શિવાદિત્ય ની શૌર્યગાથા - પ્રથમ પડાવ - પૂર્ણ નિરવ પ્રજાપતિ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવાદિત્ય ની શૌર્યગાથા - પ્રથમ પડાવ - પૂર્ણ

મહારાજ અને પૃથ્વીરાજ બંને ફસાઈ ગયા હતા.સુરંગ નો દરવાજો બંધ થવાના કારણે પાછું જવું શક્ય નહોતું. મહારાજ અને પૃથ્વીરાજ એ આગળ જવાનું વિચાર્યું.
"આગળ વધીએ પૃથ્વી, જે થશે એ જોયું જશે." કહી મહારાજ શિવાદિત્યસિંહજી આગળ વધ્યા.
આગળ જતાં સુરંગ એક મોટી ગુફા માં પરિવર્તિત થઈ. ધીમે ધીમે ગુફા મોટી થવા લાગી. મહારાજ અને પૃથ્વીરાજ એક મોટા ઓરડા જેવી ગુફા માં આવી ગયા.. સામે એક દરવાજા પાછળ થી અવાજ આવતો હોય તેમ લાગ્યું.
"આ તરફ મહારાજ" પૃથ્વીરાજ એ દરવાજા તરફ ઈશારો કરતા કહ્યું.
બંને દરવાજા તરફ આગળ વધ્યા અને દરવાજા ની અંદર પ્રવેશ કર્યો.
અંદર પ્રવેશતા ની સાથે બંને અંદર નું દૃશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.
ઓરડા ની સામે ની દીવાલો શણગારેલી હતી અને દીવાલો પર અજીબ અજીબ યંત્રો જેવા ચિત્રો દોરેલા હતા. નીચે જમીન પર કાળા જાદુ માં વપરાતો લગભગ બધો જ સામાન વિખરાયેલો પડ્યો હતો. જોતા જ જણાઈ આવતું હતું કે કોઈએ તાંત્રિક વિધિ કરી છે. પણ ઓરડા માં કોઈ દેખાતું ન હતું.
"શું લાગે છે મહારાજ? અહી કોઈ હશે?" પૃથ્વીરાજ એ પૂછ્યું.
"ડાકણ કાળા જાદુ ની જાણકાર છે. આપની સમક્ષ હશે તો ય નહિ દેખાય." મહારાજે જવાબ આપ્યો.
"તો આપણે એને શોધીશું કઈ રીતે?" પૃથ્વીરાજ એ પૂછ્યું.
મહારાજ વિચાર માં પડ્યા.
અચાનક મહારાજ ને કઈક યાદ આવ્યું. તેમણે તલવાર કાઢી અને કપાળ પર અડાડી ને આંખો બંધ કરી.
થોડી વાર પછી મહારાજ એ આંખો ખોલી અને દીવાલ તરફ ગયા. દીવાલ પર દોરેલા વિવિધ યંત્રો સાથે કઈક લખેલું હોય એમ જણાયું.
મહારાજ નજીક ગયા અને લખાણ વાચવાં લાગ્યા.
અચાનક દીવાલ ફરી. ઓરડા નો રસ્તો ખુલ્લો થયો. ઓરડા ની બહાર રસ્તો નીકળતો હતો. જેની થોડી દૂર એક હવેલી જેવું મકાન દેખાયુ.
મહારાજ અને પૃથ્વીરાજ હવેલી તરફ આગળ વધ્યા. જગ્યા કઈક અજીબ લાગી જાણે બધું કૃત્રિમ હોય તેવો આભાસ થતો હતો. બંને હવેલી માં પ્રવેશ્યા. અંદર મુખ્ય ઓરડા માં સામે જ ડાકણ બેસેલી દેખાઈ, એક ઉંમર લાયક વૃદ્ધ સ્ત્રી જેની આંખો ના ડોળા લગભગ લગભગ બહાર નીકળી ગયા હતા. હાથ અને પગ લાકડા જેવા પાતળા અને આંગળીઓ સળીઓ જેવી હતી નખ વધી ને ગોળ ગૂંચળા વળી ગયા હતા. વાળ સફેદ હતા અને એને કાળા કપડાં પહેરી રાખ્યા હતા.
"મહારાજ શિવાદિત્યસિંહજી ની જાય હો." ડાકણ એ હસતા હસતા એના ભયાનક અવાજ માં કીધું.
"તું મને ઓળખે છે?" મહારાજે આશ્ચર્ય સાથે પૂછ્યું.
"દુઃખિયા ના બેલી, પરદુઃખભંજન, વીર મહારાજ શિવાદિત્યસિંહજી ને કોણ નથી ઓળખતું?" ડાકણ એ જવાબ વાળ્યો.
"આ ગામ ના લોકો ને તરી કેદ માંથી મુક્ત કર." મહારાજે આદેશ કર્યો.
"અરે અરે મહારાજ.. આ આપનું રાજ્ય નથી કે મને આદેશ કરો છો." ડાકણ ખંધુ હસી.
"આ ભલા ભોળા લોકો ને બંધન માં રાખી તને શું મળવાનું છે?" મહારાજે ફરી પૂછ્યું.
"આ લોકો મને શું આપી દેવાના મહારાજ? પણ હા આપ વીર છો, પ્રતાપી છો, તો છોડાવી લો આ લોકો ને આપની વીરતા થી." ડાકણ એ પડકાર ફેંકયો.
"ભલે, જેવી તારી ઈચ્છા." કહી મહારાજે તલવાર કાઢી અને ડાકણ તરફ કૂદ્યા.
ત્યાં અચાનક મહારાજ ની સામે કેટલાક સૈનિકો પ્રકટ થયા.
"ઉતાવળ શું છે મહારાજ, પહેલા મારા સૈનિકો જોડે તો લડો." ડાકણ હસી.
"આપ ડાકણ ને વશ કરો મહારાજ, આ સૈનિકો ને હું જોઈ લઉં છું." કહેતા પૃથ્વીરાજ તલવાર કાઢી સૈનિકો તરફ ધસ્યો.
પૃથ્વીરાજ પણ વીર યોદ્ધો હતો. તલવાર બાજી માં નિષ્ણાત હતો. નજીવા સમય માં એને તમામ સૈનિકો ને ધૂળ ચાટતા કરી દીધા.
આ તરફ મહારાજ પર પોતાની સારંગી તલવાર લઈ ડાકણ તરફ ધસ્યાં. ડાકણ હવા માં ઉડી ને ભગવા લાગી.
પૃથ્વીરાજ એ લાગે જોઈ ઓરડા નો દરવાજો બંધ કર્યો.
મહારાજ પણ ગાંજ્યા જાય તેમ નહોતા.
મહારાજ પૃથ્વીરાજ તરફ દોડ્યા. પૃથ્વીરાજ બની હાથ ની હથેળીઓ ભેગી કરી નીચે જુકી ઉભો રહ્યો.
મહારાજે પૃથ્વીરાજ ની બંને હથેળીઓ ના સહારે હવા માં કૂદકો લગાવ્યો અને સારંગી તલવાર થી ડાકણ ના ગળા પર વાર કર્યો.
ડાકણ નીચે ફસડાઈ પડી. એના શરીર માંથી લોહી વહી રહ્યું હતું અને એ તરફડી રહી હતી.
અચાનક જાદુ થયો. હવેલી અને સૈનિકો ના શરીર ગાયબ થઈ ગયા. ડાકણ ના શરીર માંથી તેજ પ્રકાશ નીકળ્યો. અને ડાકણ એક સ્વરૂપવાન યુવતી માં પરિવર્તિત થઈ ગઈ.
મહારાજ અને પૃથ્વીરાજ બંને આશ્ચર્ય ચકિત થઈ ગયા.
"આ શું માયા છે?" પૃથ્વીરાજ બોલી ઉઠ્યો.
સ્વરૂપવાન યુવતી મહારાજ ની નજીક આવી અને મહારાજ ને પગે લાગી. પૃથ્વીરાજ અને મહારાજ બંને એકીટશે જોઈ રહ્યા.
"જય સોમનાથ મહારાજ" યુવતી એ એના સુરીલા અવાજ માં સંબોધન કર્યું.
"તું કોણ છું? અને આ બધું શું ચાલી રહ્યું છે? આ કેવો જાદુ છે??" મહારાજે એક સાથે બધા પ્રશ્નો પૂછી લીધા.
"કહું છું મહારાજ સાંભળો" યુવતી એ તેની વાર્તા કહેવાની શરૂ કર્યું.
"મારું નામ ચિત્રલેખા છે. હું આ ગામ ના ઠાકોર જયસિંહ ની પુત્રી છું. મુંજાલ નામના એક જાદુગર ના શ્રાપ ના કારણે હું ડાકણ બની ગઈ હતી અને ડાકણ બની જવાના કારણે અને એના શ્રાપ ના કારણ થી હું લોકો ને હેરાન કરતી હતી. પણ એક સંત મહાત્મા એ મને કહ્યું હતું કે મહારાજ શિવાદિત્યસિંહજી આવી ને તારો ઉદ્ધાર કરશે. આજે આપે આવી ને મને શ્રાપ માંથી મુક્ત કરી."
"ભલે, તારો ઉદ્ધાર તો થઈ ગયો પણ મારું કાર્ય હજી બાકી છે." મહારાજે કહ્યું.
" પહેલા મારા ગામ માં પધારો મહારાજ. પછી આપે સુખે થી સિધાવજો." કહી ચિત્રલેખા મહારાજ અને પૃથ્વીરાજ ને લઈ ગામ આવવા નીકળી.
ચિત્રલેખા નો શ્રાપ દૂર થવાથી ગામ લોકો પણ ફરીથી પત્થર માંથી સજીવ બની ગયા. ગામ લોકો એ મહારાજ અને પૃથ્વીરાજ નું સ્વાગત કર્યું.
"મહારાજ હું તમને કઈક આપવા માંગુ છું." ચિત્રલેખા એ મહારાજ ને કહ્યું.
"શું?" મહારાજે પૂછ્યું
ચિત્રલેખા એ એક મોતી જડિત સુવર્ણ નો સિક્કો મહારાજ ને આપતા કહ્યું. "મહારાજ આપ પણ મુંજાલ ને શોધી રહ્યા છો. તો આ મુદ્રા આપને મદદ કરશે."
"ભલે. ભગવાન સોમનાથ બધાનું ભલું કરશે. હવે અમને રજા આપો." કહી મહારાજ અને પૃથ્વીરાજ એ ગામ લોકો ની રજા લીધી અને આગળ નો સફર શરૂ કર્યો.