Sneh Sambadh - 3 books and stories free download online pdf in Gujarati

સ્નેહ સંબંધ - 3

આગળ ના ભાગ માં આપણે જોયું કે...
શ્રેયા નિધિ અને સ્વાતિ સાથે હોસ્ટેલ ની ભોજનાલય માં જમી ને રૂમ પર આવે છે... નિધિ ના મમ્મી નો ફોન આવે છે શ્રેયા અને નિધિ તેની સાથે વાત કરી છે... બધા બીજા દિવસે કોલેજ નો પેહલો દિવસ છે તો જરા ચિંતા માં હતા...

હવે આગળ...
------------------------------
ત્રણેય વાતો કરતા અને વિચારતા વિચારતા સુઈ જાય છે.... બીજા દિવસે સ્વાતિ ની આંખ પેહલા ખૂલે છે... તે નાહી ને ફ્રેશ થઈ પછી નિધિ ને ઉઠાડે છે તો નિધિ બાજુ માં સુતેલી શ્રેયા ના કહે છે...
" શ્રેયું તું નાહી આવ ને જા ને પછી હું ઉઠી જઈશ..."
શ્રેયા પણ ખૂબ નીંદર માં હતી તો પણ માંડ આંખ ખોલી ને નિધિ ને સરખું ઓઢવાનું ઓઢાડી ને નવા જાય છે....

સ્વાતિ આ બંન્ને ને આમ એક બીજા નું બેન ની જેમ ઘ્યાન રાખતા જોઈ ને પોતાની બેન ને યાદ કરવા લાગી હતી... પણ આપણી શ્રેયા બધા સાથે ભળી જાય એવી હતી... તે નાવા જતા જતા બાજુ માં બેડ ઠીક કરતી સ્વાતિ ને પણ સાઈડ માંથી ગળે લગાવી ને "ગુડ મોર્નિંગ" કહતી ગઈ...
સ્વાતિ પણ તેને "ગુડ મોર્નિંગ" કહે છે...

થોડી વાર પછી જ્યારે શ્રેયા નાહી ને ફ્રેશ થઈ આવે છે ત્યાર બાદ તે ત્યાં રૂમ માં એક ખૂણા માં એક નાના ટેબલ પર મંદિર બનાવ્યું હતું ત્યાં ઘંટડી વગાડી ને દીવો પ્રગટાવી ને બે હાથ જોડી ને દર્શન કરે છે.... તે ઘંટડી ને અવાજ થી નિધિ માં હલચલ થાય છે... શ્રેયા તેને ઉઠાડી ને નાવા મોકલે છે....

હવે તો બસ જલ્દી તૈયાર થઈ ને કોલેજ જવા ની ઉતાવળ હતી છોકરી ઓ ને.... સ્વાતિ પોતાને જોઈતી તમામ ચીજ વસ્તુ ઓ પોતાના બેગ માં ભરે છે... શ્રેયા એ અને નિધિ એ રાત્રે જ બેગ તૈયાર કરી લીધું હતું.... શ્રેયા એ પોતાનો અને નિધિ નો બેડ ઠીક કર્યો.. હવે બસ તૈયાર થવાનું બાકી હતું... કેટલું બધું વિચારી ને એક કપડાં ની જોડી નક્કી કરી પેરવા માટે.....

એક વાઇટ કલર નો કુર્તો જેની સ્લીવ લગભગ કોણી સુધી પહોંચી હશે... તેના ગળા અને સ્લીવ પર સિલ્વર ગોટા પટ્ટી ની બોર્ડર લગાવેલી હતી... અને તેની સાથે સ્કાય બ્લ્યુ કલર નો પ્લાઝો સાથે વાઇટ કલર ની જુત્તી અને કાન માં સફેદ મોટી ના નાના એવા ઇયરિંગ્સ..... બસ હવે ખાલી વાળ જ બાકી હતા...
એટલી વાર માં નિધિ નાહી ને આવે છે અને શ્રેયા ને કહે છે....
" ઓહ મેડમ , લાગે તો મસ્ત છે પણ આજ હું કહું તે પેહરવા નું છે.... એક મિનિટ ઊભી રે હું આપુ તને...."

શ્રેયા તેની સામે જરા આશ્ચર્ય થી જોતી હતી કે આ શું બોલી રહે છે... હજુ શ્રેયા કંઈ સવાલ પૂછે તે પેહલા જ નિધિ તેને એક બેગ આપે છે અને કહે છે...
" આ લે શ્રેયુ આ જ પહેરવા નું છે... હું ખાસ તારા માટે આજ પહેરવા માટે લઈ ને આવી છું...."
શ્રેયા પણ કંઈ જ આનાકાની વગર તે બેગ લઈ લે છે તેના હાથ માંથી અને તેને હગ કરે છે... શ્રેયા બેગ ખોલી ને જોવે છે તો તેમાં એક વાઇટ કલર નું ટોપ હતું જેમાં ચિકન કારી કરી હતી.. ડાબી તરફ ગળા માં માં એક નાનું એવું ભરત કામ થી ગુલાબ બનાવવા માં આવેલ હતું... તે કપડાં બદલવા જાય છે...

સ્કાય બ્લ્યુ કલર નું જીન્સ અને આ વાઇટ કલર નું ટોપ સાથે એક નાનો એવો લાલ કલર નો સ્કાફ સાથે વાઇટ સૂઝ બસ અને આંખ માં જરા એવું કાજલ હાથ માં ઘડિયાળ... સાવ સાદી સિમ્પલ અને મસ્ત.... આવી લાગી રહી હતી શ્રેયા...

નિધિ એ પણ બ્લુ જિન્સ સાથે લાઈટ યેલો ટોપ પેહર્યું હતું... તે પણ સાવ સાદી એવી જ તૈયાર થઈ હતી....

ત્રણેય સાથે કોલેજ જાય છે... ગેટ પાસે જ હતી હજી તો પણ કોલેજ કેમ્પસ માં બધા આમ અલગ અલગ ટોળાં માં ઉભા રહેલા જોઈ ને વિચારી રહી કે આપણે તો કોઈ ને ઓળખતાં પણ નથી... એટલી વાર માં કોઈક પાછળ થી નિધિ ને બોલાવે છે....
"હાઈ.... નિધિ..."

નિધિ પણ પોતાનું નામ સાંભળી ને ચમકી જાય છે... કે કોન આવી ગયું અહીં જ તેને નામ થી ઓળખે છે... તે પાછળ ફરી ને જોવે છે.... અને નવાઈ સાથે પૂછે છે....
" સાગર.... તું અહીં....?"

-------------------------------------------

કોન છે આ સાગર...?
તે નિધિ ને કંઈ રીતે ઓળખે છે... ?
કેવો રહશે શ્રેયા, નિધિ અને સ્વાતિ નો પેહલો દિવસ....?
જાણવા માટે બની રહે આગળ ના ભાગ માં....
આપના પ્રતિભાવ પણ જરૂર આપશો.... ચાલો આપણે મળીયે આવતા ભાગ માં.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED