અનાયા કાર સાથે અથડાવાથી દુર ફંગોળાઈને પડે છે. તેના માથા પર ઇજા થાય છે. કારચાલક કાર રોકે છે અને બહાર ઉતરે છે. તે અનાયા પાસે જઈ એને ઉભી કરે છે અને પોતાની કારમાં બેસાડે છે. અનાયા આખા રસ્તે અર્ધબેભાન હાલતમાં 'મને છોડી દો... બચાવો' એવું જ બબડયા કરે છે.
રાત થઈ ગઈ હોય છે અને શહેર ઘણું દૂર હોય છે તેથી તે વ્યક્તિ એને પોતાની ઘરે લઈ જાય છે. અનાયાની મરમપટ્ટી કરે છે. અનાયા થોડી સ્વસ્થ થાય છે. તે વ્યક્તિ અનાયાને હાથમાં મગ પકડાવે છે.
અનાયા પેલા એ વ્યક્તિને જોવે છે અને પછી આખા હોલ પર નજર કરે છે. એ વ્યક્તિની ઉંમર 50ની આસપાસ હોય એવું લાગે છે. સપ્રમાણ કદ, દાઢી-મૂછ અને આંખો પર કાળા મોટા ચશ્માં. હોલમાં ઘણી દીવાલો પર અનેક હેન્ડ પેઇન્ટિંગ કરેલા ચિત્રો હોય છે. મોટાભાગે જાનવરના ક્રૂર રીતે મૃત્યુ ના કા તો પછી વ્યક્તિના બિહામણા સ્વરૂપોના એવા જ ચિત્રો હોય છે આ બધું જોઈ અનાયા થોડી ડરી જાય છે અને વિચારે છે કે આવા ચિત્રો કોણ પોતાના ઘરમાં રાખે?
તે વ્યક્તિ આવે છે અને અનાયા સાથે હાથ મિલાવતા કહે છે, 'હેલો, માયસેલ્ફ અવિરેન રાવત. હવે તમે કેવું ફિલ કરી રહ્યા છો?'
અનાયા પણ હાથ મિલાવતા કહે છે,'અનાયા, અનાયા દસ્તુર... ફીલિંગ બેટર અંકલ. મારો જીવ બચાવવા આપનો ખુબ ખુબ આભાર'
'યુ કેન કોલ મી અવિરેન ઓર અવી.. અને આભાર શેનો, તમે મારી કાર સાથે અથડાયા જો તમને કઈ થઇ જાત તો હું જ મુસીબતમાં મુકાઈ જાત માટે મેં તો પોતાની જ મદદ કરી છે. બાય ધ વે, તમે તે રસ્તા પર એકલા શું કરી રહ્યા હતા?' અવિરેને હસતા હસતા કહ્યું
અનાયાને 'અવી' નામ સાંભળતા જ શરીરમાં એક ઝણઝણાટી દોડી ગઈ. પેલા તે અવિરેનની સામું જોઈ રહી એને થયુ કે આમને ક્યાંક જોયા લાગે છે પણ યાદ નથી આવતું પછી અનાયા અવિરેનને છેલ્લા 2 દિવસમાં જે કાંઈ બન્યું એ બધી જ વાત કરી.
'ઓહ માય ગોડ, તે સાચે જ મુરકટાને જોયો? જોયો અને એની સાથે પણ ગઈ? તું ખૂબ જ હોંશિયાર કેહવાઈ કે એની સાથે ગઈ અને જીવતા જ એના સકંજામાંથી બચી પણ ગઈ. નહીં તો સાંભળ્યું છે કે જેને મુરકટાને જોયો એની બીજા દિવસે લાશ જ મળે છે.' અવિરેને કહ્યું
'ખબર નહીં મારા ફ્રેંડસ કઈ હાલતમાં હશે? હું એક ફોન કરી શકું?' અનાયા એ ચિંતા કરતા કહ્યું
'લેન્ડલાઇન ફોન 2 દિવસ થયાં ડેડ છે. રીપેરીંગ માટે માણસ બોલાવ્યો છે બટ યુ નો જંગલ વિસ્તારમાં જલ્દીથી કોઈ આવતું નથી. મોબાઇલ ફોનની મને આદત નથી. ચિંતા ના કરીશ, આજ રાત તું અહીં જ રોકાઈ જા. ઉપરની બાજુ ગેસ્ટરૂમ છે. હું મારા રૂમમાં જાઉં છું. કાલે સવારે આપણે પોલીસ સ્ટેશને જઈશું.'
'માફ કરશો, હું પૂછી શકું કે અહીં તમે એકલા જ રહો છો? આઈ મીન, તમને આમ જંગલમાં એકલા રહેતા ડર નથી લાગી રહ્યો?' અનાયા એ ઉત્સુકતાથી પૂછ્યું
'તું મળી નહિ. નહિ તો તારી સાથે જ લગ્ન કરી લેત. તારી જ રાહમાં આમ એટલા વર્ષ કાઢી નાખ્યા.' અવિરેન ગંભીરપણે બોલ્યો
'જી?' અનાયાને શું કેહવું એ સમજાનું નહીં
અવિરેન ખડખડાટ હસવા લાગ્યો. 'આઈ એમ સોરી, અનાયા. ખરેખર કહું તો ખાજીયારની આ હસીન વાદીઓ સાથે એટલો પ્રેમ થઈ ગયો કે બીજા કોઈને આપવા માટે હવે પ્રેમ બચ્યો જ નથી.'
અનાયાને આવા મજાકથી અવિરેન તરફ થોડો અણગમો થઈ આવ્યો પણ એ કાંઈ બોલી નહિ.
'અનાયા, તારે આરામ કરવો હોય તો તું રૂમમાં જા. કાઈ વસ્તુની જરૂર હોય તો મને કહેજે. અહીં નોકર રાત થતાં પોતાના ઘરે જતા રહે છે અને સવારે જ પાછા ફરશે.'
અનાયા ઉપર ગેસ્ટ રૂમમાં જાય છે. બેડ પર આડી પડે છે પણ એને ઊંઘ નથી આવતી. એ આખો દિવસ થયેલી ઘટનાને યાદ કરે છે. અચાનક એને કાંઈક યાદ આવતા એ એના પોકેટમાં મુકેલો ફોટો કાઢે છે. અવિનાશ અને તાશી સાથે ઉભેલો ત્રીજા વ્યક્તિને ધ્યાનથી જોવે છે પછી અનાયા બાજુ માં મુકેલી પેન લે છે અને એ ત્રીજા વ્યક્તિના મોઢા પર દાઢી મૂછ બનાવે છે.
અનાયાની આંખો પહોળી થઇ જાય છે. 'ઓહ માય ગોડ, આ ત્રીજો વ્યકતિ બીજું કોઈ નહિ પણ અવિરેન જ છે. હે ભગવાન, મને તો આ અવિરેન સાઇકો જ લાગે છે. ક્યાંક એવું તો નથી ને કે એને જ અવિનાશ અને તાશીનું મર્ડર કરી દીધું હોય અને એટલે અવિનાશ જ મુરકટા બની ગયો હોય? જો એવું હોય તો અહીં પણ મારો જીવ જોખમમાં છે જ. શું કરું એ સમજાતું નથી. બહાર મુરકટા અને અહીં અવિરેન. મારે ગમે તેમ કરી અહીંથી નીકળવું જ પડશે.'
અનાયા ધીમે ધીમે હૉલમાં જાય છે અને ત્યાથી દરવાજા તરફ આગળ વધે છે. અનાયા જેવો દરવાજો ખોલે છે કે મુરકટા એની સામે જ ઉભો હોય છે. એ જોરથી ચિખે છે અને ઘરની અંદર ભાગવા જાય ત્યાં જ મુરકટા એના વાળ પકડીને એને જમીન પર પટકાવે છે. અનાયા ઉભી થવા જાય ત્યાં પોતાના પગ થી અનાયા નો પગ જોરથી દબાવે છે. અનાયા દર્દ ને લીધે જોરથી ચિખે છે. તે ફરી અનાયાના વાળ પકડી એને ઉભી કરે છે અને પોતાની તરફ વાળે છે. અનાયાનું ગળું દબાવી તેને હવામાં ઊંચી કરે છે.
'તે મને ફરી દગો દીધો? હું તને જીવતી નહિ છોડું.' મુરકટા બોલે છે. ત્યાં જ પાછળથી એની પીઠ પર કોઈ ખંજર ભોંકે છે, મુરકટાને પ્રથમ વાર દર્દનો અહેસાસ થાય છે એ જોરથી ચીસો પડે છે અને અનાયાને છોડે છે. અનાયા જોવે છે કે પાછળ અવિરેન હોય છે અને એ જ મુરકટા પર વાર કરી અનાયાને બચાવે છે.
'અનાયા, આ લે, આ અષ્ટધાતુથી બનેલું ખંજર છે. મેં આ જ દિવસ માટે બનાવેલું. આનાથી મુરકટાની છાતી પર વાર કરજે એટલે એનો ખાત્મો બોલી જશે.' એટલું કહી અવિરેને અનાયા તરફ એક ખંજર ફેંક્યું.
મુરકટા અવિરેનને અચાનક જ કુહાડીથી પેટ પર ઘા આપે છે અને તરત જ અનાયા તરફ દોડી એની પર વાર કરવા જાય છે ત્યાં અનાયા પોતાનો જીવ બચાવવા એકદમ એ ખંજરથી મુરકટાની છાતી ચીરી નાખે છે. મુરકટા એક ભયાનક ચીસ નાખે છે એનું શરીર ધુમાડો બની જાય છે. અમાયાને અચાનક એના ગયા ર્જન્મનું બધું જ યાદ આવી જાય છે.તેને સમજાઈ જાય છે કે એ જ તાશી હોય છે અને આ એનો પુનર્જન્મ છે. તે ફરી સ્વસ્થ થઈ અવિરેનને કારમાં બેસાડી હોસ્પિટલ લઇ જાય છે.
હોસ્પિટલમાં અનાયા પોતાના માતા-પિતાને ફોન કરી પોતાના કુશળ હોવાના સમાચાર આપે છે અને નૈશલ, રિચા અને પ્રશાંત હવે સ્વસ્થ છે એ જાણી આનંદિત થાય છે. પોલીસ ત્યાં આવી ગઈ હોય છે અને અનાયાનું બયાન લે છે. અવિરેનએ અનાયાને પહેલેથી જ એની સાથે અકસ્માત થયો છે એવું કેહવા જણાવેલું હોય છે કારણકે પોલીસ કે કાનૂન ભૂતપ્રેતમાં નથી માનતું. થોડીવાર રહી ડોક્ટર આવે છે અને અવિરેનની હાલત બરાબર નથી એમ કહે છે. છતાં પણ અવિરેન વાતચીત કરી શકતો હોવાથી પોલીસ એનું પણ બયાન લે છે જેમાં અવિરેન એની સાથે અકસ્માત થયો હોવાનું કબૂલે છે અને અનાયા નો કોઈ હાથ નથી ઊલટું એને અવિરેનને સમયસર હોસ્પિટલ પહોંચાડી એની મદદ કરી છે એવું કહે છે માટે અનાયાને ક્લીનચીટ મળી જાય છે. અવિરેન અનાયાને મળવાનું કહે છે. પોલીસ ફોર્મલિટી પુરી કરી અનાયાને મળવા જવા દે છે.
અનાયા અવિરેનને સુવડાવેલા બેડ પાસે પડેલી સ્ટુલ પર બેસે છે. એની આંખો માં અશ્રુ હોય છે.
'શું કામ અવી? શું કામ તે મને બચાવવા પોતાનો જીવ જોખમ માં નાખ્યો. જો તને કાઈ થઈ જશે તો હું પોતાને ક્યારેય માફ નહિ કરી શકું.' અનાયા રડતા રડતા કહે છે.
'તાશી, આજે તને બચાવીને વર્ષો પહેલાનો ભાર હળવો થઈ ગયો. કાશ હું તને પેહલા જ બચાવી શક્યો હોત.' અવિરેન માંડ માંડ બોલે છે.
'મારો ને અવિનાશનો સંસાર કેટલો સુખી હતો પરંતુ એના શંકાશીલ સ્વભાવે બધું જ રોળવી નાખ્યું અને તારી ને મારી પવિત્ર મિત્રતા પર સંદેહ કરી વર્ષો પહેલા મને અને તને મારવા ની યોજના બનાવેલી પરંતુ એના કર્મ એને જ ભારે પડ્યા અને એને બીછાવેલા મૃત્યુના જાલમાં એ પોતે જ ફસાઈ ગયો અને એવું તો મૃત્યુ પામ્યો કે ધડને મસ્તક બન્ને અલગ થઈ ગયા. પરંતુ મર્યા પછી પણ એ શૈતાન બધાને હેરાન કરતો જ રહ્યો.' અનાયાએ કહ્યું
'પરંતુ એના મૃત્યુની સાથે એ તને પણ મારતો ગયો. તારું શવ મળ્યું એટલે મેં એના અંતિમસંસ્કાર કર્યા. અવિનાશનું શવ હિમાલયમાં ક્યાંય દટાઈ ગયું હતું કે તેની કોઈ ભાળ જ ના માલી. થોડાદીવાસ પછી મુરકટાના સમાચાર આવા લાગ્યા. મને ખબર પડી ગઈ કે એ ફરી આવી ગયો છે. તેને મારવા મેં કેટલાય તાંત્રિકોને, સિધ્ધપુરુષોને મળ્યો અને એ અષ્ટધાતુનું ખંજર બનાવડાવ્યું.' અવિરેન બોલ્યો
એટલા માં એક વ્યક્તિ ત્યાં આવી ઉભો રહ્યો. એને થોડા દસ્તાવેજ અવિરેનને આપ્યા. અવિરેન એ અનાયાના હાથ પર એ દસ્તાવેજ આપતા કહ્યું, 'આ મારી બધી જ જમીન-મિલકત ના કાગળ છે જે હું તારા નામે કરું છું. આજ થી તું રાવત પ્રોપર્ટીઝ ની નવી માલકીન છે. ના નહીં કહેતી. એમ સમજજે કે તારી અમાનત તને જ પાછી આપું છું.' એટલું કહી અવિરેને આંખો બંધ કરી દીધી અને બાજુમાં પડેલું લાઈફ સપોર્ટ મોનિટરમાં રેખાઓ સીધી થઈ ગઈ. અનાયા એનો હાથ પોતાના હાથમાં લઈ રડવા લાગી. થોડા સમય માં જ એક કોલેજ જતી છોકરી રાવત ઇન્ડસ્ટ્રીઝની માલકીન બની ગઈ.
હવે હિમાલયની વાદીયોમાં અને ત્યાં રહેતા લોકોમાંથી મુરકટાનો ભય સાવ નીકળી ગયો હતો. અનાયા એ થોડા સમય પછી ખજીયાર પાસે એક રેસ્ટોરન્ટ ખોલી જે 24*7 ઓપન જ રહેતી હતી.
સમાપ્ત
(વાચક મિત્રો, આશા રાખું છું કે તમને આ નાની વાર્તા ગમી હશે. ઉત્તરીય હિમાલય અને નેપાળ બાજુ મુરકટાની અનેક દંતકથાઓ પ્રચલિત છે. જેમાંથી પ્રેરણા લઈ મારી કલ્પના શક્તિ ને આધારે મેં આ વાર્તા લખી છે. આ વાર્તા, તેના પાત્રો માત્ર અને માત્ર મારી કલ્પના છે તેનું વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.
આપનો અમૂલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરુરથી આપજો. આભાર)