તું અને તારી વાતો..!! - 20 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું અને તારી વાતો..!! - 20

પ્રકરણ 20 તું મારી સરપ્રાઇઝ...!!

"Surprise...? અને કયો Friend...?"

સવિતાબેનનો એ પ્રશ્ન સાંભળી રશ્મિકા વિચારો સાથે મંદ મંદ હસતી હતી.....રશ્મિકાને જોઈ સવિતાબેન હળવેકથી માથામાં ટપલી મારે છે...

"રશું ....બેટા...તને આની પહેલા આટલી બધી ખુશ ક્યારેય નથી જોઈ ..!!!"

"Hmmm"

"શું Hmmm...!!?? ગાંડી જો જે હો..... કંઈ છે તો નહી ને...!!!"

" ના મમ્મી..... શું તું પણ.... જૂની Friend મળવા આવે છે..."

"Hmmm સાચવજે..."

આમ..... વાતોમાં ને વાતોમાં હસી મજાક સાથે બધાં નાસ્તો કરી રહ્યા છે.... હર્ષદભાઈ ઑફિસ માટે પહેલાં જ નીકળી જાય છે... રશ્મિકા નાસ્તો કરી સ્વીતાબેનને રસોડામાં મદદ કરે છે, રોહન પણ એના રૂમમાં જઈને મોબાઈલમાં Automobile ના વિડિઓ જુએ છે.

થોડીવારમાં રશ્મિકાના ફોનની રિંગ રણકી ઉઠે છે અને રશ્મિકા ફોન રિસીવ કરે છે.

"હલ્લો"

"હા...બેટા.... તું ક્યારે આવે છે..!??"

"કેમ પપ્પા..??"

"બેટા આવે ત્યારે મારા કબાટમાંથી ફાઈલ લઈને આવજે ને..!!"

"હા... પપ્પા..."

"પણ...બેટા... તું આવવાની કઈ રીતે...!!? હું તો અગાઉ આવી ગયો છું... અને બીજી ગાડી સર્વિસમાં ગઈ છે.."

"Hmmm... એ પણ છે.. પણ"

"હા...બેટા....wait.... હું વિજયને ફોન કરી જોઉં..... આમ પણ આજે તેને late થઈ ગયું છે તો આવે ત્યારે તને લઈને આવે એમ..."

"Okey પપ્પા.."

"Okey બેટા... ફોન મુકું છું જય શ્રી કૃષ્ણ.."

"હા જય શ્રી કૃષ્ણ પપ્પા..."

રશ્મિકા શરમાળ હાસ્ય સાથે પોતાના રૂમમાં તૈયાર થવા જતી રહે છે, પરંતુ સવિતાબેન પણ રશ્મિકાના આવા બદલાવથી અજાણ નહોતા...

થોડીક્ષણ પછી રશ્મિકા તૈયાર થઈને ટેરેસ પર જતી રહી છે. તેના ચહેરા પર આજે કંઇક અલગ જ ખુશી દેખાતી હતી.... પણ એનું હૃદય વિજયની રાહમાં જ ધબકતું હતું... રશ્મિકા વિજયના વિચારો સાથે જ રાહોને પોતાના શબ્દોમાં ગૂંથવા લાગે છે...


"ખબર નથી આ
કેવી અનુભૂતિઓ સારી,
સાથે અનોખી એવી
ખુશીઓ અઢળક આવી,
બસ આમ જ
અકળાતી હું રાહ જોતી તારી..!"


એટલામાં જ રશ્મિકા ની નજર દૂરથી આવતા વિજય પર પડે છે... અને રશ્મિકા ઝડપથી દોડતી દોડતી પોતાના રૂમમાં આવે છે પોતાનું પર્સ લઈને ઝડપથી નીચે આવે છે અને બહાર જતી જતી બૂમ પાડે છે

"મમ્મી.. જયશ્રી કૃષ્ણ... હું જાઉં છું... મમ્મી.."

અંદરથી સવિતાબેન નો અવાજ સંભળાય છે

" હા બેટા... જય શ્રીકૃષ્ણ ...પણ શાંતિથી બેટા...."

"હા ...મમ્મી .."

બોલતી બોલતી રશ્મિકા બહાર નીકળી જાય છે પણ આ વખતે એના ચહેરા પર સરપ્રાઇઝ આપવાની ઉત્સુકતા કંઈક અલગ જ અને અનોખી હતી.

એટલામાં વિજય પણ ત્યાં આવી પહોંચ્યા છે વિજય પોતાની બાઇક રશ્મિકાના ઘરની બહાર ઉભી રાખે છે અને હોર્ન મારવા જાય છે ત્યાં જ રશ્મિકા ત્યાં પહોંચી જાય છે .....અને એ નખરાળી શાયરી ના શબ્દો ગુંજી ઊઠે છે...

"ઓ....જનાબ , હાજીર હૈ હમ..."

" અરે ,વાહ ...વાંદરી... આજે ટાઈમ પર આવી..!"

" શું કરુ ?!....ટાઈમનું બીજું નામ વિજય છે ને....!!"

"હા... હો.... વાંદરી, ચાલ બેસ... હવે.."

" જો હુકુમ મેરે આકા.."

"જા..ને ... વાંદરી."

વિજય હસવા લાગે છે ....એણે પહેલી વાર એ શાયરી ને આટલી ખુશ જોઈ હતી .....આખરે વિજય પણ એની ઉત્સુકતાનો અંત લાવવા માટે પ્રયત્ન કરે છે ..

"હવે તો કે' તારી સરપ્રાઈઝ શું છે?"

"ભૂત.... wait કરો ને...!"

" but વાંદરી હવે કેટલી wait કરાવીશ..."

" પાગલ... પહેલા જઈએ..???"

" હા... તો બેસને બાઇક પર......ઉભી શું છે??"

" હશે ...હો...ભૂત.."

"Hmmm.. વાંદરી.."

રશ્મિકા વિજયની પાછળ બાઇક પર બેસી જાય છે અને વિજય પણ બાઈક સ્ટાર્ટ કરે છે અને બંને ત્યાંથી નીકળી જાય છે...

"વાંદરી... પ્લીઝ સરપ્રાઈઝની wait નથી થતી.... કે' ને હવે..."

"No.."

" વાંદરી....please...."

"આપણે કોફીશોપ પર જઈએ...??"

" okay , વાંદરી..... તું કહીશ નહિ એમ ને...??! જોઈ લઈશ તને..."
બંને આમ જ આનાકાની કરતાં કરતાં કૉફીશોપ પહોંચે છે. કૉફીશોપની સામે બાઈક પાર્ક કરે છે અને રોજની જેમ બંને કૉફીશોપમાં Enter થાય છે, પણ આ વખતે એ શાયરીના મુખ પર કંઈક અલગ જ તેજસ્વીતાપણું અને ઉત્સુકતા હતી... ને સામે વિજય પણ પોતાની સરપ્રાઈઝની સરપ્રાઈઝ મેળવવા આતુર હતો...

કૉફીશોપમાં Enter થયાં પછી વિજય ટેબલ શોધે છે... પણ રશ્મિકા તેનો હાથ પકડી કૉફીશોપનાં એક કોર્નરમાં રહેલા ટેબલ પાસે લઈ જાય છે...

રશ્મિકા વિજયનો હાથ પકડી તેને ખેંચી રહી છે.... ને વિજય બસ રશ્મિકાની સામે જોઈ મંદ મંદ પ્રેમાળ રીતે હસી રહ્યો છે..... ને ખોવાઈ ગયો છે.... એ શાયરીની લાગણીઓમાં...


"હૃદયની ધડકન અને મારી છે હંમેશા તું,
મારી પહેલી અને છેલ્લી વફા છે તું,
ચાહું છું તને દરેક ક્ષણે દિવસ અને રાત
બસ ચાહત થી પણ વધારે...
ને બસ મારી આ ચાહતની રાહ
એટલે તું અને તારી વાતો....!!"


"અરે.... ઓ ભૂત..... ક્યાં ખોવાઈ ગયા... બોલો હવે... ટેબલ મળી ગયું...."

"Hmmm"

રશ્મિકા વિજયના ગાલ પર ટપલી મારીને કહે છે....

"બેસો.. હવે..."

"હા....વાંદરી.... પણ મારે છે શું કામ!!??.."

"ભૂત..... તો ક્યાં ખોવાઈ ગયા હતા...!!??"

"મારી શાયરીમાં....."

"હશે.....હો..."

"હવે તો આપ મારી સરપ્રાઈઝ...."

"પહેલા કૉફી.."

"હા..વાંદરી.."

વિજય ઉભો થઇ કાઉન્ટર પર જઈને ઓર્ડર આપે છે અને થોડીવાર માટે ત્યાં જ wait કરે છે... પણ ત્યાંથી તેની નજર એ શાયરી પરથી હટવાનું નામ જ નથી લેતી.....

રશ્મિકા પણ ત્યાં બેઠી બેઠી ક્યારેક વિજયની સામે જોતી તો ક્યારેક પોતાના પર્સને પંપાળતી....

વિજયની નજર રશ્મિકા પર હતી એવામાં કાઉન્ટર પર રહેલો વ્યક્તિ બોલે છે...

"સર... આપકો ઓર્ડર..!!"

"Yes..."

"Thank you sir..."

વિજય બે કપ કૉફી સાથે ટેબલ પાસે આવે છે.... કૉફી ટેબલ પર મૂકીને વિજય ચેર પર બેસે છે.... રશ્મિકાની સામે જોઈ સ્માઈલ આપે છે અને એક કપ રશ્મિકા પાસે મુકે છે....

"ગાંડી....હવે તો આપ સરપ્રાઈઝ..!!"

"મેં પહેલી વાર આ રીતે માણસને સરપ્રાઈઝ માંગતા જોયા છે..."

"હા..... તો....હવે તો દયા કરો....."

"હા....ભૂત..."

રશ્મિકા ખડખડાટ હસતા હસતા બોલે છે.... અને પછી પોતાના પર્સમાંથી એક યલો ગિફ્ટ-કાગળમાં પેક કરેલું લંબચોરસ પણ સહેજ પાતળું હોય તેવું ગિફ્ટ કાઢે છે અને વિજયને આપે છે.....

"Wow.....શું છે...આમાં!??"

"તમને ખબર..."

"વાંદરી..... મજા આવે છે..."

"Hmmm.."

"ખોલું આ પેકેટ....!!??"

"પેકેટ...??"

"અરે...ગાંડી... ગિફ્ટ..?."

"હા okey.."

વિજય એ ગિફ્ટ ને ખોલે છે..... જેવું ગિફ્ટ ખોલે છે.... એવી જ એના મુખ પર Smile અને આનંદ છવાઈ જાય છે.

"Wow.....રશુ.... Congratulation... For your first part of your book...."

"Thank you...પણ તમારી સરપ્રાઈઝ તો હજુ અંદર છે...."

"શું..!!??"

"જુઓ જાતે જ..."

વિજય હાથમાં રહેલી રશ્મિકાની પ્રથમ વાર્તાના પ્રથમ ભાગની પ્રિન્ટનું પ બુક કવર જુએ છે.... જેમાં રશ્મિકાના મનપસંદ એક્ટર કપલની આકર્ષક, પ્રેમાળ તસવીર... જેના ઉપર આકર્ષક ટાઈટલ :" તું અને તારી વાતો...!!" જેમાં નીચે લખ્યું હતું રશ્મિકા સિંઘાનિયા "રુહ"..

"Wow.... રશ્મિકા સિંઘાનિયા "રુહ"!!.... બહુ fine લાગે છે આ નામ..."

"Hmmm.." (પ્રેમાળ હાસ્ય સાથે)

"રશુ... તું આ surprise ના printing માટે ગઈ હતી...??"

"Hmmm.."

વિજય એ Copy ખોલે છે.... અને એના દરેક પેઈજ પર કરેલું એનિમેશન અને તેની લેમિનેટેડ પ્રિન્ટ જોઈને પ્રભાવિત થાય છે.... બુક કવર પર છપાયેલા એ કપલની વાર્તા પ્રમાણે વધતા ક્રમની ક્રિયાની તસ્વીરો એના દરેક પેઈજમાં છુપાયેલી હતી.... અને સાથે સાથે એ શાયરીના ગૂંથેલા શબ્દો શોભી રહ્યા હતા.....

"રશુ....આ જોઈને અત્યારે જ વાંચવાની ઈચ્છા થાય છે...તું વાંચીને સંભળાવને..!!"

"પાગલ... ઓફિસે પણ પહોંચવાનું છે ને...!!!"

"હા...યાર..."

"Free થયા પછી..???"

"પાગલ... આ કૉફી અહીંયા જ પડી રહેશે...બિચારી...!!"

"હા....તો પીવાની ખબર નથી પડતી...!!"

"વાહ.... ઉલટા ચોર કોટવાલ કો ડાંટે..!"

"કંઈ નહીં.... આ copy હું સાંજે ઘરે જઈને જ વાંચીશ.."

"Ok...But coffee..!!"

"હા... વાંદરી.."

બંને ખુશ મિજાજ સાથે કૉફી પીવે છે..... અને સાથે સાથે વાતો પણ Unlimited....

"રશું....મારે એક વાત કહેવી છે ..."

"hmm...બોલને ભૂત..."

"રશું....i really love you ....તું કહે એ તારા માટે કરીશ ....તને બસ આમ જ happy જોવા માંગુ છું...તું કદાચ ના માને ને તો as a friend ...પણ મને તારો સાથ જોઈએ છે..રશું...."

વિજય એકી શ્વાસે બધું બોલી જાય છે...પણ આ બોલતાં બોલતાં વિજયની આંખમાં ઝળઝળીયાં આવી જાય છે ...

રશ્મિકા આ સાંભળી નવાઈ પામે છે ...પણ કંઈક જવાબદારી અને ફરજ એને અટકાવી રહી હોય એમ શાંત જવાબ આપે છે..અને મૌન બની જાય છે..

"hmm ...ઑફિસે જઈએ ?"

"રશું ...તું મને આ વાત નો ક્યારેય reply કેમ નથી આપતી..."

ને રશ્મિકા ત્યાંથી ઉભી થઇ અને કૉફી શોપની બહાર જતી રહે છે ...


****************


રશ્મિકાએ વિજયના પ્રસ્તાવનો ઉત્તર કેમ ના આવ્યો ...?તો પછી રશ્મિકા વિજયની નજીક કેમ આવી ? શું રશ્મિકાનો ઈરાદો માત્ર સમય પસાર કરવાનો જ છે ..?કે પછી રશ્મિકાની કોઈ જવાબદારી એને અટકાવી રહી છે ...? રશ્મિકાના આવા વર્તનની વિજય પર શું અસર થશે ..?જુઓ આવતા અંકે


to be continue .....

#gohil hemali "Ruh"

@ rashu

@ ruh