પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 14 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 14



ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 14

અત્યાર સુધી આપડે જોયું કે આદિ લાઇબેરી આવે છે અને રાહી ને પણ ત્યાં આવા માટે કે છે, પણ જયારે રાહી ના પાડે છે. તો તે ગુસ્સા માં ત્યાં થી જતો જ હોય છે. ત્યારે રાહી ત્યાં આવી જાય છે અને તેને જોઈને તેનો ગુસ્સો ખુશી માં બદલાઈ જાય છે...

રાહી તે બન્ને માટે એક એક બુક લઈને આવે છે...

"જો આજે તો હું તારા માટે એક લવ સ્ટોરી લઈને આવી છું અને મેં આ વાંચી છે..."

રાહી બોલે છે...

"તને આ બુક કેવી લાગી..."

આદિ બોલે છે...

"મને તો ગણી આની સ્ટોરી એટલા માટે જ તો તારા માટે આ બુક લાવી..."

રાહી બોલે છે...

"હા તો તને ગમી છે, તો મને પણ ગમશે જ..."

આદિ સ્માઈલ કરી ને રાહી ને કે છે...

રાહી પણ સ્માઈલ કરે છે...

રાહી તો પોતાના બુક વાંચવા માં જ ખોવાયેલી હોય છે પણ આદિ નું દયાન તો બસ રાહી ને જોવા માં જ હોય છે આજે ગણા દિવસ પછી રાહી ને જોઈન આદિ ખુશ હોય છે...

"ચાલ હવે કાલે મળીએ..."

આદિ બોલે છે...

"હા ચાલ આવજે..."

રાહી બોલે છે...

આદિ ત્યાં થી નીકળી જાય છે અને તે એક શોપ પર જાય છે, ત્યાં થી તે ગણી બધી ચોકલેટ લે છે...

ઘરે જતા જ તે સીધો આશિકા ના રૂમ માં જાય છે ત્યાં આશિકા તેનું કામ કરતી હોય છે...

"આશી આ તારા માટે..."

આદિ બોલે છે...

"અરે આજે મારા પર આટલો બધો પ્રેમ..."

આશી બોલે છે...

"હા બસ તને જે કામ આપ્યું છે તે તું કરી દેજે..."

આદિ બોલે છે...

"અરે આ બધો પ્રેમ તો એટલે આવે છે કેમ કે ભાઈ ને તો કામ છે..."
આશિકા બોલે છે...

"હા પણ આશી તને એક કામ સોંપ્યું છે એ ના ભૂલતી તું.."

આદિ બોલે છે...

"હા ભાઈ આ તું મને અત્યાર સુધી માં કેટલી વાર કઈ ચુક્યો છે અને તને ખબર છે ને એના બદલા માં હું જે કઉં એ તારે કરવું પડશે..."

આશી બોલે છે...

"હા બસ બધું માનીશ બસ આ કામ કરજે...

આદિ બોલે છે...

"આ કામ તું પણ કરી શકે છે ને..."

આશિકા બોલે છે...

"હા પણ તને ખબર છે ઓફિસ ના લીધે હું નઈ આવી શકું..."

આદિ બોલે છે અને પોતાના રૂમ માં જાય છે...

આશિકા જે પોતાના કામ માં લાગી જાય છે...

*****

રાહી લાઇબેરી થી સીધી આરતી ના ઘરે જાય છે અને તે બન્ને આજે બસ કોલેજ ના પહેલા દિવસે શું પહેરશે તે નક્કી કરવા માટે જ થયા છે અને તે બન્ને એ સોહમ ને પણ બોલાવ્યો છે...

"આરતી તું જલ્દી નક્કી કરી દે કે તું કાલે શું પેરવાની છે પછી મારા ઘરે જઈએ..."

રાહી બોલે છે...

"હા તું મદદ કરીને મારી..."

આરતી બોલે છે...

ત્યારે જ ત્યાં સોહમ આવે છે અને તે રૂમ ની હાલત જોઈને જ ચોકી જાય છે...

"આ બધું શું છે...?"
સોહમ બોલે છે...

"મારા કપડાં છે બધા..."

આરતી બોલે છે...

"હા પણ આ બધા કેમ આ રીતે બેડ પર પડ્યા છે..."

સોહમ બોલે છે...

"અરે અમે નક્કી કરીએ છીએ કે કાલે હું શું પેરવાની છું એ..."

આરતી બોલે છે...

"હું તો જાઉં છું તમે બન્ને જ નક્કી કરો..."

"સોહમ બોલે છે...

"ના તું પણ બેસ આમારી જોડે..."

રાહી બોલી ને સોહમ ને પણ ત્યાં બેસાડી દે છે...

આરતી ૧ કલાક પછી નક્કી કરે છે કે તે બ્લેક ટોપ અને બ્લુ જીન્સ પહેરશે...

"તારે આ જ પહેરવું હતું તો તે બધા કપડાં કેમ બારે નીકળ્યા..."

સોહમ બોલે છે...

"ત્યારે મને થયું કે કંઈક બીજું પહેરવું છે મારે પણ મારા પર આ જ સારું લાગે છે..."

આરતી બોલે છે અને બસ બન્ને ને એક વાત જ જોઈએ જગડો ચાલુ કરવા માટે અને બન્ને નો જગડો ચાલુ થઇ જાય છે...

"સોહમ હવે તું અહીંયા થી ઘરે જા તો અને હું આરતી સાથે મારા ઘરે જાઉં છું..."

રાહી બોલી ને આરતી ને તેની સાથે તેના ઘરે લઇ જાય છે...

તે બન્ને એક કલાક બગાડ્યા પછી છેલ્લે નક્કી કરી જ લે છે કે રાહી શું પહેરશે...

રાહી એ બ્લેક પેન્ટ અને પિન્ક ટીશર્ટ નક્કી કર્યું...

તે બન્ને થોડી વાર પહેલા દિવસે શું કરશે અને તે બધી વાતો કરે છે...

"ચાલ હવે હું જાઉં સુવા માટે કાલે વેલા પણ ઉઠવાનું છે..."

આરતી બોલે છે અને પોતાના ઘરે જાય છે...

તે ઘરે જઈને પેલા સોહમ ને ફોન કરે છે...

"સોહમ શું કરે છે તું..."

આરતી બોલે છે...

"હું બસ બેઠો હતો..."

સોહમ બોલે છે...

"તું મને કેને ટેરો કોલેજ નો પહેલો દિવસ કેવો હતો..."

આરતી બોલે છે...

"જો હવે આપડે બધી વાત કાલે કરશું તું હમણાં સુઈ જા..."

સોહમ બોલે છે...

"અરે આટલી જલ્દી કોણ સુવે..."

આરતી ચિડાઈ ને બોલે છે...

"કાલે કોલેજ નો પહેલો દિવસ છે તમારો અને કાલે મોડું ના થવું જોઈએ..."

સોહમ બોલે છે અને છેલ્લે આરતી ને સમજાવી ને સુવડાવી જ દે છે...

*****

આ બાજુ રાહી પણ પોતાના રૂમ માં જોવે છે તો રૂમ માં બધા કપડાં આમ થી તેમ પડ્યા હોય છે...

"મમ્મી એ આ બધું જોયું ને તો હું તો ગઈ..."

ચાલ રાહી લાગી જ કામ પર..."

રાહી પોતાના માથા પર હાથ મૂકી ને બોલે છે...

તે તેની રૂમ સરખી કરતી જ હોય છે, ત્યારે તેના ફોન ની રિંગ વાગે છે, તે જોવે તો તેમાં આદિ નામ લખેલું હોય છે...

"hi... આદિ.."

"hi... રાહી...."

"હા બોલ..."

"કેવી ચાલે કાલ ની તૈયારી..."

"બસ જો સારી જ ચાલે છે..."

"હા તો કાલ માટે best of luck..."

"થેન્કયુ...."

તે બન્ને વાતો કરવા લાગે છે અને તેમાં તે બન્ને ને સમય નું દયાન જ નથી રેતુ અને રાહી વાત કરતા કરતા જ સુઈ જાય છે...

"રાહી...રાહી..."

આદિ બોલે છે પ કોઈ જવાબ નથી આવતો...

"લાગે છે આ વાત કરતા કરતા જ સુઈ ગઈ છે...."

આદિ બોલે છે અને તે પણ સુઈ જાય છે...

તે બન્ને નો એ રીતે જ ફોન ચાલુ હોય છે...

*****

સવારે આદિ ઉઠી ને જોવે છે, તો તેનો ફોન બેન્ડ થઇ ગયો હોય છે. તે પેલા ફોન ચાર્જ માં મૂકે છે પછી તૈયાર થવા જાય છે...

આજે વેલા જ આદિ તૈયાર થઇ ને ઓફિસ જવા માટે નીકળી જાય છે...

આ બાજુ રાહી તેના રૂમ માં સૂતી હોય છે...

"રાહી...રાહી..."

રાહી ના રૂમ નો દરવાજો ખખડાવતા ગૌરી બેન બોલે છે...




"શું કોલેજ ચાલુ થવાના લીધે હવે આદિ અને રાહી ની વાતો ઓછી થઇ જશે...?"

"આદિ એ આશિકા ને શું કામ કરવાનું કીધું છે...?"

"આરતી અને સોહમ ની સ્ટોરી માં હવે આગળ શું થશે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...