Meladi ma nu pragatya - 2 books and stories free download online pdf in Gujarati

મેલડી માં નું પ્રાગટય - 2

જ્યારે નવ દુર્ગા માં પાર્વતી પાસે ગયા અને કીધું હે માં જગદંબા હે માં ભવાની દુઃખ દુર કરનારી માં પાર્વતી અમારી વ્હારે આવો , ત્યારે માં પાર્વતી પોતાની સાધના માંથી બહાર નીકળી આંખો ખોલે છે , અને સામે જોવે છે નવ દુર્ગા એમની સામે પોતાનું દુઃખ કહી રહ્યા હતા કે એક નામ વગર ની નનામી બાળકી જેને અમારું નેવજ જમી લીધું છે અને અમને યુદ્ધ માં પરાસ્ત કરીને ગાયબ થઈ ગઈ છે , આ સાભળી માં પાર્વતી ગુસ્સે ભરાયા અને કીધું દેવીઓ ચિંતા ના કરો તેની સામે હું યુદ્ધ કરીશ આજે એ નનામી બાળકી ને તમારી સમક્ષ હાજર કરીશ એમ કહી માં પાર્વતી પાછા ધ્યાન માં લિન થઈ ગયા , અને આ બાજુ એ નનામી બાળકી ફરતા ફરતા એક પર્વત દેખાયો જ્યાં ભક્તો ની ભીડ હતી તથા ત્યાં અલગ તેજ હતું , નનામી બાળકી જ્યારે તે પર્વત પર ગયા તો ત્યાં માં હાજર હજુર મહાકાળી માં બિરાજમાન હતા અને એ પર્વત પાવાગઢ હતો , નનામી બાળકી એ મહાકાળી માં ને કીધું હે માં મને તમારા પર્વત પર થોડો આશરો આપશો , હું થોડો વિશ્રામ કરવા માગું છું તેથી મહાકાળી એ કીધું ભલે બાળકી તને હું અહી વિશ્રામ કરવા દઈશ , એમ કહી ને મહાકાળી માં અદ્રશ્ય થઈ ગયા , આ બાજુ માં પાર્વતી ગુસ્સે ભરાયેલા એમનું રુદ્ર સ્વરૂપ જોઈ દાનવો અને દેવતાઓ વિચાર માં પડી ગયા કે આજે માં દેવી જરૂર બાળકી ની કરેલી ભૂલ ની માફી મંગાવસે , માં પાર્વતી ને જાણ થઈ કે જે બાળકી ને તેમને શોધવા નીકળેલા હતા તે બાળકી તો મહાકાળી ના સ્થાનક એટલે પાવાગઢ માં આશરો લીધો છે , તેથી માં પાર્વતી પાવાગઢ જવા નીકળી ગયા , અને આ બાજુ નામ વગર ની નનામી બાળકી ને ખ્યાલ નહોતો કે માં પાર્વતી એમની શોધમાં છે , જ્યારે પાર્વતી માં પાવાગઢ આવ્યા તેમને લલકાર કર્યો હે નામ વગર ની નનામી બાળકી તે મારા ભક્તો અને દેવીઓ નું ભોજન નો સંહાર કર્યો છે , મારે સામે હાજર થા અને એ દેવીઓ ની માફી માંગ તોજ તને ક્ષમા મળશે બાકી આજે તારો વિનાશ નક્કી છે , આવા પ્રચંડ અવાજ થી ધરતી ધ્રુજવા લાગી , જાણે ભૂકંપ આવ્યો હોય તેમ આકાશ પરથી ઉડતા પક્ષીઓ , ધરતી પર ચાલતા જનાવર બધા ભયભીત થઈ ગયા , આ લલકાર થી પાવાગઢ માં બિરાજમાન મહાકાળી માં ધ્યાન માંથી બહાર આવી ગયા , માં પાર્વતી એ બીજો લલકાર આપતા કહ્યું હે મહાકાળી તારા ગઢ ઉપર તે જેને આશરો આપ્યો છે એ મારો ચોર છે , તે ચોર મને સોંપી દે અન્યથા એનું પરિમાણ કહી પણ આવી શકે છે , આ શબ્દો સાંભળી મહાકાળી માં સાક્ષાત હજાર થયા માં પાર્વતી સામે અને કીધું , હે ઉમા પતિ માં ભવાની પાર્વતી માં મારી મહાકાળી ના પ્રણામ સ્વીકાર કરજો. માં પાર્વતી એ કીધું હે દેવી તારા ગઢ માં જે નનામી બાળકી છે એને બોલાવ એ મારા દેવીઓ નો ચોર છે , જો એની સામે યુદ્ધ કરીશ તો તારો ગઢ પરાસ્ત થઈ જશે , મહાકાળી માં બાળકી પાસે ગયા અને કીધું તું કોણ છે અને સુ કર્યું છે એવું તે માં પાર્વતી અહીં સાક્ષાત આવું પડ્યું , આ સાંભળી ને નનામી બાળકી એ વિગત વાર બધી વાત કરી .....
હવે પછી ની વાર્તા ભાગ - ૩

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED