Barood - 11 books and stories free download online pdf in Gujarati

બારૂદ - 11

૧૧  કુરેશી સપડાયો... !

નાગપાલ અત્યારે ચિંતાતુર નજરે દિલીપ સામે તાકી રહ્યો હતો. ચિંતાને કારણે એના વ્હેરા પર ત્રણ-ચાર કરચલીઓ ઊપસી આવી હતી.

‘આપણા વડાપ્રધાનને ક્યાં છુપાવવામાં આવ્યા છે એ બાબતમાં ડેનિયલ પાસેથી પણ કશુંય જાણવા નથી મળ્યું, ખરું ને ?' એણે વ્યાકુળ અવાજે પૂછ્યું.

‘ના, અંકલ... !' દિલીપે જવાબ આપ્યો, ઓહ...સંજોગો ખૂબ જ વિકટ થઈ ગયા છે !' દિલીપ પણ ખૂબ જ ચિંતાતુર હતો. દરેક પ્રયાસ નિષ્ફળ જતા હતા. આટઆટલી દોડાદોડી અને મહેનત કરવા છતાંય કોઈ પરિણામ નહોતું આવતું.

‘અંકલ... !’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘કુરેશી વાસ્તવમાં હદ બહારનો ચાલાક માણસ છે ! એણે માત્ર મામૂલી મ્હોરા તરીકે જ ડેનિયલનો ઉપયોગ કર્યો હતો. અને એટલા માટે જ ડેનિયલ કુરેશી વિશે ખાસ કોઈ વાત નહોતો જાણતો. અલબત્ત, એક વાત મને ખૂબ જ મૂંઝવે છે !'

‘કઈ વાત...?’

જે રીતે પાકિસ્તાનની સરકાર પૂરી ખાતરીથી ભારત સાથે સોદાબાજી કરે છે...વડાપ્રધાન તથા આઠ યુદ્ધકેદીઓની અદલા- બદલીની વાત ઉચ્ચારે છે, એના પરથી એવું લાગે છે કે વડાપ્રધાનને સલામત રીતે મોસ્કોની બહાર લઈ જવાયા છે. જ્યારે વર્તમાન પરિસ્થિતિ જોતાં વડાપ્રધાન મોસ્કોમાંથી બહાર નીકળી ગયા હોય એવું બિલકુલ નથી લાગતું. અત્યારના સંજોગો પરથી તો તેઓ હજુ મોસ્કોમાં જ હોય એવું લાગે છે... !'

હોય એવું લાગે છે... !'

‘તારી આ માન્યતા ખોટી પણ હોઈ શકે છે દિલીપ...’

'કેમ...?'

‘કારણ કે કુરેશી આટલા કડક જાપ્તા વચ્ચેથી પણ વડાપ્રધાનને મોસ્કોમાંથી બહાર લઈ જવામાં સફળ થઈ ગયો હોય એ બનવાજોગ છે અથવા તો જો વડાપ્રધાન હજુ મોસ્કોમાં જ હોય તો, ગમે તેટલા કડક જાપ્તા વચ્ચેથી પણ કુરેશી તેમને મોસ્કોમાંથી બહાર લઈ જઈ શકે તેમ છે, એ વાતની પાકિસ્તાન સરકારને પૂરેપૂરી ખાતરી હશે... !’

‘હા...એ બનવાજોગ છે.. !' દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘પાકિસ્તાનની સરકારને કુરેશી પર અનહદ ભરોસો હોય અને એટલા માટે તેઓ આટલી ખાતરીથી સોદાબાજી કરતા હોય એવું બની શકે છે.'

‘દિલીપ... !’ નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘આ વખતે પાકિસ્તાને જડબેસલાક અને લાજવાબ યોજના બનાવી છે. તેમના કહેવા મુજબ કાશ્મીરી ત્રાસવાદીઓએ આપણા વડાપ્રધાનનું અપહરણ કર્યું છે અને ત્રાસવાદીઓએ દસ કરોડ રૂપિયા તથા પોતાના આઠ યુદ્ધકેદીઓને છોડાવવા માટે આ બધું કર્યું છે. અર્થાત્ આ સમગ્ર મામલામાં પહેલી નજરે કોઈ હાથ નથી. અર્થાત્ પાકિસ્તાન ખૂબ જ ચાલાકીથી આઠેય કેદીઓને છોડાવવા માગે છે!'

‘ખેર, આપણી સરકારે શું નિર્ણય લીધો છે...?' ‘આપણી સરકાર શું નિર્ણય લઈ શકે તેમ છે...? આપણી સરકાર પાસે તો પાકિસ્તાનનો પ્રસ્તાવ મંજૂર રાખવા સિવાય બીજો કોઈ ઉપાય બાકી નથી રહ્યો. વડાપ્રધાનને છોડાવવા માટે આપણે પાકિસ્તાનની વાત માનવી જ પડશે અને આપણી સરકારે આ દિશામાં પ્રયાસ પણ શરૂ કરી દીધો છે... !'

‘કેવો પ્રયાસ... ?’

જેમકે આઠેય યુદ્ધકેદીઓને ‘રેડક્રોસ' પાસેથી દિલ્હી પાછા બોલાવી લેવાયા છે.

અદલાબદલી માટે જે સ્થળ નક્કી થશે ત્યાં નિર્ધારિત સમયે આ આઠેય કેદીઓને પહોંચાડી દેવાશે, પરંતુ વડાપ્રધાન મોસ્કોમાં નથી એ વાતની આપણા તરફથી ભારત સરકારને ખાતરી ન મળે, ત્યાં સુધી સરકાર અદલાબદલીની બાબતમાં કોઈ મક્કમ પગલું નહીં ભરે. વડાપ્રધાનના મોસ્કોમાં હોવાની જરાસરખી આશા હશે ત્યાં સુધી તેમની શોધ ચાલુ રખાશે. ભારતના રાષ્ટ્રપતિ તરફથી એવો આદેશ આવ્યો છે કે કોઈ પણ પ્રકારની અદલાબદલીનો વખત આવતાં પહેલાં વડાપ્રધાનને શોધીને તેમને હેમખેમ દિલ્હી પહોંચાડવામાં આવે !'

દિલીપે વ્યાકુળતાથી ખુરશી પર પાસું બદલ્યું. પરિસ્થિતિ વધુ ને વધુ વણસતી જતી હતી. જિંદગીમાં પહેલી જ વાર દિલીપ કોઈ મિશનમાં પોતાની જાતને આટલો નિષ્ફળ અનુભવતો હતો. કુરેશીએ જાણે ગાલ પર સણસણતો તમાચો માર્યો છે, એવો ભાસ એને થતો હતો.

‘એક વાત બરાબર સમજી લે દિલીપ... !' નાગપાલ બોલ્યો, જો ભારત સરકારે આઠે કેદીઓને પાછા સોંપવા પડશે તો એ નવાઝ શરીફ સરકારની એક મોટી જીત કહેવાશે... ! કારગીલ પ્રકરણમાં તેમનો મોટો વિજય ગણાશે. એટલે આપણે છેવટ સુધી અદલાબદલીનો વખત ન આવે એવા જ પ્રયાસો કરીશું. મોસ્કોમાં વડાપ્રધાનની શોધ કરી રહેલી પોલીસ તથા સૈનિકોની સંખ્યા બમણી કરી નાખવામાં આવી છે. રાઉન્ડ ધ ક્લૉક કામ ચાલે છે. જો આ બધા પ્રયાસોનું કોઈ પરિણામ નહીં આવે તો પછી પાકિસ્તાન ઇચ્છે છે એમ જ કરવામાં આવશે !'

વડાપ્રધાનને શોધવા માટે આપણી પાસે હજુ કેટલો સમય છે ?' દિલીપે પૂછ્યું.

‘વધુમાં વધુ અડતાલીસ કલાક... !'

‘હું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો.

'હવે એક બીજી વાત પણ બરાબર સમજી લે !'

‘શુ ?’

'જો કુરેશી હજુ મોસ્કોમાં જ હોય તો આ બધી પરિસ્થિતિની તેને પણ ખબર હશે. એ ચોક્કસ જ પોતાની સરકારના સંપર્કમાં હશે અને પળેપળનો રિપોર્ટ તેને મળતો હશે... !'

‘હું સમજું છું અંકલ... !'

‘આ ઉપરાંત એક બીજી વાત પ્રત્યે પણ હું તારું ધ્યાન દોરવા માગું છું'

‘શું ?’

‘જો કુરેશી મોસ્કોમાં જ હશે તો આગામી અડતાલીસ કલાક દરમિયાન તે અહીંથી બહાર નીકળવા માટે પણ ભરચક પ્રયાસ કરશે.. ! એટલે મોસ્કો શહેરની બહાર જતા તમામ માર્ગો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. હવે ત્યાં વધુ સખતાઈ વાપરવામાં આવે છે !'

‘પાકિસ્તાને અદલાબદલીનો જે પ્રસ્તાવ ભારત સરકાર સામે મૂક્યો છે, એ પ્રસ્તાવની ભારતના નાગરિકોને ખબર પડી ગઈ છે... ?' ‘ના...હાલતુરત આ વાત એકદમ ગુપ્ત રાખવામાં આવી છે… !'

‘અર્થાત્ આ સમાચારનો બહુ ફેલાવો નથી થયો, ખરું ને ?'

‘ના..’

દિલીપ વિચારમાં પડી ગયો.

‘અત્યારે તું શું કરે છે... ?' નાગપાલે પૂછ્યું.

‘હાલતુરત તો હું કશુંય કરી શકવાની સ્થિતિમાં નથી !' દિલીપ બોલ્યો, ‘અલબત્ત, બાબુભાઈ અને રજની તથા અનેક ભારતીયો ભેગાં થઈને વડાપ્રધાનને શોધવા માટે ભરચક પ્રયાસો કરે છે. મોસ્કો શહેરના એક એક ખૂણાની તપાસનો ક્રમ ચાલુ જ છે. મને મોસ્કોની પોલીસ તથા લશ્કર કરતાં અહીંના ભારતીયો તરફથી વધારે આશા છે કે તેઓ કંઈક કરી બતાવશે. કારણ કે તેમનામાં આપણા વડાપ્રધાન પ્રત્યે અનહદ લાગણી છે...તેમને માટે કંઈક કરી છૂટવાની લગન અને ધગશ છે.’

‘તેઓની લાગણી હું સમજું છું દિલીપ... !' નાગપાલે ગળગળા અવાજે કહ્યું, ‘તેઓ આપણા વડાપ્રધાન અથવા તો કુરેશીને શોધી કાઢશે તો મને ખૂબ જ આનંદ થશે.'

‘હવે હું જઈશ... !' દિલીપ ખુરશી પરથી ઊભો થતાં બોલ્યો.

‘ક્યાં જાય છે... ?’

'અત્યારે તો બાબુભાઈ વિગેરે પાસે જ જઉં છું.'

‘કોઈ અગત્યની વાત જાણવા મળે તો તરત જ મને રિપોર્ટ આપજે... !'

‘જરૂર...'

દિલીપ દરવાજા તરફ આગળ વધી ગયો. નાગપાલ પાઇપ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો. વધુ ચોવીસ કલાક વીતી ગયા.

હજુ સુધી રશિયન પોલીસ, લશ્કર કે ભારતીયોની છ ટીમોમાંથી કોઈને પણ વડાપ્રધાન કે કુરેશી વિશે કશુંય જાણવા નહોતું મળ્યું. અલબત્ત, લગભગ બાર વાગ્યે દિલીપને ટ્રાન્સમીટર પર એક સમાચાર જરૂર મળ્યા.

‘બાબુભાઈનો મેસેજ હતો... !' દિલીપ પોતાના સહકારીઓને ઉદ્દેશીને ઉત્સાહભેર બોલ્યો, ‘બાબુભાઈના કહેવા મુજબ તેમને કુરેશીના એક સાથીદારને શોધવામાં સફળતા મળી છે. એ સાથીદાર ચોક્કસ જ આઈ.એસ.આઈ.નો જ એજન્ટ છે. કુરેશીનો એ સાથીદાર અત્યારે રેડ સ્ક્વાયરના એક રેસ્ટોરન્ટમાં મોજૂદ છે અને બાબુભાઈ તેના પર નજર રાખે છે.'

‘રેડ સ્ક્વાય૨ વિસ્તારમાં છે ?' એક ભારતીયે ચમકીને પૂછ્યું.

'હા... '

આ વાત ખૂબ જ આશ્ચર્યજનક હતી. રેડ સ્ક્વાયર વી.આઈ.પી. વિસ્તાર હતો.

વિસ્તાર હતો. ત્યાં પોલીસ તથા લશ્કરનો કડક ચોકીપહેરો હતો. અને કુરેશીનો સાથીદાર એ જ વિસ્તારમાં દેખાયો હતો.

‘પોતાના પર નજર રાખવામાં આવે છે એ વાત કુરેશીનો સાથીદાર જાણે છે..?’

‘ખબર નથી... !' દિલીપ બોલ્યો, ‘પણ હું સીધો ત્યાં જ જઉં છું... !'

‘અમે પણ સાથે આવીએ… ?'

‘ના, તમે લોકો તમારું કામ ચાલુ જ રાખો... ! હજુ તો આપણને માત્ર કુરેશીના એક સાથીદારની જ માહિતી મળી છે. કુરેશી વિશે જાણવા નથી મળ્યું.'

‘ઓ.કે.’

દિલીપ લાંબાં લાંબાં ડગલાં ભરતો ત્યાં પડેલી એક કારમાં બેસી ગયો. વળતી જ પળે એણે કાર સ્ટાર્ટ કરીને રેડ સ્ક્વાયર તરફ દોડાવી મૂકી.

તે પૂરપાર વેગે કાર દોડાવતો હતો. તે જેમ બને તેમ જલ્દી બાબુભાઈ પાસે પહોંચી જવા માગતો હતો.

રસ્તામાં લગભગ દરેક જગ્યાએ પોલીસ તથા લશ્કરના સૈનિકો મોજૂદ હતા.

હિલ્ટન હોટલ સામેથી પસાર થતી વખતે દિલીપે જોયું તો થોડા સૈનિકો એક માણસને બળજબરીથી લશ્કરી વાનમાં ધકેલતા હતા. એ માનવી ખૂબ જ ગભરાયેલો હતો અને જોરજોરથી બૂમો પાડતો પોતે નિર્દોષ હોવાની વાત ઉચ્ચારતો હતો.

પરંતુ સૈનિકો પર એની વાતની કોઈ અસર નહોતી દેખાતી. એ જ વખતે એ માણસ કોણ જાણે કેવી રીતે સૈનિકોની પકડમાંથી છટકી ગયો અને છટકતાંવેંત એણે પૂરી તાકાતથી દોટ મૂકી. પરંતુ તે આઠ-દસ ડગલાં દોડ્યો હશે ત્યાં જ સામેથી એક પોલીસમૅન ધસી આવ્યો અને જોરથી એના માથા પર લાકડીનો પ્રહાર ઝીંકી દીધો.

એ માનવી દારુણ ચીસો નાખતો સડક પર જ ફસડાઈ પડ્યો. બે સૈનિકોએ એના દેહને ઊંચકીને જાણે રેતીની ગુણી ફેંકતા હોય એ રીતે લશ્કરી વાનમાં ફેંક્યો.

વાન તરત જ આગળ વધી ગઈ. સડક પર ઠેકઠેકાણે આવાં દશ્યો જોવા મળતાં હતાં. શંકાના આધારે મોટા પાયે લોકોની ધરપકડનો દોર ચાલુ હતો. ચારે તરફ ધમાલ હતી.

રશિયન પોલીસ તથા સૈનિકો ભારતના વડાપ્રધાનને શોધવા માટે તનતોડ મહેનત કરતા હતા એમાં શંકાને કોઈ સ્થાન નહોતું. દિલીપ દસ મિનિટમાં જ રેડ સ્ક્વાયર પહોંચી ગયો. કુરેશીનો સાથીદાર જે રેસ્ટોરન્ટમાં હતો એ રેસ્ટોરન્ટ શોધવામાં તેને બહુ તકલીફ ન પડી.

બાબુભાઈ પણ દિલીપની નજરે ચડી ગયો. એ ત્યાં જ એક વૃક્ષની ઓટ પાછળ ઊભો હતો.

દિલીપે રેસ્ટોરન્ટથી સ્હેજ દૂર કાર ઊભી રાખી અને પછી નીચે ઊતરીને પગપાળા જ બાબુભાઈ તરફ આગળ વધ્યો. ચાલતાં ચાલતાં જ એણે એક સિગારેટ કાઢીને પેટાવી. બે-પાંચ પળોમાં જ તે બાબુભાઈ પાસે પહોંચી ગયો.

‘એ હજુ પણ રેસ્ટોરન્ટમાં જ છે... ?' દિલીપે એકદમ ધીમા અવાજે પૂછ્યું. ‘હા, બિરાદર... !’

‘પોતાના પર નજર રાખવામાં આવે છે એ વાતની તેને ખબર છે...?'

‘આ બાબતમાં હું ખાતરીપૂર્વક કશુંય કહી શકું તેમ નથી, પરંતુ તે જેટલી વારથી રેસ્ટોરન્ટમાં છે તેના પરથી તો એવું જ લાગે છે કે એને બધી ખબર છે... !'

‘મને એના દેખાવ વિશે જણાવો... !'

‘એણે લીલા રંગનું પેન્ટ તથા ચેક્સની ડિઝાઇનવાળો બ્લ્યૂ શર્ટ પહેર્યાં છે. એના વાળ સ્હેજ વાંકડિયા છે અને તેને ઓળખવા માટેની પણ એક ખાસ નિશાની છે. એના કપાળ પર જમણી આંખના નેણની ઉપરના ભાગે ચારેક ઈંચ જેટલું લાંબું કોઈક જૂના ઝખમનું ચિહ્ન છે.'

‘ઓ.કે....’ દિલીપે સિગારેટનો કસ ખેંચ્યો, ‘મારે માટે આટલું પૂરતું છે. હું તેને ઓળખી લઈશ. હવે તમે એક કામ કરો... !'

'શું?'

તમે રેસ્ટોરન્ટના પાછળના ભાગમાં ચાલ્યા જાઓ... ! તે એ તરફથી નાસી છૂટવાનો પ્રયાસ કરે એ બનવાજોગ છે. હું અહીં ઊભો રહીને તેની રાહ જોઉં છું.'

‘ઓ.કે...’ બાબુભાઈએ હકારમાં માથું હલાવ્યું.

ત્યાર બાદ તે રેસ્ટોરન્ટના પાછલા ભાગ તરફ આગળ વધી ગયો.

દિલીપે કુરેશીના સાથીદાર પર નજર રાખવા માટે એક બીજો માર્ગ અપનાવ્યો.

તે સિગારેટના કસ ખેંચતો પાછો પોતાની કારમાં જઈને ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો અને આરામથી રાહ જોવા લાગ્યો. તે સિગારેટના કસ ખેંચતો ખેંચતો સ્ટીયરિંગ પર બંને હાથની આંગળીઓ ટપટપાવતો હતો.

અલબત્ત, તેનાથી એક ભૂલ જરૂર થઈ હતી.

અંદર મોજૂદ કુરેશીના સાથીદાર પાસે કોઈ વાહન હતું કે નહીં, એ બાબતમાં બાબુભાઈને પૂછવાનું તે ભૂલી ગયો હતો. આ ઉપરાંત હમણાં જ એના મગજમાં એક બીજી શંકા પણ ઉત્પન્ન થઈ હતી.

કુરેશીનો સાથીદાર પાછલા માર્ગેથી અગાઉથી જ પલાયન થઈ ગયો હોય એ પણ બનવાજોગ હતું કારણ કે બાબુભાઈ તો રેસ્ટોરન્ટના આગળના ભાગ પર નજર રાખતો હતો. આ શંકા મગજમાં આવતાં જ દિલીપ આકુળ-વ્યાકુળ થઈ ગયો.

એની બેચેની એકદમ વધી ગઈ હતી. પરંતુ હવે રાહ જોવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નહોતો. આમ ને આમ વીસ મિનિટ પસાર થઈ ગઈ.

વીસ મિનિટ પછી લીલું પેન્ટ તથા ચેક્સની ડિઝાઇનવાળો બ્લ્યૂ શર્ટ પહેરેલો માનવી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યો. ચહેરા પરથી જ તે આતંકવાદી લાગતો હતો. એના કપાળ પર જમણી તરફ રહેલું જૂના ઝખમનું લાંબું નિશાન દૂરથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. દિલીપ તરત જ તેને ઓળખી ગયો.

તે ચોક્કસ જ કુરેશીનો સાથીદાર હતો. દિલીપ અગાઉ પણ બે વખત તેને કુરેશી સાથે જોઈ ચૂક્યો હતો.

એણે ઝપાટાબંધ અંતિમ કસ ખેંચીને સિગારેટનું ઠૂંઠું એક તરફ ફેંકી દીધું.

આ દરમિયાન કુરેશીનો સાથીદાર રેસ્ટોરન્ટની સામે પડેલી એક જૂની કારમાં બેસી ગયો હતો.

દિલીપે તરત જ પોતાની કાર સ્ટાર્ટ કરીને ગિયર બદલ્યું. એ જ વખતે કુરેશીના સાથીદારની કાર યૂ-ટર્ન લઈને સડક પર આવી અને સડસડાટ કરતી દિલીપની કારની બાજુમાંથી પસાર થઈ ગઈ.

દિલીપે ચાર-પાંચ સેકંડ રાહ જોઈ અને પછી એક્સિલેટર પર પગ દબાવ્યો.

વળતી જ પળે તે આગળ જઈ રહેલી કારનો પીછો કરતો હતો.

ભારતના વડાપ્રધાન અથવા તો કુરેશી સુધી પહોંચવાની પોતાને આ સોનેરી તક મળી છે એ વાત દિલીપ બરાબર જાણતો હતો અને આ તક તે કોઈ સંજોગોમાં ગુમાવવા નહોતો માગતો. આ કારણસર તે અનહદ સાવચેતીથી પીછો કરતો હતો.

અલબત્ત, એક વાતની તેને ખૂબ જ ચિંતા સતાવતી હતી. જો રસ્તામાં પોલીસ કે સૈનિક તેને અટકાવે તો આ તક એના હાથમાંથી સરકી જાય તેમ હતી.

પરંતુ નસીબજોગે એવું કશુંય ન બન્યું. પણ જે કંઈ બન્યું એનાથી દિલીપના માથા પર જાણે કે વીજળી ત્રાટકી.

આગળ જઈ રહેલી કુરેશીના સાથીદારની કાર અચાનક જ અફઘાનિસ્તાનના દૂતાવાસમાં દાખલ થઈ ગઈ.

– અને દિલીપને ચમકાવી મૂકવા માટે આ એક જ વાત પૂરતી હતી.

એના દિમાગમાં ખળભળાટ મચી ગયો. કુરેશીનો સાથીદાર અફઘાનિસ્તાનના દૂતાવાસમાં શા માટે ગયો છે...?

ત્યાર બાદ તરત જ દિલીપના મગજમાં વીજળીની જેમ એક વિચાર ચમકી ઊઠ્યો.

– કુરેશીએ ક્યાંક અફઘાનિસ્તાનના દૂતાવાસમાં જ તો આશરો નથી લીધો ને...?

આ વાત મગજમાં આવતાં જ દિલીપનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં.

- જરૂર એમ જ હતું... ! એટલા માટે જ તો મોસ્કોની ગલીએ ગલી અને એક એક ઇમારતોની તલાશી લેવા છતાંય ક્યાંયથી કુરેશીનો પત્તો નહોતો લાગતો. મોસ્કોમાં પાકિસ્તાનના કોઈક મિત્રરાષ્ટ્રના દૂતાવાસથી વધુ સલામત સ્થળ કુરેશી માટે બીજું કોઈ જ હોઈ શકે તેમ નહોતું.

પોલીસ તથા સૈનિકો ભલે મોસ્કોના ખૂણેખૂણાની તલાશી લેતા હોય પરંતુ તેમની તલાશીમાં ચોક્કસ જ વિદેશી રાષ્ટ્રોના હાઈ કમિશન તથા દૂતાવાસોનું સમાવેશ નહોતો થતો. આ સ્થળોની તલાશી લેવાનું શક્ય પણ નહોતું. પાકિસ્તાનના કોઈક મિત્રરાષ્ટ્રના દૂતાવાસે કુરેશીને પોતાને ત્યાં આશરો આપ્યો હશે એ વાતની તો કલ્પના પણ થઈ શકે તેમ નહોતી. એક બીજી વાત પણ શક્ય હતી.

દિલીપે ઉતાવળમાં આવું ખોટું પરિણામ તારવી લીધું હોય એવું પણ બની શકે તેમ હતું.

અફઘાનિસ્તાનના દૂતાવાસે કુરેશીને આશરો ન આપ્યો હોય અને કુરેશીનો સાથીદાર કોઈક બીજા જ કામસર દૂતાવાસમાં ગયો હોય એ બનવાજોગ હતું. દિલીપ જેમ જેમ વિચારતો જતો હતો. તેમ તેમ એની મૂંઝવણ વધતી જતી હતી.

ખેર, નાગપાલને તાબડતોબ આ બાબતમાં જણાવવું એકદમ જરૂરી હતું.

દિલીપ તરત જ ટ્રાન્સમીટર કાઢીને નાગપાલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવા લાગ્યો.

પરંતુ તાબડતોબ સંપર્ક ન સાધી શકાયો. દિલીપને એંગેજ ટોન મળતો હતો.

નાગપાલ ચોક્કસ જ ટ્રાન્સમીટર પર કોઈકની સાથે વાત કરતો હતો.

પરંતુ તેમ છતાંય દિલીપે સંપર્ક સાધવાનો પ્રયાસ ચાલુ જ રાખ્યો. પછી અચાનક એની આંખો નર્યા અચરજ અને અવિશ્વાસથી વિસ્ફારિત બની ગઈ.

એના હાથમાંથી ટ્રાન્સમીટરનું માઇક છટકીને ખોળામાં જઈ પડ્યું.

વાસ્તવમાં એણે અફઘાનિસ્તાનના દૂતાવાસમાંથી એક કાળા કલરની મર્સિડિઝ કાર નીકળતી જોઈ હતી. કારના ફૂડ પર ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાતો હતો. કાર જોઈને દિલીપ ચમક્યો એની પાછળ બે કારણો હતાં.

પહેલું, ભારતના મોસ્કો સ્થિત હાઈકમિશ્નરની કાર કાળા કલરની મર્સિડિઝ નહીં પણ સફેદ શેવરોલેટ હતી.

બીજું, અત્યારે આ કારમાં હાઈકમિશ્નર હોય એ વાત તદ્દન અશક્ય હતી. કારણ કે અત્યારે કમિશ્નર સાહેબની રશિયાના રાષ્ટ્રપતિ સાથે મિટિંગ છે, એ વાત દિલીપ સવારથી જ જાણતો હતો.

કમિશ્નર સાહેબ તો અત્યારે પ્રેસિડેન્ટ હાઉસમાં હતા. મર્સિડિઝ હાઈકમિશ્નરની કાર નથી તેમ તેઓ એમાં સફર પણ નથી કરતા, એ વાત દિલીપ આંખના પલકારામાં જ સમજી ગયો.

'તો પછી આ કારમાં કોણ હતું... ?

– તે અફઘાનિસ્તાનના દૂતાવાસમાંથી શા માટે બહાર નીકળી હતી..... ?

– અને પછી અચાનક દિલીપના મગજમાં બૉંબવિસ્ફોટની જેમ એક વાત ગુંજી ઊઠી.

ચોક્કસ મર્સિડિઝમાં ભારતના વડાપ્રધાન મોજૂદ હતા અને કારની તલાશી ન લેવાય એટલા માટે જ તેમને આ રીતે લઈ જવાતા ન હતા....!

જરૂર આ જ વાત હતી.

પરંતુ આ સમગ્ર મામલામાં કુરેશીથી એક ભૂલ થઈ ગઈ હતી. ભારતીય હાઈકમિશ્નરની કાર સફેદ શેવરોલેટ હતી, એ વાત કુરેશી નહોતો જાણતો અથવા તો પછી ઉતાવળને કા૨ણે તે સફેદ શેવરોલેટની વ્યવસ્થા નહોતો કરી શક્યો. એટલે હાલતુરત કાળી મર્સિડિઝથી જ કામ ચલાવાતું હતું.

દિલીપે તરત જ મર્સિડિઝની પાછળ પોતાની કાર દોડાવી મૂકી. પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી.

એનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું હતું.

તે મર્સિડિઝને અટકાવવાનો કોઈક ઉપાય વિચારતો હતો. સડક પર મોજૂદ સૈનિકો પાસેથી આ બાબતમાં મદદ મેળવવાથી કોઈ લાભ નહોતો. કારણ કે કથિત હાઈકમિશ્નરની કારને અટકવવાની હિંમત દાખવવાને બદલે ઊલટું તેઓ દિલીપ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતા.

મર્સિડિઝની બારીઓ તથા પાછળના મોટા કાચ પર પડદા હોવાથી કારમાં કોણ કોણ બેઠું છે તે કંઈ દેખાતું નહોતું. દિલીપ પૂરેપૂરી સાવચેતીથી મર્સિડિઝનો પીછો કરતો રહ્યો.

કારના ફૂડ પર લહેરાતા તિરંગા ધ્વજને જોઈને બધા તેને ભારતીય હાઈકમિશ્નરની કાર માનતા હતા. પોલીસ તથા સૈનિકો કાર નજીક પહોંચતાં જ સન્માનસૂચક ઢબે એક તરફ ખસી જતા હતા. કેટલાક સૈનિકો તો રીતસર કારને સલામ પણ ભરતા હતા.

ખરેખર કુરેશી અત્યંત ચાલાક અને તીવ્ર બુદ્ધિશાળી હતો. ભારતના વડાપ્રધાનને મોસ્કોમાંથી બહાર કાઢવા માટે એણે અદ્ભુત યોજના બનાવી હતી.

સૌથી પહેલાં તો ભારતીય હાઈકમિશ્નરની કારને કોઈ ચેકપોસ્ટ ૫૨ અટકાવવાનું જ નહોતું. અને કદાચ કોઈ ચેકપોસ્ટ પર અટકાવીને કારની તલાશી લેવાનો વખત આવે તોપણ આઈ.એસ.આઈ.નો એજન્ટ વડાપ્રધાનના લમણા પર રિવૉલ્વરની નળી મૂકી, તેમને મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ થઈ જાય તેમ હતો.

કમ સે કમ વડાપ્રધાનના જીવનું જોખમ લઈને કોઈ તેમને ન જ અટકાવે !

મર્સિડિઝ હવે મોસ્કોના ગીચ વિસ્તારમાંથી બહાર નીકળી આવી હતી.

હવે સડક પર ક્યાંક ક્યાંક જ સૈનિકો દેખાતા હતા. દિલીપે ઓવરકોટના ગજવામાંથી પોતાની રિવૉલ્વર બહાર કાઢી. અત્યારે એના મગજમાં એક ખતરનાક વિચાર ગુંજતો હતો. મર્સિડિઝને અટકાવવા માટે એ તેના ટાયરમાં ગોળી મારવા માગતો હતો.

પછી અચાનક દિલીપને બૅકવ્યૂ મિરરમાં પોતાની પાછળ એ જ જુનવાણી કાર આવતી દેખાઈ કે જેનો રેસ્ટોરન્ટથી પીછો કરીને એ અફઘાનિસ્તાનના દૂતાવાસ સુધી પહોંચ્યો હતો. પરંતુ એક વાત જોઈને એના દેહમાં ધ્રુજારી ફરી વળી.

પાછળ આવતી જુનવાણી કારની ડ્રાઇવિંગ સીટ પર અત્યારે આઈ.એસ.આઈ.નો કોઈ એજન્ટ નહીં, પણ અબ્દુલ વહીદ કુરેશી પોતે જ બેઠો હતો.

'પાછલી કારમાં કુરેશી શા માટે હતો?

દિલીપને તરત જ પોતાના મગજમાં ગુંજેલા આ સવાલનો જવાબ પણ મળી ગયો.

એક ગોળી છૂટી...ગોળી દિલીપની કાર સાથે ક્યાંક અથડાઈ. ગોળી પાછળથી કુરેશીએ છોડી હતી. એ કારમાં દિલીપ છે અને તે મર્સિડિઝનો પીછો કરે છે એની ચોક્કસ કુરેશીને ખબર પડી ગઈ હતી.

બૅકવ્યૂ મિ૨૨માં દિલીપને કુરેશીનો હાથ પુનઃ બારીમાંથી નીકળતો દેખાયો.

દિલીપે તરત જ કારનું સ્ટીયરિંગ ડાબી તરફ ફેરવ્યું. કુરેશીએ છોડેલી ગોળી કારના પાછલા કાચ સાથે અથડાઈ. કાચમાં એટલી બધી તિરાડો પડી ગઈ કે તેને કુરેશીની કાર દેખાતી બંધ થઈ ગઈ.

હવે દિલીપે પણ જવાબ આપ્યો. એણે એક હાથેથી સ્ટીયરિંગ સંભાળી, બીજો હાથ બારીમાંથી સ્ટેજ બહાર કાઢીને પાછળની દિશામાં ગોળી છોડી.

કુરેશીએ તરત જ પોતાની કારનું સ્ટીયરિંગ ફેરવ્યું. દિલીપે છોડેલી ગોળી કુરેશીની કાર સાથે ઘસાઈને નીકળી ગઈ. કુરેશીએ ફરીથી ગોળી છોડી.

આ વખતે દિલીપની કારના પાછલા કાચના ભુક્કા બોલી ગયા. કાચના નાના નાના ટુકડાઓ પાછળની સીટ પર વેરવિખેર થઈ ગયા. જોકે આનાથી એક લાભ પણ થયો. દિલીપને ફરીથી કુરેશીની કાર દેખાવા લાગી.

ગોળીઓ છૂટવાનું શરૂ થયું ત્યારથી દિલીપની કારની રફતાર સ્હેજ ઓછી થઈ ગઈ હતી.

તે મર્સિડિઝ જેટલી ગતિથી પોતાની કાર નહોતો ચલાવી શકતો. અને આનો લાભ મર્સિડિઝને મળ્યો. એ હવે સડક પર દેખાતી બંધ થઈ ગઈ.

દિલીપનું ધ્યાન કુરેશીની કાર પર જ ગૂંચવાઈ ગયું હતું અને આવું થાય એમ જ કદાચ કુરેશી ઇચ્છતો હતો.

પાછળથી કુરેશીએ ફરીથી ગોળી છોડી. આ વખતે દિલીપની કારનું ટાયર જોરદાર ધડાકા સાથે ફાટ્યું અને કારનું બેલેન્સ બગડી ગયું. દિલીપના કપાળ પર ચિંતાની કરચલીઓ ઊપસી આવી. કુરેશી ડગલે ને પગલે તેને ભારે પડતો હતો. એણે કાર પર કાબૂ મેળવવાનો ભરચક પ્રયાસ કર્યો.

એનો પગ વારંવાર બ્રેકપેડલ દબાવતો હતો અને હાથ સ્ટીયરિંગ પર જામેલા હતા. એ જ વખતે ધડાકા સાથે એની કારનું એક વધુ ટાયર ફાટ્યું. .

કુરેશીનું નિશાન ખરેખર અદ્ભુત હતું.

બીજું ટાયર ફાટતાં જ કાર પર કાબૂ રાખવાનું હવે દિલીપ માટે અશક્ય બની ગયું.

ભરચક પ્રયાસ કરવા છતાંય દિલીપની કાર લહેરાઈને સડક પરથી નીચે ઊતરી ગઈ અને પ્રચંડ ધડાકા સાથે સામેના એક વિશાળ વૃક્ષ સાથે અથડાઈ પડી.

દિલીપના દેહને પણ જોરદાર આંચકો લાગ્યો. સ્ટીયરિંગ પરથી આપોઆપ જ એના હાથ ખસી ગયા. એની છાતી સ્ટીયરિંગ સાથે અથડાઈ. ઈશ્વરનો પાડ કે એની બે-ચાર પાંસળીઓ ન ભાંગી ગઈ.

દિલીપના મોંમાંથી પીડાભર્યો ચિત્કાર સરી પડ્યો. એની આંખો સામે લાલ-પીળાં ચકરડાં ઊપસી આવ્યાં. એના હાથમાંથી રિવૉલ્વર છટકીને કારની ફર્શ પર જઈ પડી. અચાનક તેને પોતાની નજર સામે અગ્નિકુંડ સળગતો દેખાયો. વૃક્ષ સાથે અથડાવાને કારણે પેટ્રોલની ટાંકી ફાટી ગઈ હતી અને કાર અગનજ્વાળામાં લપેટાઈ ગઈ હતી. દિલીપે ડ્રાઇવિંગ સીટનો દરવાજો ઉઘાડીને સ્ફૂર્તિથી બહા૨ છલાંગ લગાવી.

એનો દેહ સળગતી કારથી દૂર જઈ પડ્યો. એના દિમાગમાં હજુ પણ વિસ્ફોટો થતા હતા.

રહી રહીને એની આંખો સામે અંધકાર છવાતો જતો હતો. દિલીપ ઘણી વાર સુધી એક નાનકડા ખાડા પાસે પડ્યો રહ્યો. પછી માંડ માંડ ધીમે ધીમે એણે આંખો ઉઘાડીને સામે નજર કરી.

કુરેશી એનાથી થોડે દૂર ઊભો હતો. તેના હાથમાં જકડાયેલી રિવૉલ્વરની નળી દિલીપના લમણા સામે જ સ્થિર થયેલી હતી.

દિલીપ એકીટશે એની સામે તાકી રહ્યો. જ્યારે કુરેશીના હોઠ પર કુટિલ સ્મિત ફરકતું હતું. કુરેશી અનહદ સ્ફૂર્તિલો છે એ વાત દિલીપ જાણતો હતો એટલે કોઈ ચાલબાજી રમી શકાય તેમ નહોતી.

‘હલ્લો, મિસ્ટર દિલીપ... !' કુરેશી ખડખડાટ હસીને બોલ્યો, ‘ખુદા ખરેખર મારા પર હંમેશાં મહેરબાન રહે છે.. ! આજ સુધીમાં તમે કેટલીય વાર મને ચોટ પહોંચાડીને સહીસલામત છટકી ગયા છો... ! પરંતુ પેલી કહેવત છે ને કે ‘સો ઘા સોનીના તો એક ઘા લુહારનો’... ! અત્યાર સુધી સોની તરીકે તમે મારા પર ઘા કર્યા હતા... ! આજે મારો વારો છે. નસીબે ફરીથી એક વાર આપણને સામસામે લાવીને ઊભા રાખી દીધા છે. આજે મને મારી અત્યાર સુધીની બધી હારનું વેર લેવાની સોનેરી તક મળી છે. માત્ર ભારત જ નહીં, બલ્કે સમગ્ર વિશ્વની જાસૂસી આલમમાં આજે જેના નામનો ડંકો વાગે છે એ કૅપ્ટન દિલીપ મારા હાથેથી માર્યો જશે... ! અબ્દુલ વહીદ કુરેશીના હાથે માર્યો જશે... !' વાત પૂરી કરતાંની સાથે જ કુરેશીના ગળામાંથી પ્રચંડ અટ્ટહાસ્ય નીકળ્યું.

દિલીપ ચૂપચાપ એની સામે તાકી રહ્યો.

‘મિસ્ટર દિલીપ... !' કુરેશી ફરીથી બોલ્યો, ‘તમે કેટલીયે વાર મારા હાથેથી મરતાં મરતાં બચી ગયા છો... ! પરંતુ આજે તમને કોઈ જ બચાવી શકે તેમ નથી... ! અલબત્ત, તમને રિબાવી રિબાવીને મારવાની મને ખૂબ જ ઇચ્છા હતી, પરંતુ અફસોસ કે મારી પાસે વધુ સમય નથી એટલે તમને સ૨ળ મોત મળે છે. ચાલો, હવે છેલ્લી વાર તમારા ઇષ્ટદેવને યાદ કરી લો... !' કુરેશીએ પોતાની રિવૉલ્વરનો સેફ્ટી કેચ પાછળ ખસેડ્યો.

'ગુડ બાય ફૉર એવર મિસ્ટર દિલીપ... ! ખુદા તમારા આત્માને જન્નતમાં મોકલે... !'

દિલીપે આંખો બંધ કરી દીધી.

પોતાનું મોત એને સાવ નજીકમાં જ દેખાતું હતું. – ‘ધડામ...'

ગોળી છૂટવાનો અવાજ ગુંજી ઊઠ્યો. અને સાથે જ ગુંજી એક પીડાભરી ચીસ... ! ગોળી દિલીપને ક્યાંય નહોતી વાગી.

દિલીપે તરત જ આંખો ઉઘાડીને સામે નજર કરી.

કુરેશીના હાથમાં હવે રિવૉલ્વર નહોતી. અત્યારે તે જે હાથમાં રિવૉલ્વર હતી એ હાથને જોરજોરથી આંચકા મારતો હતો.

કુરેશીથી વીસેક ફૂટ દૂર રજની ઊભી હતી.

રજનીના હાથમાં જકડાયેલી રિવૉલ્વરની નળીમાંથી હજુ પણ ધુમાડો નીકળતો હતો.

કુરેશી ફાટી આંખે દૂર ઊડી પડેલી પોતાની રિવૉલ્વર સામે તાકી રહ્યો હતો.

પછી અચાનક તે પોતાની રિવૉલ્વર તરફ ધસ્યો.

‘ખબરદાર... !’ રજની કર્કશ અવાજે ચેતવણી ઉચ્ચારતાં બોલી ઊઠી, ‘જ્યાં છો ત્યાં જ ચોંટ્યો રહેજે. એક ડગલું પણ આગળ વધીશ તો હવે પછી મારી રિવૉલ્વરમાંથી છૂટેલી ગોળી તારી ખોપરીના ભુક્કા બોલાવી દેશે.’

કુરેશીના પગ થંભી ગયા.

રજનીની બરાબર પાછળ જ તેની વૉલ્કસ વેગન ઊભી હતી. આ વૉલ્કસ વેગનમાં જ તે દિલીપનો પીછો કરતી હતી.

‘તું ઊભો થઈ શકે તેમ છે દિલીપ... ?' એણે દિલીપને ઉદ્દેશીને કહ્યું.

દિલીપ ધીમેથી માથું હલાવીને માંડ માંડ ઊભો થયો અને લથડતા પગે આગળ વધ્યો.

એની આંખો સામે હજુ પણ થોડી ઝાંખપ વર્તાતી હતી. એનું માથું ભમતું હતું. માંડ માંડ એ પોતાની જાત પર કાબૂ રાખી શકતો હતો.

સૌથી પહેલાં એણે પોતાની હૅટ વ્યવસ્થિત કરી અને પછી આગળ વધીને જમીન પર પડેલી કુરેશીની રિવૉલ્વર ઊંચકી લીધી. એની પોતાની રિવૉલ્વર તો સળગી ઊઠેલી કારમાં પડી હતી.

રિવૉલ્વર હાથમાં આવતાં જ એનામાં થોડી સ્ફૂર્તિનો સંચાર થયો. એનું દિમાગ ફરીથી ક્રિયાશીલ બન્યું.

તે ધીમે ધીમે ડગલાં ભરતો કુરેશીની સામે પહોંચીને ઊભો રહ્યો.

‘સ્પાક્’ વળતી જ પળે એના રાઠોડી હાથનો એક સણસણતો તમાચો પૂરી તાકાતથી કુરેશીના ગાલ પર પડ્યો.

તમાચો એટલો જોરદાર હતો કે કુરેશીને પળભર માટે તમ્મર આવી ગયા. એનો ગાલ લાલચોળ થઈ ગયો હતો અને તેના પર દિલીપનાં આંગળાંની છાપ ઊપસી આવી હતી.

‘હવે નસીબ વિશે તારું શું મંતવ્ય છે કુરેશી...?' દિલીપ ક્રોધથી સળગતી નજરે કુરેશી સામે જોતાં હિંસક અવાજે બોલ્યો, ‘તારા ગાલ પર પડેલો આ તમાચો દુનિયાભરની જાસૂસી આલમમાં જેના નામનો ડંકો વાગે છે એ કૅપ્ટન દિલીપનો નહીં, પણ જેની રગોમાં દેશદાઝનું ખમીરવંતું લોહી વહે છે એવા એક હિંદુસ્તાનીનો છે... ! આ થપ્પડની ગુંજ છેલ્લા શ્વાસ સુધી તારા કાનમાં પડઘા પાડતી રહેશે.' કુરેશીના હોશ ઊડી ગયા.

દિલીપનું રૌદ્ર સ્વરૂપ જોઈને એના દેહમાં ધ્રુજારી ફરી વળી હતી. તારો અંતિમ સમય નજીક આવી ગયો છે... ! ચાલ...’ દિલીપે બળપૂર્વક કુરેશીને વૉલ્કસ વેગન તરફ ધકેલ્યો. કુરેશી પડતો-આખડતો રજનીની વૉલ્કસ વેગન તરફ આગળ વધ્યો.

દિલીપ કુરેશીને લઈને વૉલ્કસ વેગનની પાછલી સીટ પર બેસી ગયો.

જ્યારે રજની ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાઈ ગઈ. દિલીપે પૂરી સાવચેતીથી કુરેશીની પીઠ પર રિવૉલ્વરની નળી ગોઠવી દીધી હતી.

‘કઈ તરફ જવું છે દિલીપ... ?' રજનીએ પૂછ્યું.

'ચેકપોસ્ટ તરફ લઈ લે.. ! અને એકદમ ઝડપ રાખજે... !' દલીપે કહ્યું.

‘ચેકપોસ્ટ તરફ શા માટે... ?' રજનીએ ચમકીને પૂછ્યું.

‘તું મારી પાછળ પાછળ આવતી હતી તો તને ખબર જ હશે  --હું કાળા કલરની એક મર્સિડિઝનો પીછો કરતો હતો. મર્સિડિઝના હૂડ પર ભારતનો રાષ્ટ્રધ્વજ પણ લહેરાતો હતો... !'

‘હા, મને ખબર છે... ! મેં મારી સગી આંખે એ કાર જોઈ હતી. અને સાચું કહું તો તારી આ હિલચાલને કારણે જ હું મૂંઝવણમાં પડી ગઈ હતી. તું હાઈકમિશ્નર સાહેબની કારનો પીછો શા માટે કરતો હતો એ હજુ પણ મને નથી સમજાતું... !' ‘સાંભળ, એ કાર હાઈકમિશ્નરની નહોતી, તેમ એમાં કમિશ્ન૨ સાહેબ પણ નહોતા... !'

‘શું.. ?’ રજનીએ ચમકીને પૂછ્યું.

‘હા, હું સાચું જ કહું છું.' દિલીપ ગંભીર અવાજે બોલ્યો,

'હું માનું છું ત્યાં સુધી ચોક્કસ જ એ કારમાં આપણા વડાપ્રધાન હતા.’

‘પરંતુ એ કાર હાઈકમિશ્નરની નહોતી એવું તું કયા આધારે કહે છે?’

‘એટલા માટે કે ભારતીય હાઈકમિશ્નરની કાર સફેદ કલરની રોવરોલેટ છે અને તેઓ પોતે જ એમાં યાત્રા કરતા હોય ત્યારે જ કારના હૂડ પર તિરંગો લહેરાવવામાં આવે છે, પરંતુ કમિશ્નર સાહેબ નો અત્યારે પ્રેસિડેન્ટ હાઉસમાં રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન સાથે મિટિંગમાં વ્યસ્ત છે એ હું જાણું છું.' ‘ઓહ, ગૉડ... !’

રજનીના દેહમાં રોમાંચભરી ધ્રુજારી ફરી વળી. એણે તાબડતોબ વૉલ્કસ વેગન સ્ટાર્ટ કરીને પૂરપાટ વેગે ચેકપોસ્ટ તરફ દોડાવી મૂકી.

‘કમાલ કહેવાય... !’ એ પુનઃ આશ્ચર્યથી બોલી ઊઠી, ‘મર્સિડિઝમાં વડાપ્રધાન હતા એ વાત હજુ પણ મને માનવામાં નથી આવતી.. !'

‘મર્સિડિઝમાં વડાપ્રધાન જ હતા એમાં હવે શંકાને કોઈ સ્થાન નથી રહ્યું... !' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો, ‘અને એ યોજના આ હરામખોર કુરેશીના સડેલા ભેજાની ઊપજ છે... ! ચેકપોસ્ટ પર મર્સિડિઝને ભારતીય હાઈકમિશ્નરની કાર માનીને કોઈ અટકાવે નહીં અને આઈ.એસ.આઈ.ના એજન્ટો કશીયે રોકટોક કે અડચણ વગર માત્ર મોસ્કોમાંથી જ નહીં, બલ્કે રશિયામાંથી પણ બહાર નીકળી જશે... !

'કુરેશી... !' એણે રિવૉલ્વરની નળી કુરેશીની પાંસળી પર ટપટપાવતાં પૂછ્યું, ‘તારી યોજના આ જ હતી ને... ?’ કુરેશી ચૂપ રહ્યો.

‘જવાબ આપ... !' દિલીપે જોરથી રિવૉલ્વરથી નળી એની પાંસળીમાં ખૂંચાડી.

‘હ...હા...' કુરેશી વેદનાથી કણસતા અવાજે બોલ્યો, ‘આ વાત સાચી છે... !'

‘તું પણ મર્સિડિઝમાં શા માટે ન બેઠો... ?' દિલીપે પૂછ્યું.

'મારી યોજનાની કોઈને ખબર તો નથી પડી ગઈ ને? અને કોઈ મર્સિડિઝનો પીછો કરે છે કે કેમ ? એ હું જોવા-જાણવા માગતો હતો... !'

ઓહ...તો તું મર્સિડિઝના રક્ષણ માટે તેની પાછળ પાછળ જતો હતો, એમ ને?’

‘પરંતુ આ સંજોગોમાં મર્સિડિઝ તો ચેકપોસ્ટ સહેલાઈથી વટાવી જાત... પણ તું ચેકપોસ્ટમાંથી કેવી રીતે બહાર નીકળત..? ‘મારે માટે પણ ચેકપોસ્ટ વટાવવાનું કામ મુશ્કેલ નહોતું. ચેકપોસ્ટ આવતાં પહેલાં જ હું મારી કારમાંથી નીકળીને મર્સિડિઝમાં બેસી જાત.. !'

‘વેરી ગુડ... તો તેં બધું અગાઉથી જ નક્કી કરી રાખ્યું હતું, ખું ને...? ખેર, મર્સિડિઝમાં કેટલા માણસો છે... ?'

‘વડાપ્રધાન તથા આઈ.એસ.આઈ.ના ત્રણ એજન્ટ... ! કુલ ચાર જણ છે.'

‘વારુ, એક વાતનો જવાબ આપ... ! ૨૫મીએ વડાપ્રધાનના ખૂનની યોજના નિષ્ફળ બનાવવા માટે મેં જે જાળ પાથરી હતી, એ જાળના એકેએક તાણાવાણાની તને ખબર હતી. એટલે મને ગૂંચવી મારવા માટે તેં ‘ઝીણા હાઉસ’માં ડેનિયલના ડુપ્લિકેટને મોકલ્યો હતો જેથી મારું ધ્યાન એના પ્રત્યે જ અટવાયેલું રહે અને તું તથા તારા સાથીદારો કામ પતાવીને પલાયન થઈ જાઓ... !'

‘હા...મને તમારી જાળની ખબર હતી... !' કુરેશી ધીમેથી બોલ્યો. ‘મારી જાળ વિશે તને કેવી રીતે ખબર પડી હતી... ?'

‘વાત એમ છે કે...' કુરેશી ખમચાટભર્યા અવાજે બોલ્યો,‘ભારતીય દૂતાવાસમાં અમારો એક એજન્ટ છે અને તે આઈ.એસ.આઈ. માટે કામ કરે છે.'

‘એજન્ટ...?’

‘હા...કહેવા ખાતર તો દૂતાવાસમાં મામૂલી ક્લાર્ક છે, પરંતુ અમારું બધું કામ એણે જ કર્યું છે. એણે જ નાગપાલ સાહેબના રૂમમાં મિની માઇક્રોફોન ફીટ કર્યું હતું, અને આ માઇક્રોફોનનું રિસીવર પોતાના ટૉઇલેટમાં છુપાવ્યું હતું. તે ટૉઇલેટમાં બેસીને જ તમારી તથા નાગપાલ સાહેબની વચ્ચે થતી બધી વાતચીત સાંભળતો હતો.’

‘નામ શું છે એ હરામખોર ક્લાર્કનું... ?' દિલીપે રોષથી તમતમતા અવાજે પૂછ્યું.

‘પવનકુમાર... !’

‘રજની... !' દિલીપ રજનીને ઉદ્દેશીને બોલ્યો, ‘તું પવનકુમાર નામના કોઈ ક્લાર્કને ઓળખે છે...?'

‘હા...’ રજનીએ જવાબ આપતાં કહ્યું, ‘ભારતીય દૂતાવાસમાં આ નામનો એક ક્લાર્ક છે... ! હું તેને મળી ચૂકી છું.'

‘કુરેશી... !' દિલીપ ફરીથી કુરેશીને સંબોધતાં બોલ્યો, ‘જે નવી ચણાઈ રહેલી ઇમારતના ચોથા માળ પરથી ડેનિયલે બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને શૂટ કર્યો હતો, એ ઇમારતની વડાપ્રધાનનો કાફલો આવ્યો પહેલાં સૈનિકોએ ભરપૂર તલાશી લીધી હતી. જો ડેનિયલ ત્યારે પણ ત્યાં ટેલિસ્કોપિક રાઇફલ સાથે હાજર હતો, તો તે સૈનિકોની નજરથી કેવી રીતે બચી શક્યો...? એ વખતે તે ક્યાં હતો.. ?'

‘એ વખતે ડેનિયલ એક ખાસ જગ્યાએ છુપાયેલો હતો અને એ ઇમારતમાં આવેલી આ ખાસ જગ્યા મેં જ તેને બતાવી હતી.'

‘કઈ જગ્યા... ?’

‘એ વખતે ડેનિયલ લિફ્ટમાં હતો અને લિફ્ટની કોઈ તલાશી ન લઈ શકે એટલા માટે એણે તેને ચોથા અને પાંચમા માળની બરાબર વચ્ચે ઊભી રાખી દીધી હતી.'

પરંતુ એ ઇમારતમાં તો હજુ લિફ્ટને વીજળી પુરવઠા સાથે પણ જોડવામાં નથી આવી... !' દિલીપ આશ્ચર્યથી બોલ્યો, ‘હજુ તો લિફ્ટ ચાલુ પણ નથી થઈ... !'

‘તમે જો લિફ્ટ ચેક કરી હોત તો તમને ખબર પડત કે તેને હાથેથી ઑપરેટ કરી શકાય એવી વ્યવસ્થા પણ એમાં છે. કોઈક યાંત્રિક ગરબડને કારણે લિફ્ટમાં મોજૂદ માણસો વચ્ચે જ ન અટકી પડે અને લિફ્ટને હાથેથી ઑપરેટ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચાડી શકાય એટલા માટે જ તેમાં આ જાતની વ્યવસ્થા કરવામાં આવી છે.’

‘ઓહ...!

તો ડેનિયલે લિફ્ટની આ ટેકનોલૉજીનો જ લાભ ઉઠાવ્યો હતો, એમ ને?'

'હા..'

દિલીપના આશ્ચર્યનો પાર ન રહ્યો.

કુરેશીની યોજના ફુલપ્રૂફ હતી એમાં શંકાને કોઈ સ્થાન નહોતું.

વૉલ્કસ વેગન પૂરપાટ ગતિએ ચેકપોસ્ટ તરફ ધસમસતી હતી.

વૉલ્ડસ વેગન ચેકપોસ્ટ પાસે પહોંચી.

*******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED