કર્મ
હિન્દુ ધર્મ માં કર્મ નું ખુબજ મહત્વ જણાવ્યું છે, વ્યક્તિ જાણે અજાણે ઘણા કુકર્મ કરે છે અને અંતે પસ્તાવો કરે છે. ઘણા વ્યક્તિ માને છે કે આપણે પાપ કરીશું અને ગંગા નદી માં ડૂબકી લગાવવાથી પાપ ધોવાઈ જશે અને આપણે પાપ મુક્ત થઈ જશું. આવા વ્યક્તિ ને જણાવવાનું કે ગંગા પુત્ર ભીષ્મ પોતાનાં કુકર્મ થી નથી બચી શક્યા આપણે તો એક સામાન્ય મનુષ્ય છીએ. ભગવાન માફ કરી શકે પણ કર્મ ક્યારે કોઈ ને પણ માફ નઇ કરે. કરેલ કર્મ આ જન્મ માં નઇ તો આવતા જન્મ માં ભોગવવું જ પડશે સારા તો સારા ખરાબ તો ખરાબ. એક સરસ વાર્તા તમને ઉદાહરણ તરીકે ભગવાન ની જ કહું છું.
ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ જ્યારે કંસ મામા નો વધ કરી ને એમના માતા દેવકી તેમજ પિતા વસુદેવ ને છોડાવ્યા ત્યારે તેમની ઉમર 14 વર્ષ ની હતી. ત્યાર બાદ શ્રી કૃષ્ણ અને માતા દેવકી રાજ મહેલ માં આરામ થી બેઠા હતા અનેક સુખ સગવડો હતી. માતા દેવકી એ શ્રી કૃષ્ણ ને એક પ્રશ્ન પૂછ્યો હે કૃષ્ણ તું જાતે ભગવાન હતો મને અહીં 14 વર્ષ સુખી ગરમી, ઠંડી ,વરસાદ તેમજ અનેક પીડા નો સામનો કરવો પડ્યો તું માને ત્યારે પણ છોડાવી શકતો હતો. તો માને અને તારા પિતા ને 14 વર્ષ સુધી યાતના કેમ સહન કરવી? ત્યારે શ્રી કૃષ્ણ હસ્યાં ને કહ્યું માતા મે જલ્દી કઈ રીતે આવી શકું તમે જ તો મને 14 વર્ષ નો વનવાસ આપેલો. માતા વિચાર માં પડી ગયા અને કહ્યું મે તને ક્યારે વનવાસ આપ્યો ? ભગવાન શ્રી કૃષ્ણ કહું ગયા જન્મ માં હું રામ હતો અને તમે મારા માતા કૌકઈ હતા. માતા આ પૂછ્યું યશોદા કોણ છે? ભગવાન બોલ્યા એ માતા કૌશલ્યા છે. કેમ કે તેમણે 14 વર્ષ સુધી પુત્ર વિયોગ સહન કર્યો તો. તેથી હું 14 વર્ષ એમના સાથે રહ્યો. માતા એ પૂછ્યું રાજા દશરથ કોણ છે ? પિતા વસુદેવ એજ દશરથ હતા. તમારા કહેવા થી મને વનવાસ આપ્યો હતો. તેથી આ જન્મ માં એમણે પણ તમારા સાથે યાતના સહન કરવી પડી.
શ્રી કૃષ્ણ ભગવાન ને પૃથ્વી પર થી ગૌ-લોક(વૈકુંઠ) તરફ પ્રયાણ કરવાનો સમય થઈ ગયો હતો. ત્યારે એ પારધી દ્વારા ભગવાન ના પગ માં તીર વાગે છે. આ જોઈ ને પારધી ખૂબ જ પસ્તાવો કરે છે તેમજ પોતાનાં દ્વારા ખૂબ મોટો અપરાધ થયો એમ માની ને ભગવાન પાસે ક્ષમા-યાચના કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ હસ્યાં અને કહ્યું. હે પારધી તું આ કોઈ અપરાધ નથી કર્યો પરંતુ ગયા જન્મ નું કર્મ કરી રહ્યો છે. પારધી ને વિચાર માં જોઈ ભગવાન એ કીધું આજ થી હજારો વર્ષો પહેલા હું રામ હતો અને તું વાનર રાજ બાલી હતો. ત્યારે મે તારો આજ રીતે એક ઝાડ પછાડી તારો તીર દ્વારા વધ કરેલો. તું પોતાને અપરાધી નઇ મન પરંતુ તું પોતાને એક ભાગ્યશાળી વ્યક્તિ માન. તે આજે કોઈ અપરાધ નથી કર્યો પરંતુ તું માને કર્મ માથી મુક્ત કરી રહ્યો છે.
જય શ્રી કૃષ્ણ મિત્રો , કર્મ સ્વયં ભગવાન કે ભગવાન ના માતા-પિતા ને પણ છોડતો આપણે તો એક સામાન્ય મનુષ્ય છે. આપણે આપણું કોઈ પણ કર્મ સમજી વિચારી ને કરવું જોઇ એ. આજ ના જમાના માં બેફામ માશાહાર,મદિરા માન ફાવે એવું કર્મ કરયે અંત માં ભોગવાનુ પણ આપણે જ છે. આપણે આ જન્મ માં કોઈ પશુ કે પક્ષી ની હત્યા કરી એની મિજબાની કરીશું તો આવતા જન્મ નઇ તો અન્ય જન્મ માં એ પણ આપની મિજબાની કરશે. તેથી કર્મ કરો તો સારા કરો અને સારી નિયતિ સાથે કરો ધન્યવાદ!