સાયબર સાયકો - ભાગ 5 Khyati Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

સાયબર સાયકો - ભાગ 5

આગળના ભાગમાં આપણે જોયું કે કઈ રીતે તપન નો અંશ પરનો શક દૂર થાય છે.પરંતુ તેના ઘરે આવેલી આરવી તપન ના કોલ રિસીવ કરતી નહતી.શું થયું હશે આરવી સાથે તે વિચારીને તપન ખૂબ જ ડરી ગયેલો હતો... હવે જોઈએ આગળ

આરવી એ ફોન રીસીવ ન કરતા તપન ખૂબ જ ગભરાઈ ગયો હતો તેને તરત જ કમિશ્નર મહેતા ને ડરતા ડરતા કોલ કર્યો..પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો..હવે તપન ખૂબ જ ડરી ગયો હતો તે તરત જ આરવી ના ઘરે જવા નીકળ્યો..

આરવી ના ઘરે પહોંચતા પહોંચતા તેનાં મનમાં વિચારો નો મારો ચાલી રહ્યો હતો..તે આરવી ના ઘરે પહોંચી ને નાના છોકરાની માફક ઉપરા ઉપર બેલ વગાડે છે..

"શું છે પણ આટલી રાતે કોઈના ઘરમાં આ રીતે બેલ વગાડતી હશે?કોણ છે આવું આજે તો એની ખેર નથી..કમિશ્નર મહેતા ગુસ્સામાં બોલ્યા..

"તપન તું અત્યારે અહી?"તપન ને જોઈને તે આશ્ચર્ય સાથે બોલ્યા..

"સર આરવી.."તપન એટલું જ બોલ્યો, ત્યાં જ અંદર થી આરવી બોલી, "પપ્પા કોણ આ ડફોળ રાત ના ત્રણ વાગે બેલ વગાડે છે?"

આરવી ને જોઈને તપન ને હાશકારો થયો..

"શું ભાઈ તને આખો દિવસ એને મળવા માટે ઓછો પડે છે કે રાતે પણ તું તેને મળવા દોડ્યો આવ્યો..અને આવ્યો તો આવ્યો પણ આ કઈ રીત છે બીજાની ઊંઘ બગાડી નેં મળવા આવવું એ..અરે માણસ મળવું હોય ને તો ગમે તેવો હોનહાર પોલીસ ઓફિસર પણ ચોર પગે આવે અને જતો પણ રહે..કમિશ્નર સર હસતાં હસતા બોલ્યા..


તપન હવે ભોઠો પડ્યો હોય એવું તેને લાગ્યું.તેને આરવી અને સર ને બધી વાત કરી તો તે બંને વાત સાંભળી ને હસવા લાગ્યા..

"અરે ભગવાન તપન તું કેટલું વિચારશ.ઘરે આવીને પપ્પા મારી રાહ જોતા હતા અમારી આઈસ્ક્રીમ પાર્ટી માટે તો હું તને કોલ કરતા ભૂલી ગઈ અને મારો ફોન સાઈલન્ટ માં રહી ગયો હશે, અને એમ તારા અને પપ્પા ના શહેરમાં રહેલા ડર ને કારણે કોઈ મારો વાળ પણ વાંકો ન કરી શકે.."આરવી થોડા અભિમાન થી બોલી..

"સોરી સોરી મેં તમને લોકોને ડિસ્ટર્બ કર્યા.પરંતુ હમણાં માહોલ એવો છે થોડોક એટલે મને ડર લાગ્યો અને મે થોડું વધારે વિચારી લીધું.."તપન બોલ્યો..


"કઈ વાંધો નહિ હવે જે થયું તે હવે તારે અહી જ સૂઈ જવું છે કે ઘરે જઈને સૂવું છે?"કમિશ્નર મહેતા હસતાં હસતાં બોલ્યા..

"અરે ના ના સર હું જઉં જ છું તમે બન્ને પણ હવે સૂઈ જાવ..વન્સ અગેન સોરી સર, ગુડ નાઈટ સર,ગુડ નાઈટ આરવી..તપન આટલું બોલી પોતાના માંથા પર ટપલી મારતાં ત્યાંથી નીકળી ગયો..

કમિશ્નર મહેતા અને આરવી બન્ને હસવા લાગ્યા..

સવારે તપન ફ્રેશ થઈને નાસ્તો કરવા બેસે છે તો તેનું ધ્યાન તેના મમ્મી પર પડે છે..

"અરે મમ્મી તમને મજા નથી તો પણ તમે કેમ નાસ્તો બનાવો છો? પેલી આસ્થા શું કરે છે?"તપન બોલ્યો..

"અરે બેટા બનાવ્યો તો એને જ છે પણ તને ખબર તો છે કે એ દરેક વસ્તુના ફોટા કે વિડિયો પેલું શું કહેવાય તમારુ સોશ્યલ મીડિયા, તેમાં રાખે પછી જ બીજા કામ કરે.." તપન ના મમ્મી શાંતિથી બોલ્યા..

"હા એ સારું આખો દિવસ બસ પેલું ઈન્સ્ટા, ફેસબૂક માં જ પડ્યું રેહવાનું બીજું કંઈ કામ નથી એને.."તપન ગુસ્સે થતાં બોલ્યો..

અંદર રહેલી આસ્થા આ બધું સાંભળી ગઈ અને બહાર આવીને ગુસ્સે થતા બોલી,હા હું કરું એમાં પ્રોબ્લેમ પેલી આરવી ને તો કઈ જ કહેતા નથી."
આટલું બોલી તપન કઈ બોલે એ સાંભળ્યા વગર પોતાના રૂમમાં ચાલી ગઈ..

તપન તેના મમ્મીને હજુ કઈક કેહવા જતો હતો ત્યાં જ તેને પોલીસ સ્ટેશન થી ફોન આવે છે..

તે તરત પોલીસ સ્ટેશન જવા નીકળી જાય છે..

ત્યાં જઈને જુએ છે તો એક કપલ બેઠું હોય છે.તે સ્ત્રીના આંખોમાંથી અશ્રુધારા વહી હતી અને પેલા પુરુષ તેને સમજવાની કોશિશ કરી રહ્યા હતા..તપન ને આવતા જોઈ તે બંને તેની પાસે દોડી જાય છે..

"સર ,સર અમારી દીકરી સ્નેહા કાલ રાત થી ગાયબ છે.તે તેની મિત્રના ઘરે ગઈ હતી પાર્ટીમાં ત્યાં મોડું થઈ જાશે એવું કહીને ગઈ હતી પણ સર આ તો રાત ની સવાર થઈ હજુ સુધી તે નથી આવી.તેની ફ્રેન્ડ ને ફોન કર્યો તો તેને કહ્યું કે તે તો રાતે જ નીકળી ગઈ હતી..સર કઈક કરો પ્લીઝ.."તે બંને તપન સામે કરગરતા બોલ્યા..

"તમે મને તેના વિશે બધી માહિતી આપો,તે કોની સાથે હતી, કોના ઘરે ગઈ હતી? તેમજ તેનો એક ફોટો પણ આપજો..હું પૂરી કોશિશ કરી તેને શોધવાની.."તપન તેમને પાણીનો ગ્લાસ આપતા બોલ્યો..

તપન એ સ્નેહનો ફોટો જોયો તે જોઈને તેને લાગ્યું કે તેને આ પેલા પણ સ્નેહા ને ક્યાંક જોઈ છે પણ ક્યાં, તે એ યાદ કરી રહ્યો હતો. ત્યાં જ તેને કોઈક નો ફોન આવે છે..

"વોટટ? બીજી લાશ?? કઈ જગ્યા એ છે?હું હમણાં જ આવું છું ત્યાં .."

"સોરી પણ મારે જવું પડશે હું તમારી દીકરી ને શોધવાની પૂરી કોશિશ કરીશ.." એટલું બોલીને તે વીજળી ની ગતિ એ નીકળી ગયો..

તેણે રસ્તામાં જ અંશ અને કમિશ્નર સર ને ફોન કર્યો.પરંતુ અંશ નો ફોન નોટ રિચેબલ આવી રહ્યો હતો..

તે લાશ મળી તે જગ્યા એ પહોચ્યો તો તેને જોયું કે આ તો જેની હમણાં ગુમ થયાની ફરિયાદ આવી હતી તે સ્નેહા છે. સ્નેહાની પણ રિયા ની જેમ જ ક્રૂરતા થી હત્યા કરવામાં આવી હતી.તેના કપાળ પર પણ રિયા ની જેમ જ 3.5k એવું લખેલું હતું. એ જોઈને તપન નેં થયું કે નક્કી આ કામ કોઈ સીરિયલ કિલર નું જ હોય શકે..જો હવે આ કિલર ને રોક્યો નહિ તો તે મારા શહેરમાં ડર નો માહોલ હંમેશા રહેશે..

તેણે લાશ જોઈને ફરીથી લાગતું હતું કે તેને સ્નેહા ને ક્યાંક જોઈ છે પણ તેને યાદ નહોતું આવતું.. તેણે જે વ્યક્તિ એ પહેલાં લાશ જોઈ હતી તેની પૂછતાછ કરી.તેમ જ આસપાસ પણ થોડી તપાસ કરી..પણ કઈ હાથ લાગ્યું નહિ..

"ખૂની ખૂબ જ ચાલક છે,તેને ક્યાંય એકપણ સબૂત છોડ્યું નથી.પરંતુ હવે આ વખતે તો હું તેને નહિ છોડુ.." તપન મનમાં બબડતો હતો..ત્યાં આ વખતે કમિશ્નર સર પણ ત્યાં પહોંચ્યા હતાં.

તપન એ અને બીજા સ્ટાફ ના લોકો એ પણ આજુબાજુ બધે તપાસ કરી પણ કઈ મળ્યું નહિ..

બોડી ને ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવી સ્નેહા ના માતા પિતા ને પણ સ્નેહા વિશે જણાવી દેવામાં આવ્યું..

તપન એ અંશને કોલ કર્યો પણ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો..ગુસ્સામાં તપને ફોન સાઈડ પર રાખી દીધો..તપન ને અચાનક યાદ આવ્યું કે તેને સ્નેહા ને ક્યાં જોઈ હતી..તેને યાદ આવ્યું કે તેને અંશને જે છોકરી સાથે ઝગડતા જોયો હતો તે સ્નેહા જ હતી..

તપન એ ફરીથી અંશને ફોન કર્યો પણ તેનો ફોન હજુ બંધ જ હતો..

શું હશે અંશ અને સ્નેહા નો સંબંધ?શું આ બંને હત્યા માટે જવાબદાર અંશ હશે?શું તપન અંશ ને શોધી શકશે? જાણવા માટે વાચતા રહો સાયબર સાયકો...