એક વાર ભગવાન શ્રી ક્રિષ્ના ના ભક્ત નું મુત્યું થયું.તેના કર્મ ના પ્રતાપે તેને સ્વર્ગ પ્રાપ્તિ થઈ તેથી યમદૂત તેમને સ્વર્ગ લઇ જવા માટે આવ્યા.
યમદૂત : વત્સ ,તારા કર્મ ના પ્રતાપે તને સવર્ગ પ્રપ્તિ થઇ છે અમે યમદૂત તને સ્વર્ગ માં લઇ જવા માટે આવ્યા છે.તો તું અમારી સાથે સ્વર્ગ તરફ સાથે તરફ પ્રયાણ કર.
વત્સ : હે ,શ્રી માન મને માફ કરજો ,શું હું જાણી શકું ભગવાન શ્રી ક્રિષ્ના સ્વર્ગ માં હશે?
યમદૂત:ના, ભગવાન શ્રી ક્રિષ્ના સ્વર્ગ માં નહિ હોય કેમ કે તેઓ વૈકુંઠ માં નિવાસ કરે છે.
વત્સ :શ્રી માન મને માફ કરજો હું તમારા સાથે સ્વર્ગ નહીં આવી શકું. શું તમે મને વૈકુંઠ લઇ જઈ શકો ?
યમદૂત :આ બાબત નો નિર્યણ ફક્ત અમારા રાજા યમરાજ લઇ શકે છે હું અમને પૂછી ને તમને જણાવું.
(યમદૂત યમરાજ ને દરેક વાત વિગત વાર જણાવે છે. અને યમરાજ વૈકુંઠ જવાની પરવાનગી આપે છે તેથી યમદૂત વત્સ ને વૈકુંઠ લઇ જાય છે.)વત્સ વૈકુંઠ માં જઈ ને ત્યાં જુવે છે. ભગવાન શ્રી ક્રિષ્ના રાસ રમતા હોય છે. તેથી તેને ભગવાન પાસે જવું ઉચિત ના લાગ્યું થોડા સમય પછી ભગવાન ની રાસ લીલા સમાપ્ત થતાં.વત્સ ભગવાન ના ચરણો માં નમન કરી કહે છે. હે પ્રભુ તમારા દર્શન કરી ને હું ધન્ય થયો.પરંતુ ભગવાન તેના મન માં કઈ ચાલી રહેલ મુંજવણ ને સમજી ગયા.
ભગવાન શ્રી ક્રિષ્ના:હે વત્સ હું જાણું છું.તું અહીં શા માટે આવ્યો છે તું તારા મન ની કોઈ પણ મૂંઝવણ હોય તો મને જણાવ હું એનું અવ્યસ્ય પણે એનું નિરાકરણ કરીશ.
વત્સ :હે પ્રભુ ,જયારે હું પૃથ્વીલોક માં હતો ત્યારે મેં ઘણાં ધર્મો ગ્રંથ ,વેદો ,ઉપનિષદ અને પુરાણો નું વાંચન કર્યું. પરંતુ પ્રભુ મને એક વાત એક વાત સમજાય નહિ કે દરેક ધર્મો ગ્રંથ ,વેદો ,ઉપનિષદ માં તમારું નામ હંમેશા રાધા સાથે જ કેમ આવે છે રુકમણી સાથે કેમ નઈ ?. પ્રેમ તો રાધા અને રુકમણી બન્ને તમને સરખો કરી હતી.તો પ્રભુ એવું કેમ ?
ભગવાન શ્રી કૃષ્ણ: હે ,વત્સ જયારે મારા પાસે કોઈ પણ પ્રકાર ની સત્તા ,સામર્થ્ય , શક્તિ, ધન -દોઅલત કઈ પણ નઈ હતું. હું એક ગોકુળ ગામ નો એક સામાન્ય ગાયો ચરવા વાળો ગોવાળ્યો હતો.ત્યારે મને રાધા નિઃસ્વર્થ પ્રેમ કરતી હતી. અને જયારે મારા પાસે પૂરું વિશ્વ જીતવાનું સામર્થ્ય ,શક્તિ અને સોના ની નગરી દ્વારકા ના રાજા તરીકે મારા પાસે સત્તા હતી. ત્યારે રુક્મણિ મને પ્રેમ કરતી હતી.
વત્સ : હે ,પ્રભુ તમારી લીલા અનેરી છે. હું કઈ સમજી ના શક્યો।
ભગવાન શ્રી કૃષ્ણ: હું એક સામાન્ય વ્યક્તિ હતો. મારા પાસે પ્રેમ સિવાય કઈ પણ કઈ પણ હતું નઈ ત્યારે મને નિઃસ્વાર્થ રાધા પ્રેમ કરતી હતી અને મારા પાસે બધું જ હતું ત્યારે મને રુક્મણિ પ્રેમ કરતી હતી.અર્થાંત રાધા મને પ્રેમ કરતી હતી અને રુક્મણિ મારી સંપત્તિ ને.માટે હે,વત્સ સાચો પ્રેમ અમર છે,સાચો પ્રેમ કરનારા પણ અમર છે,સાચો પ્રેમ કરનારા પણ હંમેશા સાથે જ હોય છે.
વત્સ : હે પ્રભુ, સાચો પ્રેમ મેળવવા અને સાચો પ્રેમ કરવા મારે શું કરવું જોઈએ?
ભગવાન શ્રી કૃષ્ણ: સાચો પ્રેમ મેળવવા અને સાચો પ્રેમ કરવા માટે નિઃસ્વાર્થ કાયદેસર રાધાકૃષ્ણ બનવું પડશે.
ૐ નમો ભગવતે વાસુદેવાય :
નોંધઃ આ વાર્તા ફક્ત એક સંદેશ માટે જ લખી છે કે જીવન માં તમે કોઈ પણ વ્યકતિ ને પ્રેમ કરો તો સાચો પ્રેમ કરો.કોઈ સાથે સમય પસાર કરવા માટે કરેલો પ્રેમ કયારે પણ પ્રાણ-ઘાતક નીવડે છે.અને મારો હેતુ કોઈ ધર્મ કે વ્યક્તિ ની લાગણી દુભાવનો નથી. રાધેક્રિષ્ણ........