String of Emotions - 3 books and stories free download online pdf in Gujarati

લાગણીનો દોર - 3

સંજયના મમ્મી સાંધ્યાને સાંત કરે છે અને કહે છે.. આજથી તું મને મમ્મી કહેજે આ ઘર તારુ જ છે એમ માનીને રહેજે.

સંજય સાંધ્યાના પપ્પા પાસે જાય છે. સંજયના પપ્પાએ સંજયને કહયું " ડોક્ટર સાથે વાત થઈ તેણે કહ્યું છે કે હજુ ત્રણ દિવસ અહી રોકવવુ પડશે અને O બ્લડની જરુર પડશે.

સંજય : પપ્પા હવે શું કરીશું ??

રમણલાલ: સંજય તું કાઈ ચિંતા ન કર મે બધી જ વ્યવસ્થા કરી લીધી છે.

સંજય : સારુ પપ્પા... પણ સંધ્યાને શું કહેશુ હવે કે તેના પપ્પા વિશે ??.

રમણલાલ : સંજય આપણે સંધ્યાને સાચી હકીકત કહેવી પડશે..
એક કામ કર... તું ઘરે જઈને ટિફિન લેતો આવ અને સંધ્યાને પણ સાથે લઈને આવજે.

સંજય તેના મમ્મીને ફોન કરે છે...

સંજય : મમ્મી હું ઘરે આવું છું.. તમે ટિફિન તૈયાર કરો અને આપણે સંધ્યાને લઈને અહિયા આવવાનું છે.

સંજય ઘરે જાય છે.. સંધ્યા બેઠી હતી..

સંધ્યા: સંજય મારા પપ્પા કયાં છે ?? તેને કેમ છે હવે?? મને મારા પપ્પા પાસે લઈ જાવ.

સંજય : સારુ છે. આપણે હમણા જ જાવું છે. ટિફિન તૈયાર થાય એટલે.

સાંજયના મમ્મીઍ ટિફિન તૈયાર કર્યુ અને તે બધા હોસ્પિટલ જવાં નીકળે છે. રસ્તામાંથી સંજય જ્યુશ લે છે.

બધા હોસ્પિટલ પહોંચે છે.

સંધ્યા : મારા પપ્પા કયાં છે.. મને જલ્દી મળવું છે..

રમણલાલ : જા સંજય સંધ્યાને રૂમમા તેના પપ્પાને મળવા લઈ જા.

સંજય : હા પપ્પા.

( બંને જાય છે)

સંધ્યા તેના પપ્પાને જોઇને રડી પડી. સંજય તેને શાંત કરે છે.

સંધ્યા : મારા પપ્પાને શું થઈ ગયું છે ??. કેમ એને આટલી મોટી હોસ્પિટલમાં લાવ્યા છો ??

સંજય : ( કાઈ પણ બોલતો નથી ).
ત્યાં સંજયના મમ્મી પપ્પા અંદર આવે છે..

સંધ્યા : અંકલ, કેમ બધા ચુપ છો ??? મારા પપ્પાને આવી મોટી હોસ્પિટલમાં કેમ લાવ્યા છો ??.

રમણલાલ : બેટા, તારા પપ્પાને નાનો એટેક આવ્યો છે, ડોક્ટરે કહ્યું છે કે બે-ત્રણ દિવસ અહિયા રહેવું પડશે અને બ્લડ ઓછુ છે એટલે ચડાવવું પડશે.

સંધ્યા : અંકલ મારે મારા પપ્પા સિવાય કોઇ નથી... પ્લીઝ.. તમે મારા પપ્પાને કઈ ન થવા દેતા.... ગમે તેટલો ખર્ચો થાય તમે મારા પપ્પાને બચાવી લેજો... મારા નામની FD બેંકમા ચાલુ છે તેના પૈસા હું કાલ બપોર સુધીમાં આપી દઈશ..

રમણલાલ : બેટા, તું તારા પપ્પાની જરા પણ ચિંતા ન કર.. અમે બધી વ્યવસ્થા કરી લીધી છે તારે ભલે કોઇ ન હોઇ.. અમે બધા તારી સાથે છીયે. તું તારી તબિયતનું ધ્યાન રાખ અને આરામ કર... તારે કાઈ પણ જોઇઍ તે સંજયને કહેજે તે લાવી આપશે.

સંધ્યા : હા અંકલ.

રમણલાલે સંજયને કહ્યું સંધ્યાને ઍમના ઘરે લઈ જજે ત્યાંથી એમને જરુરી ચીજવસ્તુ પેક કરાવીને પછી ઘરે જજો.. આ ચાવી લે સંધ્યાના ઘરની છે.. તમે હવે જાવ ઘરે હું અહિયા રોકવ છું.. અને તમે કાઈ ઉપાદી ન કરતા મે બધી જ વ્યવસ્થા કરી લીધી છે.

સંધ્યા : ના અંકલ તમે બધા ઘરે જાવ હું અહિયા રહુ છું.

રમણલાલ : ના બેટા હું છું અહીયાં, તમે ઘરે જાવ. કાઈ જરુર હશે તો હું ફોન કરીશ. ( મનાવીને ઘરે મોકલે છે )


રમણલાલ : સંજય તમે પહેલાં સંધ્યાના ઘરે જજો ત્યાંથી એમની બેગ લઈને ઘરે જજો... હું જમી લવ અને સંધ્યાના પપ્પાને જ્યુસ આપી દવ...


સંજય : સારુ અમે જઈએ.


( સંજય, સંધ્યા અને સંજયના મમ્મી જાય છે )


આગળની વાત લાગણીનો દોર ~ 4 મા જોઇશું.




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED