ઝમકુડી - પ્રકરણ 10 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઝમકુડી - પ્રકરણ 10

ઝમકુડી ભાગ ,@ 10
આખા દિવશ ની સફર કરયા પછી ,સુકેતુ ને ઝમકુડી ભીનમાલ પહોંચે છે ,......ઝમકુડી ને આવેલી જોઈને આખા મહોલલા મા બધા ભેગા થયી જાય છે ,પહેલાં ની ઝમકુડી તો જાણૈ કયાક ખોવાઈ જ ગયી છે ,આજે પોતાના પિયર ,પોતાના ઘરે આવેલી ઝમકુડી તો કોક મોટા ઘર ની વહુ હોય એવુ લાગી રહયૂ હતુ , મંગળા બા ફટાફટ ઓશરી મા ખાટલો પાથરખ છે ને નવુ નકકોર ગાદલુ પાથરી નવી ચાદર બીછાવે છે ,જમનાશંકર ગિમને પાદરે રામજી મંદિરમાં પુજા માટે ગયા હતા ,ને શંભુ દોડતો મંદિરે જયી પપ્પાને બોલાવી લાવે છે ,પપ્પા જલદીથી હેડો ઘેર ઝમકુડી ને જીજાજી આવ્યા છે , બાજુ વાળા સીતા બા પણ આવે છે ને ઝમકુ ની ખબર અંતર પુછે છે ,સુકેતુ ડ્રાઈવર ને કહી ને ચાર પાચ થેલા ગાડી મા પડયાં છે એ લયી આવવા કહે છે ,મંગળા બા રસોડામાં ચા મુકવા જાય છે ,ને ઝમકુડી પણ મા સાથે કિચન મા જાય છે ,મંગળા બા પુછે છે ,ઝમકુડી સાચુ કેજે હો કેવુ છે તારુ સાસરુ ? ને તારા સાસુ સસરા ને જેઠાણી બધા ના સ્વભાવ તો સારા છે ને ? તને કેવુ રાખે છે બેટા ? કયી દુખ કે.તકલીફ તો નથી ને ,જમાઈ કેવા છે ,તને તયા ફાવે તો છે ને ?? .....બસ મમ્મી મારૂ સાસરૂ તો સાવ સોનાનુ છે , મારા 16 સોમવાર ના વ્રત ફળયુ છે ,પ્રેમાળ સાસુ સસરા છે ને મારા ઘરે તો મમ્મી પાણી પણ જાતે નહી પીવાનુ ,અમારા ઘર માં 6 નોકર ચાકર છે ને રસોઈ માટે મહારાજ ,ને મારુ ઘર તો મા કોઈ બંગલો નહી પણ પેલી રાજા રાણી નો મહેલ હોય છે ને એવી મોટી હવેલી છે ,એટલુ મોટુ છે કે હજી મે પણ આખુ ઘર જોયુ નથી ,બોલ ,ઓ મા એટલૂ સારું સાસરુ મળયુ મારી દીકરી ને ,ગોરમહારાજ ફટાફટ ઘરે આવે છે ,સુકેતૂ જમનાશંકર ને પગે લાગે છે ને ઝમકુડી તો પીતા ને વળગી જ પડે છે ,ને પિતા ની બાજુ મા બેસે છે ,શંભુ ને નાની ખુશબુ મોટી બહેન ના થેલા માં થી બધુ કાઢે છે ને જોઈ ને ખુશ ખૂશ થયી જાય છે ,ઝમકુ બેન આ બધુ અમારા માટે છે ? હા ભયીલુ તારૂ ને નાનકી નુ જ છે બધુ ,મંગળા બા બોલ્યા ,પણ બેટા આ બધુ લાવવાની કયા જરુર હતી ,....કેમ નહી મમ્મી ,ને હા લો આ તમારા માટે પણ સાડીઓ લાવી છુ , ...પણ બેટા તયા તારા સાસુ ને પુછી ને લાવી છુ ને ? અરે હા મા મારા સાસુ સસરા એ જ પૈસા આપી કહયુ હતુ કે પિયર પહેલી વાર જાય છે તો ખાલી હાથે ના જતી ,......જમનાશંકર બોલ્યા પણ આમ દીકરી ના ઘર નુ આટલુ બધુ ના હોય બેટા ,સુકેતુ બોલ્યો દીકરી ના ઘર નુ ના હોય પણ દીકરા ના ઘર નુ તો હોય ને ,હુ તમારો જમાઈ પછી પહેલા દીકરો છુ ,સુકેતુ ની વાત સાભળી જમનાશંકર બે હાથ જોડી ગળગળા થયી જાય છે ,ને કહે છે ગયા જનમ કોઈ સારા કરમો ને લીધે આવા જમાઈ ને દીકરી ને આટલો સુખી પરિવાર મળયો ,બાજુ માથી સીતા બા પણ ઝમકુ ને જમાઈ ને મળવા આવે છે ,.....ઝમકુડી સાસરી ની બધી વાતો કરે છે ,મમ્મી મારે તો રોજ લાખ ર રૂપિયા ની સાડી પહેરવાની ને સરસ મેકઅપ કરી ગાડીમાં બેસી મોટા શોરુમ મા શેઠાણી બનીને બેસવાનું ,ને મને ચાર દિવસ માં તો બધુ કામ ફાવી પણ ગયુ છે ,......લે સરસ બેટા ને નરોતમદાશ ની કેતા તને મળે છે કે નહી તુ એના ઘરે જાય છે, અરે ના મમ્મી એટલો ટાઈમ જ ના હોય ,એ મારા રિશેપ્શન મા આવી તયારે મળી હતી ,બસ ,મારા ઘર ને કેતા ના ઘર મા તો જમીન આશમાન નો ફરક છે ,મારા સસરા નુ તો બનારસ મા બહુ મોટુ નામ છે ,મારા ઘર મા પાચ તઘ ગાડીઓ છે ને ને હવેલી આગળ મોટો બગીચો છે ,
પણ અમને તો ટાઈમ જ ના હોય સવારે ચા નાસ્તો કરી ને ગાડી લયી શોરુમ પર જતુ રહેવાનું ને બપોરે રામુ કાકા ઘરે થી ટીફીન લયી આવખ એટલે જમી લેવાનુ ,સાજે આખુ ફેમીલી ડાઈનિંગ ટેબલ પર મળીએ તોય બસ રોજ ના બિઝનેસ ની ને મારકેટીગ ની જ વાતો હોય ,........મંગળા બા બોલ્યા લે તમારે તો સારૂ જીવન કેવાય ,.......ખેતર મા થી ગલબો ને મોઘી એના ટાબર ને લયી ઝમકુડી ને મળવા આવે છે ,ચયમ શો ઝમકુ બુન ? તમે તો બવ મોઘો ખયી જયો ,......ઝમકુડી એના ટાબર ને તેડી લે છે ને થેલા માથી મીઠાઈ નુ બોક્ષ ને જમકુ ને ગિફટ મા મળેલી સાડીઓ જે ઝમકુ ને કામ મા આવે જ નહી એવી હતી એ મોઘી માટે લાવી હતી એ મોઘી ને આપે છે ,ને મોઘી તો કોરી નવી નકકોર સાડી જોઈ ખુશ થયી જાય છે ,ને રસોડામાં જયી મંગળા બા ને જમવાનું બનાવવા મા મદદ કરે છે ,ને પછી આજુ બાજુ મા રહેતી સહેલીઓ ને મળવા જાય છે ને કેતા ના ઘરે પણ આટો મારે છે ,નરોતમદાશ ને કેતા ના મમ્મી ઝમકુડી નુ રૂપ ને પહેરેલા કપડાં ઘરેણા જોઈ અંચબીત થયી જાય છે ,કેતા એ ઝમકુડી ની હવેલી ને સાસરી ની વાતો નરોતમદાશ ને કહી હતી ,ને આજે ઝમકુ ને નજરે જોઈ ને લાગયૂ કે આપળી કેતા ને આ ઘેર પરણાવી હોત તો સારુ ,....ઝમકુ આખા મહોલલા મા ફરી ને ઘરે આવે છે ,જમવાનું તૈયાર હતુ એટલે સુકેતુ ને ટીપોઈ મુકી થાળી પીરસે છે ,સુકેતુ એ કહયુ તુ પણ જમી લે ,પછી નીકળી જવૂ પડશે ,રાત્રે જ ? હા કાલ શોરુમ જવાનું ને લગ્ન ની સિઝન ચાલે છે ,દિવસ પડશે તો પપ્પા જી ખોટા ગુસ્સે થશે ,ઝમકુડી પણ નાના ભાઈ બેન સાથે બેસી જમી લીધુ ,જમનાશંકર એ કહયુ જમાઈસા આમ રાત્રે જ નીકળવુ છે ,હા બાપુજી ડ્રાઈવર છે ને અમારે ગાડી મા આરામ કરતા કરતાં જ જવાનુ છે ,......ઝમકુડી મમ્મી પપ્પાને ને ગળે મડી ને વહાલ કરે છે ને કહે છે પપ્પા તમે મારી બિલકુલ ચિતા ના કરો ,હુ બહૂ સુખી છુ ,ને તમે બધા દિવાળી પર મારા ઘરે આવજો ,મને તો હવે એક દિવસ નો પણ સમય નહી મળે અંહી આવાનો ,......મંગળા બા તો ઝમકુડી ને વળગી ને રડે છે ,બેટા તારા વીના તો આ ઘર સાવ સુનૂ થયી ગયુ ,છે....આખા મહોલલા માં જાણે કોઈ રહેતુ જ નથી એવી શાતિ પથરાઈ ગયી છે ,તુ આખા મહોલલા મા ઘમાસાણ મચાવતી ને બધા તારી ફરીયાદ કરવા ઘેર આવતા ,ને ખોટા ખોટા ઝગડા થતા ,કેટલા આનંદ ના એ દિવસો હતા ,ને હવે તો ઘર નુ આગણુ ને ફળીયુ જાણે કરફયુ લાગયો હોય એવુ લાગે છે ,ઝમકુડી ને પણ માની વાતો થી રડવુ આવે છે ,......જમનાશંકર બોલયા જા મંગળા પાણી નો કળશીયો ભરી લાવ ,ને દીકરી ને હસતા હસતાં વિદાય આપો ,.....સુકેતુ પાણી પી ને ગાડી મા બેસે છે ને ઝમકુડી પણ મા બાપ ને પગે લાગી આશીર્વાદ લયી સુકેતૂ પાસે ગાડી મા બેસે છે ,આવી ઈમ્પોર્ટ ડ કાર ગામ મા આવતી નહી ,એટલે આખો મહોલ્લો ઝમકુડી ને આવજો કહેવા ભેગો થયો છે ,ને ડ્ડરાઈવર ગાડી ચાલુ કરે છે ,સુમસામ અંધારી રાત માં ગામડા ના રોડ એકદમ બીક લાગે એવા લાગે છે ,થાકેલો સુકેતુ ઝમકુડી ના ખભે માથુ ઢાળી સુઈ જાય છે ,ને ઝમકુડી એના અતિત મા ખોવાઈ જાય છે ,.....ઝમકુડી સાત ધોરણ સુધી તો ભીનમાલ મા ભણી હતી ને આઠ ,ને નવ મુ ધોરણ મા એ એસ.ટી .બસ મા બેસી સીરોહી ભણવા જતી હતી ,ગામ માં થી ગણી છોકરીઓ એની બહેપણીઓ કેતા ,રીમા ,પાયલ ,સોનલ ,જયા ,રમા ,લીના આ બધી એની ખાસ બહેનપણી ઓ હતી ,,ને બધા રોજ ધીગામસ્તી કરતી ને ,એ વખતે બસ મા બેસવા મળતુ એનો પણ એક અનેરો આનંદ હતો ,ગામના બધા છોકરાઓ પણ એજ બસ મા અપડાઉન કરતા ,ને ગામની છોકરીઓ નુ ખાસ ધ્યાન રાખતા.,દશ બાર છોકરીઓ નુ ગ્રુપ સાથે જ રહેતુ ,બધી છોકરીઓ કરતા ઝમકુડી વધારે સુદર ને આકર્ષક લાગતી ,ને એના વાળ નો ચોટલો નીચે અડુ અડુ થતો ,આખી સ્કુલ માં ઝમકુડી નો સ્વભાવ પણ વખણાતો કોઈ ને ભુલ થી પણ કડવા વેણ ના બોલે ,ને ભોળી પણ એટલી કે બધાં ની વાતો મા આવી જાય ,પણ એની મિત્ર કેતા બહુ ચબરાક હતી ,ને એ ઝમકુડી ની સાથે જ રહેતી ,સકુલ ની બાજુમાં જ કોલેજ પણ હતી , ઝમકુડી ઉમર મા નાની પણ હાઈટ બોડી મા હતી એટલે અજાણ્યા લોકો એમ જ સમજતા કે ઝમકુડી કોલેજ ની સ્ટૂડનટ છે ,.....બાજુ ની કોલેજ નો નચીકેત નામનો છોકરો રોજ ઝમકુડી ને જોયા કરતો ,ને મનોમન એને ચાહવા લાગયો હતો ,ઝમકુડી આડી નજરે જોઈ લેતી કે આ નચીકેત રોજ જોયા કરે છે નૈ એસ.ટી.બસ ઉપડે એટલે બસ ની બારીમા ઝમકુડી બેસતી એને જોતા જોતા છેક ભીનમાલ સુધી આવતો ,પણ કદી ઝમકુડી ની છેડતી કે ખરાબ વરતન કરયુ નહોતું એટલે ,ઝમકુ કયી પણ બોલતી નહી ,ઝમકુડી સકુલ ના ફંકસનો મા ભાગ લેતી ,એટલે સવાર ની સકૂલ છુટયા પછી બે કલાક પ્રેકટીશ માટે રોકાવુ પડતુ ,એટલે રોજ ની બહેપણીઓ ને એસ. ટી. બસ ચુકી જવાતી ,.....રોજ તો સકુલ છુટવાનો સમય 12 વાગયા નો હતો પણ ફંકશન ની તૈયારીઓ ચાલતી હોય એ વખતે સમય નુ કયી નકકી રહેતુ નહી ,એક દિવશે ઝમકુડી બપોરે ત્રણ વાઞયા સુધી બસ ની રાહ જોતી ઉભી રહી પણ બસ આવે તો પણ ઉભી ના રહેતી ,ઝમકુડી ના મો પર ચિતા ની રેખાઓ સ્પષ્ટ દેખાઈ આવતી હતી ,ને એટલા મા જ તયા બાઈક લયી નચીકેત આવ્યો ને કહયુ .બસ તો છ વાગયા સુધી નહી આવે કયા સુધિ રાહ જોઈશ ? ચાલ હુ તને તારા ગામની બહાર રોડ સુધી મુકી જવ ,પહેલાં તો ઝમકુડી એ આનાકાની કરી પણ પછી વિચારયુ કે રીક્ષા મા જવાય એટલા પૈસા પણ નથી ,ને બસ નુ કયી ઠેકાણું નહી ,શુ કરુ ? મનોમન વિચારી ને નચીકેત ની બાઈક પાછળ બેસી ગયી , ને નચીકેત ઝમકુડી ને બેસાડીને બાઈક એકદમ ધીરે થી ચલાવા લાગયો ,જે થી ઝમકુ સાથે વાત કરી શકાય ,.....હવે ઝમકુડી નચીકેત ના પ્રેમ માં પડશે કે શુ થશે એ વાચવા માટે વાચો ભાગ @ 11.............
નયના બા દિલીપ સિંહ વાઘેલા...
્્્્્્્્્્્્્