પ્રેમ રોગ - 5 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ રોગ - 5

દીપ આવે છે અને દીપ ને મૈત્રી બંને અનુરાગ ને ઘરે લઈ જાય છે. મૈત્રી અનુરાગ માટે વિચાર કરતી હોય છે. આજે જે પણ થયું તે માત્ર મમ્મી પપ્પા વિશે પૂછવાથી થયું. અનુરાગ નશા ની હાલતમાં બધું બોલે છે કે તેને શા માટે નશો કર્યો.

રાતના મૈત્રી નો ફોન દીપ ને આવે છે " હાય દીપ, તું ક્યાં છો? "

" મૈત્રી અત્યારે હું ક્યાં હોવ.ઘરે જ છું યાર "

" તો તને અનુરાગ વિશે કંઈ પણ નથી ખબર!"

" ના અનુરાગ ક્યાંક બહાર ગયો લાગે છે. કેમ તારે કંઈ કામ હતું અને અનુરાગનું"

" દીપ અત્યારે આપણે જ્યાં હોટલે આવ્યા હતા ત્યાં અનુરાગ છે. તે અત્યારે નશા ની હાલતમાં બેહોશ છે "

" શું કહે છે તું !. તો ત્યાં અનુરાગનું ધ્યાન રાખ ત્યાં હું હમણાં જ આવું છું "

" આજે આપણે બંને તારી જે ફ્રેન્ડ છે ને તેના પ્યાર નો સેલિબ્રેશન કરશું. એના પ્યાર ની વાર્તા અનુરાગ ને કહીશું. "

"મૈત્રી ખરેખર, આવા ખરાબ આઈડિયા તો તું જ આપી શકે "

" આ આટલો ખરાબ પણ આઈડિયા નથી. તને જો બહુ ખબર હોય તો તું જ બોલને શું કરવું આપણે.... બોલ...... "

" ઠીક છે હવે. તુ બોલ એ કરીએ "

" દીપ પ્યાર હોય છે ને એ એક લાગણી હોય છે. આને આટલી જલ્દી થી ના જીતાય. કોઈનો પ્યાર પામવા માટે પહેલા આપણે તેને પ્યાર કરવો પડે. પ્યાર કઈ રીતે થાય તેને શીખવવું પડે. મને વિશ્વાસ છે કે આ બધું જોઈને અનુરાગ ખુશ થશે અને જો તે ખુશ થશે તો બધું આપણા પ્લાન મુજબ થશે. "

સવારના 06:00 વાગ્યા હોય છે ત્યાં મૈત્રી દીપ ને ફોન કરે છે. દીપ નિંદરમાં હોય છે " આટલી સવારના કેમ ફોન કર્યો છે મૈત્રી? "

"હજી તું સૂતો છે. જલ્દીથી તો જાગી જા..આજે તારે મને મારા ઘરેથી લેવા આવવાની છે."

" શા માટે પણ.... "

" અરે તું આવતો સહી. હું તને બધી વાત જણાવી દઈશ. સાત વાગ્યે તું મારા ઘરની બહાર આવી જા અને તું જો સમયસર ન આવ્યો તો જોઈ લેજે" ફોન કાપી નાખે છે.

" કાપી નાખ્યો ફોન. આ પણ કેવી જબરદસ્તી છે? સવાર સવારમાં સુવા પણ નથી દેતી. " દીપ જાગીને તૈયાર થઈને મૈત્રીને લેવા જાય છે. મૈત્રી ના પપ્પા દીપ ને બહાર જોઈને અંદર બોલાવે છે. ત્યાં મૈત્રી આવે છે અને અમારે મોડું થાય છે એવું કહી જતી રહે છે.

" સમજી ગયો હું તમારી ભાવનાને .. બોલો હવે આગળ શું કરવાનું છે? "

" હવે આપણે છે ને કેન્ટીનને સજાવી નાખીયે. "

" ઓકે , કોઈના પ્યાર ને પામવા માટે આટલું બધું કરવું જરૂરી છે "

" દીપ યાર પ્યાર એક લાગણી છે. તેને શબ્દોમાં વ્યક્ત ના કરી શકાય. જ્યારે તને કોઈ સાથે પ્યાર થશે ને ત્યારે તને ખબર પડશે. તો તેના પ્યારમાં આખી દુનિયા હારવા માટે તૈયાર હો છો. તે જે તને કહે ને એ તને સાચું લાગે છે બાકી આખી દુનિયા તો ખોટી લાગે છે પ્યારમાં.... પ્યાર ને સમજવો મુશ્કેલ છે. હા સાચું કહું તો પ્યાર એ એક એવો શબ્દ છે ' જે ગાંડા ને ડાયો અને ડાયા ને ગાંડો બનાવી દે છે.'

"આ બધું તમે શું કરી રહ્યા છો? " અનુરાગ આવે છે.

" હું કંઈ પણ નથી કરતી. જે કરે છે એ તું જ કરે છે. તને થોડો પણ વિચાર ન આવ્યો કે મને કેવું લાગશે. " મૈત્રી તેનું કામ કરવા લાગે છે

" એક મિનિટ મૈત્રી પહેલા મારી વાતનો જવાબ આપ. શું કેવું લાગશે? મેં શું કર્યું? " તેનો હાથ પકડતા કહે છે.

" અનુરાગ કાલ રાત વિશે તને કંઈ પણ યાદ છે? "

" હા એ પણ તને કોણે કહ્યું? જરૂર આ વાત તને દીપે કહી હશે. "

" દીપ ને તો આ વાત વિશે ખબર પણ ના હતી. દીપ ને મે ખુદ એ કહ્યું. કાલે રાતના તું આટલો નશામાં હતો તને કંઈ વાતની પણ નહોતી ખબર કે તને દીપ નહિ હું ઘરે મૂકી ગઈ અને કાલ રાતના તું નશામાં બધું બોલતો હતો. "

" મૈત્રી જો....... કાલે હું થોડો દુઃખી હતો એટલે મેં નશો કર્યો હતો પણ તું આ વાતને ભૂલી જા. આ મારી દરરોજની વાત છે."

" અનુરાગ તને ખબર છે હું જ્યારે કોલેજમાં પહેલા દિવસે આવી ત્યારે દીપે મારા સાથે શું કર્યું હતું? ત્યારે મને દીપ કરતા તું વધુ સારો લાગ્યો પણ હવે આવી રીતે તને જોતા..... "

" તને મારા નશો કરતા આટલું બધું ખોટું કેમ લાગે છે "

" હું તારી ફ્રેન્ડ છું. તને કંઈ પ્રોબ્લેમ હોય તો તું મારી સાથે વાત કર. તારો ભાઈ દીપ પણ તારે બધી વાતોને સમજે છે. તું આમ નશો ના કર. આ તારા માટે સારું નથી. "

" હા એ પણ છે મૈત્રી" દીપ મૈત્રીની વાતમાં હા પૂરતા કહે છે.

" અરે દીપ લાવ હું કરાવું છું ને મદદ. " અનુરાગ દીપ ના હાથમાંથી ડેકોરેશન લે છે.

"તું આ વિશે મૈત્રીને વાત કર. હું બહાર જાવ છું.હું હમણાં આવું મૈત્રી " દીપ અનુરાગના હાથમાંથી ડેકોરેશન નો સામાન લેતા કહે છે.

"ઓકે, જલ્દી આવજે "

" યાર, તું શું કર છો મૈત્રી? આમ ભી હું શું કરીશ. મને મદદ કરાવવા દે ને... "

" ના નહિ. બિલકુલ નહિ. તું લાયબ્રેરી માં જઈને તારી બૂક વાંચ. "

" મૈત્રી યાર. શું થયું છે તને આમ કેમ વર્તન કર છો " અનુરાગ મૈત્રીનો હાથ ખેંચવા જાય છે તો મૈત્રી અનુરાગ પર પડી જાય છે.

"ઓહહ, આઈ એમ સો સોરી.... પણ તું આવું કેમ અચાનક થી કર છો?" આગળ

Priya talati