ખુલ્લી આંખે આંધળા Ghanshyam Thummar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુલ્લી આંખે આંધળા

" ખરેખર દેખતી આંખે અંધ છીએ "

વાત એમ છે મિત્રો કે સૌ કોઈ આ જીવનમાં પોત-પોતાની રીતે આગળ વધતા હોય છે . સૌ કોઈ ને પોતપોતાના સપના હોય અને એના અનુરૂપ તે પુરા કરવા મેહનત કરતા હોય છે. એમાં થાય છે એવું સમય જતા જતા પરિવાર કે કોઈ બીજા (સંસાધનો પૂરતા ના હોય) કારણોસર એ સપનાઓ અધૂરા રહી જાય છે ને આપડે બીજા એટલે કે આપડે જેની સાથે છે એમના માટે જીવવા લાગીએ છીએ. આવા સમયે તમારું મન જાણે શ્વાસ ચુકી જતું હોય ને તે રીતે એક મૃતપાય અવસ્થામાં હોય છે અને તમે ફક્ત સપનાઓની યાદમાં બીજા માટે જીવવા લાગો છો... અને આ દુઃખ તમને જ ખબર હોય છે પણ હા તમે જરૂરી સંસાધનો જે તમારે જીવવા માટે અને સમાજ ની વચ્ચે ઉભા રહેવા જોઈએ એ પૂરતા છે ખાલી સપનાઓ ને માળીએ ચડાવ્યા છે. તમે આ વિચારીને દુઃખી થાવ છો

હવે તમે તો એક સમજદાર વ્યક્તિ અને સમાજની વચ્ચે રહેનારા છો ત્યારે બીજબાજુ નું એક દ્રશ્ય બતાવું ચાલો

તમે ક્યાંક બહાર ગયા હોય કે પછી ક્યાંય ચાલતા જતા હોય કે સિગ્નલ પર ઉભા હોય ત્યારે એક 8 થી 9 વર્ષ ના બાળકનો હાથ લાંબો થાય છે તમારી સામે " કાતો એ કોઈ વસ્તુ વેચતો હશે કા તો એ ભીખ માંગતો હશે " .બીજી પરિસ્થિતિ એવી છે તમે કોઈ જગ્યા પર જમી રહ્યા છો કે નાસ્તો કરી રહ્યા છો ત્યારે એક મેલઘેલા અને ફાટેલા કપડાં વાળું બાળક તમારી સામે એકધારું જુએ છે કાતો તામારી પાસે ભીખ માંગે છે.
આ બંને પરિસ્થિતિમાં તમે ફક્ત એની જરૂરિયાત પૂરી કરો ય તો ના પાડીદો અને દૂર જવા કહો. તમારી નજરમાં એ એક ખાલી મેલઘેલા ,ફાટેલા તૂટેલા કાપડવાળું ગરીબ બાળક છે .
પણ સાહેબ એના અંતરમનની વેદના અને એના સપનાઓ આપને ક્યાંય નજર નથી આવતા. એમને પણ બાળપણ જીવવું હોય એમને પણ એ દરેક વસ્તુ કરવી છે જે એની ઉંમરના બાળકો કરે છે. પરંતુ હાલ ની પરિસ્થિતિમાં એ બધું બાજુપર મૂકીને ખાલી 2 ટક નું ભોજન કઈ રીતે મળશે એજ એમનું લક્ષ્ય હોય છે.

એમની વેદના મારા શબ્દો માં વર્ણવા નો પ્રયાસ કર્યો છે મેં.
તો કે....મારે કહેવું છે

મારેય જાવું તું નિશાળે ને હાથ મારા ખાલી હતા......

મારેય સૂટબૂટને યુનિફોર્મ પેરવાતા
ને ટીપટોપ થઈ જાવું તું નિશાળે
મારેય બે હાથ જોડી પ્રાથના કરવી તી
ને એક આંખ ખુલ્લી રાખવી તી

મારેય જાવું તું નિશાળે......

મારેય પેન-પાટી લઈ લખવો તો એકડો
ને બોલવા તા બાળગીતો
મારેય બેનચીસ કોતરી લખવાતા નામ મારા
ને મિત્રો બનાવવાતા લંગોટ્યા
મારેય કલાસ વચ્ચે કરવીતી કૂદાકૂદ
ને જોવો તો ગુસ્સો માસ્તર નો

મારેય જાવુ તું નિશાળે......

મારેય ઉડાડવાતા વિમાન કાગળના
ને નાસ્તો કારવોતો ચાલુ કલાસે
મારેય લેવોતો ભાગ સ્પર્ધામાં
ને જીતવુંતું નાનું ઇનામ
મારેય લડવું-ઝઘડવું તું મિત્રો સાથે
ને કરવીતી કિટ્ટી બે ઘડીની

મારેય જાવું તું નિશાળે....

મારેય આનંદ લેવો તો નિશાળના છેલ્લા બેલનો
ને પાડવી ટી ચિચિયારી છુટ્ટીના હરખની
મારેય જટ્ટ પોહચી ઘરે ખાવો તો કોળિયો માંના હાથનો
ને જીવવતું બાળપણ એ હેતનું

મારેય જાવું તું નિશાળે ને......


આ વેદના એના દિલ ને મનની છે પણ આપણને ખાલી એમની બાહ્ય પરિસ્થિતિ જ દેખાય છે. આવું દુઃખ હોવા છતાં એમના ચેહરા હસતા છે.જ્યારે તમે એક સપનું પૂરું ના થાય ભલે પછી એના કરતાં લાખ ગણું જીવન સારું હોય ત્યારે નિરાશ થાય કે પછી બીજા જેવું જીવે છે મોજ શોખથી જીવવા બધું બરબાદ કરી ને પછી છેલ્લે નિરાશ બેસે છે. હું તો કવ એના કરતાં એ બાળકો સારા સપનાઓ જુએ છે ભલે પુરા નથી થતા પણ એ ખુશ તો રેજ છે જ્યારે તમે બધું હોવા છતાં હંમેશા દુઃખી રહો છો આજની ખુશી ને ભૂલી ભવિષ્યના જાજરમાન મહેલોની ખુશીઓ ને ગોતવા દોડો છો એટલે જ તમે હેરાન થાવ છો.

માટે " દેખતી આંખે આપણે અંધ છીએ " કે
લાખ સારું છે છતાં કઈ નથી એનો ડોળ કરો છો
ને જેની પાસે કઈ નથી એની સામે અમીરી નો ડોળ કરો છો

અમીરો સામે લાચારી નો ડોળ કરો છો
ને ગરીબો સામે બાદશાહી હોવાનો ડોળ કરો છો

પોતાની પાસે બધું હોવાનો ડોળ કરો છો
ને કોઈ માંગે ત્યારે ખાલી હોવાનો ડોળ કરો છો

લોકો સામે વાતો કરી સાથે હોવાનો ડોળ કરો છો
ને કોઈ અંતરમનથી દુઃખી તેનાથી દૂર હોવાનો ડોળ કરો છો

બસ આવુજ છે જીવન

-ઘનશ્યામ ઠુમ્મર (લેખક સાહેબ)