ભાગ્ય ના ખેલ - 18 Manish Pujara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગ્ય ના ખેલ - 18

હવે 🏫મકાન ની અરજી નુ ટેંશન ટળતા મનુભાઈ અને જસુબેન ને નીરાત થાય છે નવા મકાન મા ધંધો સારો ચાલતો હોય છે અને હવે હિરાલાલ ના સપોર્ટ થી ઈંધણ વહેચવવા નુ મનુભાઈ સરૂ કરે છે ખેતી વાળુ ગામ હોય ઈંધણ નુ વહેચાણ થવા નું હતુ હીરાલાલ ઈંધણ નુ ટેંકર મંગાવતા હોય એક ખાનુ મનુભાઈ ને મોકલતા મનુભાઈ ઘરે બેરલ રાખતા તેમા ભરીલેતા અને વેચાણ કરતા મનુભાઈ ના ગામ વાળ બધા હીરાલાલ ને ત્યાંજ ઈંધણ લેવા જતા હવે મનુભાઈ એ સરૂ કરતાં બધા ત્યા થીજ લેતા આ બધા હીરાલાલ ના ગ્રાહક હોવા છતાં હીરાલાલ મનુભાઈ ને ઈંધણ
ની લાઈન આઈપી આ હીરાલાલ ની મહાનતા નુ ઉદાહરણ કહેવાય પોતાના ગ્રાહક મનુભાઈ ને આપવા ઈ હીરાલાલ જ કરી
શકે બીજા કોઈ નુ કામ નઈ મનુભાઈ ને ઈંધણ નુ વેચાણ સરૂ થતાં
રૂપિયા ની થોડી થોડી બચત થવા માંડે છે પણ આમાં મુસીબત આવે છે મુસીબત ન આવે તો મનુભાઈ નુ જીવન ન કહેવાય
મુસીબત તો મનુભાઈ ને જસુબેન નુ 🏠ઘર ભાળી ગઈ હોય છે
એટલે મુસીબત ન આવે તે કેમ ચાલે
એક દિવસ મનુભાઈ સરા માલ લેવા ગયાં હોય છે અને એક અધિકારી આવે છે જસુબેન દુકાને બેઠા હોય છે અને અધીકારી કહે છે કે તમે અહી ઈંધણ નું વેચાણ કરો છો ઈ ના ચાલે
આ ગેરકાયદેસર છે કાલથી વેચાણ બંધ કરી દેજો એટલે જસુબેન કહે છે કે મને આમાં કાઈ ખબર ન હોય કાલે તમારા ભાઈ આવે એટલે આવજો પછી અધીકારી જતાં રહે છે પણ જસુબેન ટેંશન મા આવી જાય છે કે માંડ નવુ કામ ગોઠવાઈ જતા બે પૈસા ની બચત થાય ઈ પણ બંધ થશે મનુભાઈ સરા થી પાછા આવતા જસુબેન મનુભાઈ ને બધી વાત કરે છે મનુભાઈ પાસે ઈંધણ વહેચવવા નુ લાઈસન્સ હોય છે છતાં પણ આ મુસીબત ને નજર અંદાજ ન કરાય એટલે વીચારે છે કે આમાં શું કરવું અને વળી પાછા મનુભાઈ ને તેમના મિત્ર કાસમભાઈ યાદ આવે છે અને
તેમને શાંજે મળવા જવાનો નિર્ણય કરે છે અને શાંજે કાસમભાઈ ને મળે છે અને બધી વાત કરે છે ત્યારે કાસમભાઈ કહે છે કે કોઈએ સળી કરી હોય એટલે અધીકારી આવ્યા હોય આમાં બીજુ
કાઈ ન હોય હવે આવે એટલે તમે લાઈસન્સ બતાવી દેજો આપણે કયાં ગેરકાયદેસર વેચાણ કરીએ છીએ છતાં પણ કાઈ કહે તો મારૂ
નામ આપજો લગભગ બધા મને ઓળખતજ હોય વાંધો નહીં
આવે આમ મનુભાઈ ને આશ્વાસન મળતા મનુભાઈ ને નીરાત થાય છે અને ઘરે પાછા ફરે છે
બીજા દિવસે પાછા પેલા અધીકારી આવે છે અને મનુભાઈ ને કહે છે કે તમે આમ ઈંધણ નુ ગેરકાયદેસર વેચાણ ન કરી સકો એટલે મનુભાઈ લાઈસન્સ બતાવે છે ને કહે છે કે સાહેબ મારી પાસે લાઈસન્સ છે હું કયાં ગેરકાયદેસર વેચાણ કરૂ છું એટલે વળી અધીકારી નરમ પડે છે છતાં પણ અધીકારી મનુભાઈ ને આમાં આમ છે તેમ છે કરી ને વેચાણ રોકાવા માંગતા હોય એવું મનુભાઈ ને લાગતા મનુભાઈ અધીકારી ને કહે છે આમા મારી કાઈ ભુલ હોય તો હું વેચાણ બંધ કરી દવ કાલે ઈંધણ કાસમભાઈ ને પાછું
મોકલાવી દઈસ મનુભાઈ કાસમભાઈ નુ નામ લેતા અધીકારી કાસમભાઈ ને ઓળખાતા હોય છે એટલે અને આમાં કાઈ ગેરકાયદેસર ન હોય અધીકારી કહે છે કાઈ વાંધો નઈ હું ખાલી તપાસ માટે જ આવ્યો હતો અને અધીકારી જતાં રહે છે અને મનુભાઈ નીરાત ની સાંસ લેછે આવીતો અનેક મુશ્કેલીઓ મનુભાઈ અને જસુબેન ના જીવન માં આવે છે આ બધા ની વચ્ચે વચ્ચે મુંબઈ વાળા ભેડીયાઓ (મનુભાઈ ના બંને ભાઈ ભાભીઓ)
આવતા રહેતા હોય છે અને મનુભાઈ ના ઘરે એક બે દિવસ રોકાઈ
જતા હોય છે મનુભાઈ ની જગ્યાએ બીજું કોઈ હોય તો આ ભેડીયાઓને ઘરમાં ન ઘુસવા દે પંરતુ મનુભાઈ અતીથી દેવો ભવ ની રીત સમજી ના નતા કહી સકતા પરંતુ મનુભાઈ ને આટલા દુઃખી જોવા છતાં પણ લક્ષ્મી દાસ ના પેટનુ પાણી પણ નથી હલતુ આને હું માનુ છુ ત્યા સુધી ભાઈતો નજ કહેવાય આ લક્ષ્મી દાસ અને પ્રફુલ જેવા ભાઈ ભગવાન કોઈને ન આપે મનુભાઈ ના ઘરે મહેમાન બનીને આવવા છતાં મનુભાઈ નાજ ઘરે પણ પ્રભાવતી પોતાની મનમાની ચલાવતી જસુબેન નુતો કાઈજ ચાલવા નદે આમ કરો તેમ કરો મનુભાઈ સમજતા હોવા છતાં ચલાવી લેતા હતા કારણ કે બે દિવસ રોકવા ના હોય કોણ લપ કરે બાકી આ ભેડીયા
તો મનુભાઈ કેવા દુઃખ છે ઈ જોવાજ આવતા હતા બાકી કાઈ રસ ન હતો આ ભેડીયાઓને આ એજ લક્ષ્મી દાસ અને પ્રભાવતી છે જેણે મનુભાઈ અને જસુબેન ને મુંબઈ મા અડધી રાતે ઘરની બહાર કાઢી મુકયા હતા છતાં પણ મનુભાઈ આ લોકો ને ઘરે આવવા ની ના નતા કહી સકતા હતા આજ હતી મનુભાઈ ની માણસાઈ આ ભેડીયાઓને તો હું ભુલીજ ગયો મનુભાઈ અને જસુબેન ની ગામડાની ગાથા લખવામાં આગળ આપણે વચ્ચે થોડું આ લોકો નુ ચેપ્ટર લખી સકેત પણ આ ભેડીયાઓને હુજ ભુલી ગયો આવા કાફર માણસોને યાદ પણ ન રાખવા જોઈએ પણ આ કાફીરોએ મનુભાઈ અને જસુબેન ને દુઃખ જ એવા આપ્યા હતા કે
ભુલી નસકાય ચલો હજી આગળ જતાં આ ભેડીયાઓના ખેલ હજી બાકી હોય લખવા નુ થશે જ
આ બાજુ મનુભાઈ અંબાપુર ગામમાં ધીમે ધીમે સેટ થતાં જતા હોય છે અને એક શાંજે દેવલખીગામ થી એક ભાઈ મનુભાઈ ને તેડવા આવે છે અને કહે છે કે બા ધામમાં ગયા છે એટલે તમો બધાં ચાલો દેવલખી અને મનુભાઈ જસુબેન અને બંને દીકરા ને લઈને દેવલખી જાયછે ત્યા મનુભાઈ ના બહેન ભાનુબેન પણ આવી ગયા હોય છે અને કાંતા બહેન રસ્તામાં હોય છે અને રાતે એ પણ આવી જાય છે હવે સવારે બાની સમસાનયાત્ર કાઢવા નુ નક્કી થાય છે લક્ષ્મી દાસ ને પણ જાણ કરી દીધી હતી પણ મુંબઈ થી પહોચતા મોડું થઈ જાય એટલે બા ની સમસાન યાત્રા મા તેમની રાહ જોવાની નહતી અને બાની સમસાન યાત્રા સવારે વીધી પુવૅક કરાવેછે આખુ ગામ પણ સમસાન યાત્રા મા જોડાયુ હોય છે
સમસાન વીધી થતાં બધા ઘરે પાછા આવેછે હવે આગળ નુ જોશુ આપણે નવા એપિસોડ મા