પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 13 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 13

ૐ નમઃ શિવાયઃ

પ્રેમ થઇ ગયો Part - 13

અત્યાર સુધી આપડે જોયું કે રાહી પોતાના રિઝલ્ટ થી ખુશ હોય છે અને તે આદિ ને જલ્દી થી લાઇબેરી આવા માટે કે છે અને તે પણ પોતાના કામ પતાવી ને લાઇબેરી જવા માટે નીકળી જાય છે...

રાહી ત્યાં પોંચે છે અને ત્યારે થોડી વાર માં ત્યાં આદિ પણ ત્યાં આવી જાય છે...

"ચાલ બોલ, આજે ક્યાં જવાનું નક્કી કર્યું છે તે..."
આદિ આવી ને રાહી ની સામે ઉભો રઈને બોલે છે...

"આજે તું જ્યાં કે ત્યાં જઈશું અને આજે મારા તરફ થી પાર્ટી..."

રાહી ખુશી થી બોલે છે...

"અરે વાહ... આજે એવું તો શું છે જે તું પાર્ટી આપે છે...

આદિ પણ ઉત્સાહ માં બોલે છે...

"એ હું પછી કઉં પણ પેલા ચાલ આજે ક્યાં જાઉં છે..."

રાહી બોલે છે...

"અહીંયા એક નવું કેફે ખુલ્યું છે, ત્યાં જ જઈએ આપડે..."

આદિ બોલે છે અને રાહી પણ ત્યાં જવા માટે તૈયાર થઇ જાય છે...

તે કેફે નજીક જ હોય છે, તેના લીધે થોડી વાર માં જ તે બન્ને ત્યાં પોચી જાય છે...

"ચાલ હવે પેલા ઓડૅર આપી દઈએ પછી કઉ તને..."

રાહી બોલે છે અને આદિ પણ જલ્દી જલ્દી ઓડૅર આપી દે છે...

"હા તો આજે અમારું રિઝલ્ટ આવી ગયું..."

રાહી ખુશી થી બોલે છે...

"શું આવ્યું...?"

આદિ પણ જલ્દી થી બોલે છે...

"89%...."

રાહી બોલે છે...

"અરે જોરદાર આ વાત પર તો પાર્ટી બનતી જ હતી, સારું થયું તે સામે થી જ આપી દીધી..."

આદિ બોલે છે...

"હા એટલા માટે જ હું તને અહીંયા લઈને આવી..."

રાહી બોલતી જ હોય છે ત્યાં તે બન્ને નો ઓડૅર આવી જાય છે...

"તો હવે આગળ નો શું વિચાર છે..."

આદિ બોલે છે...

"એ તો મેં હજુ વિચાર્યું નથી, આજે રાતે હું અને આરતી મળીને વિચારશું..."

રાહી બોલે છે...

"જો કોઈ મદદ ની જરૂર પડે તો મને કેજે..."

આદિ બોલે છે...

થોડી વાર ત્યાં એ રીતે બેસી ને વાતો કરે છે અને વાતો વાતો માં જ રાહી ને કાલ ની વાત યાદ આવે છે...

"અરે આદિ તું કાલે ક્યાં હતો...?"

રાહી બોલે છે...

"હું મારા પરિવાર સાથે બારે ગયો હતો..."

આદિ બોલે છે...

"મેં તો ત્યાં આશિકા નો આવાજ સાંભળ્યો હતો...

શું આદિ ખોટું બોલે છે...?

કે મને જ સાંભળવા માં ભૂલ થઇ છે...?"

રાહી મન માં વિચારતી જ હોય છે ત્યાં આદિ તેની સામે પોતાનો હાથ ફેરવે છે...

"રાહી ક્યાં ખોવાઈ ગઈ તું..."

આદિ બોલે છે...

"અરે કાય નઈ..."

રાહી બોલે છે...

"હા તો ચાલ હવે પાછા લાઇબેરી જઈએ..."

આદિ બોલે છે અને રાહી પણ હા માં ઇસારો કરે છે. બન્ને ત્યાં થી લાઇબેરી જવા માટે નીકળી જાય છે...

*****

રાહી અને આરતી બન્ને સોહમ ના ઘરે જાય છે અને ત્યાં સોહમ વાંચવા બેઠો હોય છે...

"અરે તમે બન્ને અહીંયા..."

સોહમ બન્ને ને જોઈને બોલે છે...

"હા અમે અહીંયા..."

રાહી બોલે છે...

"કેમ ના આવી શકીએ..."

આરતી ટોન્ટ મારતા બોલે છે...

"જોવો આજે તમે બન્ને ઝગડ્યા ને તો હું બન્ને સાથે વાત નઈ કરું..."

રાહી બોલે છે...

"હા..."

બન્ને એક સાથે બોલે છે અને એક બીજા ને ગુસ્સા માં જોવે છે...

"સોહમ અમને તારી જ કોલેજ માં એડમિશન લેવું છે તો તું અમને મદદ કર..."

રાહી બોલે છે...

"હા તો તમે બન્ને કાલે તમારા ડોકયુમેન્ટ લઈને આવજો આપડે ફોરમ ફરી દઈશું..."

સોહમ બોલે છે અને તે બન્ને ને બીજું બધું સમજવા લાગે છે...

પછી તે બન્ને પોતાના ઘરે જાય છે અને ત્યાં જઈને રાહી ને થાય છે કે તે આદિ સાથે વાત કરે પણ ત્યારે તેને આશિકા યાદ આવે છે અને તે પોતાને સમજાવે છે કે તેને શું ફરક પડે કે આદિ સાચું બોલે છે કે ખોટું...

રાહી આ બધું જ વિચારતા વિચરતા સુઈ જાય છે...

આરતી પણ સોહમ ને ફોન કરે છે અને પેલા તો તે સોહમ ને મનાવે છે અને પછી વાત કરતા કરતા ક્યારે સુઈ જાય છે તે બન્ને ને પણ ખબર રેતી નથી...

*****

આજે રાહી સોહમ અને આરતી સાથે જ હોય અને તેના બીજા થોડા દિવસો પણ કોલેજ ના એડમિશન માં જ જાય છે અને કોલેજ જવાની તૈયારી માં તે એટલી વ્યસ્ત થઇ જાય છે કે તે લાઇબેરી જઈ શકતી નથી...

રાહી જેના મન માં થી હજુ આશિકા ની વાત નથી ગઈ હોતી તે આદિ સાથે વાત તો કરવા માંગે છે પણ જ્યારે તેને આ વાત યાદ આવે છે તે સમજી નથી શકતી કે તે શું મહેશુશ કરે છે...

આદિ પણ એકલો લાઇબેરી માં નથી ગમતું એટલા માટે તે પણ થોડા દિવસ સુધી લાઇબેરી નથી જતો...

આજે તે લાઇબેરી જાય છે અને બાર ઉભો રઇને તે રાહી ને કોલ કરે છે...

"અરે આજે આદિ તે મને યાદ કરી..."

રાહી બોલે છે...

"હા હવે તમે તો વ્યક્ત થઇ ગયા છો, અમને તો યાદ કરશો નહિ એટલે અમારે જ યાદ કરવા પડે છે..."

આદિ બોલે છે..

"એવું નથી પણ હમણાં કોલેજ ના કામ થી જ વ્યસ્ત હતી અને કાલ થી કોલેજ ચાલુ થાય છે.."

રાહી બોલે છે...

"એટલે હવે કાલ થી તો તું ફોન પણ નઈ ઉપાડે..."

આદિ બોલે છે...

"ના... તમારો કોલ ના ઉપાડું એટલી હિંમત ક્યાં છે મારા માં..."

રાહી બોલે છે...

"હા એતો જોઈએ આપડે...

ચાલ એ બધું મૂક અને હું લાઇબેરી આવેલો છું તું આવને આજે..."

આદિ બોલે છે...

"અરે આજે તો નઈ આવી શકું..."

રાહી ઉદાસી થી બોલે છે...

"હા ઠીક છે, ચાલ હવે તું તો વ્યસ્ત થઇ ગઈ તારા પાસે સમય નઈ હોય આપડે પછી વાત કરીએ..."

આદિ બોલે છે અને ફોન મૂકી દે છે અને ત્યાં થી જવા માટે નીકળે છે...

તેના ફોન ની ફરી રિંગ વાગે છે અને રાહી જ હોય છે...

"હા બોલ..."

આદિ ગુસ્સા માં બોલે છે...

"પાછળ તો જો..."

રાહી બોલે છે...

પાછળ રાહી ઉભી હોય છે અને એ પણ કેટલા દિવસ થી આદિ ને મળવા માંગતી હતી પણ કામ માં ને કામ માં તેને સમય જ નતો મળતો...

રાહી ને તેની સામે જોઈને આદિ ખુશ થઇ જાય છે અને રાહી પણ તેની સામે આવી ને ઉભી રે છે...

"હવે આ ફોન તો મૂક..."

રાહી હસી ને બોલે છે...

"હા..."

આદિ બોલે છે અને બન્ને લાઇબેરી માં જાય છે...

"આજે કઈ બુક વાંચીશ...?"

આદિ બોલે છે...

"તું બેસ હું આપડા બન્ને માટે બુક લઈને આવું..."

રાહી બોલી ને બૂક લેવા જાય છે...


"આરતી અને સોહમ ના જીવન માં આગળ શું થશે...?"

"રાહી શું સમજી શકશે પોતાની લાગણી ને કે કોલેજ ની નવી દુનિયા માં તે આદિ થી દૂર થઇ જશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...