પ્રેમ રોગ - 3 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ રોગ - 3

"હાય મૈત્રી "

" હાય દીપ, આજે તું ફ્રી છો? મારે તારી સાથે વાત કરવી છે."

" આમ તો મારે ઘણું કામ છે પણ તમારા માટે હું હંમેશા ફ્રી જ છું "

" ઓકે, તો આપણે ક્યાંક બહાર જઈને વાત કરીએ "

" બહાર એટલે કોલેજની બહાર કે... "

" હા કોલેજની બહાર. કોઈક સારી જગ્યાએ "

" ઓકે તો ચાલ હું તને મારી મનપસંદ જગ્યાએ લઈ જાવ છો "

" ઓકે કંઈ વાંધો નહીં "

" શું વાત છે આજે તો તમે બંને એક સાથે છો" અનુરાગ દીપ અને મૈત્રીને વાત કરતા જુએ છે તો

" હા મને અનુભવ થયો કે જે પણ થયું તેમાં દીપનો કોઈ વાંક ન હતો. એટલે મેં દીપ ને એક તક આપવાનું વિચાર્યું." મૈત્રી કહે છે.

" આ તો સારામાં સારો વિચાર છે. બાય ધ વે હું તને એક વાત કહેવા આવ્યો હતો કે કાલે તું જે બુક વાંચતી હતી ને તેનો બીજો ભાગ મારી પાસે છે. તો આપણે લાઇબ્રેરીમાં જઈને તે બુક વાંચીએ? " અનુરાગ મૈત્રીને પૂછે છે.

" સોરી અનુરાગ હું તારી સાથે બુક વાંચત પણ હું અને દીપ બહાર જઈએ છીએ "

" અરે કંઈ વાંધો નહીં. જ્યારે તારું બુક વાંચવાનું મન થાય ત્યારે કહેજે. "

દીપ, " તો આપણે જઈએ મૈત્રી?"

" હા ચાલ. ઓકે બાય અનુરાગ "

દીપ અને મૈત્રી બંને બાઈક લઈને દીપ ની મનપસંદ જગ્યા પર પહોંચે છે. એ જગ્યા ખૂબ વિશાળ હોય છે અને મન મોહક હોય છે. મૈત્રીને તે જગ્યા ખૂબ પસંદ આવે છે.

" અરે વાહ દીપ આ જગ્યા તો બહુ સરસ છે "

" હા આ જગ્યા તો ખુબ સરસ છે પણ તને હજી એક ખૂબસૂરત જગ્યા બતાવું. આ જો સામે ચા ની ટપરી છે અને તેની સામે મન મોહક નજારો છે. અહીંયા બેઠા બેઠા ક્યારે સમય જતો રહે ખબર જ ના પડે. જ્યારે પણ હું કે અનુરાગ બંને એકલા હોઈએ અથવા કોઈ વાતથી પરેશાન હોઈએ તો અહીંયા આવીને બેસી જઈએ છીએ. "

" ખરેખર આ જગ્યા બહુ સુંદર છે "

" હા એ તો છે. ચાલ આપણે લંચ કરતા કરતા વાતો કરીએ"

બંને પોતાનો લંચ લે છે " તારે કંઈક વાત કરવી હતી ને? "

" હા માત્ર મારે એટલું કહેવું હતું કે જે પણ થયું તેને ભૂલી જઈએ અને નવી શરૂઆત કરીએ. મને આ વસ્તુ નો અનુભવ થયો કે જે પણ થયું એમાં તારો કંઈ જ વાંક ન હતો. તારી સાથે ગેરવર્તન કર્યું એ બદલ હું માફી માંગુ છું "

" અરે એમાં માફી શેની માંગવાની. આપણે તો હવે દોસ્ત છીએ તો દોસ્તો નો નિયમ છે નો સોરી નો થેન્ક્સ. "

" ખરેખર તું પણ છે હા.... તને કોઈ વાતનું ક્યારેય ખોટું નથી લાગતું "

" નહીં તો... મને કંઈ વાત નું ખોટું લાગે. જ્યારે આપણા જીવનમાં આટલા બધા વ્યક્તિ છે મહત્વના.. તો આપણે કોઈ એવી વ્યક્તિની વાતને દિલમાં શા માટે લાવીએ કે જેનાથી આપણને ખોટું લાગે. એ બધી વાતો ને ભૂલી જવાનું. એક નહીં તો બીજી વ્યક્તિ આપણા જીવનમાં આવવાની જ છે. "

" બાય ધ વે તારી એકેય ગર્લફ્રેન્ડ છે? કોલેજમાં તો બહુ બધી છોકરીઓ તારી પાછળ છે એટલે ખબર જ નથી પડતી કે તારી ગર્લફ્રેન્ડ કોણ છે "

" હા એ પણ છે. ખરેખર માં મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. શું તું મારી ગર્લફ્રેન્ડ બનવા માંગીશ? " દીપે હસતા કહ્યું.

" આમ તો તું હેન્ડસમ છો અને તારો અવાજ પણ સુરીલો છે પણ એનો મતલબ એ નથી તું મને આટલી જલદી તારી ગર્લફ્રેન્ડ બનાવી શકીશ."

" તો તારે કેવો છોકરો જોઈતો છે બોલને તારા માટે હું એવો બની જઈશ "

" મને એવો છોકરો જોઈતો છે એ બહુ હેન્ડસમ નહીં હોય તો ચાલે પણ તે મારી વાત કહ્યા વિના જ સમજી જાય. તેને મારી જેમ નોવેલ વાંચવામાં રસ હોય. જે બધાની ભાવનાને સમજતો હોય "

" ભૂલી જ જા તુ આ સમયમાં તને આવો છોકરો મળશે "

" મળશે એક દિવસ મને પણ મારા સપના નો રાજકુમાર મળશે. "

" આની તો બહુ માંગ છે યાર. આને મારી ગર્લફ્રેન્ડ બનાવવા માટે મારે આટલું બધું કરવું પડશે. મને તો નોવેલ વાંચતા જ ઊંઘ આવવા લાગે છે. હું મારી ભાવના ને નથી સમજી શકતો ને બધાની ભાવના ને શું ખાસ સમજીશ. વાંધો નહીં પણ હું આ બધું કરી લઈશ માત્ર તારા માટે મૈત્રી" દીપ મનમાં વિચારે છે.

" અરે શું વિચારે છે તું દીપ? ક્યાં ખોવાઈ ગયો થોડીક વારમાં? મારા ખ્યાલથી આપણે બહુ મોડું થઈ ગયું છે તો ઘરે જતું રહેવું જોઈએ. "

" હા ચાલો હું તને તારા ઘર સુધી છોડી જાવ "

દીપ તેને ઘર સુધી છોડવા જાય છે. મૈત્રી દીપ ને ઘર અંદર આવવા માટે કહે છે એટલામાં મૈત્રી ના પપ્પા આવી જાય છે. તે દીપ ને અંદર બોલાવે છે અને ચા નાસ્તો કરાવે છે.પછી દીપ જતો રહે છે.

દીપ ને મૈત્રી સાથે પહેલી નજરમાં જ પ્યાર થઈ જાય છે. જોઈએ હવે આગળ શું થાય છે...

Priya talati