ કાઢી પાણી પીવડાવે છે ,......પ્લીઝ ઝમકુ તૂ રડ નહી યાર ,તુ કહીશ એમ હુ કરીશ ,બસ ....ઝમકુ ના ગામનો કોઈ છોકરો એની ગર્લફ્રેંડ ને લયી ને એ બગીચામાં થી નીકળે છે ને ઝમકુડી ને નચિકેત સાથે જોઈ જાય છે , ...ઝમકુ આ વાત થી અજાણ હોય છે ,ઝમકુ કહે છે ચાલ હવે નીકળી એ .....બસ મા નથી જવુ બાઈક પર જ મુકી જા મને ,.....ને નચીકેત ને ઝમકુડી બન્ને ઉદાસ મને બગીચામાં થી બહાર આવે છે ને ,બાઈક ચાલુ કરી ને ભીનમાલ તરફ નીકળે છે ,ઝમકુડી આજે નચીકેત ને એવી રીતે વળગી ને બેઠી છે કે હવે ફરીથી કદી નચીકેત ને મળવાનું જ ના હોય ,.....એની આખો માં થી આશુ બંધ થતા જ નથી ,મન મા વિચારી લીધુ હતુ કે હવે આજ પછી એ નચીકેત ને કયારેય નહી મળે , ગામ આવી જાય છે ને રોડ પર વડ ના ઝાડ નીચે ઝમકુડી ઉતરી ને નચીકેત ને બાય કહી ઘર તરફ પગ ઉપાડે છે .....નચીકેત ઝમકુ ના ચહેરો જોઈ સમજી જાય છે કે એ બાઈક પર એ કેમ ચુપ હતી ,રડી ને એની આખ લાલ થયી ગયી હતી ,નચીકેત ને વાત કરવા નો પણ મોકો ના મળયો ,.......એ પણ નિરાશ થયી બાઈક ચાલુ કરી પોતાના ઘર તરફ વડે છે ,.......સાજે જમનાશંકર બાજુના ગામમાં થી હવન પુજા કરી ને ઘરે આવી રહયા હતા , ને રસ્તા માં ગામનો પેલો યુવાન જે ઝમકુડી ને બગીચામાં જોઈ ગયો હતો એ મળે છે ,ને જમનાશંકર ને કહે છે ,ગોર મહારાજ એક વાત કહુ ? હા બોલ ને ભાઈ શુ હતુ ? .......આમ તો હુ ના કેત પણ ..આપણાં ગામમાં તમારી આટલી બધી ઈજજત છે એ ના ખરાબ થાય એટલે કહેવું પડે છે ,.......ભાઈ મનીષ જે હોય એ સાફ સાફ કહી દે આમ ગોળ ગોળ વાત ના કર ,.......મનીષ અચકાતા અચકાતા બોલ્યો ,......ગોર મહારાજ આજે મે તમારી ઝમકુ ને સકુલ ની પાસે વાળા બગીચામાં એક છોકરા સાથે જોઈ ને છેલ્લા કેટલાય સમય થી એ નચીકેત ઝમકુ ને બાઈક પર ગામ સુધી મુકવા આવે છે ......પેલા છેવાડા વડ પાસે રોજ ઉતારી જાય છે ,.......તુ શુ બોલે છે ભાઈ મનીષ ? .....એવુ ના બને ઝમકુ તો રોજ બસ માં જ અપડાઉન કરે છે ,......હા પણ આ ફંકશનમાં ભાગ લીધો તયાર ની જ મે તો એને રોજ એ નચીકેત ના બાઈક પર જોઈ છે ,ને ગોર મહારાજ મારે ખોટુ શુ કરવા બોલવુ પડે ,.....ઝમકુ મારી બેન જેવી છે ને તમારી આબરૂ ના જાય એટલે આ તમને કહયુ ,હું આ વાત બીજા કોઈ ને નહી કરુ ,ખાત્રી રાખજો ,આટલુ કહી મનીષ આગળ એના રસતે ચાલવા લાગયો ,.... ને જમનાશંકર નુ તો બીપી જ વધી ગયુ ને કપાળે પરસેવો વળી ગયો ,ને પગ ભારે થયી ગયા ......મન માનવા તૈયાર નહોતુ ,પોતાની દીકરી ઝમકુડી પર પુરો વિસ્વાસ હતો ,પોતાના સંસ્કારો પર ,ભરોશો હતો ,પણ આ ગામ નો છોકરો જોયા વિના ખોટું પણ શા માટે બોલે ? એનો શુ ફાયદો એમાં ? મનમાં જાત જાતના વિચારો આવતા હતા ને ગુસ્સો પણ બહુ આવતો હતો ,ચાલવાની ગતી ધીમી થયી ગયી હતી ,બાકી રોજ તો આવતા જતા સાથે વાતો કરતાં ને બધાં ની ખબર અંતર પુછતા ખુશ મીજાજ માં ઘરે જતા હોય ,......ને વિચારોમાં ઘર કયારે આવ્યુ ખબર ના પડી ......ઝમકુડી નુ હવે શુ થશે એ જાણવા માટે વાચો ભાગ @13 ઝમકુડી ..
નયના બા દિલીપ સિંહ વાઘેલા
્્્્્્્્્્્્્્