હવે પ્રભાવતી જસુબેન ઉપર ત્રાસ આપવા નુ ચાલુ કરે છે ખુબ જ કામ મા ઢસરડો કરાવે છે બપોરે બે ઘડી જસુબેન આરામ કરવા રૂમમાં જાય તો પંખા બંધ કરી નાખે છે દીકરા ને દુધમાં પાણી નાખી દે છે છતાં દુધ પુરૂ ન આપવું જસુબેન ને વધયુ ઘટયું જમવાનું આપવું ક્યારેક જમવાનું વધ્યું ન હોય તો ભૂખ્યા રહેવા નુ પણ થાય છે છતાં કામવાળી બાઈ કરતાં વધુ ત્રાસ આપે છે આમાં
જસુબેન ને કેમ દિવસો પસાર કરવા ઇતો જસુબેન નુ મન જાણે છે
મનુભાઈ થાકયા પાકયા મોડા ઘરે પાછા આવે ત્યારે કેમ ફરીયાદ કરવી પણ છતાં ન રહેવાતા વાત કરે છે પણ રસ્તો તો કાંઈ છે જ
નહીં કરવું છું જેમ તેમ કરીને દિવસો પસાર કરે છે એક દિવસ જસુબેન ને જમવાનું ન મળતા અને સવારનો નાસ્તો પણ ન મળ્યો હોય જસુબેન ને તાવ આવી જાય છે અને ચકકર આવે છે ને પડી જાય છે બરાબર ત્યારે જ લક્ષ્મી દાસ ઘરે પાછા આવે છે ને જસુબેન ને ડોક્ટર પાસે લઈ જાય છે અને ડોક્ટર કહે છે કે આ બેન આખો દિવસ થી કાઈ જમ્યા નહોય એટલે આવુ થયુ છે અને
પછી ડોક્ટર દવા💊💉 ઈજેકસન આપી દેછે કહે છે કે આરામ કરો સારૂ થઈ જશે
આમ દવા લેવડાવી લક્ષ્મી દાસ જસુબેન ને બહાર હોટલમાં જમાડે છે અને ઘરે પાછા આવે છે જસુબેન ને લક્ષ્મી દાસ ને ફરીયાદ કરી હોય લક્ષ્મી દાસ બધાને ખોટું ખોટું ખીજાય છે અને જસુબેન ને આરામ કરવા નુ કહે છે રાત્રે મનુભાઈ ને પણ થાય છે પણ ભાભી આગળ બોલવા નો મતલબ ન હોય ચુપ રહે છે અને સુઈ જાય છે કારણ કે સવારે દુકાને જવુ રાત્રે મોડા આવી ને સુઈ જવું આજ મનુભાઈ નું રૂટીન હોય છે બે વરસ થવા છતાં મનુભાઈ એ મુંબઈ ની એક બજારમાં પણ આંટો મારવા નો પણ સમય કોઈ દિવસ મળ્યો નથી હોતો ઈ બધા જલસા કરે મનુભાઈ અને જસુબેન ને કામ કરવા જયારે સગો ભાઇ જ વેરી હોય કોને કહે વાનુ અને બીજા દિવસે સવારે પાંચ વાગે બધા દુકાને જતા તરત જ પ્રભાવતી જસુબેન ને ઉઠાડે છે અને કહે છે કે કામ કરવા મંડો આ કામ કોણ તારો બાપ કરછે અને કાલ ની જેમ ચકકર બકકર ના નાટક ન કરતી હે ભગવાન આવા દુખ ભગવાન કોઈ ને ન આપે અને જસુબેન ઉઠી ને ઘરના કામ કરવા માંડે છે હજી જસુબેન ની તબીયત ઠીક ન હોય ખૂબ જ તકલીફ પડે છે પણ કહેવુ કોને કારણ કે કોઇ સાંભળવાળુ કોઈ છેજ નહિ
આમને આમ સમય પસાર થતો હોય છે અને એક વાર રાત્રે
જસુબેન નો દીકરો બહુજ રોતો હોય છે અને પ્રભાવતી દીકરા ને મારતી હોય છે અને મનુભાઈ વહેલા આવી જાય છે (વહેલા એટલે રાત્રે બાર વાગે) અને પ્રભાવતી ને બે વેણ કહેવાઈ જાય છે
અને પ્રભાવતી નાટકીય રીતે રોવા મંડે છે અને મનુભાઈ જમવા બેશેછે હજી જમવા નુ પુરૂ કરે છે ત્યાંજ લક્ષ્મી દાસ અને બંને દીકરાઓ પણ આવી જાય છે અને પ્રભાવતી વધારે રોવા ધોવા નું ચાલુ કરી દેછે પ્રભાવતી નુ નાટક મનુભાઈ સમજી જાય છે કારણ કે આજે નજરે તેના નાટકો જોઈ ને બેઠા હોય છતાં પણ મનુભાઈ
લક્ષ્મી દાસ ને સમજાવાનો પ્રયત્ન કરે છે પણ પ્રભાવતી વધારે નાટક કરવા માંડે છે ને બોલવા મંડે છે ને કહે છે કે એક તો હું તમને
ત્રણેય જણા ને મારા ઘરમાં રાખું છું અને મારા સામે બકવાસ કરો છો ત્યારે મનુભાઈ કહે છે કે તમારૂ ઘર સેનુ ઘર તો બાપુજી એ લીધેલુ છે ત્યારે પ્રભાવતી મગજ ગુમાવી દેશે અને બાપુજી પાસે લખાવેલ દસ્તાવેજો બતાવી કહે છે કે આ બધી મીલકત અમારી જ છે તમારૂ કાઈજ નથી અને ઉગ્ર બોલાચાલી થાય છે પણ લક્ષ્મી દાસ કાઈજ નથી બોલતા ત્યારે મનુભાઈ કહે છે કે મોટા તુ કેમ કાઈ બોલતો નથી ત્યારે લક્ષ્મી દાસ કહે છે કે બાપુજી એ બધુ અમારા નામનુ કરી આપેલ છે તમે ખાલી મહેમાન બનીને રહો ત્યારે મનુભાઈ કહે છે કે મહેમાને ઘરમાં ભાભી ત્રાસ આપે છે આમાં મહેમાન કેમ રહે મનુભાઈ આવુ બોલતા પ્રભાવતી પાછી મગજ ગુમાવતા કહે છે કે હવે તમે લોકો અત્યારે જ મારા ઘરમાં થી નીકળી જાવ હવે હું એક કલાક પણ નઈ રાખુ અત્યારે જ નીકળી જાવ મારા ઘરમાં થી
અને જસુબેન ઘરમાં કપડાં ની બેગ લેવા જાય છે તો પ્રભાવતી બેગ પડાવી લે છે સાથે સાથે જસુબેન ના દાગીના પણ ઉતારી લેછે અને કહે છે કે આ તારા દીકરા ની સારવાર નો ખર્ચો કર્યો તેના બદલે અને જસુબેન અને મનુભાઈ ને ધકકા મારી ને પહેરેલા કપડે બહાર કાઢી મૂકે છે અને દરવાજો બંધ કરી દેછે ત્યારે રાત્રિ ના બે વાગ્યહોય છે જાએ તો કહા જાય તેવો ઘાટ થયો
હવે મનુભાઈ અને જસુબેન બહાર બેઠા બેઠા ખૂબ જ રડે છે અને દરવાજો ખખડાવે છે પરંતુ ભેડીયાઓ દરવાજો ખોલતા નથી આખરે બનેં જણા થાકી ને પ્રફુલ્લ ના ઘરે જવાનો નિર્ણય કરે છે