શિલ્પી :હેલ્લો.....
સરસ્વતીબેન :હેલ્લો
શિલ્પી :હેલ્લો.. હં... મમ્મી... કેમ છે?તારી તબિયત??
સરસ્વતી બેન :હા બોલ.. બેટા.. મજામાં હોં.. તું કેમ છે??તારા સાસુ સસરા, બંને ભાણીબેન, ધવલકુમાર બધા મજામાં ને!!!!
શિલ્પી :હા હો બધા મજામાં. બોલ તું શુ કરે છે અત્યારે??
સરસ્વતીબેન :કઈ નહી બેટા, જોને આ વરિયાળી લેવા જાઉં છું, આજે જ વરિયાળી થઇ રહી છે,તો જશોદા ચોકડીથી પેલા મસાલાવાળાને ત્યાંથી વરિયાળી લઇ આવું. તને તો ખબર જ છે ને કે આ તારા પપ્પાને રોજ મુખવાસમાં વરિયાળી જોઈએ!!!અત્યારે મારે કઈ કામ હતું નહી, તારા ભાઈભાભીને પણ હમણાં કામ હોય છે એટલે રાતના 10 વાગી જાય છે, તો મને થયું કે, લાવ તારા પપ્પા માટે વરિયાળી લેતી આવું, અને મારે થોડું ચલાય પણ જાય.
અરેરે .... પણ મમ્મી, તું ય ખરી છે હોં...અત્યારે તડકો તો જો. ૧૧ થી ૨૦ મે સુધી તો ખૂબ ગરમી પડવાની છે,અને એમાંય તું અત્યારે ૪:૩૦ વાગે ચાલતા ચાલતા વરિયાળી લેવા જાય છે.તું અત્યારે પાછી જા. હું તને લઇ જઈશ. તું બધી વસ્તુઓનું લીસ્ટ બનાવી રાખ. આપણે ૬:૩૦ વાગે જઈએ. હુ તને તેડવાં આવી જઈશ.
પણ.... બેટા તારે ય ઘણા તારા ઘરના કામ હોય. હુ લઇ આવીશ..સરસ્વતી બેને દીકરી પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
તારે નથી નીકળવાનું અત્યારે આવા તડકામાં મે કીધું ને એકવાર મમ્મી તને!!!પાછી ઘરે જતી રહે,હુ આજે ફ્રી જ છું, હુ ઘરેથી નીકળું એટલે તને ફોન કરું.રેડી રહેજે. મારી ચિંકુડી......
(શિલ્પી એની મમ્મીને ઘણીવાર ચિંકુડી કહીને બોલાવતી, ત્યારે સરસ્વતીબેન ખૂબ શરમાઈ જતા, અને વળી પાછા કહેતા "શુ ચિંકુડીચિંકુડી કરે છે આવું સારુ ના લાગે, પણ શિલ્પી તો એમજ કહે મારે ક્યાં સારુ લગાવવું છે ચિંકુડી!!!!એમ કહીને મમ્મીને ભેટી પડતી.)
(દીકરી ની મીઠી જીદ સામે નમતું મૂકીને હાસ્ય સાથે સરસ્વતીબેન બોલ્યા )
સારુ બાપા...... સારુ. હું પાછી વળું છું, બસ.... ખુશ ને..... હવે....
તો હવે હું ઘરે જઈને ફટાફટ રસોઈ બનાવી લઉં.તારા પપ્પા IPL જોવા વહેલા આવી જશે, બિચારા આખો દિવસ કામ કરીને થાક્યા પાક્યા ઘરે આવશે ને બિચારા ભૂખ્યા થયાં હશે....
અને કદાચ તારા ભાઈ - ભાભી પણ જો કદાચ વહેલા આવી જાય તો રસોઈ બનાવેલી હોય તો જમી લે....એય બિચારા આખો દિવસ કામ કરતા હોય છે........
સારુ... મમ્મી તો તું તારું કામ પતાવ અને હુંય મારાં ઘરે રસોઈ બનાવી લઉં. હું તને ૬:૩૦ વાગે કોલ કરું.....
શિલ્પી એ સાંજે ૬:૩૦ વાગે સરસ્વતીબેન ને ફોન કર્યો,અને બંને માઁ -દીકરી નક્કી કરેલ સમય અને જગ્યા એ મળ્યા.
શિલ્પી અને સરસ્વતી બેને સૌ પ્રથમ લીસ્ટ મુજબની વસ્તુઓની શોપિંગ કરી. પછી સરસ્વતી બેને શિલ્પી ને કહ્યું "હવે બેટા, મને અહીંયા બરોડા એક્સપ્રેસ વે પાસે ઉતારી દે, હું ત્યાંથી ઘરે જતી રહીશ.
પણ શિલ્પી એ તો કંઈક અલગ જ વિચાર્યું હતું.
મમ્મી, ચાલ તને એક જગ્યા એ લઇ જાવ.
ના.... ના... ના.. હવે મારે ક્યાય નથી જવું...
અરે!!!!!તું ચાલ તો ખરી. તું ચુપચાપ મારી એકટીવા પાછળ બેસી રહેજે..
અરે...... પણ તારે મને ક્યાં લઇ જવી છે એતો બોલ......!!!!!!
શિલ્પી તેની મમ્મીને ક્યાંક લઈ જવા ઈચ્છે છે, તો ચાલો જોઈએ કે શિલ્પી સરસ્વતીબેન ને ક્યાં લઇ જાયછે??
શિલ્પી તેની મમ્મીને રોજિંદા વ્યસ્તતા ભર્યા રૂટિન માંથી થોડો સ્પેસ આપવા માંગતી હતી.
સરસ્વતીબેન ખૂબ જ ધાર્મિક હતા. કાનાની ખૂબ જ સેવા કરતા હતા. રોજ કાનાને શ્રીંગાર કરવા, લાડ લડાવવા, ભાત -ભાતની પ્રસાદી બનાવીને કાનાને ધરાવવી, નિત્ય મંદિરે દર્શન કરવા જવુ, આ તેનો નિત્યક્રમ હતો. પણ શિલ્પીના નાના ભાઈએ જ્યારથી નવો કાપડનો વેપાર શરૂ કર્યો ત્યારથી બન્ને ભાઈ ભાભી સવારથી નીકળી જતા અને રાત્રે પણ થોડું મોડું થઇ જતું. ભાભી સવારે બિચારા સમયની અનુકૂળતા પ્રમાણે બધું દૈનિક કાર્ય કરી લેતા હતા. સરસ્વતીબેનનો તેમને સંપૂર્ણ સહકાર હતો.બન્ને પૌત્રીઓને સાચવવી, ઘરનું કામ, રસોઈ, સાફ સફાઈ બધા કાર્ય માં પોતે ખૂબ જ વ્યસ્ત થઇ ગયા હતા.
...............................................
કહેવાય છે ને કે સમર્પણ નું બીજું નામ એટલે સ્ત્રી 💞
ઘરના કામમાં તેને પોતાના સેવાના કાર્યો માં સમય ઓછો મળવા લાગ્યો, પણ તેને એને અફસોસ ન હતો!!
એ તો એમ જ કહેતા કે આ પણ એક મારું કર્મ જ છે ને!!!👍👍👍
સ્ત્રી પોતાની પ્રબળ ઈચ્છાઓ અને પોતાના સપનાઓને પરિવાર ની ખુશી માટે દિલ ના એક ખૂણામાં છુપાવી ને બહારની દુનિયામાં બહુ જ નોર્મલ રીતે રહી શકે છે.💞💞💞
...............................................
અરે... તું ય શિલ્પી ક્યાં લઈને જાય છે મને????
બ..... અ...... સ......... જો આવી ગયા આપણે.......
શિલ્પી એ એકટીવા બાલકૃષ્ણ ની હવેલી ની સામે પાર્ક કર્યું.
સરસ્વતી બેન તો જોઈ જ રહ્યા, અને શિલ્પીને મીઠો ઠપકો આપતાં બોલ્યા, તુંય ખરી છે હોં ગાંડી છોકરી.....
કહેવાય તો ખરું!!!!!
સરપ્રાઈઝ........ મમ્મી
શિલ્પીએ મમ્મીનો હાથ પકડી થોડો દબાવ્યો. અને માં -દીકરી એક બીજાની આખો ના ભાવ સમજી ગયા.
ચાલ .. મારી ચિંકુડી હવે અંદર જઇશુ હવે કે અહીંયા મારાં જ દર્શન કરવા છે તારે!!! અને માઁ -દીકરી હાસ્ય સાથે હવેલી માં દર્શન કરવા જાય છે.
અંદર પ્રવેશતા જ સરસ્વતીબેન ભાવ વિભોર થઇ ગયા, ઠાકોરજીને નાવ માં બિરાજેલા જોઈને તેમનાથી બોલાઈ ગયું કે ""હે ઠાકોરજી ખરેખર બધાની નાવ ની દોર તારા જ હાથ માં છે તું ધારે ત્યારે જ તારા ભક્તોને તારી માયા રૂપી દોર થી તારા શરણે લઇ આવે છે. અને તારા ભક્તોની અંતઃ કરણની ઈચ્છાઓને પૂર્ણ કરે છે.
🙏🙏🙏જય શ્રી ક્રિષ્ના 🙏🙏
સમાપ્ત