જનમો જનમ પ્રેમને નમન - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

જનમો જનમ પ્રેમને નમન - 1

જનમો જનમ પ્રેમને નમન

"કેવી વાત કરે છે તું!" રીના ને કઈ જ ખબર નહોતી પડી રહી કે શું ચાલી રહ્યું હતું.

"હા, એવું જ છે!" નિતીન એ ભારોભાર કહ્યું.

"હું તને જોવું છું તો મને એવું લાગે છે જાણે કે આપને આ પહેલાં પણ બહુ સમયથી એકબીજાને ઓળખીએ છીએ!" નિતીન એ માથું પકડી લીધું.

"પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના એ એક નજર નિતીન તરફ કરી તો ખબર પડી કે પોતે પણ એનો ચહેરો જોતા સાથે જ એવું લાગે છે કે જાણે કે વર્ષોથી એક બીજાને ના જાણતા હોય!

"એક સેકંડ, તું મારી સામે જો તો તને એવું નહિ લાગતું!" નિતીન એ તો એનો હાથ પકડી લીધો.

"હા, મને પણ એવી જ વિચિત્ર ફિલિંગ આવે છે!" રીના એ પણ કહ્યું.

🔵🔵🔵🔵🔵

"ચાલને, તુએ તો કેટલું બધું મોડું કરી દીધુ!" નિતીન એ એના ભાઈને કહ્યું. બંને નિતીન ના ભાઈ માધવ ની સાસરીમાં જઈ રહ્યાં હતાં. હા, માધવ તો એમના ઘરે કેટલીય વાર ગયો હતો, પણ નિતીન માટે આ પહેલીવાર હતું. આ પહેલાં એ ક્યારેય એમના ઘરે નહોતો ગયો. ખુદ એને પણ નહોતી ખબર કે ત્યાં જઈને એને બહુ જ વિચિત્ર, લાઇફમાં પહેલાં ક્યારેય ના ફીલ કર્યું હોય એવું એ ફીલ કરવાનો હતો.

ગામમાં જતાં ની સાથે જ એને તો વિચિત્ર આભાષો થવા લાગ્યા હતા. જાણે કે ખુદ ત્યાં રોજ ના જતો હોય એવું એને ફીલ થઈ રહ્યું હતું. બધું જ જાણે કે એને ખબર હોય, પણ પોતે તો જિંદગીમાં પહેલીવાર અહીં પગ મૂક્યો હતો.

"હા, હવે આગળ એક નાની દુકાન આવશે!" ખુદ નિતીન એ જ કહ્યું જાણે કે એને બધું ખબર ના હોય.

"તને કેવી રીતે ખબર?!" માધવ એ પૂછ્યું.

નિતીન ખુદ પાસે પણ કંઇ જવાબ હતો કે એ એના ભાઈને જવાબ આપી શકતો!

"ફ્રેન્ડ એ કહેલું.." ધીમેથી નિતીન બોલી ગયો, હા એ છુપાવતો હતો, પણ એની પાસે બીજો કોઈ ઉપાય પણ ક્યાં હતો! જો પોતે આ બધાં વિશે એને ખબર હોત તો કદાચ એ એના ભાઈને સમજાવી પણ શકતો!

નિતીન ને આ ગામ, આ ગામના લોકો જેવા ચહેરા ઓ દિમાગમાં દૃશ્ય લઇ રહ્યાં હતાં. જોકે એની માટે આ નવું બિલકુલ નહોતું!

બાઈક પર આવી રહેલાં પવન સાથે પાછળ બેઠેલો નિતીન પણ એના ભૂતકાળ વિશે અથવા તો કહેવું જોઈએ કે એના વર્તમાન વિશે વિચારવા લાગ્યો, હા, દરરોજ આવતા એ વિચિત્ર સપનાનો હજી પણ એને આવતા હતા!

નિતીન નો જન્મ થયો ત્યારથી જ એને રોજ રાત્રે એક સપનું આવતું, એ સપનામાં ખુદ એક આવા જ અથવા તો કહેવું જોઈએ કે આ જ ગામમાં કોઈ બહુ જ ખૂબસૂરત છોકરી સાથે જુએ છે. બંને બહુ જ ખુશ હોય છે. એ છોકરીનો ચહેરો નિતીન ને બહુ જ પ્રિય હોય છે અને એટલે જ એને યાદ પણ હોય છે.

એક વાર બચપણમાં કોઈ પંડિત એ એના વિશે ભવિષ્યવાણી કરતા કહ્યું પણ હતું કે આ છોકરો વિશેષ ગુણો સાથે આવ્યો છે. એને પાછલા જન્મની વાતો પણ યાદ છે. ત્યારે તો ઘરમાં સૌ એ આ વાત પર એટલું ધ્યાન નહોતું આવ્યું! સૌને બધું મતલબ વગરનું લાગતું હતું, પણ નિતીન ને એનો સાચો મતલબ તો થોડી વારમાં જ ખબર પડવાની હતી!

જેમ જેમ માધવની સાસરી નજીક આવતી ગઈ એમ એમ નીતિન એ સપનામાં જોયેલી બધી જ વસ્તુઓ જાણે કે રિયલ લાઇફમાં આકાર લઇ રહી હતી. એને સપનામાં જોયેલ બધું જ ફરીફરીને યાદ આવી રહ્યું હતું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: નિતીન બહુ જ વિચિત્ર લાગણી અનુભવી રહ્યો હતો, જાણે કે ખુદ એ છોકરી ને જાણતો ના હોય એમ કેમ એ એની સાથે વાત નહીં કરી રહી એવું એને લાગી રહ્યું હતું! બહુ જ વિચિત્ર એ અનુભવી રહ્યો હતો.

નિતીન ને બધું યાદ આવી રહ્યું હતું, ખબર નહિ પણ તું એક અલગ જ દુઃખ પણ એ અનુભવી રહ્યો હતો, કેમ એ છોકરી એની સાથે વાત નહિ કરતી! જાણે કે કોઈ બહુ જ નજીકનું આપણાથી નારાજ હોય એવું દુઃખ નિતીન કોઈ પણ કારણ વગર અનુભવી રહ્યો હતો, કારણ હશે તો પણ એને કારણ નહોતી ખબર.

જ્યારથી નિતીન આવ્યો હતો એને પણ એ છોકરી એકધારી જોઈ રહી હતી, શું ખબર એ નિતીન ને ના પણ જોઈ રહી હોય, પણ નિતીન ને તો એવું જ લાગી રહ્યું હતું.