સાયબર સાયકો - ભાગ 1 Khyati Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સાયબર સાયકો - ભાગ 1

પ્રિય વાચકમિત્રો,મે નાની નાની વાર્તાઓ તો ઘણી લખી છે. પરંતુ ક્યારેય એક ધારાવાહિક નથી લખી.આજે હું પ્રથમવાર ધારાવાહિક લખવાની કોશિશ કરું છું.તો આપ સૌ આપના યોગ્ય પ્રતિભાવ આપી મને વધુ સારું લખવાની પ્રેરણા આપશો તેવી આશા રાખું છું.


આજે રાજકોટ ની એક શાનદાર હોટેલમાં એક શાનદાર સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સક્સેસ પાર્ટી ઇન્સ્પેક્ટર તપન અને તેની ટીમ દ્વારા સોલ્વ કરવામાં આવેલ એક બાળકીના રેપ કેસની હતી.

આજે તપન ખૂબ જ ખુશ હતો.ખુશ તો હોય જ ને કારણકે તેને શહેર ના એક માથાભારે શખ્સ ના દીકરા ને જેલના સળિયા પાછળ કર્યો હતો.આ કેસ માં તેને પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો હતો.આખા શહેરમાં તેની વાહ વાહ થતી હતી.આ ઉપરાંત આજે એક બીજી ખુશી પણ હતી,આજે તે પોતાની દિલની રાણીની મુલાકાત તેના મમ્મી સાથે કરાવવાનો હતો.

તેના પપ્પા તો નાનપણમાં જ ગુજરી ગયા હતા ત્યાર પછી તેના મમ્મી એ જ તેની અને તેની બહેન આસ્થાની સંભાળ રાખી હતી અને તેમની બધી જરૂરિયાતો પૂરી કરી હતી.

આજે કમિશ્નર સર પણ તેના વખાણ કરતા થાકતાં ન હતા.તે તપન પાસે આવ્યા અને બોલ્યા,"તારા જેવા પોલીસ ઓફિસરના કારણે આપણું શહેર સુરક્ષિત છે."

તે બન્ને વાતો કરી રહ્યા હતા ત્યાં જ પાછળથી એક સુંદર છોકરીનો અવાજ આવ્યો,"હેલો હની,સોરી હું થોડી લેઇટ થઈ ગઈ..શું કરું યાર મારા પપ્પા મને પાર્લર માંથી લેવા જ ન આવ્યા."આ સાંભળી તે બંને પાછળ ફર્યા અને હસવા લાગ્યા.

તે સુંદર છોકરી બીજું કોઈ નહિ પણ કમિશ્નર મહેતા ની દીકરી આરવી હતી. આરવી એક સોશ્યલ મીડિયા સ્ટાર હતી. ઈન્સ્ટાગ્રામ,યૂટ્યુબ વગેરે માં તેના લાખો ફોલોઅર્સ હતા. અવનવા વિડિયો, રિલ્સ બનાવવા એ આરવી નો શોખ હતો પણ વ્યવસાયે આરવી એક સારી વકીલ હતી.

આરવી ની વાત સાંભળી કમિશ્નર મહેતા બોલ્યા, મે તને ટાઈમ આપ્યો હતો એ ટાઈમ એ તું ન પહોંચી ઘરે એટલે હું નીકળી ગયો.તને ખબર જ મને મોડું કરો એ બિલકુલ પસંદ જ નથી અને મને એમ કે તારે આ પાર્ટીમાં આવવાની કઈ જ ઉતાવળ નહીં હોય એટલે તે મોડું કર્યું હશે.


શું પપ્પા તમે પણ કેવી વાત કરો છો? આ પાર્ટીમાં આવવાની ઉતાવળ તો મારા જેટલી કોઈને નહિ હોય...તમને શું ખબર તમારા આ હોનહાર ઇન્સ્પેક્ટર તપન એ કેટલા દિવસથી આ કેસના કારણે મારી સાથે સરખી વાત પણ નથી કરી, નથી મને એ ક્યાંય ફરવા લઈ ગયો..અરે બીજું તો બધું જવા દો પણ મને પાણીપુરી પણ ખાવા નથી લઈ ગયો..આ એક જ એવી જગ્યા હતી જ્યાં હું તેને મળીને આ બધાંનો હિસાબ લઈ શકું...એટલે મારે આ પાર્ટીમાં આવવું જરૂરી જ હતું...આરવી તપન સામે મોઢું બગાડતા બધું એકસાથે બોલી ગઈ.

આરવી ની વાત સાંભળી કમિશ્નર મહેતા અને તપન હસવા લાગ્યા. તપન હસતા હસતા બોલ્યો સર," આ તમારી દીકરી અહીં મારા વખાણ કરવા કે સાંભળવા નહિ પરંતુ મારા પર ગુસ્સો ઉતારવા આવી છે અને એ પણ પર્લારમાં તૈયાર થઈને.."

આ વાત સાંભળીને આરવી ગુસ્સામાં તપન ને કઈક કહેવા જતી હતી ત્યાં જ તપન ના મમ્મી અને તેની બહેન આસ્થા આવ્યા.તપન તરત તેની પાસે ગયો.ત્યારબાદ તે બધાની સાથે તેની મુલાકાત કરાવતો હતો.તે આરવી પાસે તેના મમ્મીને લઈને આવ્યો, તેણે તેના મમ્મીની મુલાકાત આરવી સાથે કરાવી તેમજ તપન એ તેના મમ્મીને તેના અને આરવી ના પ્રેમની વાત કરી.આરવી તો તરત એક ડાહી ડમરી છોકરીની જેમ પોતાના થનાર સાસુને પગે લાગી.

અરે અરે બેટા આ શું કરે છે? તું તો મારી દીકરી જેવી છે અને દીકરીઓ પગે ન લાગે..તપન ના મમ્મી આરવી ને ઉભી કરતા બોલ્યા..તપન ના મમ્મી ખુશ હતા આરવી ને જોઈને.

તે લોકો વાતો કરી રહ્યા હતા ત્યા જ સ્ટેજ પરથી હોસ્ટ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને બધા પોતાની જગ્યા પર બેસી ગયા.પ્રેસ રિપોર્ટર પણ આ પાર્ટીમાં હાજર હતા. તેમણે પોતાનું રેકોર્ડિંગ ચાલુ કર્યું.


હોસ્ટે કમિશ્નર મહેતા ને સ્ટેજ પર બોલાવ્યા થોડી વાતો આ કેસ અને આ ટીમ વિશે કહેવા માટે..

કમિશ્નર મહેતા એ તપન અને તેમની ટીમ ના વખાણ કર્યા અને ભવિષ્યમાં આ શહેર આમ જ સુરક્ષિત રહેશે એવું વચન આપ્યું.

ત્યારબાદ હોસ્ટ દ્વારા સીએમ દ્વારા મોકલાવેલ એક વિડિયો જેમાં રાજકોટ પોલીસ તેમ જ તપન ને અભિનંદન પાઠવ્યાં હતાં તેમ જ આ જ રીતે કામ કરતા રહે તેવી આશા દાખવી હતી..

ત્યારબાદ હોસ્ટ આ કેસ ના હીરો અને આજ ની પાર્ટી ની શાન એવા તપન ને સ્ટેજ પર બોલાવે છે.તપન પોતાની આ સફળતા પૂરો શ્રેય તેની ટીમ ને આપે છે.

બધા પછી ડિનર લ્યે છે.આજે રાજકોટ પોલીસ ના પૂરા રાજ્યમાં છવાય ગઈ હતી. બધા ન્યૂઝ ચેનલ માં તેની જ ચર્ચા ચાલુ હતી.બધા આજે બહુ ખુશ હતા.ડિનર બાદ બધા પોતપોતાના ઘરે જાય છે.

તપન તેના મમ્મી અને બહેન ને ઘરે મૂકી આરવી સાથે લોંગ ડ્રાઈવ માં જાય છે.

આરવી એ થોડું નાટક કરતા કહ્યુ કે "હું ગુસ્સે છું તારાથી.તું મને ટાઈમ જ નથી આપતો."

"અરે બેબી,હવે તો કેસ પૂરો થઈ ગયો હવે હું હમણાં ફ્રી જ છું,હવે મારો બધો ટાઈમ તારો જા બસ.તું કહીશ એમ જ કરીશ." તે આરવી ને મનાવતા બોલ્યો..

ઓહ એવું! તો ચાલને 2-3 દિવસ ક્યાંક બહાર જઈએ. હવે તો તારા ઘરેથી પણ મને ગ્રીન સિગ્નલ મળી ગયું છે.તે ખુશ થતાં બોલી..

"હા ચાલ કાલે ક્યાંક જશું બસ. કાલનો આખો દિવસ તને આપ્યો બસ મારી જાન."

"વાહ થેંક યુ સો મચ તપન..કાલે તો ઘણી રીલ્સ પણ બનાવીશ તારી સાથે..આપણે બન્ને ખૂબ જ એન્જોય કરીશું" આરવી ખુશ થતાં થતાં બોલી.

"હા, કાલે તું જે કહીશ એ બધું કરીશું પણ આજે મારે ખાલી એક કિસ જોઇએ છે એ તો આપીશ ને?" તપન હસતા હસતા બોલ્યો..

આરવી શરમાઈને પોતાની આંખ નીચે નમાવી લીધી અને તપન એ તરત એને પોતાના બાહુપાશ માં લઇ લીધી. થોડીવાર સાથે સમય પસાર કરી તપન આરવી ને તેના ઘરે મૂકવા ગયો.બન્ને ને ના છૂટકે અલગ થવું પડ્યું.

તપન ઘરે આવ્યો ત્યારે ત્યારે તેના મમ્મી અને બહેન એ તેનું ખુબ સરસ રીતે સ્વાગત કર્યું.

ભાઈ એક સેલ્ફી તો લેવી પડે હો આપણી મારે ઇન્સ્ટા માં પોસ્ટ કરવી છે.બધા ને ખબર તો પડે આસ્થા નો ભાઈ એક જાંબાઝ પોલીસ ઓફિસર છે.મારા કારણે તમે વધુ ફેમસ થશો.આસ્થા તપન ની સાથે પોતાના પણ વખાણ કરતા બોલી..

સેલ્ફી લઇ તપન પોતાના રૂમમાં સુવા ચાલ્યો ગયો.તે અને આરવી આજે ખુબ જ ખુશ હતા આવતીકાલ માટે,પણ તેમને શું ખબર કે કાલનો દિવસ તેમના જીવનમાં ખુશી નહિ પણ એક મુસીબત લઈને આવશે.જે પોલીસ ટીમ ના આજે પૂરા રાજ્ય અને દેશમાં વખાણ થતા હતા એ જ લોકો ની નાક નીચે એક એવો ગુનો થવાનો હતો જેના લીધે ફરીથી આ ધમધમતા શહેર પર ડરનો માહોલ છવાઇ જવાનો હતો.

આ બાજુ અંધારી રાતમાં એક સૂમસામ રસ્તામાં,એક સૂમસામ ઘરમાં એક વીસ-બાવીસ વર્ષ ની યુવતી બાંધેલી હાલતમાં હતી.તેને ખૂબ જ માર મરેલો હતો.તેના મોઢામાંથી લોહી નીકળતુ હતું.તે દર્દમાં ખૂબ જ કણસતી હતી.તે પોતાની જિંદગી માટે ભીખ માંગી રહી પણ સામેથી ફક્ત જોર જોરથી હસવાનો અવાજ આવતો હતો..

કોણ હતી એ યુવતી? અને કોણ હતું એ જેની સામે એ જિંદગીની ભીખ માંગી રહી હતી?શું તપન તેને બચાવી શકશે?