લાગણીનો દોર - 7 ચિરાગ રાણપરીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીનો દોર - 7

સંધ્યા ના પિતાનિ સંપુર્ણ વિધિ સંજયના પપ્પાએ કરાવવી.

સંધ્યાના પિતાના ફુલ પણ ગાંગા નદી ઍ જઈને વિધિસર પધરામણી કરી.

હવે એક બાજુ સંધ્યાનો પ્રશ્ન હતો કે એમનું કોણ??

સંધ્યાના પિતાનું અવશાન થયું તેનો એક મહિનો વીતિ ગયો. એક દિવસ બધા બેઠા હતા અને સંધ્યાઍ મક્કમ થઈને સંજયના પિતા રમણલાલ ને કહ્યું કે,

સંધ્યા : અંકલ તમારો જેટલો આભાર માનુ એટલો ઓછો છે, મારા પરિવારના સભ્ય બની ને મારી સાથે ઉભા રહ્યાં અને મારી મદદ કરી આ ઋણ હું જીંદગીભર નહિ ચુકવી શકું, મારી કઈ પણ ભૂલ થઈ હોઇ તો દીકરી સમજીને માફ કરી દેજો... હવે હું બે દિવસમા મારી બીજે રહેવાની વ્યવસ્થા કરી લઈશ.

રમણલાલ : અરે બેટા આ તુ શું બોલે છે. અમે તો અમારી ફરજ નિભાવી. અને વાત રહી તારે બીજે રહેવાની તો તારે ક્યાય જવાનું નથી. અમારી સાથે જ રહી ને તારો અભ્યાસ પુરો કરવાનો છે.. તુ તારા પગભર થઈ જા પછી વિચારીશું.

ભાવનાબેન : કેમ બેટા તને અહિયા અમારી સાથે નથી ગમતું ?? અમારી કઈ ભૂલ હોઇ તો કે દીકરી.

સંધ્યા : ના આન્ટી ઍવુ નથી... તમે મારા મા-બાપની જગ્યાએ છો. માણે અહિયા કઈ તકલીફ નથી... પણ

ભાવનાબેન : પણ એટલે શું બેટા... કેમ બોલતા અટકી ગઈ ??

સંધ્યા : આન્ટી, હવે હું તમારી સાથે રહું તો લોકો શું વાતો કરશે... મારા લીધે તમારા પરિવારને સંભાળવું પડે ઍવું હું નથી ઇચ્છતી.

રમણલાલ : બેટા, આ તારુ ઘર સમજીને રહે અને લોકો શુ કહેશે તેના વિશે કઈ ના વિચાર... કેમ કે સમાજ સારા કામને અને સારા વિચારને ક્યારેય સમજી નથી શકવાનો.

સંજય : સાચી વાત છે, અને સંધ્યા તને એકલા ન ગમતું હોઇ તો ગામડેથી મારા કાકાની છોકરી રૂપલ ને અહીયાં રહેવા માટે બોલાવી લઈએ..

સંધ્યા : ના, મારા લીધે એમને સુકામ તકલીફ દેવાની


રમણલાલ : હા, સંજય તારી વાત સાચી છે, આમ પણ રૂપલને કેટલા સમયથી અહિયા રહેવા આવવુ છે તો એમને અહિયા કાકાને કહી ને બોલાવી લઇયે.

ભાવનાબેન : હું અત્યારે જ કનુભાઈને ફોન કરીને વાત કરી લવ છું ( ફોન કરે છે અને રૂપલ ને તેના ઘરે રહેવા બોલાવે છે )


રાતના 11 વાગ્યા હતા. રમણલાલે કહ્યું હું હવે સુવા જાવ છું તમે લોકો બેસો.

ભાવનાબેન ચાલો હું પણ આવુ છું કાલે સવારે વેલા જાગવાનુ છે અને મંદીરે જવાનું છે,

સંધ્યા : આન્ટી કેટલા વાગે જવાના તમે મારે પણ આવવુ છે. તમે મને પણ તમારી સાથે જગાડજો....


ભાવનાબેન : સવારે 6 વાગ્યે જવાનું છે, પાડોશીઓઍ નક્કી કર્યું છે, હું તને મારી સાથે જગાડિશ.


રમણલાલ અને ભાવનાબેન તેના રૂમમા જાય છે.
પછી સંધ્યા અને સંજય બેસે છે
સંજય ફોન મા ગીત સાંભળતો હોઇ છે...

સંધ્યા, સંજયને પુછે છે, કોલજ મા exam ક્યારે છે ??
મારુ આ વર્ષ ફેલ થયું, મને નથી સમજાતુ કે આગળ જતા મારુ શુ થશે..


સંજય : હજુ exam ના બે મહિનાની વાર છે, તારુ આ વર્ષ ફેલ નહિ થાય. હું રોજ તને શિખવીશ અને જરુર લાગશે તો પ્રોફેસર સાથે વાત કરી તારુ ટ્યુશન રખાવી દાયશુ.

સંધ્યા : ના, એવો કોઇ ખર્ચ નથી કરવો, આટલી મદદ કરી ઍ હું ક્યારે ચુકવી શકીશ ઍ પણ નથી ખબર મને, તમારા ધ્યાનમા કોઇ જોબ હોઇ તો કે જો મને મારે જોબ કરીને તમારી પાસેથી લીધેલ બધા પૈસા ચુકવી દઈશ.

સંજય : તુ પહેલા તારા અભ્યાશ મા ધ્યાન આપ, અને બીજી વાત કે અમે નક્કી કર્યું છે કે તારી પાસેથી અમારે ઍક પણ રૂપીયો નથી લેવો. તારે જે કાઈ જોઇતુ હોઇ તે મને અથવા મમ્મીને કહી ને મગાવી લેજે..

સંધ્યા : હા, જોઇશે ત્યારે કહીશ.

પછી બન્ને પોત પોતાના રૂમમા જાય છે અને સુઇ જાય છે