એકવાર એક છોકરી સાંજે બગીચામાં ચાલતી હતી. લગભગ અંધારું થઈ ગયું હતું અને બગીચામાં સાંજે ચાલવા આવતા લોકો નીકળી ગયા હતા. *તે બગીચાના છેડા તરફ ચાલી રહી હતી, જ્યાં તે ભાગ્યે જ કોઈને જોઈ શકતી હતી! વાતાવરણ શાંત અને થોડી ઠંડી હતી. ત્યાં કોઈ નહોતું.*
*અચાનક તેને એક સ્ત્રીની જોરથી ચીસો સંભળાઈ! તેને આસપાસ માં કોઈ દેખાયું નહી.* તેણે ઝાડીમાં જોયું તો એક સ્ત્રીની થોડીક ઝાંકી જોઈ શકી. તરત જ, તેને મદદ કરવા માટે તેણે એક મજબૂત લાકડી શોધી અને તે ઝાડીઓમાંથી બચાવવા દોડી. *પહોંચીને જોયું તો આશ્ચર્યચકિત થઈ ગઈ!*
*_એક માણસ તેના ઘૂંટણ પર... હાથમાં વીંટી પકડીને બેઠો હતો - તે મહિલાને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકતો હતો અને ખુશીથી મહિલાએ આશ્ચર્યથી ચીસ પાડી હતી ! છોકરી પોતાની જાત પર હસી પડી અને શરમાઈ ગઈ!_*
*મિત્રો, "SCREAM" ("ચીસ" ) શબ્દનો વધુ સંબંધ દુઃખ સાથે છે અને આશ્ચર્ય સાથે ઓછો છે ! આજનો દિવસ એટલો પ્રખ્યાત નથી – પણ આજે વિશ્વ "SCREAM" ("ચીસ" ) દિવસ છે ! ધ્યાનમાં બેસવા કરતા ચીસો પાડવાથી મગજને વધુ આરામ થાય છે! ચીસો પાડવાની ટેવ કેળવો (જ્યાં અન્ય લોકોને ખલેલ ન પહોંચે)
*"શ્રમીક દિવસ"*
તાજેતરમાં મેં એક નાની ફેક્ટરીની મુલાકાત લીધી ત્યારે પ્રવેશદ્વાર પર બોર્ડ જોયું - *સમય - સવારે 9.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી. બપોરના ભોજનનો સમય - 1.00-1.30 PM.* જ્યારે હું સવારે હું 11.30 વાગ્યે એ કંપનીની અંદર ગયો ત્યારે સૌ કોઈ એમના ડેસ્ક ઉપર કામ કરી રહ્યા હતા. મારી એપોઇન્ટમેન્ટ તે કંપનીના માલિક સાથેની હતી.
થોડી ઔપચારિક વાતો કર્યા બાદ , મને કંપનીના માલિક પાસેથી એવું જાણવા મળ્યું કે તેઓ સમય વિશે થોડા નિયમ પાલન છે. *_મેં તેમને પૂછ્યું – મેં પ્રવેશદ્વાર પર સમયનું બોર્ડ જોયું છે – શું તે ઔપચારિકતા છે કે તમે ખરેખર તેનું પાલન કરાવો છો?_*
તેમણે સરસ જવાબ આપ્યો - તેમને કીધું કે હું સમય પાલન વિશે ખૂબ જ કડક છું. મારી કંપની સાંજે 6.00 વાગ્યે બંધ કરી દઉં છું. હું કોઈને ઓવરટાઇમ આપતો નથી. *મને અંગત રીતે એવું લાગે છે કે કોઈપણ વ્યક્તિને 8 કલાક કામ કર્યા પછી એને થાક પણ લાગે અને એની એકાગ્રતા પણ ઘટી જાય! શ્રમીકો ને સમયમર્યાદા આપવામાં આવે છે અને તેઓએ આપેલા સમયમાં કામ પૂર્ણ કરવું આવશ્યક છે અને તમને એ જાણીને આનંદ થશે કે મારા મોટાભાગના શ્રમીકો તેમના આપેલ કામ સમયસર પૂર્ણ કરે છે! જો તેઓ સમય સર કામ પણ કરી લે છે - તેઓ બોનસ પણ આપવામાં આવે છે!*
*મિત્રો, આજે 1લી મે - મજૂર દિવસ મનાવવામાં આવે છે! કામના સમયને વળગી રહો, અને અન્યને સમયસર કામ કરવા માટે પ્રોત્સાહિત કરો.
*"હોશિયાર ગધેડો"*🫏
એકવાર મીઠાના વેપારી તેના ગધેડા પર મીઠું બાંધી અને બજારમાં વેચવા જતા હતા. એક દિવસ ગધેડા પર મીઠાની થેલી વધારે ભરી અને ત્યારે નાની નદી પાર કરતી વખતે તે પડી ગયો. *મીઠાની થેલી પાણીમાં પડી અને થોડીક ઓગળી ગઈ. મીઠાનો ભાર થોડો હળવો થઈ ગયો. ભાર હળવો થવાથી ગધેડાને થોડું સારું લાગ્યું.*
બીજા દિવસે, ફરીથી મીઠું વેચનારે મીઠાની થેલીનો વધારે ભાર ગધેડા ઉપર મૂક્યો. *ગધેડો હોશિયાર હતો, તે નદીને પાર કરતી વખતે જાણી જોઈને લપસી જતો જેથી મીઠાનો ભાર હળવો થાય. આવું બે -ત્રણ દિવસ થયું. મીઠું વેચનાર હોંશિયાર હતો - તેને ખબર પડી કે ગધેડો તેની સાથે યુક્તિ રમી રહ્યો છે. તેથી, તેણે મીઠાના બદલે કપાસ ભર્યું!*
*કદાચ, આગળની વાર્તા આપણે જાણીએ છીએ!*
_*હવે, ટિવસ્ટ છે - જ્યારે મીઠું વેચનારે ગધેડા પર કપાસ લાદ્યો, ત્યારે ગધેડાને ખૂબ હલકુ લાગ્યું! કપાસ હળવો હોવાથી હોશિયાર ગધેડો સરળતાથી બજારમાં પહોંચી ગયો! મીઠું વેચનાર દરરોજ મીઠું વેચતો હતો અને તેને કપાસ વેચવાનો અનુભવ નહોતો! તેથી તેનું નુકસાન થયું!*_
*મિત્રો, 8મી મે નો દિવસ થોડાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય "ગધેડા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આટલા વર્ષોથી આપણને શીખવવામાં આવ્યું છે કે ગધેડા મૂર્ખ છે, અને તેઓ અહીં ફક્ત કામ કરવા માટે જ આવ્યા છે. પણ હવે સમય બદલાયો છે - ગધેડા હંમેશા હોશિયાર હતા. આપણે જ તેની છાપ ખોટી ઊભી કરી છે! જેમ આપણે મનુષ્યોનો આદર કરીએ છીએ તેમ પ્રાણીઓનો આદર કરો .
આશિષ