Prem Vachan - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વચન - 5

"નારાયણનો પાંચમો અવતાર અને પ્રેમનું પાંચમું વચન."

એક સમય એવો હતો, કે જ્યારે આ પૃથ્વી પર અત્યંત શક્તિશાળી અસુર રાજ બલિરાજા રાજ કરતો હતો. સંસારમાં શક્તિશાળી રાજા અને એક સારા રાજા પણ હતા. તેમની પ્રજા પણ તેનાથી પ્રસન્ન હતી. પરંતુ માત્ર એની પત્ની જ એનાથી પ્રસન્ન ન હતી. બલિરાજા પૂછે છે, શું થયું મહારાણી? તમે આટલા દુ:ખી કેમ છો? મહારાણી કહે છે, મહારાજ તમે સંપૂર્ણ સંસારમાં સર્વ શક્તિશાળી છો, તમે પાતાળ લોક, પૃથ્વી લોક પર રાજ કરો છો. પરંતુ હું ઇચ્છું છું કે તમે સમસ્ત બ્રહ્માંડમાં રાજ કરો. અસુરો માં આજ સુધી કોઈ ઇન્દ્ર બન્યું નથી. હું એવું ઇચ્છું છું કે આગલા ઇન્દ્ર તમે બનો.

મહારાજા કહે - બસ આટલી જ વાત. હું સો અશ્વમેધ યજ્ઞ કરીને ઇન્દ્રનું સ્થાન પ્રાપ્ત કરીશ. અને સંસારનો મહાન રાજા બનીશ.

તેના પછી રાજા બલીએ અસુર ગુરુ શુક્રાચાર્યના નેતૃત્વમાં અશ્વમેધ યજ્ઞ શરૂ કર્યા. ૯૯ અશ્વમેધ યજ્ઞ પુરા કર્યા અને ૧૦૦મું શરૂ કર્યું. ત્યારે ઇન્દ્રદેવ નારાયણ પાસે મદદ માટે આવે છે.
નારાયણ કહે છે કે, આ તમારી સમસ્યા છે. હું એમાં હસ્તક્ષેપ ના કરી શકું. જ્યારે સંસારની સમસ્યા હોય તો જ હું તેનું સમાધાન કરું છું.

ત્યારે મા લક્ષ્મી કહે છે કે, હે નારાયણ દેવરાજ ઇન્દ્રની સાથે તમારો આવો વ્યવહાર મને સમજમાં ન આવ્યો. તમે એક અસુરને ઇન્દ્ર બનવા દેશો. આટલું ઉંચુ પદ એક અસુરને......

હવે નારાયણ અહીંયા માં લક્ષ્મીની પરીક્ષા લેય છે. પરીક્ષા લેતા ભગવાન કહે છે કે - દેવી હું જે કરી રહ્યો છું તે ઉચિત છે. આ બ્રહ્માંડ મારું છે. હું આ બ્રહ્માંડનો સ્વામી છું. આ સંપૂર્ણ બ્રહ્માંડમાં મારાથી અધિક મહાન કોઈ નથી. જો મારું મન ના કરે ઇન્દ્રદેવ ની મદદ કરવાનું તો પછી હું શા માટે તેમની મદદ કરું.

નારાયણ અહીંયા જોવા માંગતા હતા કે માં લક્ષ્મી આ અહંકારના ભાવ પર કાઈ કહે છે કે નહિ. ત્યારે માં લક્ષ્મી કહે છે કે નારાયણ તમારા મુખ માંથી આ અહંકાર ભર્યા શબ્દ સારા લાગતા નથી. ત્યારે નારાયણ કહે છે કે બસ આ જ સાંભળવું હતું મારે તમારી પાસેથી.

પ્રેમના અથવા તો પતિ પત્નીના આ સંબંધમાં એકબીજાને કોઈ પદ પર પહોંચવાની પ્રેરણા તો જ અપાય જો એ, તે પદ માટે યોગ્ય હોય. નય કે એટલા માટે કે એ પદથી એ પોતાની મહતવાકાંક્ષા વધારે. આ વાત બલી અને તેની પત્નીને સમજાવવા નારાયણ વામન અવતાર લેય છે.

અશ્વમેધ યજ્ઞ પૂરા થયા પછી અંતમાં બ્રાહ્મણને દાન આપવાનું હોય. ત્યારે વામન અવતાર નારાયણ બલી પાસેથી ત્રણ પગ ભૂમિ માંગે છે અને એ ત્રણ પગ ભૂમિમાં પૂરું બ્રહ્માંડ લઈ લેય છે.

આ સ્ટોરી નો સાર કહો કે પ્રેમનું પાંચમું વચન :- જેવી રીતે ભગવાન શ્રી નારાયણને માં લક્ષ્મી એ તેના અહંકારના ભાવ પર સાચી દિશા બતાવી એવી જ રીતે બે પ્રેમીઓ એ હંમેશા એકબીજાના વાસ્તવિક રૂપનું ભાન કરાવવું જોઈએ. એકબીજાને મહાન બનાવવાના આ વિચારો અનુચિત છે. પોતાના વાસ્તવિક સ્વરૂપ અને મર્યાદામાં રહેવું જોઇએ. કારણ કે જ્યાં જ્યાં એકબીજાને મહાન બનાવવાના ની વાત આવે કે અહંકારનો ભાવ જાગ્રત થાય ત્યાં પ્રેમ ટકી શકતો નથી.

" બે પ્રેમીઓ એ સદૈવ માટે એકબીજાના વાસ્તવિક સ્વરૂપનું ભાન અપાવવું જોઇએ."

🙏....રાધે....રાધે....🙏

અભિમાન :-
જો કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે હું કરી શકું. તો એ એનો વિશ્વાસ છે. પણ એ એવું વિચારે છે કે હું જ કરી શકું. તો એ એનો અહંકાર છે, અભિમાન છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના સમય પ્રમાણે મૃત્યુને પ્રાપ્ત થાય છે. રૂપનો નાશ કરે છે ઘડપણ, પ્રાણનો નાશ કરે છે મૃત્યુ, ધર્મનો નાશ કરે છે આળસ, ઈર્ષા અને સંબંધનો નાશ કરે છે ક્રોધ. પરંતુ એક એવો ભાવ છે જે એકલો જ આ બધા ગુણોનો નાશ કરવામાં સક્ષમ છે. અને એ છે અભિમાન. તો અભિમાનથી હંમેશા માટે દૂર રહો......

🙏....રાધે....રાધે....🙏







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED