પ્રેમ વચન - 7 D.H. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ વચન - 7

"મનમાં પ્રેમની શક્તિ હોય તો વિશ્વ પણ જીતી શકાય." આ વાત સંસારને સમજાવવા નારાયણ અને માં લક્ષ્મી નો સાતમો અવતાર આવ્યો. શ્રી રામ અને માં સીતાના રૂપમાં.

વાત છે ત્યારની જ્યારે ગુરુ વિશ્વામિત્ર શ્રી રામ અને લક્ષ્મણને રાજા જનકની પુત્રી- માં સીતા નો સ્વયંવર જોવા માટે લઈ જાય છે. શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે મિથિલા નગરીના સુંદરવનમાં વિચરણ કરતા હતા, ત્યારે વનમાં શ્રી રામ, માં સીતાને પહેલી વાર જોય છે. પહેલીવાર જોતા જ શ્રી રામને લાગ્યું કે બ્રહ્માંડની બધી જ સુંદરતા માં સીતા મા જ છે. એ જ ક્ષણે શ્રી રામ અને માં સીતા એકબીજાના થઈ ગયા. શ્રી રામ અને માં સીતાને પહેલી જ નજરમાં એકબીજા જોડે પ્રેમ થઈ ગયો હતો. જે જન્મ જન્માંતરના પ્રેમીઓ હોય છે, તે એક જ દૃષ્ટિથી એકબીજાની આત્મામાં પ્રવેશી જાય છે. જેવી રીતે "સીતારામ, રાધાકૃષ્ણ."

ગુરુ વિશ્વામિત્ર, શ્રી રામ અને લક્ષ્મણ માં સીતાના સ્વયંવરમાં પહોંચે છે. ભગવાન શિવનું અત્યંત શક્તિશાળી ધનુષ જે ઉપાડશે અને તેની પ્રત્યંચા ચડાવશે તે માં સીતા હારે વિવાહ કરશે. એવી પ્રત્યોગીતા હતી. ઘણા બધા મહાન રાજાઓ આવ્યા પરંતુ કોઈથી પણ ધનુષ ઉપડ્યું નહીં. રાજા જનક ચિંતામાં આવી ગયા કે, આ સંસારમાં કોઈ એવું નથી જે આ ધનુષ ઉપાડીને મારી પુત્રી સાથે વિવાહ કરે. ત્યારે પરમ શિવ-ભક્ત રાવણ આવે છે અને કહે છે કે હું ઉપાડીશ આ ધનુષ. પરંતુ તેનાથી પણ ધનુષ ઉપડતું નથી. અંતમાં ગુરુ વિશ્વામિત્ર ના આદેશથી શ્રી રામ ધનુષ ઉપાડવા માટે આવે છે. રામ ધનુષ ઉપાડે છે, અને પ્રત્યંચા ચડાવતી વખતે ધનુષ તૂટી જાય છે.

ભગવાન શિવનું ધનુષ, ભગવાન શિવ નો પરમ ભક્ત રાવણ જ ન ઉપાડી શક્યો. તે શ્રી રામે કઈ રીતે તેને ઉપાડ્યું હશે. કારણ છે- "પ્રેમની શક્તિ." ભગવાન શ્રીરામના મનમાં પ્રેમની શક્તિ હતી, જ્યારે રાવણના મનમાં અહંકાર હતો. આ પ્રકારે ભગવાન શ્રી રામ પ્રત્યોગીતા જીતે છે અને માં સીતા જોડે તેના વિવાહ થાય છે.

શ્રીરામનું રાજ્ય અભિષેક થવાનું જ હતું ત્યાં માતા કૈકયી રાજા દશરથ પાસેથી બે વચન માંગ્યા :- ૧) રામને ચૌદ વર્ષનો વનવાસ, ૨) ભરતને અયોધ્યાનો રાજા બનાવવો. પિતાના વચનનું પાલન કરવું એ શ્રી રામનો ધર્મ હતો. रघुकुल रीत सदा चली आई प्राण जाए पर वचन न जाए। આ એક વાક્યનું પાલન કરતા શ્રી રામ કાઈ પણ બોલ્યા વગર ચૌદ વર્ષના વનવાસ જવા માટે નીકળે છે. માં સીતા પણ તેની જોડે જાય છે. શ્રી રામ કહે છે, હે સીતે તમે ક્યાં ચાલ્યા? માં સીતા કહે છે, જ્યાં શ્રીરામ ત્યાં જ એની સીતા. શ્રી રામ, માં સીતા અને લક્ષ્મણ વનવાસ જવા માટે નીકળે છે. વનવાસના ૧૩ વર્ષ વીતી ગયા. માત્ર એક વર્ષ બાકી હતું.

એક દિવસ રાવણની બહેન શૂર્પણખા વનમાં શ્રીરામને જુએ છે. પોતાનું રાક્ષસી રૂપ બદલી, એક ત્રિલોકસુંદરીનું રૂપ ધારણ કરે છે અને શ્રી રામની સામે જાય છે. શ્રી રામને કહે છે કે મારે તમારી હારે વિવાહ કરવા છે. રામ કહે - હે દેવી મારા વિવાહ થઈ ગયા છે. સીતા મારી પત્ની છે. શૂર્પણખા કહે કે તમે વિવાહિક છો તો તમારા ભાઈને કહો મારી હારે વિવાહ કરે. લક્ષ્મણ તેને ના પાડે છે. ત્યારે શૂર્પણખા ખૂબ ક્રોધિત થાય છે અને પોતાના રાક્ષસી રૂપમાં આવે છે. તે જોઈ લક્ષ્મણ તેની તરફ બાણ ચલાવે છે અને તેનું નાક કાપી નાખે છે. ક્રોધિત થયેલી શૂર્પણખા રાવણને બધું કહે છે. રાવણ આ સાંભળીને ખૂબ ક્રોધિત થયો. પ્રતિશોધ લેવા હેતુ તે એક ચાલ ચાલે છે. રાવણના આદેશ મુજબ મારીશ નામનો રાક્ષસ એક સોનેરી હરણનું રૂપ ધારણ કરી આવે છે. માં સીતા તે હરણ જોઈને તેના તરફ આકર્ષાય છે અને શ્રી રામને કહે છે કે એ હરણ મારે જોઈએ છે. શ્રી રામ હરણને પકડવા માટે જાય છે. શ્રી રામને થોડો સમય લાગતા માં સીતા લક્ષ્મણને કહે છે કે રામ હજુ આવ્યા કેમ નથી. લક્ષ્મણ તમે જાવ અને રામને શોધી આવો. લક્ષ્મણ જાય છે, ત્યારે રાવણ બ્રાહ્મણ નું રૂપ ધારણ કરી ભિક્ષા માંગવા આવે છે અને સીતાહરણ કરે છે.

શ્રી રામ માં સીતાના વિયોગમાં ખૂબ દુઃખી થાય છે. દરેક ક્ષણ માત્ર માં સીતાને શોધવામાં કાઢે છે. શ્રીરામ અને લક્ષ્મણ વનમાં માં સીતાની ખોજમાં ભટકતા હતા. ત્યાં તેને હનુમાન મળ્યાં. હનુમાન ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ ને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. હનુમાન ભગવાન શ્રી રામને વચન આપે છે કે, તે માં સીતાને શોધી કાઢશે. હનુમાન સીતાને શોધવા માટે નીકળે છે. હનુમાન માં સીતાને શોધી લેય છે. હનુમાન શ્રી રામને કહે છે કે, માં સીતા રાવણની લંકામાં છે. ત્યાર પછી શ્રી રામ, લક્ષ્મણ, હનુમાન અને વાનર સેના મળીને અસંભવ કાર્યને સંભવ કરે છે. એટલે કે સમુદ્રમાં સેતુ બાંધે છે. જેને આપણે રામસેતુ કહીએ છીએ. રાવણનો અંત કરી ભગવાન શ્રી રામ માં સીતાને છોડાવે છે. સીતારામનું પુન: પ્રેમ મિલન થાય છે.

હવે આ સ્ટોરી પરથી આપણને શું શીખવા મળે છે / પ્રેમનું સાતમું વચન :- "સમય આવે ત્યારે પોતાના પ્રેમી માટે કાંઈ પણ કરવું પડે તો કરો."

જો રાવણ, રામની પ્રેમિકા રુપી સીતાનું અપહરણ કરે તો એણે રામ બનીને સમસ્ત સંસારમાં તેને શોધવું પડે તો શોધો. જો જરૂર પડે તો સમુદ્રમાં સેતુ બાંધવા જેવું અસંભવ કાર્ય કરવું પડે તો કરો, અને અત્યંત શક્તિશાળી રાવણનો અંત કરવાનો સાહસ રાખો.

"પ્રેમમાં કોઈ વિયોગ નથી હોતો, પ્રેમ જ અંતિમ યોગ ,છે પ્રેમ જ અંતિમ મિલન છે."

🙏....રાધે....રાધે....🙏