Murkata - 2 books and stories free download online pdf in Gujarati

મુરકટા - ભાગ 2

અનાયા પોતાના નેત્રો ખોલી આજુબાજુ જોવે છે કે એ એક ખૂબ જ જુના લાકડાના બનેલા જર્જરિત મકાનમાં એક રૂમમાં બંધ છે. એને જંગલની વાત યાદ આવતા સફાળી બેઠી થાય છે. એના માથા પર ભાર લાગે છે અને એ પોતાનું માથું પકડી લે છે. પોતાની સ્માર્ટ વોચમાં જોવે છે તો એને ખબર પડે છે તે 2 દિવસ પછી ની તારીખ બતાવે છે. એને જાણીને શોક લાગે છે કે એ 2 દિવસ પછી ઉઠી છે.

તે રૂમની ફરતે નજર કરે છે તો એને એવું લાગે છે કે તે આ જગ્યા એ પેલા પણ આવી ચૂકી છે. તે રૂમની દીવાલોને અડે છે, રૂમમાં રાખેલા ગ્રીક લવ ઓફ ગોડ - ઇરોઝનું સ્ટેચ્યૂને તે જોવે છે. તેને અચાનક કોઈ યુવાન અને યુવતીનો હસવાનો અવાજ આવે છે અને પોતાના થી થોડે દુર એમનો પ્રતિબિંબ દેખાઈ છે પરંતુ આછા ચહેરા સાથે.

'અવિનાશ ... સો ચિઝી.. આવું ગ્રીક ગોડનું સ્ટેચ્યૂ કેવું લાગે રૂમમાં?' તે યુવતી કહે છે.

'તાશી, આ ઘરમાં માત્ર એવી જ વસ્તુ હશે જે પ્રેમને દર્શાવતી હશે. હું તારી જિંદગીમાં પણ પ્રેમના રંગોથી ભરી દેવા માંગુ છું.' એટલું કહીને અવિનાશે તાશીને ઊંચકી લીધી અને બેડ તરફ લઈ ગયો. ને એ બંને નું પ્રતિબિંબ અદ્રશ્ય થઈ ગયું.

અનાયા આ બધું જોઈ ખૂબ જ પરેશાન થઈ જાય છે એને સમજાતું નથી કે આ બધું એને શું કામ દેખાય છે? શું આ ઘર સાથે એવી કોઈ દોરી છે જે એને દેખાતી નથી? કોણ છે આ અવિનાશ અને તાશી?

અનાયા દરવાજા તરફ જાય છે અને ખોલવા પ્રયત્ન કરે છે પરંતુ દરવાજો બહારથી બંધ હોય છે. તે દરવાજો ખખડાવે છે અને 'ખોલો.. બચાવો'ના અવાજ લગાવે છે પરંતુ વ્યર્થ. દરવાજાની તિરાડ માંથી બહાર જોવાનો પ્રયત્ન કરે છે. ત્યાં એની સામે દરવાજા બહાર મુરકટા ઉભો હોય છે. એને જોઈ અનાયાથી ચીસ નીકળી જાય છે અને એ પોતાની આંખો હાથ વડે છુપાવી દે છે. તે દરવાજો ખોલે છે અને અનાયા તરફ આગળ વધે છે. દિવસના અજવાળામાં મુરકટાનું રૂપ વધારે બિહામણું લાગતું હતું. અનાયાએ જોયું કે મુરકટાની આંખો અને હોઠ એની છાતી પર છે. મુરકટાના પગ જેમ જેમ અનાયા તરફ આગળ વધે છે અનાયા એટલા જ ધ્રૂજતા પગે પાછળ ખસે છે. પાછળ ખસતા ખસતા અનાયા દીવાલ સાથે અથડાય છે અને ઉભી રહી જાય છે.

મુરકટા અનાયાના ધ્રૂજતા હાથ પકડે છે અને બોલે છે, 'હું જાણતો હતો. તું મારી પાસે જરૂરથી આવીશ.'

અનાયા પોતાનો હાથ મુશ્કેલથી છોડાવે છે અને ફરી એના થી દુર જઈ કરગરે છે. 'પ્લીઝ, મને જવા દો. મેં તમારું શું બગાડ્યું છે.'

મુરકટા ફરી એની પાસે આવે છે અને બોલે છે 'તાશી, આ તું શું બોલે છે? હું તારો અવિ. કદાચ તું આટલો સમય મારાથી દૂર રહી એટલે જ મને ઓળખતી નથી પણ હું તને એક પળ માટે પણ નથી ભૂલી શક્યો. આજે રાતે હું તને પણ મારા જેવી જ બનાવી દઈશ. પછી આપણે બન્નેને કોઈ જ અલગ નહિ કરી શકે. અને પછી આપણે આપણા ગુનેહગારને મોતને ઘાટ ઉતારી હમેશા માટે શાંતિથી રહીશું.'

અનાયા આ બધું સાંભળી ડઘાઇ જાય છે એના મોં માંથી અવાજ જ નથી નીકળી શકતો. મુરકટા એટલું બોલી જતો રહે છે. અનાયા જમીન પર ફસડાઈને રડવા લાગે છે. તે વિચારે છે કે અહીં થી બહાર નીકળે તો કેવી રીતે? તે ઘડીયાળમાં જોવે છે તો સાંજના 4 વાગ્યા હોય છે. અનાયા રૂમમાં આમતેમ ચક્કર મારે છે અને રૂમમાં બધી જગ્યા એ ફરી વળે છે પણ ક્યાંય થી નીકળવાનો રસ્તો નથી મળતો. તે બાજુમાં રાખેલા ટેબલ પર ગુસ્સા અને નિરાશામાં હાથ પછાડે છે તો ટેબલ નું બારણું ખખડધજ હાલતમાં હોય ખુલી જાય છે. તેમાંથી એક ફોટોગ્રાફનું આલ્બમ નીકળે છે.

અમાયા કુતૂહલથી એ આલ્બમ ઉઠાવે છે, બેડ પર બેસી આલ્બમ ખોલે છે તો હાર્ટ શેપમાં વચ્ચે તિર દોરેલું હોય છે અને એમાં નામ લખેલા હોય છે 'અવિનાશ વેડ્સ તાશી'. અમાયા આ નામ સાંભળી અચંબો પામે છે તે વિચારે છે કે નામ તો મુરકટા પાસે થી પણ સાંભળેલું છે અને હમણાં મને જે પ્રતિબિંબ દેખાયું એમા પણ આ જ નામ હતા, જરૂર આ આલ્બમ માંથી કાંઈક જાણવા મળે તો.... એમ વિચારી અમાયા આલ્બમનું પાનું ફેરવે છે. પાનું ફેરવતા જ એને એક સુંદર નવયુવાનનો ફોટો દેખાય છે. તેની આંખો નો રંગ બ્રાઉન છે, લંબગોળ મુખ, મહદઅંશે મોટું કપાળ, કાળી ભ્રમરો, અણીદાર નાક. અમાયા વિચારે છે કે કેટલો હેન્ડસમ છોકરો છે, આને જોઈ ને તો કોઈ પણ છોકરી એના પ્રેમમાં પડી જાય. આ છોકરો જરૂર અવિનાશ હોવો જોઈએ. ફરી થી એ બીજું પાનું પાલટાવે છે તો એ જે જોવે છે એ જોઈ એની આંખો ફાટી જાય છે અને એના હાથ માંથી આલ્બમ પડી જાય છે.

અમાયા ફફડતા હાથે ફરી આલ્બમ ઉઠાવે છે ને એ ફોટો જોવે છે કે અવિનાશ એક છોકરી નો હાથ પકડી ઉભો હોય છે અને એ છોકરી આબેહુબ અનાયા જેવી જ દેખાતી હોય છે.

'આ... આ કેવી રીતે શક્ય છે? આ તો એકદમ મારા જેવી જ..' અનાયા જેવું જ ગોળ મોઢું, પાણીદાર કાળી આંખો, લાંબા કાળા વાળ, દાડમ જેવા દાંત. જાણે એ અમાયા જ હોય. કદાચ આ તાશી હશે અને એ મારા જેવી દેખાવા ને કારણે જ મુરકટા મને..... તે ફરી પાનું પાલટાવે છે તો જોવે છે કે અવિનાશ અને તાશી સાથે બીજો એક યુવાન પણ ઉભો છે. એ કોણ હોય છે?

અમાયાનું મગજ ચકરાવે ચડી જાય છે. પેલા મેગી પોઇન્ટ વાળો તો એમ કહેતો હતો કે એ મુરકટાને એની પ્રેમિકા એ દગો આપ્યો હતો. પણ આ બન્ને ને જોઈ ને તો લાગતું જ નથી કે બે માંથી કોઈ એકબીજા ને દગો આપે. તો શું થયું હશે? આટલો સુંદર દેખાતો અવિનાશ કેવી રીતે આટલો બિહામણો મુરકટા બની ગયો? શું મારા અને તાશી વચ્ચે કોઈ સંબંધ છે કે પછી એનું મારા જેવું દેખાવું એક સંયોગ માત્ર છે?

અમાયા આ બધું વિચારતી જ હોય છે અને એ આલ્બમનું એ ફોટો ફાડીને પોતાના પોકેટમાં રાખે છે. ફરીથી એવો વિચાર આવે છે કે મારે શું લેવા દેવા તાશી અને અવિનાશ સાથે? અમાયા તું તો એ વિચાર કે અહીં થી નીકળવાનું કેવી રીતે? જો એ અત્યારે અહીં થી નહિ નીકળે તો મુરકટા એને પણ પોતાના જેવો જ બનાવી નાખશે. તે ફરી આમતેમ જોવે છે ત્યાં એને એક ખૂણામાં ઉંદર દેખાય છે. ઉંદર પલંગની બાજુ માંથી કોઈ બખોલ હોય છે ત્યાંથી બહાર નીકળે છે. અમાયા એ દીવાલને અડે છે ને થોડા જોર થી ધક્કો મારે છે તો એ દીવાલ માથી એક બાકોરું પડી જાય છે. અમાયાને હાશકારો થાય છે કે જવાનો રસ્તો તો મળ્યો.

અમાયા જેમતેમ કરી મુરકટાના સકંજામાંથી અને એ ઘરની બહાર નીકળે છે. કેટલુંય ચાલ્યા પછી એને એક રોડ દેખાય છે. તે પરાણે થકી ગઈ હોવા છતાં રોડ પર જલ્દી જલ્દી ચાલે છે કે કોઈ સવારી મળી જાય પરંતુ દૂર દૂર સુધી કોઈ સવારી કે કાર નથી દેખાતી. તે થકી ને એક વળાંકે ઉભી રહી જાય છે. એનો શ્વાસ ફુલઇ ગયો હોય છે અને માંડ માંડ ઉભી રહી હોય છે. ત્યાં જ એક કાર પાછળથી આવે છે ને એને ટક્કર લાગે છે અને અમાયા દૂર ફંગોળાઈને પડે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો