Sneh Sambadh - 4 books and stories free download online pdf in Gujarati

સ્નેહ સંબંધ - 4

આપણે આગળ ના ભાગ માં જોયું કે...
શ્રેયા માટે નિધિ એક ટોપ લઈ ને આવી હતી તે પહેરી ને તે કોલેજ જવા તૈયાર થઈ હતી... બધા કોલેજ આવી ને જરા ચિંતા માં હતા કે તે લોકો કોઈ ને ઓળખતા પણ નથી અહીં... તેટલી વાર માં કોઈક નિધિ ને અવાજ આપે છે... નિધિ પણ તેને સહેલાઈ થી ઓળખી જાય છે અને તેને સાગર કહી ને બોલાવે છે....

હવે આગળ....

----------------------------------------

નિધિ સાગર ની નજીક જઈ ને એક દમ ખૂશી સાથે કહે છે....
" સાગર, તું અહીં...? "

સાગર પણ ને ડગલાં આગળ આવતા બોલ્યો...
" હું આ જ કોલેજ માં છું..."

નિધિ તેને ફરી સવાલ કરે છે...
" એટલે...?! એટલે મને આ કોલેજ સઝેસ કરી હતી...?! અને તું પણ આ કોલેજ માં છે તે કેમ ના કહ્યું.?"

સાગર કહે છે...
" નિધિ જરા શ્વાસ તો લે વચ્ચે કેટલું બોલે છે..... હું અહીં જ કોલેજ કરું છું... આ વાત કોઈ દિવસ કહેવા નો મોકો કે જરૂરી ના લાગ્યું હતું એટલે કહ્યું જ ના હતું... અને રહી વાત સઝેસ કરવા ની તો આ ખરેખર સારી કોલેજ છે એટલે કહ્યું હતું...."

નિધિ જરા ચિડાઈ ને બોલી..
" કોલેજ સારી છે કે નહીં એ તો આગળ ખબર પડી જ જશે...."

સાગર ખાલી હશે છે નિધિ ની વાત પર... અને કંઈ બોલ્યો નહીં કે પછી બોલે તે પેહલા શ્રેયા અને સ્વાતિ તેમની બાજુ માં આવી ગયા... એટલે બંન્ને એ વાત ત્યાં જ પૂરી કરી દીધી...

શ્રેયા સવલીયા નજર થી નિધિ ની સામે જોઈ રહી હતી અને જાણે આંખો થી જ પૂછી રહી હોય કે " આ કોણ છે...?" નિધિ તેના સવાલ નો જવાબ દેતા બોલી....
" શ્રેયા આ સાગર છે મારો ફ્રેન્ડ... આપણાં કરતા એક વર્ષ આગળ છે... અને આ જ કોલેજ માં છે... મને પણ ખબર ન હતી કે સાગર આ કોલેજ માં છે હમણાં ખબર પડી..."

પછી નિધિ ફરી સાગર તરફ નજર કરી ને બોલી...
" સાગર આ શ્રેયા છે અને પેલી સ્વાતિ... શ્રેયા મારી...."

સાગર તેની વાત ને વચ્ચે જ અટકાવતાં બોલ્યો...
" શ્રેયા તારી બેસ્ટ ફ્રેન્ડ કમ બેન છે...."

નિધિ ખુશ થતા બોલી...
" હા , તે જ... અને સ્વાતિ મારી રૂમ મેટ છે..."

શ્રેયા અને સ્વાતિ ને જોઈ ને સાગર તેને એક હલકી મુસ્કાન સાથે "હેલ્લો" કહે છે...

તે બંન્ને પણ સામે જરા ચહેરા પર હલકી હસી સાથે "હેલ્લો" કહે છે...

સાગર ફરી બોલે છે...
" આપને બધા ને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આપ પણ અમારા ગ્રુપ ને જોઈન કરી શકો છોવ... અમારા ગ્રુપ માં હાલ અમે ત્રણ બોયઝ જ છીએ જો આપ પણ જોઈન કરો તો એમાં લગભગ કોઈ ને કંઈ પ્રોબ્લેમ નહીં થાય..."

શ્રેયા જરા વિચારતાં વિચારતાં નિધિ તરફ નજર કરે છે... નિધિ પણ જરા વિચારવા લાગી હતી... હજુ એક પણ શબ્દ બોલ્યો ના હતો કોઈએ પણ ત્યાં તો સાગર ફરી બોલ્યો...
" શ્રેયા ચિંતા ના કર.. અમારા ગ્રુપ માં બધા સારા ઘર ના જ બોયઝ છે... અને પછી નિધિ મને ઘણાં સમય થી ઓળખે છે... તમે નવા છોવ એટલે કહ્યું મેં તો કે તને થોડું સહેલું થઈ જશે બધા સાથે કમ્ફ્ટેબલ થવું.... બાકી તારી મરજી..."

બધા જાણે શ્રેયા ના જવાબ ની રાહ જોતા હતા એમ શ્રેયા તરફ નજર કરી ને ઉભા હતા... શ્રેયા ખબર નહીં શું વિચારી રહી હતી... એટલા માં તે લોકો ની બાજુ માં થી કોઈ મેડમ પસાર થાય છે... સાગર તે મેડમ ને ખૂબ જ સન્માન સાથે " ગુડ મોર્નિંગ" કહે છે... તે મેડમ પણ સામે તેટલી જ નમ્રતાઈ થી સાગર ને " ગુડ મોર્નિંગ સાગર" આવું કહે છે... શ્રેયા એ આ વાત ને નોટિસ કર્યું કે મેડમ સાગર ને નામ થી ઓળખે છે અને સાગર તરફ નું મેડમ નું રિએકશન ખૂબ નરમાઈ વાળું હતું એટલે આ છે તો સારો છોકરો...

હજુ પણ શ્રેયા કંઈ બોલી નહીં... એટલે નિધિ એ શ્રેયા ને પોતાની કોણી વળે જરા હલાવી ને કહ્યું...
" કંઈક તો બોલ... આમ ચૂપ તો ના રે...."

સાગર બોલ્યો...
" નિધિ તું શ્રેયા ને કોઈ ફોર્સ ના કરતી... તેને જ્યારે ભરોસો બેસે ત્યારે જોઈન કરી લેજો કોઈ પ્રોબ્લેમ નથી..."

શ્રેયા બોલી..
" Thank you સાગર મને સમજવા માટે..
પણ નવું ગામ, નવી જગ્યા , નવા લોકો એટલે જરા આમ આટલી જલ્દી કોઈ જવાબ શું આપુ તે વિચારી રહી હતી..."

--------------------------------------------------------

શું હશે શ્રેયા નો જવાબ...?
તે સાગર સાથે તેના ગ્રુપ માં જોડાશે કે નહીં..?

તે જાણવા માટે આગળ નો ભાગ જરૂર વાંચજો...
આપ ના પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં....
ચાલો આપણે મળીયે આવતા ભાગ માં......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED