ભાગ્ય ના ખેલ - 13 Manish Pujara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ભાગ્ય ના ખેલ - 13

આપણે આગળ જોયું કે મનુભાઈ અંબાપુર મા દુકાન સરૂ કરે હવે ગામમાં મનુભાઈ ને ઘરનુ ગાડુ ચાલ્યા કરે એટલી દુકાન ચાલવા લાગે છે હજી વધારે ધંધો થઈ સકે તેમ હતો પરંતુ મનુભાઈ પાસે રૂપિયા ન હોય ધંધો વધારી સકે તેમ ન હતા હવે મનુભાઈ કોઈ પાસે રૂપિયા લેવા માંગતા ન હતા કારણ કે જસુબેન ના મોટા ભાઈ તથા મોટા બેને રૂપિયા આપીયા હતા હવે બીજા નુ એહસાન લેવુ યોગ્ય ન કહેવાય અને જસુબેન ના મોટા બહેન પાસે વારંવાર માગવા બરાબર ન ગણાય કારણ કે બીજી બધી રીતે હીરાલાલ નો સપોર્ટ પુરેપુરો હતો જેમ કે અંબાપુર મા રહેવા ગયા ત્યારે તેમણે ઘરવખરી તથા દુકાન માટે ઘોડા ગધેડા મીસ ફરનીચૅર
લેવા મા પણ મદદ કરી અને હજી પણ હીરાલાલ તેમના ગમથી લોટ પણ દળાવીને મોકલતા હતા કારણ કે અંબાપુર મા દળવાની મીલ ન હતી તો આ ઘઉં દળાવીને મોકલવા ની મદદ કાઈમી ધોરણે
ચાલુ રાખવા ની હતી પછી તેમની પાસે જાજી અપેક્ષા ન રખાય ને
મનુભાઈ એ નક્કી કરી લીધુ હતું કે આપણે જાજી અપેક્ષા ન રાખવી આપણે નાની મુડી મા ચલાવી લેવુ સમય જતાં બાજુ ના ગામના વેપારી સાથે ઓળખાણ થઈ જતાં થોડું ઘણું બાકી મળી રહેતુ એટલે દુકાન નો માલ મળી રહેતો પણ જાજી ઓળખાણ ન કહેવાય એટલે જાજુ તો ન લેવાય પરંતુ અટકે નહી એવું ગોઠવાયુ
છતાં પણ મનુભાઈ બહુ ઉધારી કરવા માંગતા ન હતા વળી માથે બોજો થઈ જાય તો એટલે મનુભાઈ થોડી થોડી જ ખરીદી કરતાં
દરરોજ બાજુ ના ગામ એટલે સરા ગામમાં સાઈકલ લઈને દિવસ
મા ત્રણ વખત દુકાન ની ખરીદી કરવા જવાનું સાયકલ મા થેલા ટીંગાડી માલ લાવવાનો ટાઢ હોય તડકો અને વરસાદ☔ મા પણ સાઈકલ લઈને સરા ગામમાં મા માલ લેવા જવા નુ સાઈકલ પણ સારી ન હોય ખખડધજ સાઈકલ લઈને જવાનું જસુબેન દુકાને બેસે અને મનુભાઈ સરા ગામમાં માલ લેવા જાય એક તો સાઈકલ
ખખડધજ અને રસ્તા બેકાર ખાલી બેકાર જ નઈ પણ રસ્તો જ નહીં ગાડા મારગે અને કેડી મા ચાલવાનું જે માણસ મુંબઈ મા રહી
ને આવેલા હોય કાયમ ટ્રેન🚂🚋🚃🚋🚃🚋🚃 મા સફર કરેલ હોય અને હવે સાઈકલ લઈને થેલા બાંધી ને દિવસ મા ત્રણ વખત છ કીલો મીટર ના ધકકા ખાવાના રસ્તા મા વચે જંગલ આવે
ભલે બીક જેવુ કાઈ હતુ નહીં પણ તડકામાં સાઈકલ ચલાવી વજન ભરી ને બહુ આકરૂ પડી જાય પણ જયારે ભાગ્ય ખેલ ખેલે ત્યારે ભોગવવા સીવાય બીજો રસ્તો જ ન હોય .
ઘણી વખત તો મનુભાઈ જંગલમાં રાયલેતા કારણ કે જંગલ માં કોઈ હોય નહિ એટલે છાનામાંના રોઈને હળવા થઈ જાય વીચાર તો કરો જેના ભાઈઓ મુંબઈ જેવા સીટી મા રહી ને
જલસા કરતાં હોય અને નાનો ભાઈ કાળી મજૂરી કરે અને કહેવાય ભાગ્ય ના ખેલ કયારેક સાઈકલ મા પંચર પડે સાઈકલ ખરાબ થાય આમતો કયારેક નઈ પણ ઘણી વખત સાઈકલ મા પંચર તથા ખરાબ થવા ના બનાવ બને કારણ સાઈકલ ઠેકાણા વગરની હતી
એટલે આવુ બન્યા જ કરે આમનમ મનુભાઈ દુઃખ થતાં થતાં બધુ
ચલાવ્યા કરે કારણ પરીસ્થિતિ જ એવી હતી એક સાંધો ત્યા તેર
તુટે આમાં કઈ રીતે ચલાવવુ
હવે કયારેક કયારેક ગોરધનભાઈ નુ ગાડુ સરા જતુ હોય તેમા પણ માલ મંગાવતા ગાડુ તો કયારેક જ જતુ હોય સાઈકલ ના ધકકા ચાલુ રહે મનુભાઈ પાસે જાજ રૂપિયા ન હોય એટલે ગાડા મા માલ પણ સાઈકલ મા આવે એટલો જ મંગાવી સકે હવે આ બાજુ જસુબેન ની સ્થત પણ કાઈ એવી જ હતી જસુબેન ની તકલીફો આપણે આવતા એપિસોડ મા જોશુ.