તું અને તારી વાતો..!! - 23 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું અને તારી વાતો..!! - 23

પ્રકરણ 23 તારો સાક્ષાત્કાર...!!


વિજય પોતાની બાઈક સાઈડ પર રાખ્યા પછી રશ્મિકાની સામે પાછળ ફરીને જુએ છે વિજયનો આશ્ચર્ય ચકિત થયેલો ચહેરો જોઈ રશ્મિકા ખડખડાટ હસવા લાગે છે.....

" શું ...વાંદરી તું પણ ..."

" હા ....તો ભૂત સાચી જ વાત છે ને..!!?"

" અરે પાગલ, મારા શબ્દોને નહીં મારી લાગણીને જો.."

" હા, હશે ...ભૂત.. ખબર છે હો.... ચાલ, ચાલ હવે...બાઈક ચલાવ..."

"હા.... વાંદરી..."

વિજય Smile સાથે પોતાની બાઈક start કરે છે અને બંને નામાંકિત કર્મનાથ મહાદેવના મંદિર તરફ નીકળી જાય છે....

"ભૂત.....!!!"

"Hmmmm.."

"મને ડર લાગે છે યાર...!!!"

"શેનો ડર...!!??"

"શું આપણે સાચા છીએ...?? ભૂત..."

"રશુ.... એ બધી નથી ખબર..... પણ આપણો પ્રેમ 100% સાચો છે..."

"Hmmm"

"થોડી ક્ષણ માટે બંને વચ્ચે મૌન છવાઈ જાય છે... પણ એ મૌન પ્રેમની પરિભાષા ક્યાંક ઘાતક તો ક્યારેક પ્રેમાળ થઈને વહી રહી છે..... થોડી ક્ષણ પછી બંને એ મંદિરના ગેટ પર પહોંચી જાય છે.....

ગેટની અંદર Enter થતાં જ આજુબાજુ કારખાનાઓ વાળી જગ્યા પણ પછી આવે છે.... મંદિરનું પટાંગણ.... ને સામે જ સુંદર સોહામણું..... ને રંગબેરંગી જૂની કલાકારીગરીઓથી ઘડાયેલું મંદિર... મંદિરની બાજુમાંથી જ વહે છે તાપી મૈયા....

મંદિરના પટાંગણમાં બાઈક પાર્ક કરી વિજય અને રશ્મિકા મંદિરમાં મહાદેવના દર્શન કરે છે.... એ કર્મનાથની પ્રદક્ષિણામાં રશ્મિકાનું મન પણ એકદમ શાંત બની જાય છે..... મનમાં ઉઠતા હજારો વિચારોનાં મોજાં શમી જાય છે... વિજય પણ રશ્મિકાને જોઈને ખુશ થઈ રહ્યો છે.... બંનેના અંતરમાં મિલન હેતુ એક પોકાર નીકળી ઉઠે છે.... જાણે કુદરત પણ એના મિલનની સાક્ષી થવા આતુર હોય.....!!!

બંને એ મંદિરમાંથી બહાર આવે છે... એ વિશાળ પટાંગણના નદીના રમણીય દ્રશ્યને નિહાળવા માટેના ફૂટપાથ પર આવે છે.... એ દ્રશ્ય જોઈ રશ્મિકાનું મન પણ પ્રફુલ્લિત થઈ ઉઠે છે.....

"વાહ.... કેટલું સુંદર દ્રશ્ય છે....!!! ભૂત..."

"Hmmm..."

"મનને કંઈક અલગ જ શાંતિ મળે છે..."

"હા.... વાંદરી.... તને Happy જોઈને મજા આવે છે..."

એ ફૂટપાથ નજીક એક લીમડાનાં વૃક્ષ નીચે રશ્મિકા અને વિજય બેસે છે.... જ્યાં એ સૌંદર્યમય તાપીને નિહાળી શકાય છે....

"ભૂત....!!"

"Hmm..."

"તમે તમારી ફાઈલનું વર્ક પતાવી લો... ત્યાં સુધી કંઈક Writing કરું.....??"

"તું પૂછે છે મને...??"

"Hmmm..."

"વાંદરી.... ઓર્ડર કર ખાલી...."

"બસ... પાગલ..... હું લખું કે ના લખું....!!??"

"હા.... વાંદરી.... લખને.... મને ગમશે..."

"Hmm.."

રશ્મિકા પોતાના પર્સમાંથી પોતાની ડાયરી અને પેન કાઢે છે અને વિજય પોતાની ફાઈલનું કામ કરવા લાગે છે....

કેવું સુંદર દ્રશ્ય આજે રચાયું છે...!!! એ શાયરી એ રમણીય કુદરતની સાક્ષીએ પોતાના શબ્દોને ગૂંથી રહી છે.... અને એ શબ્દ પોતાના કામની વ્યસ્તતાની સાથે સાથે ચોરી છુપાઈને પોતાની શાયરીને જ નિહાળી રહ્યો છે....

થોડીક્ષણ માટે જાણે કુદરત પોતાનું કામ છોડીને આ દ્રશ્ય નિહાળી રહી હોય એવો આભાસ થાય છે..... આમ જ આ યુગલનો એટલે કે શાયરી એના શબ્દોને પંપાળીને શબ્દ એને જ નિહાળતો હોય ને એમનો પ્રેમ શબ્દ અને શાયરીથી પાંગરી રહ્યો હોય....!!!

બંને વચ્ચેની આ ક્ષણ ખૂબ જ ધીમી ધીમી પસાર થતી હોય તેવું લાગે છે.... થોડા સમયમાં જ વિજય પોતાનું કામ પૂર્ણ કરે છે.... અને થોડી ક્ષણ માટે એ રશ્મિકાને જોઈ રહે છે.... ને જેમ શબ્દ જ એની શાયરીને છેડી રહ્યો હોય તેમ.... વિજય રશ્મિકાનાં હાથમાંથી એ ડાયરી ખેંચી લે છે....

"ભૂત.... આ શું કરે છે..?"

"વાંદરી જોવા તો દે.... શુ લખ્યું છે....??"

રશ્મિકા એ ડાયરી વિજય પાસેથી લેવા જાય છે.... પણ વિજય રશ્મિકાને સતાવે છે.... ને એ ખેંચાખેચીમાં બંને એકબીજાની નજીક આવી જાય છે..... ને બંને મૌન.....!!! પણ મંદિરમાં છે એવી સભાનતા સાથે બંને પોતપોતાની જગ્યા પર બેસી જાય છે.... ને વિજય શાંતિથી પૂછે છે....

"શું હું વાંચી શકું...??"

"Hmmm.... for you....."

"વાહ.... તો જરૂર વાંચીશ.... ને એ પણ તને સંભળાય એમ....."

"Hmmm.."

"Wait.... તે મારા માટે લખી છે... તો તું જ સંભળાવ ને...."

"Hmmm..."

વિજય રશ્મિકાને ડાયરી Return આપે છે....

"પહેલા... Tittle બોલજે..."

"નહીં.... બોલવું જાવ..... મને હેરાન કરતાં હતાં ને....!!!!"

"ઓય..... વાંદરી એવું ના કર ને.... સંભળાવ ને....."

વિજયનો પ્રેમાળ અને હઠીલો ચહેરો જોઈ રશ્મિકા પીગળી જાય છે...

"Okey.... dear.."

"Wow.... Love you...."

"Hmmm..."

"Hmmm.... નહીં.... સંભળાવ ને...!!!"

"Wait.... પાગલ..."

"Okey..."

"Tittle છે.... ચમત્કાર.."

"Wow..."


"આ કેવો કુદરતનો ચમત્કાર...!!
કોના સાનિધ્યમાં થાય છે તારો સાક્ષાત્કાર....

એના મીઠા પવનની લહેરનો એક ચમત્કાર
ને મને દેખાય છે બસ તારો આકાર
આ કેવો કુદરતનો ચમત્કાર...!!

એના સવારના ઉગતા સૂર્યનો પોકાર
ને મને અનુભવાય છે તારા ઉઠવાનો જયકાર
આ કેવો કુદરતનો ચમત્કાર...!!

એના માથા પર આવતા રવિના પૂંજના નકાર
ને મને મળી જાય છે એની મીઠી હુંફના હકાર
આ કેવો કુદરતનો ચમત્કાર....!!

એના સંધ્યાકાળે મળતાં શીતળતાનો પ્રકાર
ને મને હુકમ થાય છે તારા આવવાનો લયકાર
આ કેવો કુદરતનો ચમત્કાર...!!"


"અરે... વાહ... વાંદરી... Love you.... યાર..."

"Love you too....ભૂત..."

"Wow..."

"Hmmm..."

"શું... hmm... પાગલ મને વિશ્વાસ જ નથી થતો કે તું આવું બોલે છે..."

"તો...???"

વિજય કંઈ બોલ્યા વગર જ રશ્મિકાને બેઠા બેઠા ભેટી પડે છે.... અને રશ્મિકાના જવાબથી એ ખુશ થઈ જાય છે ... એ શાયરી અને શબ્દો એ બંધનને માણી રહ્યા છે.... એટલામાં જ અવાજ આવે છે....

"ઓ... હેલ્લો... આ બધું શું છે.... અને એ પણ આવી જગ્યા પર....!! આ તમારા સ્નેહમિલનની જગ્યાઓ નથી...."

ને અચાનક આ અવાજ સાંભળી વિજય અને રશ્મિકા બંને એ બંધનમાંથી છુટા પડે છે...


**********


To be Continue
Hemali Gohil
@Ruh
@Rashu

શું રશ્મિકા અને વિજયની આ અનુભૂતિ સાચી છે..? કે પછી માત્ર અનુભુતિ જ બની રહેશે..? તો પછી એમનાં મિલનમાં અડચણ બનનાર આ માણસ કોણ હશે...? શું એમનું કોઈ જાણીતું હશે..? જુઓ આવતા અંકે.....