પ્રેમ વચન - 3 D.H. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ વચન - 3

પ્રેમનું ત્રીજું :- " પ્રેમમાં સુંદરતાનું કોઈ સ્થાન નથી. પ્રેમ જ સુંદરતા છે. પ્રેમ માત્ર મનનો સંબંધ છે, શરીરનો નહિ."

નારાયણનું આહવાન કરતા - કરતા ઇન્દ્ર લોકમાં બૃહસ્પતિ અને ઇન્દ્ર દેવના નેતૃત્વમાં એક ખૂબ મોટા યજ્ઞનું આયોજન થતું હતુ. યજ્ઞનું કારણ હતું પૃથ્વીને અસુર હિરણ્યાક્ષ થી બચાવવી. અસુર હિરણ્યાક્ષ ખૂબ શક્તિશાળી હતો. હિરણ્યાક્ષે પોતાની શક્તિથી પૃથ્વીને અનેકો વખત ક્ષતિ પહોંચાડી છે. બધા દેવતાઓ હિરણ્યાક્ષથી પરાજિત થય ગયા. ત્યારે ઇન્દ્રદેવ નારાયણના આહવાન માટે યજ્ઞ કરે છે. ત્યારે માં લક્ષ્મી ઇન્દ્રદેવ સામે પ્રકટ થાય છે અને કહે છે કે, પૃથ્વી લોકની રક્ષા હેતુ અને જગત માતા હોવાથી હું ભૂ-દેવીના રૂપમાં પૃથ્વી પર અવતરિત થઈશ. માં લક્ષ્મી જાણતા હતા કે આ કાર્ય માટે એને નારાયણ થી યુગો યુગો સુધી દૂર રહેવું પડશે. પણ વિરહ એ પ્રેમનો એક પડાવ છે. એ પડાવ જો પાર થય જાય તો બે પ્રેમીઓ વચ્ચેનો પ્રેમ ખૂબ વધે છે. માં લક્ષ્મી ભૂ-દેવીના રૂપમાં પૃથ્વી પર આવે છે અને પૃથ્વીની રક્ષા કરે છે. તેનાથી હિરણ્યાક્ષ ખૂબ ક્રોધિત થાય છે.
એક બાજુ માં લક્ષ્મી ધરતીની રક્ષા કરે છે, અને બીજી બાજુ નારાયણ માં લક્ષ્મીની પ્રતીક્ષા કરે છે. હિરણ્યાક્ષ ખૂબ ક્રોધિત હતો. તેણે બ્રહ્મ દેવ પાસેથી વર મેળવવા માટે કઠોર તપસ્યા કરી. અને વર માગ્યું કે મને કોઈપણ દેવિ-દેવતા, મનુષ્ય કે પ્રાણી મારી ના શકે. હિરણ્યાક્ષ એક પછી એક પ્રાણીના નામ બોલતો ગયો. બધાજ પ્રાણીના નામ લીધા, માત્ર વરાહ (ડુક્કર)નું નામ લેતા ભૂલી ગયો. હિરણ્યાક્ષ બ્રહ્માંડનો શક્તિશાળી અસુર બની ગયો હતો. જેને કોઈ પણ હરાવી ના શકે. હિરણ્યાક્ષ પૃથ્વીનો વિનાશ કરવા માટે આવે છે. ભૂ-દેવી ચિંતામાં આવી જાય છે. ભૂ-દેવી સંકટમાં છે તો નારાયણ કઈ રીતે શાંતિથી બેસી શકે. ત્યારે નારાયણ પોતાના ત્રીજા અવતાર એટલે કે વરાહ અવતાર ના રૂપમાં પૃથ્વીની રક્ષા કરવા આવે છે. નારાયણ નો વરાહ અવતાર અને હિરણ્યાક્ષ બંને વચ્ચે વર્ષો સુધી યુદ્ધ ચાલે છે. અંતમાં હિરણ્યાક્ષનો અંત થાય છે. અને વરાહ અવતાર નારાયણ અને ભૂ-દેવી રૂપ માં લક્ષ્મીએ બધા દેવોની સાક્ષીમાં વિવાહ કર્યા.
હવે આ પરથી આપણને સાર શું મળે છે ? વિચારો કે હિરણ્યાક્ષ એ સંપૂર્ણ સૃષ્ટિ ના એક-એક જીવનું નામ લીધું માત્ર વરાહનું નામ લેતા ભૂલી ગયો. કારણ કે, તે વરાહને એક તુચ્છ પ્રાણી સમજતો રહ્યો. એણે વરાહ ની સુંદરતા ક્યારેય જોઈ જ નહિ, વરાહ ની શક્તિને ઓળખી જ ના શક્યો. દૃષ્ટિકોણ બદલીને જુઓ તો વરાહ પણ સુંદર છે, એ પણ શક્તિશાળી છે. એક દૃષ્ટિકોણથી જોઇએ તો આ સંસારનો પ્રત્યેક જીવ, પ્રત્યેક રચના સુંદર છે. જો મનની આંખોથી જુઓ તો. એજ આ સ્ટોરીનો સાર છે. પ્રેમનું ત્રીજું વચન એજ છે કે હંમેશા પ્રેમીના મનની શુદ્ધતા જુઓ, એના મનની સુંદરતા, એના મનની પવિત્રતા જુઓ. શરીરની સુંદરતા તો સમય જતાં જતી રહેશે. પણ મનની સુંદરતા અનંત સુધી એજ રહેશે. એટલા માટે જ વ્યક્તિના મનથી પ્રેમ કરો, તનથી નય.

🙏....રાધે....રાધે....🙏

આ બ્રહ્માંડ નો આધાર છે વેદોનું જ્ઞાન. જે જીવનની સુંદરતાનું પ્રતીક છે જેને આપણે ઈશ્વર કહીએ છીએ, પરમેશ્વર કહીએ છીએ. જેનું કોઈ રૂપ નથી. છતાં પણ આપણે ઈશ્વરને સુંદર કહીએ છીએ. કારણ કે તેનું પરમ હૃદય સુંદર છે. એનો અર્થ એવો થયો કે મનની સુંદરતા જ સર્વ પ્રધાન છે, શુદ્ધ છે, એજ સત્ય છે, એજ શિવ છે, એજ સુંદર છે. મનની સુંદરતા અને જ્ઞાનની સુંદરતા જ બધાથી વધુ મહત્વપૂર્ણ છે. આ શરીર તો નસ્વર છે. " પ્રેમમાં સુંદરતાનું કોઈ સ્થાન નથી હોતું, પ્રેમ જ સુંદર હોય છે." તો આ થયું પ્રેમનું ત્રીજું વચન કે વ્યક્તિના મનથી પ્રેમ કરો તનથી નય.

" ભૌતિક સુંદરતા છોડો અને આધ્યાત્મિક સુંદરતા અપનાવો."
🙏....રાધે....રાધે....🙏