સ્નેહ સંબંધ - 2 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ સંબંધ - 2

આગળ ના ભાગ માં આપણે જોયુ કે...
શ્રેયા નિધિ ની આતુરતા થી રાહ જોઈ રહી હતી... અને નિધિ આવી બંન્ને બહેનપણી ઓ એક બીજા ને મળી ને ખૂબ ખુશ હતી... હવે બધા સાથે જમવા જાય છે....

હવે આગળ.....
--------------------------
શ્રેયા અને નિધિ પોત પોતાની મમ્મી સાથે નીચે આવે છે બંન્ને ના પપ્પા ત્યાં એક ઝાળ નીચે આવેલ બાકળા પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા... આ લોકો ને આવતા જોઈ તે બંન્ને ઉભા થઈ બહાર જવા માટે નિધિ શ્રેયા અને તેમની મમ્મી ઓ ને ઈશારો કરી પોતે ચાલતા થાય છે... બધા હોસ્ટેલ થી થોડી દૂર આવેલ "સ્વાગતમ્" રેસ્ટોરન્ટ માં જમવા જાય છે...

જમતાં જમતાં શ્રેયા ની મમ્મી ની આંખ માં એક આંસુ આવી જાય છે અને તે બોલ્યા...
" શ્રેયા તારું ઘ્યાન રાખજે હો... ગામ નવું છે... તમે બંન્ને ભલે એક બીજા ને ઓળખતા હોય પણ બાકી બધું અજાણ્યું છે... કોઈ ની વાત માં આવી ન જતાં...."

આ વાત સાંભળી ને નિધિ ના મમ્મી એ પણ અધૂરી વાત પૂરી કરી હોય એમ બોલ્યા....
" અને હા , કોઈ સાથે ઝગડો ના કરતા શાંતિ થી કામ લેજો..."

બંન્ને બહેનપણી ઓ એક બીજા ના મોંઢા તરફ જોઈ રહી હતી અને મન માં વિચારી રહી હોય કે ...
" અમને શું ઝગડા સિવાય કંઈ બીજું કામ જ નથી નહીં... અને આ બંન્ને મમ્મી એ ક્યાં પોત પોતાનો સલાહ સૂચન નો સંદુક ખોલી નાખ્યું...."

પછી રહવાયું નહીં એટલે નિધિ બોલી...
"તમે બંન્ને આટલી ચિંતા ના કરો અને એક બીજા નું ઘ્યાન પણ રાખશું અને ઝગડો પણ નહીં કરીએ... હવે આ જરા રડવા નો કાર્યક્રમ સમાપ્ત કરો.... તો કંઈક સ્વીટ મંગાવીએ...."

પછી શ્રેયા ના પપ્પા એ બધાં માટે ગરમાં ગરમ ગુલાબ જાંબુ મંગાવ્યા... બધાં જમી ને ફરી હોસ્ટેલ આવે છે બંન્ને ને આવજો આવજો કહી ને બંન્ને ના મમ્મી પપ્પા ત્યાં થી પોત પોતાના ઘરે જવા નીકળે છે....

આ તરફ શ્રેયા અને નિધિ રૂમ માં આવી અધૂરો સામાન ગોઠવવા માં અને વાતો કરવા માં એટલા ખોવાઈ જાય છે કે સાંજ પડી ગઈ તેની ખબર જ ના પડી... સ્વાતિ પણ રૂમ માં જ હતી તે શ્રેયા ને તો મળી હતી નિધિ પાછળ થી આવી હતી એટલે તેની ઓળખાણ કરાવી આપી હતી...
સ્વાતિ નિધિ ને પૂછે છે...
" નીચે ગાર્ડન જોવા આવું છે..? ત્યાં થોડી વાર રહીશું... પછી સાથે ભોજનાલય માં જમવા પણ ચાલ્યા જશું..."

શ્રેયા અને નિધિ એક બીજા તરફ જોઈ ને બોલી..
" હા, ચાલ જઈએ..."

ત્રણેય સાથે નીચે ગાર્ડન માં આવે છે... ત્યાં આવી ને આજુ બાજુ આવેલ ઝાળ ને જોઈ રહી હતી... થોડી પોત પોતાની વાતો અને ઓળખાણ આપી રહી હતી... ગાર્ડન માં આમ થી તેમ થોડું ચાલી રહી હતી... સ્વાતિ વાત વાત માં પૂછે છે...
" આપ બંન્ને ઘણાં સમય થી એક બીજા ને ઓળખતા હોય એમ લાગે છે..?"

શ્રેયા ખુશ થતા બોલી...
"હા, પેહલા ધોરણ થી સાથે જ છીએ... અને બાજુ માં રહેતાં એટલે એમ પણ આખો દિવસ સાથે જ રહેતા..."

નિધિ ની આંખ માં પણ શ્રેયા ની આંખો જેટલી જે ખુશી દેખાઈ રહી હતી... બંન્ને બહેનપણી કરતા બેન ની જેમ વધુ રહી હતી... ગમે ત્યારે ગમે તેના ઘર માં ચાલી જાય.. પોતાના ઘરે જેમ મનમાની થાય તેવી એક બીજા ના ઘરે પણ કરી લેતી.. કોઈક વાર તો બીજા ના ઘરે વધુ વાત માનવી લેવા માં આવતી... બંન્ને ના મમ્મી પપ્પા પણ ઘણાં સમય થી મિત્ર હતા... બંન્ને ને એક એક ભાઈ પણ છે તે આ બંન્ને થી નાના છે... પણ જાણે એક જ ફેમિલી હોય તેવું લાગતું...

નિધિ, શ્રેયા અને સ્વાતિ ત્યાં ગાર્ડન માં જ હતા અને હોસ્ટેલ ની બીજી બધી છોકરી ઓ ધીમે ધીમે ભોજનાલય તરફ જઈ રહી હતી એટલે નિધિ બોલી...
" ચાલો જમી આવીએ... નહીં તો આપણા માટે કંઈ નહીં બચે..."

આ વાત પર ત્રણેય હસવા લાગે છે અને આમ જ હસતા હસતા ભોજનાલય તરફ જાય છે... ત્યાં બધાં સાથે જમી ને પાછા રૂમ તરફ આવતા હતા ત્યારે નિધિ ના ફોન માં તેની મમ્મી નો ફોન આવે છે... નિધિ તેની સાથે વાતો કરતી હતી.... વાત કરતા કરતા રૂમ માં પોહચે છે... અને શ્રેયા નિધિ ને કહે છે...
" આન્ટી ને કે... અમે અને અમારી આજુ બાજુ ના બધા સહી સલામત છે... ચિંતા ના કરો..."

નિધિ કોપી કરી ને આ જ લાઈન તેના મમ્મી ને કહે છે... તેના મમ્મી ખોટો ગુસ્સો કરતા બોલ્યાં...
" સારું હો.... આમ જ સલામત રહજો અને બીજા ને રાખજો... ચાલો હું ફોન મૂકું છું... ઘ્યાન રાખજો બંન્ને... આરામ કરજો... જય શ્રી કૃષ્ણ..."

નિધિ પણ "જય શ્રી કૃષ્ણ" કહી ફોન મૂકે છે....

બીજે દિવસે કોલેજ નો પેહલા દિવસ છે બંન્ને ખુશ તો હતી પણ અંદર થી જરા ડર પણ લાગતો હતો... ઓહ, બંન્ને નહીં ત્રણેય..... કે કાલ નહીં જગ્યા, નવા લોકો બધું બસ બરાબર રહે... સિનિયર લોકો રેગિંગ કરશે કે નહીં તે સવાલ પણ બધાં ના મગજ માં ચાલી રહ્યો હતો....

-----------------------------------------------------

ધીમે ધીમે સ્વાતિ સાથે દોસ્તી થઈ રહી છે....
હવે જોઇએ કાલ કોલેજ નો પેહલો દિવસ ત્રણેય નો કેવો રહે છે...?
ન્યૂ એડમીશન હોવા થી કોલેજ માં સિનિયર લોકો રેગિંગ કરે છે કે નહીં..?

આ જાણવા માટે આગળ નો ભાગ જરૂર થી વાંચજો.... અને હા, આપની કોમેન્ટ ની રાહ જોવાશે... તો જરૂર કરજો....
મળીયે આવતા ભાગ માં....