બોધદાયક વાર્તાઓ - 7 Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બોધદાયક વાર્તાઓ - 7

આગલા બધાજ અંક વાંચ્યા તે બદલ આભાર, comments પર્સનલ માં મોકલી તે બદલ ઘણો આભાર. હું આશિષ શાહ, health and Wellness coach, Waterproofing સ્પેશ્યલિસ્ટ, Writer, soft skill Trainer આપનું અહીં સ્વાગત કરતા હૃદયપૂર્વક આભાર માનું છુ
*"શો-ઓફ"*
રમેશ અને મહેશ બે મિત્રો હતા. તેઓ એકબીજાને લાંબા સમય પછી મળ્યા. રમેશ અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો! *મહેશે પૂછ્યું- અરે! તું ઉદાસ કેમ છે? રમેશે જવાબ આપ્યો - મારે તાકીદે 5000/- રૂપિયા જોઈએ છે.* મહેશે પૂછ્યું - હું તને પૈસા આપી શકું છું - પણ મને કહે કે તને પૈસાની તાત્કાલિક જરૂરત કેમ છે?

*રમેશે કહ્યું- તે મારી પત્નીના કારણે છે. તેની બહેનપણીએ રૂ.5000/- માં નવી સાડી ખરીદી. અને હવે તે નવી સાડી લઈ તેની બહેનપણીને બતાવવા માટે પૈસાની જરૂર છે!* આટલી મોંઘી સાડી ખરીદવી એ મારી ક્ષમતામાં નથી, પણ તે સમજવા તૈયાર નથી!

*મહેશે કહ્યું – ત્રણ વિકલ્પો છે –* 1) લોન લે અને તેને ખરીદવા દે 2) તેને તારા બજેટને અનુરૂપ સાડી શોઘી ખરીદવાનું કહે *3) તેને સમજાવ કે શો-ઓફ ના કરે કારણ કે આ આખરે આપણું લગ્ન જીવન બગાડશે.*

*મિત્રો તણાવમુક્ત જીવન જીવવા માટે તમારી પાસે જેવું બજેટ હોય તે પ્રમાણે સમજદારીપૂર્વક ખર્ચ કરો.
*આપણને ઓછું મળ્યું છે એ,*
*આપણું દુ:ખ નથી.*
*પણ...*

*જે મળ્યું એ આપણને ઓછું લાગી રહ્યું છે.*
*એ આપણું દુ:ખ છે.*

*સાથ માટે સ્વાર્થ છોડાય*
*સ્વાર્થ માટે સાથ ના છોડાય.*

*સારું વિચારવામાં ક્યાં વ્યાજ લાગે છે...*

*ખબર નહીં.*.
*તો પણ કેમ લોકો...,*
*એક બીજાનું નબળું જ વિચારે છે........!!*

*દરેક વાર્તા ત્યાં સુધી જ રસપ્રદ છે*,
*જ્યાં સુધી તમે કે હું એનું પાત્ર નથી*.

*વિશ્વનો સૌથી સુંદર અભિનય એટલે,*
*જીવન માં દુઃખ હોવા છતાંયે ચહેરા પર સ્મિત હોવું.*

*સ્ત્રીઓ બુદ્ધિશાળી હોય છે છતાં દુઃખી કેમ છે? તેમની વેદના પાછળના 7 વિચિત્ર સત્ય*
1) તે બચતમાં માને છે.
2) છતા પણ મોંઘા મોંઘા કપડાં ખરીદે છે.
3) મોંઘા મોંઘા કપડાં ખરીદે છે, છતાંય કહે છે કે મારી પાસે પહેરવા માટે કંઈ નથી.
4) પહેરવા માટે કંઈ નથી હોતું, તેમ છતાં કબાટમાં એક ઇંચ પણ જગ્યા નથી હોતી અને તૈયાર ખૂબ જ સુંદર રીતે થાય છે.
5) તૈયાર ખૂબ જ સુંદર રીતે થાય છે, પરંતુ ક્યારેય સંતુષ્ટ નથી થતી.
6) ક્યારેય સંતુષ્ટ નથી થતી પરંતુ હંમેશા ઈચ્છે છે કે તેનો પતિ તેની પ્રશંસા કરે.
7) ઇચ્છે છે કે તેનો પતિ તેની પ્રશંસા કરે, પરંતુ જો તેનો પતિ ખરેખર તેના વખાણ કરે, તો તે તેના પર વિશ્વાસ નથી કરતી.

*પુરુષો હંમેશા ખુશ શા માટે રહે છે? આ છે તેના 7 કારણો.*
1) ફોન પર 30 સેકન્ડ જ વાત પુરી કરે છે.
2) 5 દિવસની સફર માટે એક પેન્ટ પણ ચાલી જાય છે.
3) આમંત્રણ ન હોય તો પણ મિત્રતા પાક્કી રાખે છે.
4) સમગ્ર જીવન માટે એક જ હેરસ્ટાઇલ.
5) કોઈપણ પ્રકારની ખરીદી માટે 20 મિનિટ પૂરતી છે.
6) બીજાના કપડાંની ઈર્ષ્યા નથી કરતા.
7) કોઈ નખરા નહીં, સાદી જીવનશૈલી… આજે પહેરેલું શર્ટ આવતી કાલની પાર્ટી માં પણ ચાલે છે!
*માણસ જેટલું દુનિયાનાં લોકોને બતાવીને જીવતો હોય છે*

*એના કરતાં ઘણું વધારે એ અંદર દબાવીને જીવતો હોય છે*

*જિંદગી માં આપણે*
*કેટલા સાચા અને*
*કેટલા ખોટા છીએ,*
*એ ફક્ત*
*બે જ જણ જાણે છે...*

*પરમાત્મા*
*અને*
*પોતાનો અંતરઆત્મા...*

શબ્દો નો સહવાસ
ભલે ને ઓછો થાય,
પરંતુ
લાગણીઓ ની લીલાશ તો
કાયમ રહેવી જોઈએ...
સન્માન મળે ત્યાં રોકાઈ જવું ..
અપમાન થાય ત્યાંનું પાણી પણ ના પીવું …
*ભાવ હોય ત્યાં ભગવાન હોય*
અને જેના દિલમાં રામ હોય ત્યાં રોટલો ચોક્કસ હોય..
💯 ખાત્રી આપો કે comments આપશો.
આપનો આશિષ, આશિષ સાથે...