DARK ROOM Zala Yagniksinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DARK ROOM




DARK ROOM



મારી આંખો ખુલ્લી હતી. પણ જાણે આંખો બંધ હોય તેવું લાગતું હતું, કેમકે બધીજ તરફ અમાશ ની રાત કરતા પણ વધારે અંધકાર હતો. હું કઈ પણ જોઈ શકતો ન હતો, બધીજ બાજુ બસ અંધકાર હતો.

હું મારી જગ્યાએ થી ઉભો થયો અને આ અંધકાર માં આગળ ચાલવાનું નક્કી કર્યું, અહીં એટલી શાંતિ હતી કે મને મારા પગલાં નો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહયો હતો. મે વિચાર્યુ કે અહીંયા કોઈ ટોર્ચ કે મીણબત્તી મળી જાય તો મને ખબર પડે કે હું કઈ જગ્યાએ છું? પણ અહીં અંધારું વધારે હતું. હું કોઈ વસ્તુ જોડે અથડાઈ ન જાવ એટલા માટે બને હાથ આગળ કરી ને ચાલવાનું નક્કી કર્યું.

મને હજુ પણ કોઈ પ્રકાર નો ખ્યાલ ન આવતો હતો કે હું ક્યાં છું? અને હું અહીંયા કેવી રીતે આવિયો? બસ હું તે અંધારિયા રૂમ માં ચાલતો હતો.

મે ચાલવાની શરૂવાત કરી તેને ૨ મિનિટ થઈ ગઈ હતી પણ મને હજુ સુધી રૂમ નો દરવાજો તો દૂર દીવાલ પણ મળી ન હતી. મને લાગ્યું રૂમ વધારે મોટો હશે એટલા માટે મે દીવાલ નો ટેકો લેવાનું નક્કી કર્યું પણ આશ્ચર્ય ની વાત તો તે હતી કે મને દીવાલ પણ મળી રહી ન હતી હું જે દિશા માં ચાલતો હતો તેની વિરુદ્ધ દિશા માં ચાલવાની શરૂવાત કરી પણ જાણે રૂમ નો કોઈ અંત જ ન હોય તેવું લાગી રહ્યું હતું . હું બધીજ દિશા માં થોડી થોડી દૂર ચાલવાની નક્કી કર્યું .આ અંધારિયા રૂમ માં મને આશરે ૫-૬ મિનિટ થઈ ગઈ હતી ચાલતા ચાલતા પણ, હજુ કોઈ દીવાલ કે કોઈ રૂમ નો સામાન જોડે સ્પર્શ થયો ન હતો.

હવે મન માં અલગ-અલગ વિચારો આવવા ની શરૂવાત થઈ ગઈ હતી મન માં હવે ડર ની એન્ટ્રી પણ, થોડા ઘણા અંશે થઈ ગઈ હતી. પણ તેના કરતાં મનમાં સવાલ વધારે હતા એટલા માટે હું મારું ધ્યાન તે બધી બાબત માંથી હટાવવાનો પ્રયાસ કરતો હતો.

"બસ હવે થકી ગયો હું, આ રૂમ નો તો કોઈ અંત જ નહિ થતો, યાર! આ કોઈ રૂમ છે કે કોઈ હવેલી, ખાબરજ નહિ પડતી, હવેલી હોય તો પણ એટલો મોટો રૂમ! "

હું પોતાની જોડે વાત કરતો હતો, ત્યાં કઈક ના ચાલવા નો અવાજ કાને અથડાયો અવાજ એટલો મોટો ના હતો એટલા માટે મને તેની દિશા વિશે કાઈ ખબર ન પડી પણ રૂમ માં મારા સિવાય કોઈ હતું નહિ તેની ખાતરી મને થઈ ગઈ હતી કેમકે મને ફકત માર પગલાં નો અવાજ આવી રહ્યો હતો , મે બૂમ પડી અને કીધું "કોણ છે અહીંયા?" થોડી વાર તો મારોજ અવાજ મને ૩-૪ વખત સંભળાયો જાણે મારા અવાજ ના પડઘા પડી રહ્યા હતા.

તે શાંત થયા બાદ તરતજ એક ચિખ સંભળાઈ તે ચીખ એટલી જોરદાર હતી કે મારું રોમ રોમ કાપી ઉથીયું હું આમ તો કોઈ થી ડરતો ના હતો પણ તે ચીખ એ મારા પગ તળિયે થી જમીન ખચાવી દીધી. તે ચીખ કોઈ સ્ત્રીની હતી, તેની ચીખ મન માં એક અલગજ પ્રકાર નો ડર પેદા કરી ગઈ હતી, જાણે કોઈ સ્ત્રી કોઈ ભયાનક પીડાથી પીડાતી હોય તેવી દર્દનાક ચિખ હતી.

હું થોડી વાર માટે મારી જગ્યાએ જ બેસી ગયો. મારા માં હવે ઊભા થવાની પણ હિંમત ન હતી. મારો ડર હવે પોતાની સીમા પર આવી ગયો હતો મારી લાઈફ માં આજે હું પેલી વાર આટલો ડરી ગયો હતો. મારૂ કપાળ પ્રછેવાથી નહાવા લાગ્યું હતું.

તે ચીખ ને સાંભળી તેને ઘણી વાર થઈ ગઈ હતી ફરી રૂમ માં પેલા જેવું વાતાવરણ થઈ ગયું હતું. હું મારી દિલ ની ધડકન નો અવાજ પણ સરખી રીતે સાંભળી શકતો હતો. મને થતું હવે બધું સરખું થઈ ગયું છે ત્યાં જ મારો હાથ મારા પેન્ટ ના ખિસ્સા માં ગયો તેમાં કઈક હતું.

મે તેને બહાર કાઢયુ તો તે લાઇટર જેવું લાગ્યું. મે તેને સળગાવવાનો પ્રયાસ કરીયો પેલા તો તે ના સળગ્યું પણ થોડી વાર મહેનત કરીયા બાદ તે પ્રકાશિત થયું.

હજૂતો તેની જ્યોત લાઇટર માંથી બહાર પણ આવી ન હતી ત્યાં મારા ખાંભા પર કોઈએ હાથ મૂક્યો. બસ જાણે મારી આત્મા મારું શરીર મૂકી ને જતી રહી હોય એવું લાગ્યું, હું સ્તબ્ધ થઈ ગયો. મને મારી જિંદગી ના આખરી પલ હોય તેવું લાગવા લાગ્યું હતું.

પેલા તો મારી હિંમત ન ચાલી પાછળ જોવાની પણ કોઈ મને પાછળ થી બોલાવતું હોય તેવું લાગ્યું મે લાઇટર સાથે પાછળ ફરી ને જોયું તે દર્શ્ય મારા જીવનનું બધાથી ખરાબ દર્ષ્ય હતું કદાશ હું તેને શબ્દ માં પણ બયાન ના કરી શકું. બસ તે જોતા જ મારા મોં માંથી ડર ના દિધે એક જોરદાર ચીખ પોતાની રીતે નીકળી ગઈ અને મને લાગ્યું કે આ મારી જિંદગી ની અંતિમ ચીખ હશે બસ ત્યાં.........