સાથ નિભાના સાથિયા - 3 Hemakshi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાથ નિભાના સાથિયા - 3

ધારાવાહિક સાથ નિભાના સાથિયા-
“હા બેટા આજે જ રાતના જમવામાં તને અને તેજલ મળાવીશ પણ હમણાં તારી કાકીને હમણાં કાંઈ ન કહેતી. પહેલા તું એની સાથે થોડા દિવસ વાત કરી લેજે. તમે એક બીજાને જાણી લો. તને પણ તેજલ ગમવો જોઈએ. પછી જ બધી વાત. એમ પણ તારું ચિત્રકાર બનવાનું સપનું પૂરું ન થાય ત્યાં સુધી તો હું લગ્નની વાત પણ નહીં કરું.”
“હા માસી તમારી બધી વાત સાચી છે પણ આ બધું હું એકલી નહીં કરી શકું મને તમારો સહકાર જોઈશે. મારા કાકી મને શાંતિથી જીવવા નહીં દે. મેં હમણાં જોયું જોવો એમનો ફોન પણ આવ્યો છે મારે નથી કરવું નહીં તો મને ઘરે આવવાનું કહેશે.”
“હા પણ રાતના ઘરે જઈશ તયારે શું જવાબ આપીશ?”
“એ મને પણ નથી ખબર તયારે જોઈ લઈશ. હવે તમે મને હિમ્મત આપી છે એટલે હું ડરીશ નહીં.”
“બહુ સરસ હવે ચાલ તારું ચિત્ર જોઈ દઉં. તેજલ આવે ત્યાં સુધી તું આગળ કામ કરી શકે પછી બધા સાથે જમીશું.”
“હા ચાલો બરાબર અને સાચું કહેજો મને ખરાબ નહીં લાગે હજી તો આ શરૂઆત છે.”
“હા હા એમ જ કરીશ હું બધું સાચું જ કહીશ.”
“ચિત્ર સારું છે પણ હજી સારું કરી શકીશ. ધીરે ધીરે તારું હાથ બેસી જશે.”
“હા એ વાત એકદમ બરાબર.”
“હવે તું રંગ પૂરીને દેજે. જેટલું આજે થાય બાકી કાલે કરજે.બધો સામાન અહીંયા જ સંભાળીને રાખજે.”
“હા હા જરૂર.”
“ હવે એને ચિત્ર પર રંગ પૂર્વાનું ચાલુ કરી દીધું ત્યાં થોડીવારમાં જમવાનું સમય થઇ ગયું એટલે રીનાબેનને કહ્યું, “તારી એક પણ ચીજ ન દેખાય એવી રીતે રાખી દેજે તારા કાકી ક્યારે પણ આવી શકે છે એટલે આપણે સાવચેત રહેવું પડે. તારી મહેનત ફોકટ ન જવી જોઈએ.”
“હા એ તો મને યાદ જ ન આવ્યું સારું થયું તમે કહી દીધું.”
બધા સાથે જમવા બેઠા હોય છે અને રીનાબેન તેજલને ગોપીની બાજુમાં બેસાડે છે ત્યાં દરવાજીની ઘંટડી વાગી અને રીનાબેન જુવે છે કે ગોપીના કાકી હોય છે પણ કાંઈ કરી નથી શકતા. કાકી અંદર આવીને ગોપીને ખેંચીને ઘરે લઇ જવા માંગતા હતા ત્યારે ગોપી બોલે છે “કાકી આવું વર્તન બીજાના ઘરે ન કરો. હું તો એમના સાથે જમીને આવીશ. હું તમને શાંતિથી જ કહું છું. અગર તમે ફરી આવું કર્યું છે તો મને કાંઈક કરવું પડશે. મેં બહુ વરસ તમારું ત્રાસ સહન કર્યો હવે નહીં કરું. એમપણ આખી સોસાયટીને તમારી હકીકત ખબર છે.”
“કાકી કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા જાય છે.”
“માસી હું ફટાફટ જમીને જાઉં આપણે કાલે મળીયે ફરી કાકી કાકને ચડાવીને કાંઈ હંગામો ન કરે.”
“હા હા બેટા વાંધો નહીં. તું જમીને જા. તેજલને બીજી વાર ક્યારે મળાવીશ.”
“હા ચાલશે હવે હું જાઉં છું. હું કાલે સવારે જલ્દી આવી જઈશ. તમને વાંધો ન હોય તો તયારે તેજલને પણ મળી લઈશ.”
“ઠીક છે એક મિનિટ તેજલને પૂછી લઉં?”
“તેજલ તને કાલે વહેલું નથી જવાનું ને?”
“ના મુમ્મી કાલે મને બપોરે જવાનું છે.”
“હા માસી મેં સાંભળી લીધું કાલે સવારે મળીયે.”
“ભલે બેટા સંભાળજે.”
“માસી તમારા આશીર્વાદ મારી સાથે છે પછી મને શેની ચિંતા?”
“ઓહ એટલું બધું મને માને છે.”
“હા માસી બહુ જ.”
“ઓહ કાકી ન બોલે તો કાંઈ બોલતી નહીં અને ફ્રેશ થઈને સુઈ જજે.”
“ભલે માસી નહીં બોલું.”
ત્યાર પછી ગોપી જાય છે.
રીનાબેન તેજલને કહે છે, “તું ગોપીને બરાબર મળી ન શક્યો એટલે તું સવારે જલ્દી તૈયાર થઇ જજે. ગોપી આવશે ત્યારે તમે એક બીજા સાથે વાતો કરી લેજો.”
“હા પણ મમ્મી તું કરવા શું માંગે છે?”
“એ તો તને સમજાઈ ગયું જ હશે?”
“હા પણ મમ્મી મારે હમણાં લગ્ન નથી કરવા.”
“તારે હમણાં લગ્ન કરવાના નથી. તને માત્ર એને મળવાનું છે. તમારા વિચારો મળે તો જ આપણે લગ્ન કરીશું. એમપણ એનું ચિત્રકાર બનવાની અભિલાષા પુરી થાય પછી જ તમારા લગ્ન થઇ શકશે.”
“ઠીક મમ્મી હું કાલે એને મળી લઈશ.”
“સરસ થોડા દિવસ તું એની સાથે સમય પસાર કરીશ અને વાતો કરીશ તો તને અચૂક ગમશે.”
“પહેલા કાલે તો મળવા દે પછી આગળ જોઈશું પણ એની ચિત્રકાર બનવાની અભિલાષામાં હું પણ તારી સાથે છું.”
“ઠીક સરસ. હું આ બધું તમારા માટે કરું છું. તે એના કાકીના ઘરે ખુબ દુઃખી છે અને તને સારી છોકરી મળી જાય અને મને વહુ. બાકી ભગવાનની ઈચ્છા.”
“ઓહ તે દુઃખી છે એ મને ખબર નથી. એ મને કહેવું ન હતું નહીં તો તું હમદર્દી બતાવીશ એ મને નથી જોઈતું પણ વાતોવાતાેમાં બોલાઈ ગયું.”
“ના મમ્મી ચિંતા ન કર. એવું કાંઈ નહીં થાય. હું એને ખબર નહીં પડવા દઉં.”
“સરસ જો એની સાથે સારી રીતે વાત કરજે.”
“હા મમ્મી અમે જોઈ લેશું. હવે તો ફિકર ન કર અને શાંતિથી સુઈ જા.”
“મને નિરાંતે ઉંધ તયારે જ આવશે જયારે એના જીવનમાં ખુશીઓ આવશે.”
“મમ્મી આટલું બધું ન વિચાર અને સુઈ જા એમપણ તે સવારે આવવાની છે અને તને જોઈએ ત્યાં સુધી એને રોજ બોલાવજે પણ તમે સુઈ જાવો.”
“ઠીક હવે તું પણ સુઈ જજે.”
“મમ્મી સવારે મારી પાસે સમય છેય હું એને જોઈએ એટલી વાર મળી લઈશ બસ હવે હું સુઈ જાઉં છું.”
“હા બેટા સરસ.”
“તે બાજુ ગોપી બીજી ચાવીથી ઘર ખોલીને ઘરે આવે છે ત્યાં સુધી લીલાબેન સુઈ જાય છે એટલે એને શાંતિ થાય છે.”
તે ફ્રેશ થઈને આવે છે અને વિચારે છે સવારે કાકી જાગે એ પહેલા મને તૈયાર થઈને જવું પડશે નહીં તો મને જવા નહીં દે તો મુસીબત થઇ જશે. અગર એવું કાંઈ થાય તો મારે એનો રસ્તો કાઢવો પડશે એમ વિચારતા સુઈ જાય છે.
“હવે સવાર થઇ ગોપી જાગી જાય છે પણ કાકી જાગ્યા ના હતા એટલે તે તૈયાર થઈને ચા નાસ્તો કરીને જાય છે તો કાકી સૂતા હતા એટલે તે ધીમેથી દરવાજો ખોલીને જતી હોય છે ત્યારે કાકી તેને જોઈ જાય છે અને જલ્દી ઉભા થાય છે પણ ત્યાં સુધી તે દરવાજો બંધ કરીને રીનાબેનના ઘરે ચાલી જાય છે.”
“રીના બેન કહે છે આવ આવ હું તારી જ વાટ જોતી હતી.”
“ઓહ કાકી કેમ શું થયું?”
“તારા કાકી જે રીતે કાલે વર્ત્યા તારા પર ગુસ્સે નથી થયા ને એ પૂછવું હતું?”
“ઓહો એ તમને ફોન કરી લેવું હતું ને?”
"મારી પાસે તારો નંબર ન હતાે." "હા કાકી હું આપતા ભૂલી ગઈ છું. હમણાં આપી દઉં આ લો મારા નંબર.”
“માસી ચિંતા ન કરો. હું ઘરે પહોંચી ત્યાં સુધી કાકી સુઈ ગયા હતા એટલે વાંધો ન આવ્યો અને હમણાં કાકી જાગે એ પહેલા તૈયાર થઈને તમારા ઘરે આવી ગઈ એટલે કાકીનો સામનો કરવો ન પડયો.”
“બહુ સરસ તારું કામ પૂરું થાય ત્યાં સુધી થોડા દિવસ આમ જ કરજે.તું બેસ હમણાં તેજલ આવશે તમે થોડીવાર વાતો કરો પછી કામ શરુ કરજે.”
“ઠીક માસી.”
શું ગોપી આજે તેજલ સાથે વાત કરવામાં સફળ રહશે? એ માટે આગળનું ભાગ વાંચતા રહો.
ક્રમશ: