બોધદાયક વાર્તાઓ - 9 Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બોધદાયક વાર્તાઓ - 9

1.
*"દોડવું"*

એક વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે લોકોનું એક મોટું ટોળું પાછળથી દોડતું આવતું હતું. *તેઓને જોઈને તે પણ તે લોકોની સાથે દોડવા લાગ્યો. થોડીવાર પછી, તેણે તેમાંથી એકને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? માણસે જવાબ આપ્યો - નજીકમાં આવેલા નવા અને મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર તરફ જઈ રહ્યા છે.*

*_વ્યક્તિએ વિચાર્યું, ઘણા બધા લોકો દોડી રહ્યા છે - સ્ટોર પર એક ખૂબ જ આકર્ષક ઓફર હોવી જોઈએ. મારે સમય બગાડવો જોઈએ નહીં - મારે ઝડપથી દોડવું જોઈએ અને કોઈ પહોંચે તે પહેલાં પહોંચવું જોઈએ! તે પહેલા પહોંચ્યો અને જોયું તો સ્ટોર બંધ હતો. તે જોઈને તે હેરાન થઈ ગયો!_*

તેણે એક દોડવીરને પૂછ્યું - સ્ટોર તો બંધ છે - તમે કેમ દોડી રહ્યા હતા? વ્યક્તિએ કહ્યું - હું દોડ્યો કારણ કે બધા દોડી રહ્યા હતા!

*મિત્રો, આપણે જાણવાની જરૂર છે કે આપણે જીવનમાં શેના માટે દોડી રહ્યા છીએ??? પ્લાન કરો અને પછી દોડો.
2.
*"પ્રિય બનો"*

એકવાર હું એક ઓફિસની મુલાકાતે ગયો. *મેં જાણ્યું કે સૌને બોસ ગમતા હતા! બોસ અને સૌને પસંદ?? સામાન્ય રીતે બોસ બધાને ગમતા હોય એવું ન બને!* મેં શોધવાનો પ્રયત્ન કર્યો એ કેવી રીતે???

મેં આ વ્યક્તિનું અવલોકન કર્યું અને તેની 2 વિશિષ્ઠ આદતો વિશે જાણ્યું! *_તેઓ જે વ્યક્તિ સારું કામ કરે તેની તરત પ્રશંસા કરતા હતા - પછી તે કોઈ પણ હોય, અને 2જી આદત - તે કામ કરાવવાની સીધી વાત,સ્પષ્ટ સમજ અને સમયરેખા સાથે કરાવતા !_*

*પહેલી આદત બીજી આદત સાથે જોડાયેલી છે!* જ્યારે તમે સામાન્ય રીતે સારું કામ કરનાર વ્યક્તિની કદર કરો છો - *ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જે કામની અપેક્ષા રાખવામાં આવે ત્યારે તે દિલથી અને શ્રેષ્ઠ રીતે કરે છે.*

*મિત્રો, લોકોમાંથી શ્રેષ્ઠતા મેળવવા આ આદતો કેળવો.

3. Solution :
અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસના AC ચેરકારના એક કમ્પાર્ટમેન્ટમાં વહેલી સવારે એક ઘટના બને છે.

અલબત્ત સૂર્યોદય થવાને હજુ ઘણી વાર છે અને ટ્રેઈન ઉપડવાની તૈયારીમાં છે. ઓલમોસ્ટ લોકો તેમની જગ્યાએ બેસી ચુક્યાં છે. કેટલીક સીટ્સ આગળથી ભરાવા માટે ખાલી પડી છે. અંદરનું વાતાવરણ એકદમ શાંત છે.

કમ્પાર્ટમેન્ટની મધ્યમાં આવેલી વચ્ચેની એક સીટ પર એક યુવાનના હાથમાં (શક્ય છે વિવો બ્રાન્ડનો હાઈ-રેન્જ સાઉન્ડવાળો) મોબાઈલ શરુ થયો છે. સોફ્ટ પિયાનો કે ડિવોશનલ મ્યુઝિક હોત તો કાનને ખુશી મળત.

અરે ! કિશોરદા અથવા લતા-આશા કે થોડોક અરિજિત પણ ગાઈ રહ્યાં હોત તો વાતાવરણ થોડુંક સૂરીલું બનત. પણ તેના મોબાઇલમાંથી ઓલમોસ્ટ લોકોને કર્કશ લાગે એવી કોઈક વેસ્ટર્ન હિપહોપ મ્યુઝિક શરુ થાય છે.

થોડી જ સેકન્ડઝમાં તેની આસપાસ હાજર મુસાફરોમાંથી કેટલાંકને કાનમાં પડતો આ અવાજ માથાકૂટ જેવો લાગી રહ્યો છે. એ સૌ મૂક ભાવે કહી રહયાં છે કે...

"લ્યા ભ'ઈ, આવા વાતાવરણમાં કેમ તું અન્ય મુસાફરોને ખલેલ પાડી રહયો છું ? શું તને એટલુંયે ભાન નથી ચાલતી કે આ કર્કશ મ્યુઝિક તું અમને ડિસ્ટર્બ કર્યા વિના ઈયરફોન કે હેડફોનમાં પણ સાંભળી શકે છે?".....

પાંચેક મિનિટ્સ પસાર થવા આવી છે. કોઈ ફરિયાદ કરતુ નથી કે કોઈ ઉભું થઇ એ યુવાનને કાંઈ કહેતું પણ નથી. ને ત્યાં જ....એક પ્લેઇન બ્લ્યુ ટીશર્ટ-જીન્સ પેન્ટ પહેરેલ એક પુખ્ત માણસ ઉભો થતો દેખાય છે. જે હળવેકથી એ યુવાન પાસે આવીને ખૂબ જ નીચા સ્વરે યુવાનના હાથમાં કાંઈક આપી પાછો પોતાની જગ્યાએ પાછળ આવી બેસી જાય છે.

વાતાવરણ શાંત થઇ છે. હિપહોપનો શોર ગાયબ થઇ ચુક્યો છે. પેલો યુવાન ઉપડેલી કર્ણાવતીની ગતિ સાથે તાલ મિલાવી રહ્યો છે. એ ખુશ દેખાય છે. પાછળ ફરીને લાઇકવાળો અંગૂઠો બતાવી રહ્યો છે.

થોડીવાર પછી 'બારેજડી'નું સ્ટેશન પસાર થઇ ચૂક્યું છે. ટ્રેઈને સ્પિડ લીધી છે. . . . .
. . . . . . . .

આપણી આસપાસ બનતી, જડી આવતી આવી ઘણીયે મૂક ઘટનાઓની કોઈ ચર્ચા થતી નથી. કારણકે પોલ્યુશન-પ્રોવાઇડર્સ તો અસંખ્ય હોઈ શકે, પણ સોલ્યુશન પ્રોવાઇડર્સ બહુ જૂજ હોય છે.

#gujarati #madwajs #matrubharti