Featured Books
શ્રેણી
શેયર કરો

જનમો જનમ પ્રેમને નમન - 3 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

જનમો જનમ પ્રેમને નમન - 3 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

કહાની અબ તક: નિતીન રીના ને જ્યારે મળે છે તો અજીબ ફિલિંગ અનુભવે છે. એમાં નિતીન સપનામાં રોજ આવતી જગ્યા જુએ છે. રીના ને જોતા જ એની સાથે વાત કરવા અને એને ભેટી પાડવાનું એને મન થાય છે. ખુદને કંટ્રોલ કરવા એ ત્યાં સૂઈ જ જાય છે. બીજે દિવસે ફરી એને સપનામાં એ જ દેખાય છે તો આખરે એને એના ભાઈના ફોનમાં થી નંબર ડાયલ કરીને એને બોલાવી જ દીધી.

હવે આગળ: "પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના એ એક નજર નિતીન તરફ કરી તો ખબર પડી કે પોતે પણ એનો ચહેરો જોતા સાથે જ એવું લાગે છે કે જાણે કે વર્ષોથી એક બીજાને ના જાણતા હોય!

"એક સેકંડ, તું મારી સામે જો તો તને એવું નહિ લાગતું!" નિતીન એ તો એનો હાથ પકડી લીધો.

"હા, મને પણ એવી જ વિચિત્ર ફિલિંગ આવે છે!" રીના એ પણ કહ્યું.

"પ્લીઝ તું માઇન્ડ ના કર તો એક પણ હું તને જ્યારે પહેલી વાર મળ્યો ત્યારે જ મને એવું લાગતું હતું જાણે કે હું તને વર્ષોથી ઓળખું છું!" નિતીન બોલ્યો.

"હા, મને પણ તારી સાથે વાત કરવાની બહુ જ ઈચ્છા થતી હતી, એવું લાગતું હતું જાણે કે આપને વર્ષોથી એકબીજાને ઓળખતા ના હોઈએ!" રીના એ પણ કહ્યું.

"તું ગલત ના સમજે તો એક વાત કહેવી છે.."

"હા, બોલ ને!" નિતીન એ કહ્યું.

"ગળે લગાવી લે ને મને," જાણે કે બહુ જ કરીબી વ્યક્તિને જ ના કહી રહી હોય એમ રીના બોલી. ખરેખર તો નિતીન ની પણ એવી જ ઈચ્છા હતી!

બંન્ને એકમેકને ભેટી પડ્યાં તો જાણે કે બંને ને એક સાથે જ પાછલો જન્મ યાદ આવી ગયો.

🔵🔵🔵🔵🔵

"ઓય, દૂર ના જતી મારાથી, હું ખુદને રોકી નહીં શકું!" એ જ ગામમાં બંને વર્ષો પહેલાં હતા.

"ખબર છે મને, આપની કાસ્ટ જુદી છે, પણ કઈ પણ થાય, આ જનમ નહિ તો આવતા જનમમાં પણ હું તારો જ થઈશ, આપને આ જનમે નહીં તો બીજા જનમે પણ મળીશું જરૂર!" બંને એ કહેલું અને એક સાથે જ એ જૂના કૂવામાં પડી ગયાં હતાં, બંને પાસે બીજો કોઈ ઉપાય હતો જ નહિ.

🔵🔵🔵🔵🔵

"તને આ જનમમાં પણ બધું યાદ છે, બધું ભૂલી જાઉં તને કેવી રીતે હું ભૂલી શકું!" નિતીન બોલ્યો.

"જો કોઈને પણ આપના આ જન્મ વિશેનું કહેતી ના, આપણો પ્યાર સાચો હતો અને એટલે જ આપને આ જનમમાં ભેગા થઈ શક્યા!" નિતીન ની આંખોમાં આંસુઓ હતા.

"તને ખબર છે, મને પણ રોજ સપનામાં તું આવતો હતો, રોજ મને ઈચ્છા થતી કે તને ભેટી પડું, ખૂબ તડપી છું તારા પ્યાર માટે, આ જન્મ માં તો આપની કાસ્ટ પણ એક જ છે, આપને હવે એક સેકંડ માટે પણ જુદા નહિ રહીએ, હું બહેન ને કરું છું વાત, કહી દઈશ કે હું તને બહુ જ પ્યાર કરું છું! મને આપના પ્યાર પર પૂરો વિશ્વાસ છે કે એ ના નહિ કહે!" રીના એ આંખોમાં આંસુઓ સાથે કહ્યું.

"હા, મને પણ રોજ સપનું આવતું હતું, જ્યારે તને મળેલો દિલ તો કરતું હતું જાણે કે બસ એકવાર તને ગળે લગાવી લઉં! પણ ખુદને કંટ્રોલ કરતા હું ઊંઘી જ ગયો!" નિતીન એ કહ્યું.

"આપણા પ્યારમાં બહુ જ શક્તિ છે, આટલા બધાં વર્ષો થઈ ગયા, તો પણ આપને એકમેકને હજી પણ યાદ છીએ!" રીના એ એના આંખની કાજલ લીધી અને આંગળીથી નિતીન ના માથે ટપકું કરતા બોલી -

"મારા પ્યારને કોઈની નજર ના લાગે!"

(સમાપ્ત)