Uncle's Shraddha books and stories free download online pdf in Gujarati

કાકાનું શ્રાદ્ધ

ગુમાનસિહજી અને એમનો પરિવાર આજે લોકડાઉનનો ગામડે આવ્યો તે પાછો શહેર તરફ વળી જ ન શક્યો.એક તો ઓછો પગાર એમાંય શહેરની લુટતી શાળાનાં તંત્રમાં તેમને ગામડે જ સ્થાયી થવા પર લાચાર કરી દીધાં.
ગુમાનસિહના પિતા રણુભાએ જે આખા ઘરમાં મોટા છે અને હંમેશા ઘર માટે પોતાની તમામ જિંદગી ખર્ચી નાખી હતી.તેવા ખુબ જ ભલા માણસ છે.શહેરમાં રહીને પણ ગામડાના પોતાના પરિવારને ક્યારેય પોતાનાથી જુદો પડવા દીધો નથી.
ગુમાનસિહના પિતા રણુભા અને એમને બે ભાઈ છે,જેમાં તેમનાં વચોટભાઈ કરણસિહ અને રણુભાને બહું જ સારું બનતું હોય ‌છે.બધી વાત,બધો વ્યવહાર આ બંને ભાઈઓમાં માનપાનથી જળવાઈ રહેતો હતો.રણુભાને પોતાના મોટા દિકરા ગુમાનસિહના લગ્ન પણ કરણસિંહના ઘરે જ મંડપ બાંધી ગોઠવ્યા હતા.આવો અગાઢ પ્રેમ હતો.ગુમાનસિહના પછી એમના નાના ભાઈના લગ્ન પણ થઈ જાય છે.અને બધો‌ પરિવાર સુખેથી રહે છે.
ૐ નમઃ શિવાય (૨)ૐ નમઃ શિવાય
રણુભાના બંને દિકરાના લગ્ન થ‌ઈ ગયાં છે અને રણુભાનો પરિવાર પાછો શહેરમાં રહેવા જતો રહ્યો છે.
અને કરણસિંહજી પણ ગામડે ખુબ જ મહેનત કરતા હોય છે અને પોતે એક સંપન્ન ઘર પોતાની મહેનતથી ઊભું કરી જાણે છે.આવી જ આકરી મહેનત દરમિયાન તે એક વખત શરીરમાં જીર્ણ તાવ હોવા છતાં તે પોતાના નિત્યક્રમ મુજબ કામ કરે જ જાય છે.અને એ જીર્ણ તાવના કારણે તેમને એક દિવસ‌ ખાટલામાં આરામ કરતા હતા ત્યારે એક સખત ખેંચ આવી જાય છે.અને તેમને એક ગંભીર હાલતમાં બીમાર પડી જાય છે. પ્રથમ એમને નજીકના દવાખાનામાં દાખલ કરવામાં આવે છે અને મટી પણ જાય છે. પણ,જે દિવસે રજા લેવાની હોય છે એ જ દિવસે ખેંચ આવતા તેમને અમદાવાદમાં લ‌ઈ જવાનું નક્કી કરવામાં આવે છે.
અમદાવાદમાં મોટામાં મોટા તબીબ ન્યૂરો સર્જન સુધીર શાહના હાથ નીચે તેમની યોગ્ય સારવાર કરવામાં આવે છે.એક દિવસ જનરલ વોર્ડમાં રાખીને તેમને અમદાવાદની વી એસ હોસ્પિટલના ન્યુરો વિભાગમાં દાખલ કરવામાં આવે છે.
સિંહ જેવો બહાદુર કેમકે ગામડે સ્મશાન પાસે સૌથી પહેલું મકાન તેમને જ બનાવેલું અને ડર શબ્દ તેમના શબ્દકોશમાં જ નહોતો.એવા બહાદૂર અને પહાડ જેવો મજબૂત માણસ આજે વી એસ હોસ્પિટલના પથારીમાં કોમામાં પડ્યો છે. આ દરમિયાન રણુંભાનું આખું ઘર ખડે પગે સેવા કરી રહ્યું છે.એક દિકરાએ તો પોતાની નોકરી પણ છોડી દીધી તેમની સેવામાં તથા રણુભા અને એમના પત્નીએ પૈસા અને સમયનો બહું જ ભોગ આપ્યો હતો.પણ કુદરતને કંઈક અલગ જ સવીકાર હતો.અને ભક્ત કરણસિંહજી છેવટે ઈશ્વર પાસે પહોંચી જાય છે.
<૩>
તેમના ગયાં પછી રણુભા અને એમનાં દિકરાઓ પાછી સખત મહેનત કરીને પોતાના પગ ઉપર ઊભા રહે છે.પણ જાણે તેમને જિંદગીના કંઈક ઝેર પિવાના બાકી હતાં તેથી જ મહામારી કોરોના આખા વિશ્વમાં ફેલાય છે અને તેમાં ઘણાના ઘરની પરિસ્થિતિ અને જિંદગી એકદમ બદલાઈ જાય છે.આથી રણુભાને પણ શહેરમાં લોકડાઉન થતાં ગામડાં તરફ જવું પડે છે.
શરુઆતમાં તો બધું બરાબર ચાલે છે,પણ પછી ગામડાના ભોળા દેખાતા લોકો પોતાનો અસલી રંગ બતાવે છે,અને ગુમાનસિહને મદદ તો દૂર રહી પણ ઊલટાની હેરાનગતિ કરે છે. જે ઊંચા કુટુંબમાં કરણસિંહજી અને‌ રણુભા જેવા મહાનુભાવો છે, ત્યાં તેમનો જ સગો નાનો ભાઈ અધર્મી અને પાપી છે તથા તેનો દિકરો પણ તેના જ પગલે ચાલી તેનાથી પણ મોટો પાપી અને અધર્મી બની ગયો છે.
જે કરણસિંહની સેવા ચાકરી પાછળ ગુમાનસિહના પરિવારે રાત દિવસ એક કરી દીધા હતાં જેના પ્રત્યક્ષ સાક્ષી ગુમાનસિહના કાકી એટલે કરણસિંહજી ના પત્ની પોતે હતાં તે આજે ગુમાનસિહને હેરાન કરવામાં જરા પણ પાછીપાની કરતાં નથી,રોજ નવા ષડયંત્રો રચી ગુમાનસિહને હેરાન કરે છે અને ઝગડો કરવાની તક શોધી રહ્યા છે,પણ ગુમાનસિહજી અને એમનાં પત્ની કરણસિંહજી અને રણુભાનુ નામ લઈને બધું ચુપચાપ મુંગે મોંઢે સહન કરી જાય છે.
તેમાં કરણસિહનુ શ્રાદ્ધ આવતા ગુમાનસિહ અને રણુભાના પરિવારને તદ્દન બાજુ પર રાખી બધી વિધી કરાવી નાખે છે અને ગુમાનસિહ કે રણુભાને યાદ પણ કરતાં નથી કે શ્રાદ્ધની જાણ ‌પણ કરતાં નથી.અને જમણવાર કરી આખા ગામને જમાડે છે.આ વાત ગામલોકો દ્વારા માલુમ પડતાં ગુમાનસિહ બહું અફસોસ કરે છે અને બસ મનમાં એટલું જ વિચારીને દુઃખી થાય છે કે ખરેખર આ શ્રાદ્ધ કાકાને પહોંચ્યું હશે?
સ ર લ રાઠોડ
સતપાલસિંહજી રણજીતસિંહજી લક્ષ્મણસિંહજી રાઠોડ
ગામ-પઢારીયા તા.જી.મહેસાણા
૯૦૩૩૦૫૯૦૩૩

બીજા રસપ્રદ વિકલ્પો