પ્રેમ રોગ - અંતિમ ભાગ Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ રોગ - અંતિમ ભાગ

ત્રણેય ની મંજિલ તો એક હતી પણ રસ્તાઓ અલગ હતા. કોલેજ નું છેલ્લું વર્ષ આવી જાય છે. દીપ અને મૈત્રીની દોસ્તી વિશે બંનેના પરિવારને ખબર હતી. દીપના મમ્મી અને પપ્પા આ રિલેશનને આગળ વધારવા માંગતા હતા. દિપ ના મમ્મી દીપ અને અનુરાગ બંને ના પ્યાર વિશે જાણતા હતા.

તેઓ દીપ અને મૈત્રી ને એક કરવા માટે તેમના રિશ્તાની વાત લઈને મૈત્રી ના ઘરે જાય છે અને મૈત્રી નો પરિવાર પણ આ વાત માટે માની જાય છે.

આ વાતની જાણ બધાને કરવામાં આવે છે અને ટૂંક સમય માં જ તેમની સગાઇ કરવાના હતા. દીપ ખુશ હોય ત્યાં બીજી બાજુ અનુરાગ મૈત્રી થી દૂર જતો રહે છે

તે મૈત્રી ને જોતા જ પોતાનો રસ્તો બદલાવી લે છે. મૈત્રી આ વાતથી તૂટી જાય છે. તેનાથી અનુરાગનું આમ દૂર જવું સહન થતું ના હતું.
મૈત્રી રડતી હોય છે ત્યાં દીપ આવી પહોંચે છે, " તું આમ કેમ રડ છો?. કોઈ એ કઈ કહ્યું છે? તું આ બધું થઇ રહ્યું છે તેનાથી ખુશ નથી? "

"ના ખુશ છું "

" ના, સાચું બોલ શું થયું? તારી અને અનુરાગ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે? "

મૈત્રી ડરીને દીપ સામું જુએ છે " ના આ તો આમ જ પૂછું છું કેમ કે મને એવુ લાગે છે. તે ત્યાં રડે છે અને સવાર થી દેખાણો નથી પાક્કું તે ત્યાં હોટેલ જ ગયો હશે "

" હું તને એક વાત કરવા માંગુ છું "

" બોલ ને "

દિપને એક અજાણ્યા

વ્યકિત નો ફોન આવે છે, " હેલ્લો, તમે અનુરાગ ના ભાઈ બોલો છો? "

" હા "

" તેમનું અકસ્માત થયું છે. અને તે અત્યારે આઈ. સી. યુ માં છે. જલ્દી થી તમે હોસ્પિટલ એ આવી જાઓ "

" હા, બસ હવે જલ્દીથી આવું છું. "

"શું થયું અનુરાગને? બોલને દીપ " મૈત્રી ગભરાઈ જાય છે.

" અનુરાગ નું અકસ્માત થયું છે. તે આઈ. સી. ઓ માં છે. જલ્દી થી ત્યાં જઈએ આપણે....

તેઓ આઈ. સી ઓ માં પહોંચે છે. તેમને અંદર જવા દેવામાં નથી આવતા પણ અનુરાગ ના કેહવા પર તેઓ અંદર આવે છે.

મૈત્રી દિપનો હાથ છોડી ને અનુરાગ નો હાથ પકડીને રડવા લાગે છે. દીપ ને ત્યાં જ ખબર પડી જાય છે નક્કી તેઓ બંને એક બીજા ને પ્યાર કરે છે.

અનુરાગ બહુ વાગ્યું હોય છે. તેની આવી હાલત મૈત્રી થી જોવાતી ના હતી.

" તું ચિંતા ના કર અનુરાગ... બધું સારુ થઇ જશે. હું તને કઈ ના થવા દઈશ. આઈ લવ યુ સોં મચ અનુરાગ. "

" ના મૈત્રી હવે તું મારી વાત સાંભળ. તને પામવું મારાં નસીબ માં નથી અને તારું મને પામવું હવે શક્ય નથી. હવે હું જાવ છું. મારાં ખ્યાલથી મારાં નસીબ માં કોઈનો પ્રેમ પામવાનું લખ્યું જ નથી. પેહલા મમ્મી, પછી પાપા અને હવે તું.....


મને માફ કરી દેજે હું તને તારા પ્યારના બદલામાં કઈ પણ ના આપી શક્યો સિવાય આંસુ ના... " અનુરાગ ની આંખ માથી આંસુ આવવા લાગ્યા

" તું આવું નહિ બોલ અનુરાગ. તે મને એ ખુશી આપી છે જે કોઈ મને નથી આપી શક્યું. તું મારાં માટે મારી જાન છો. તારા વિના મારું જીવવું શક્ય જ નથી. તું મારો શ્વાસ છે. "

" હું તને એક વાત કેહવા માંગતો હતો હું તને પેહલા દિવસ થી જ ખુબ પ્રેમ કરું છું. તું આમ રડ નહીં. તું આમ રડતી હો ત્યારે બિલકુલ સારી નથી લાગતી. દીપ અહીંયા આવ "

" હા ભાઈ, મને માફ કરી દો હું પાછો તમારા પ્યાર વચ્ચે આવી ગયો. "

" ના ના, ઘણા લોકો ના નસીબ માં પ્યાર લખેલ જ નથી હોતો છતાં તે કોઈનો પ્યાર પામવા જાય તો આવું થાય. તું તારી મૈત્રીનું હંમેશા ધ્યાન રાખજે. તમે બંને હંમેશા ખુશ રેહજો "

" આ શું બોલો છો ભાઈ? "

" હા, મૈત્રી દીપ તને હમેશા ખુશ રાખશે. એ તને બહુ પ્રેમ કરે છે મૈ જોયું છે.

તારા પ્રેમ ના નશા એ મને દીવાનો કર્યો છે.
તારી સાદગી એ મને તારો પ્રેમી કર્યો
તારા આ પ્રેમ ના વિચારો એ મને ચારે બાજુ થી એવો ધેર્યો
કે મને સામે વાહન ની જગ્યા એ તારો ચેહરો મળ્યો

મને માફ કરજે. " આટલું કેહતા જ તેનું અવસાન થઇ જાય છે

આખા હોસ્પિટલ માં સન્નાટો છવાઈ જાય છે. ડૉક્ટર પણ હાર માની જાય છે. મૈત્રી ના તો હોશ ઉડી જાય છે. દીપ ના મમ્મી ને પણ આ વાતનો અહેસાસ થાય છે કે તેને જે કર્યું તે ખોટું કર્યું. મૈત્રીના મમ્મી પાપા પણ તેમની મોહબ્બત સામે હાર માની લે છે પણ હવે બહુ મોડું થઇ ગયું હતું.

ખબર નહોતી કે મોહબ્બત આટલી તડપાવશે
આ સજાવેલી દુનિયામાં મને એકલી છોડી ચાલી જશે

દિલમાં માં અનુરાગ હતો અને મારી હકીકતમાં પણ અનુરાગ હતો
હવે સપનાઓ માં જ અનુરાગ રહ્યો છે

તારા ચહેરાથી મારું સ્મિત હતું
તારા હોવાથી મારું જીવવાનું વજુદ હતું
પણ હવે તારા જવાથી
માનો જિંદા લાશ છું એવુ જ રહ્યું

તારા ઇશ્ક માં હસી છું
એકલી એકલી ગણગણી છું
પણ તારા ઇશ્ક માં હવે હું દિલ હારી છું
પણ તારા ઇશ્ક માં હવે હું દિલ હારી છું
તું એકવાર આવ, મારી મોહબ્બત ને તું જો,
તારા માટે આ દિલ ધડકી રહ્યું છે બસ હવે એ તારી જ રાહ જોઈ રહ્યું છે

Priya talati
મારી વાર્તા જો પસંદ આવી હોય તો રેટ આપો અને કહો કેવી લાગી વાર્તા......