શિદ્દત..એક રોમાંચક નવલકથા Maya Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિદ્દત..એક રોમાંચક નવલકથા

શિદ્દત...! શિદ્દતથી ચાહવું એટલે કોઈને અતૂટ ચાહવું. ચાહતમાં શિદ્દત હોય તો હોય તો જ પ્રેમ સાર્થક છે......

નવલકથાની નાયિકા એટલે "શિખા વેદાંગ"..જિંદગીને જ પ્રેમ માનતી અને પ્રેમથી જીવતી દરેક ક્ષણમાં આનંદ માણતી, સદનસીબે એવા છોકરાથી પ્રેમ થયો કે તે છોકરો એટલે કે "મલ્હાર", મલ્હાર શિખાને ખૂબ જ ચાહતો અને દરેક ઈચ્છા પૂરી કરી શિખાને ખુશ રાખતો..

પણ જિંદગીમાં દરેક રસ્તે મોડ આવે જ છે એમ આ બંને ના જીવનમાં પણ દુઃખદ મોડ આવે છે અને અતૂટ સંબંધ પણ વિખેરાઈ જાય છે ,કહેવાય છે કે કોઈને શિદ્દતથી ચાહો તો પૂરી દુનિયા તમને તમારી ચાહત થી મળાવા મથે છે....પણ....ના એવું બિલકુલ નથી હોતું

લોકો શિદ્દત વાળા સંબંધ તૂટે એની જ રાહ જોઈ બેઠા હોય અને તેમના ષડ્યંત્ર કોઈક ના અકબંધ પ્રેમને વિખેરી નાખે છે ક્યારેક અમુક લોકો એ પ્રેમી જોડાને એકબીજાની વિરુદ્ધ ભડકાવે છે ...

આવા શિદ્દત વાળા પ્રેમને નિભાવતી શિખા પણ ઘણી કપરી પરિસ્થિતિમાંથી પસાર થાય છે ...

મલ્હાર અને શિખા વચ્ચેના અનમોલ સંબંધ વિખેરાઈ જાય છે અને શિખા સાવ જ તૂટી જાય છે હારી જાય છે
થોડા વરસો પછી તે ચંદીગઢથી તેના નાના ના ઘરે રહેવા આવેલ આદિત્યને મળે છે બસ પહેલી જ મુલાકાતમાં આદિત્ય પ્રત્યે પ્રેમ જાગી ઉઠે છે અને આદિત્યનો લગાવ તેના મુરજાયેલ વ્યક્તિત્વને પાછું ખીલવે છે તેનામાં ફરી પ્રેમના ફૂલ ખીલે છે

અને સામે આદિત્ય રંગીન મિજાજી છોકરો છે જે પ્રેમ થી દુર ફક્ત ટાઇમપાસ માટે જ છોકરીઓ થી જોડાય છે અને થોડા સમયમાં જ તે તેને ગમતી છોકરીઓ થી કંટાળીને દૂર થઈ જાય છે ....

શિખા ખૂબ સારી રીતે જ બધું નિભાવવા માંગતી હતી પણ જ્યારે નસીબ માં કઈક જુદું જ લખ્યું હોય તો એ થવાનું થઈને જ રહે છે...

શિખા થી મલ્હાર દૂર થયો એ એની જિંદગીની સૌથી ખરાબ સ્થિતિ હતી એ ક્યારે પણ એ ઘટનામાંથી બહાર આવી શકે નહિ એ ઘટના એ રીતે તેના મન પર છવાઈ ગઈ હતી પણ ભગવાન જીવન આપે છે એમ જ સાથે જીવવાના કારણ પણ આપે છે અને સમય જતાં દરેક પરિસથિતિ ભુલાતી જાય અને નવા આવરણો લાગતા જાય છે

શિખાને મલ્હારથી બેહદ પ્રેમ હતો શિખા મલ્હાર જગ્યા કોઈને આપવા નહોતી માંગતી, મલ્હાર ના ગયા પછી ઘણા છોકરાઓએ શિખાને પોતાની બનાવવા પ્રયત્ન કર્યા પણ કોઈ ફાયદો ના થયો, પણ વરસો પછી એ આદિત્ય નામના છોકરાને મળે છે અને ....પહેલી વાર જ જુએ છે ત્યારે જ તે દિલધડક છોકરો આદિત્ય તેના હ્રદયમાં ઉતરી જાય છે,પહેલી નજરે જ ગમી ગયેલ વ્યક્તિ પ્રત્યે હંમેશા સાશ્વત પ્રેમ જ હોય તેવું શિખા માને છે ...!

કોઈને જોઈએ , મળીયે,વાતો કરીયે ,આદતો જાણીએ પછી ઇશ્ક થાય તેનાથી પહેલી નજરનો પ્રેમ જુદો જ હોય છે ..

તેની આદતો કે તેને જાણ્યા વગર જ કોઈ ગમી જવું એ કેટલી અનોખી વાત છે એ ગમી જાય પછી તેને જાણવું તેની ચિંતા કરવી તેને આખો દિવસ યાદ કરવું , એ બધું ખૂબ જ રોમાંચક છે....
શિખા આદિત્યને પ્રથમ નજરે જ પોતાનો પ્રિયતમ માની લે છે અને તેને પામવાના પ્રયત્ન કરે છે . ...

પણ આદિત્ય લાગણીના તાંતણે બંધાય એવો નહોતો કદાચ એને પ્રેમ થઈ પણ જાય તો પણ એ નિભાવી શકે એ પ્રકૃતિનો તો નહોતો જ...!!!

તો પછી શિખા ની ચાહત આદિત્યની ફિતરતમાં શું પરિવર્તન લાવશે ??

શું આ આદિત્યને શિખાથી પ્રેમ થશે??

શીખાથી પ્રેમ થયા બાદ તે થોડા સમયમાં જ શિખાથી કંટાળી ગયો તો શિખા શું કરશે ???

આદિત્ય ઓબરોય જિંદગી ભરનો સાથી બનશે શિખાનો ??

શું શિખા અને આદિત્યના પ્રાંગરતા પ્રેમ વચ્ચે શિખાની ભૂતપૂર્વ ચાહત બાધારૂપ થશે ??

કે અન્ય કોઈ કારણ પણ નવો મોડ લેશે ??

એ બધું જ જાણવા શિદ્દત્તથી વાંચતા રહો...

"શિદ્દત"