લાગણીનો દોર - 6 ચિરાગ રાણપરીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીનો દોર - 6

SANDHYA : OK, TAME PN THAKYA HASO AAJ NI DOD-DHAMMA... SUI JAIYE.. GOOD NIGH..JSK...TC...SD

રાતનાં 2 વાગ્યા હશે, રમણલાલ નો ફોન સંજયને આવ્યો..

રમણલાલ : હેલ્લો, સંજય સંધ્યાના પપ્પાાની તબિયત બહુ જ બગડતી જાય છે... તું જલ્દી હોસ્પિટલ આવ અને તારા મમ્મી પાસેથી પૈસા લેતો આવજૅ, સંધ્યા ને કઈ પણ કહેતો નહી અને સીધો જ હોસ્પિટલ આવજે

સંજય : હા, પપ્પા હું હમણાં જ પહોંચું છું.

સંજય તેના મમ્મીને જગાડે છે, મમ્મી હું હોસ્પિટલ જાવ છું. તમે સંધ્યાને કઈ પણ ના કહેતા અને મને પૈસા આપો પપ્પાએ પૈસા સાથે લઇ જવાનું કહ્યું છે.

સંજય હોસ્પિટલ જાય છે અને તેના પપ્પાને મળે છે.

રમણલાલ : સંજય, તું પૈસા લાવ્યો છે ને ?

સંજય : હા, પપ્પા લાવ્યો છું પણ તમે કેમ અચાનક ફોન કર્યો

રમણલાલ : ડોકટરે કહ્યું છે કે સંધ્યાના પપ્પાને તાત્કલિક બીજી હોસ્પીટલમા લઈ જવા પડશે. મેં આપણા ફેમીલી ડોક્ટર સાથે વાત કરી લીધી છે.

સંજય : પપ્પા આપણે આમ દોડ્યા કરશું પણ સંધ્યાને કઈ ખબર નથી એમને જાણ કરવી જરૂરી છે.

રમણલાલ : ના સંજય, એ હજુ નાની છોકરી છે એમાં પણ એકલી કદાચ એને કઈ થાય અને આપણે વધારે મુશ્કેલીમાં મૂકાઈ જઈએ તો ?

સંજય : હા , એ વાત સાચી તમારી
બંને વાતો કરતા હતા ત્યાં નર્સ આવે છે અને રમણલાલ ને કહે છે,

નર્સ : અંકલ, હવે પેશન્ટને ઇન્જેક્શન આપ્યા પછી એમની તબિયતમા સુધારો આવ્યો છે એટલે તમે એમને અહિયાં જ રહેવા દેસો તો સારું
રમણલાલે સંજયને કહ્યું સંજય શું કરવું છે આપણે ?

સંજય : પપ્પા અત્યારે એમનું કહેવું છે કે તબિયત સુધારા પર છે તો આપણે આ હાલતમાં એમને ના ફેરવવી તો સારું રહેશે.

રમણલાલ : હા તો એવું કરીએ કાલ બપોર સુધી જોઈએ પછી કંઈક વિચારીશું તો હવે એક કામ કર તું ઘરે જ અને આરામ કર સવારે 10 વાગતા આવી જજે.

રાતના ૩:૩૦ વાગ્યા હતા. સંજય ઘરે જાય છે.

સંધ્યા સંજયની રાહ જોઈ રહી હતી.

સંધ્યા : સંજય તમે આટલી મોડી રાત સુધી ક્યાં હતા ?

સંજય : હુ હોસ્પીટલ ગયો હતો... પણ તુ કેમ જાગે છે હજુ સુધી?

સંધ્યા: મને ઊંધ નથી આવતી... પપ્પાનિ ચિંતા સતાવ્યા કરે છે.

સંજય : ઍમને હવે સાવ સારું છે... કાલે તો ઘરે પણ આવી જશે... તુ કાઈ પણ ચિંતા ન કર અમારું આ ફેમિલી તારી સાથે છે.. હવે તારા રૂમમા જા અને આરામ કર કાઈ પણ વિચાર્યા વિના.

બન્ને પોત પોતાની રૂમમા જાય છે..

સંજયને ઉંઘ આવતી નથી... તે વિચાર્યા કરે છે કે શું થશે...?
સંધ્યાને અહીયાં ગમતુ હશે કે નહિ ??.....

વિચારમાં ને વિચારમા સવાર પડી જાય છે..


વહેલી સવારે સંજય ને ફોન આવ્યો કે સંધ્યાના પપ્પા આ દુનિયા મા રહ્યા નથી.. આ વાત સંજય તેના મમ્મીને કરે છે અને સંધ્યા સાંભળી જાય છે ને સ્તબ્ધ બની ગઈ.

સંજય તરત જ સંધ્યાનો હાથ પકડી લે છે અને સોફા પર બેસાડે છે.

સંજયના મમ્મી તરત જ પાણી લાવે છે અને સંધ્યા પર છાંટે છે.

સંજયે તેના પપ્પાને ફોન કરી ને પુછ્યું કે સંધ્યાના પપ્પા ને હવે ક્યા લઈ જાશો ??

રમણલાલે કહ્યું આ લોકોના પરિવાર ને આપણે ઓળખતા નથી એટલૅ એમની બધી જ અંતિમ ક્રિયા આપણે જ કરીશું. ડૉકટર પાસે જઈને થોડીવાર મા રજા લઈ ને આવીશું, તુ ત્યા તૈયારી કર.

સંજય અંતિમ ક્રિયાની તૈયારી કરે છે.

સંપુર્ણ ક્રિયા સંજયના ઘરેથી જ કરી..