બસ તું કહીશ એ કરીશ (ભાગ-૭) Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૭)

"બસ તું કહીશ એ કરીશ"

(ભાગ-૭)


પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.પ્રભાની સખી રેખા સાંજે ઘરે આવવાની હોય છે.પ્રભાની કોલેજ સમયની સખી રાખી એની દિકરી અસિતા સાથે પણ આવવાની હોય છે. પ્રભા પ્રભાવને પોતાના કોલેજ સમયની વાતો કહે છે...
હવે આગળ..



પ્રભા:-તમને મારી કદર જ નથી."

પ્રભાવ:-" હવે એ વાત છોડ. પછી રાખીનું પ્રકરણ ક્યાં સુધી ચાલ્યું? રાખી મહેશ સાથે પરણી હતી? રાખી સાથે એનો વર પણ આવવાનો છે? તારી પાસે બંનેના ફોટાઓ છે?"

પ્રભા:-" તમને બહુ ઉતાવળ છે બધું જાણવાની.તમે તો ઘરમાં બેઠાં બેઠાં બૈરાં જેવા થતા જાવ છો.તમારે તો હમણાં જમવું નથી.પણ મને ભૂખ લાગી હોવા છતાં પણ તમારા સાથ માટે તમારી સાથે મોડા જમવાની છું "

પ્રભાવ:-" સારું સારું..પહેલા તું વાત પતાય પછી આપણે જમવા બેસીશું."

પ્રભા:-" ઓહોહો મારા પ્રભાવ ડીયર.તમને કેવી ઈર્ષા આવી? એક જ શરતે તમને કહું."

પ્રભાવ:-" બોલ ની. તું મીઠું મીઠું બોલે એટલે ગમે જ ને. તું કહે એ શરત મંજૂર છે.હવે આ ઉંમરે પણ શરતો પાળવાની! આ દિકરો પણ લગ્ન પછી કેટકેટલી ફરમાઈશો ને શરતો પાળતો થઈ જશે."


પ્રભા:- જુઓ તમે ગુસ્સે ના થતા હો! રાખી અને મહેશ' બટુકબાબુ'ના પ્રેમની હું સાક્ષી હતી.રાખીએ કેટલાય સ્વપ્ન સજાવ્યા હતા.મહેશે કહ્યું હતું કે કોલેજ પછી જેવી જોબ મળશે કે તરતજ લગ્ન કરીશું.જો આપણુ કુટુંબ નહીં માને તો કોર્ટ મેરેજ કરીશું. સાક્ષીમાં પ્રભાવિકા એટલે કે હું અને અમીત મોહંતી રહેશે.પણ કોલેજના રિઝલ્ટ પછી મહેશ એના વતન ગામડે ગયો.ગયો એ ગયો પછી એ દેખાયો નહીં. રાખીએ તપાસ કરાવી તો ખબર પડી કે મહેશને બહુ દૂર જોબ મળી હતી અને સાથે એની પત્નીને પણ લેતો ગયો હતો."

પ્રભાવ:-" તો પછી મહેશનો પ્રેમ તકલાદી કહેવાય.આવા માણસનો ભરોસો ના કરાય"

પ્રભા:-" અમે તપાસ કરાવી તો ખબર પડી કે એના માતાપિતાની ઈચ્છા આગળ એનું કંઈ ચાલ્યું નહીં.કદાચ મહેશની કોઈ મજબૂરી હોઈ શકે.હવે તમારી ખાનગી કથા કહો.. એટલે કે તમને કોઈ સાથે પ્રેમ થયો હતો કે નહીં.કે તમારા કોલેજ વખતની વાત કરો."

પ્રભાવ: પહેલા મને કહે કે અમીતને અને તારે કોઈ...મારા કહેવાનો મતલબ એ નથી.મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે પણ યુવાનીમાં આવું બધું ચાલ્યા કરે."

પ્રભા હસી પડી.
બોલી:-" તમે તો વહેમીલા છો. ના ના મારા કહેવાનો મતલબ એ નથી પણ તમે વાતનું વતેસર કરો છો. અમીત સાથે મિત્રતા જ હતી. કોલેજ પુરી કર્યા પછી મેં એને જોયો જ નથી. મારે તો લગ્ન મોડા જ કરવા હતા.પણ તમારે ઉતાવળ હતી ને મારા બાપુજીને.. એટલે બંધાઈ ગઈ તમારી સાથે. એક અનોખું બંધન જે જીંદગી કે સાથ સાથ. હવે તમારી સાથે જ છું. તમારે સાચું કહેવાનું છે."

પ્રભાવ:- લાગે છે કે તમે બધા નિરમાની જાહેરાત જ કરતા હશો.. હેમા..રેખા..જયા ઔર સુષ્મા.. હવે તારી કોઈ સખી સુષ્મા તો નથી ને!"

પ્રભા:-" બહુ લપ કર્યા વગર જે કહેવું હોય એ કહો.મારા કોલેજ સમયનું મંથન કર્યા પછી જ તમારી સાથે જીવન વ્યતીત કરવા હા પાડી હતી."

પ્રભાવ:-" બસ તું કહીશ એ કરીશ.આમ તો મને એ વખતે પ્રેમ શું છે એ વિશે બહુ રસ નહોતો. શરમાળ હતો.કોઈ છોકરીઓ સામે જોતો પણ નહોતો એટલે કોઈ પ્રેમ કહાની નથી પણ એક રમુજી વાત કહું. કદાચ એક તરફી પ્રેમ હોઈ શકે."

પ્રભા:-" વાહ મારા રાજા.છુપે રૂસ્તમ છો. કહો કહો મજા આવશે.આપણે સમય જ કાઢવો છે.પણ હા આ વાત પુરી થાય એટલે ભાવિકને ફોન કરજો.એનો પણ લંચ ટાઈમ થશે."

પ્રભાવ:-"તેરે ઘર કે સામને એક ઘર બસાઉંગા..એક રમુજી કિસ્સો કહું પણ જરા હળવાશથી લેજે.. પછી તો એને ને મારે મળવાનું થયું નથી. તો સાચે સાચું કહું?"

પ્રભા:-" હા..હાં..કહો. મજા આવશે.કોણ ભાગ્યવાન છે એ ખબર તો પડે."

પ્રભાવ હવે મજાકના મૂડમાં આવી ગયો.
હસીને બોલ્યો:-" પુષ્પા.. ઝૂકેલા નહીં!"

પ્રભા હસી પડી.
બોલી:-"તમે ને પુષ્પા! ઝૂકેલા નહીં એવું નથી..પુષ્પા...ઝૂકેગા નહીં. તો તમે ઝૂક્યા નહીં ને મારી વખતે હજુ હું મારા બાપુજીને જવાબ આપું એ પહેલા તો તમે હા પાડી દીધી. પુષ્પા ઝૂક ગયા તો પુષ્પાંજલિ ભી ઝૂકેલી રે!"

પ્રભાવ ખડખડાટ હસી પડ્યો.
બોલ્યો:-"તું પણ બહુ રમુજી બની રહી છે. તું સાસુ બનીશ તો વહુ સાથે આવું ના બોલતી.હળીમળીને રહેવાનું છે."

પ્રભા:-" તમને એવું લાગે.કદી હું એવી લાગી છું? વહુને દિકરી જ માનવાની છે.અરે દિકરી જ કહેવાય.હવે વાત ઉડાડો નહીં.ફટાફટ બોલી નાંખો."

પ્રભાવ:-" સારું.. સારું... મારા બાળપણના નાનકડા દરિયામાં ડૂબકી લગાવું છું.તૈયાર..તૈયાર..તૈયાર..મને યાદ છે એ વખતે ચોથા ધોરણમાં પાસ થયો હતો ને વેકેશન પડ્યું હતું એટલે મમ્મી સાથે મામાના ઘરે ગયો હતો.મને મામાનું ઘર ગમતું હતું.એક દિવસ એમના ફળિયામાં બાળ શ્રીકૃષ્ણ ભગવાનનું નાનું નાટક રાખવાનું હતું.બાળ શ્રી કૃષ્ણ તરીકે એક સુંદર બાળક હતો. પણ રાધા બનવા કોઈ તૈયાર નહોતું.મામીએ મને રાધા તરીકે તૈયાર કરી. અમે નાટક પુરું કર્યું. પછી ખબર પડી કે બાળ કૃષ્ણ બનનાર મામીના સગાની પુત્રી હતી. બાજુના ફળિયામાં રહેતી હતી.એનું નામ પુષ્પા હતું.નાટક પછી પુષ્પાએ કહ્યું કે હવે દર વેકેશનમાં આવજે. તું મને ગમે છે.મોટી બનીને તારી સાથે જ લગ્ન કરીશ.પણ પછી તો ભણવામાં પડ્યો. કોલેજમાં આવતા પહેલા મામાના ઘરે ગયો હતો ત્યારે મામીએ મારી મમ્મી સાથે પુષ્પાની વાત કરી.પણ પુષ્પા એ વખતે બહુ જાડી લાગતી હતી ને હું સુકલકડી હતો એટલે મમ્મી એ ના પાડી. પુષ્પાએ એ વખતે કહ્યું હતું કે એક દિવસ તારા જ ઘરમાં હું આવીશ. મેં હસી કાઢ્યું હતું. બસ આટલી વાત છે."

પ્રભા:-" ઓહહો તમને ગમતી હતી તો હા પાડવી હતી.પછી પાતળી બની શકતી. હવે હું ક્યાં પાતળી છું. સારું સારું તો પછી આપણે જમવા બેસીશું."

થોડીવારમાં બંને જમવા બેઠા.
જમવાનું પતાવીને પ્રભાવ ભાવિકને ફોન કરવા ગયો ત્યાં પ્રભાવના મોબાઈલ પર કોલ આવ્યો.

પ્રભાવે ફોન ઉપાડ્યો.
" હેલ્લો કોણ?"

સામેથી એક મહિલાનો મધુર અવાજ સંભળાયો.
"હેલ્લો, પ્રભાવજી બોલો છો?"

મંથન કરે જિંદગીમાં
મળતા નીતનવા પાત્રો
ક્યારેક કોઈ ખોટું મળતું
ક્યારેક મળતું સારું પાત્ર
હાસ્યની છોળો વચ્ચે જીવજો
કષ્ટોમાં પણ હસતા રહેજો
સાચું મંથન એ છે કે
જીવનમાં સહન કરે કડવું ઘૂંટડો
જીવનમાં આનંદથી જીવતા
પ્રભા અને પ્રભાવ પાત્રો
ભાવિકનું ભાવિ શું હશે?
વાંચતા રહેજો નવા ભાગો...

( ભાગ-૮ માં પ્રભાવના મોબાઈલ પર કોનો ફોન આવ્યો હશે?ફોન કરનાર મહિલાએ શા માટે ફોન કર્યો હશે? સાંજે રેખા આવશે તો શું થશે? વાંચતા રહેજો. હસતા રહેજો. ખુશ રહેજો.)