સાયબર સાયકો - ભાગ 2 Khyati Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાયબર સાયકો - ભાગ 2

આગળના ભાગમાં આપણે જોયું કે તે યુવતી પોતાની જિંદગી ની ભીખ માંગી રહી હતી પરંતુ જાણે સામે ઉભી રહેલી વ્યક્તિ તો તેને તડપતી જોઈને જ ખુશ થતી હોય એવું લાગી રહ્યું.

"પ્લીઝ મને જવા દો,પ્લીઝ..તમે છો કોણ અને મે તમારું બગાડ્યું છે શું?મને મારી ને તમને શું ફાયદો થશે?પ્લીઝ મને એકવાર જવા દો હું તમે કહેશો એ બધું કરીશ" યુવતી રડતા રડતા બોલી..

"તને જવા માટે થોડી અહી લાવવામાં આવી છે. તે મારું કશું જ નથી બગાડ્યું પણ તને મારીશ ને એટલે મને ખુશી થશે.અરે હું તને ફેમસ કરવા માંગુ છું.તું સોશ્યલ મીડિયા માં ફેમસ થવા ઘણી મેહનત કરશ તો હું તો ફકત તારું કામ આસાન કરું છું.તારા જેવી હોનહાર છોકરીની આ સમાજ ને કિંમત જ નથી એટલે હું તને મારી ને તને ફેમસ કરી દઈશ" સામે રહેલ વ્યકિત પોતાના ડરામણા અંદાજમાં બોલી અને ફરીથી હસવા લાગી..

પેલી યુવતી હજુ કઈક બોલવા જતી હતી ત્યાં જ પેલી વ્યકિત એ તેના મોઢા પર ટેપ મારી,તેના વાળ જોરથી ખેચ્યા અને તેના કપાળ પર એક ધારદાર વસ્તુથી ફોલોઅર્સ 2.3k એવું લખ્યું.પેલી યુવતીના મોઢામાંથી ચીસ નીકળતી હતી અને તે ત્યાં જ બેહોશ થઈ ગઈ..

તપન આજે બ્લુ કલર ના હાફ સ્લિવ શર્ટ અને ગ્રે પેન્ટ માં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. તે તૈયાર થઈને નીચે ગયો.

"વાહ ભાઈ આજે તો શું વાત છે આટલા મસ્ત તૈયાર થઈને કઈ બાજુ જવાનો પ્લાન છે?" આસ્થા તેને હેરાન કરતા બોલી..

"તારા ભાભીને મળવા..બસ ખુશ હવે? તારે આ જ સાંભળવું તું ને?" તપન હસતાં હસતાં બોલ્યો.

"હા, સારું મળો મળો, તમારી પાસે આમ પણ તેમના માટે જ ટાઈમ છે..અમારા માટે જ ટાઈમ નથી..અને હા તેમની સાથે વિડિયોઝ પણ બનાવજો ફોટોઝ પણ સારા એવા કિલક કરજો.." આસ્થા ગુસ્સે થતા બોલી.

"અરે આસ્થા હું તમને પણ ટાઈમ આપું જ છું ને..અને આ ફોટોઝ અને વિડિયોઝ ક્યાં વચ્ચે આવ્યાં? મને ખબર છે તને એનાથી ઈર્ષ્યા થાય છે ને કારણકે તેને તારા કરતા વધુ ફોલોઅર્સ છે..પણ બચ્ચા તું હજુ નાની છે આ બધા માટે..તું એને કહીશ તો એ જરૂરથી ફોલોઅર્સ કઈ રીતે વધારવા તેની ટિપ્સ આપશે.." તપન તેને સમજાવતા બોલ્યો.

"ના નથી જોઇતી મારે એની ટિપ્સ.અને યાદ રાખજો ભાઈ એક દિવસ હું તેના કરતાં જરૂરથી આગળ વધી જઈશ.." આસ્થા ગુસ્સામાં બોલતી બોલતી કોલેજ જવા નીકળી ગઈ..

"આજે સવારથી તેનો મૂડ સારો નહોતો એમાં પણ તે એને કોઈ એનાથી વધુ આગળ છે એવી વાત કરી એટલે એ વધુ ગુસ્સે થઈ ગઈ.કઈ વાંધો નહિ થોડીવાર પછી ફોન કરી લેજે એનો મૂડ સારો થઈ જશે.પણ અત્યારે પહેલાં નાસ્તો કરી લે ચાલ." તપન ના મમ્મી બોલ્યા..

તપન એ હકાર માં માથું હલાવ્યું અને નાસ્તો કરવા બેઠો.ત્યાં જ તેને તેના સાથી મિત્ર અંશનો ફોન આવ્યો.

"સર જલ્દીથી મેં લોકેશન મોકલ્યું છે ત્યાં પહોંચી જાઓ.ત્યાં એક છોકરી ની લાશ ખૂબ ખરાબ હાલતમાં મળી છે."

તપન નાસ્તો એમ જ મૂકીને તેના મમ્મીને પગે લાગી ફટાફટ નીકળી ગયો. તે લોકેશન પર પહોચ્યો તો ત્યાં ઘણા બધા માણસો હતા.

તેણે જઈને લાશ જોઈ તો એકવાર તેને પણ મોઢું ફેરવી લીધું એટલી ક્રૂરતાથી તેની હત્યા કરવામાં આવી હતી.તેના કપાળ ઉપર કોઈ ધારદાર વસ્તુથી 2.3k એવું લખવામાં આવ્યું હતું..

"જેણે પણ આ ખૂન કર્યું છે તે જરા પણ દયા નહીં આવી હોય.હત્યા જ કરવી હતી તો સીધી રીતે કરાય ને આટલી બધી ક્રૂરતા કરવાની શું જરૂર હશે? લાગે છે કઈક મોટી દુશ્મનાવટ હશે તે ખૂની આ યુવતી સાથે." અંશે તેના મનમાં ચાલી રહેલા વિચારો તપન સામે રજૂ કર્યા..


તપને લાશ ફોરેન્સિક લેબમાં મોકલાવી. તેણે તરત તે યુવતી કોણ છે તેની તપાસ ચાલુ કરાવી.તેના ગુમ થયા ની કોઈ પોલીસ સ્ટેશન માં ફરિયાદ આવી છે કે નહિ તેની જાણકારી મેળવવા કહ્યું..

મીડિયા દ્વારા આ ખબર આખા શહેરમાં ફરી વળી હતી.

તપન ને તરત બીજા પોલીસ સ્ટેશન માંથી ફોન આવ્યો અને કહ્યું કે કોઈ મીરા નામ ની છોકરી એ કાલે તેની મિત્ર રિયા ના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.તપન એ તરત તે ઇન્સ્પેકટર ને મીરા ને લઈને તેના પોલીસ સ્ટેશનમાં આવવા કહ્યું..

તપન અને અંશ કેસ ની વાતો કરી રહ્યા ત્યાં તપન ને આરવી નો કોલ આવ્યો, "તું ન આવ્યો ને આજે મને ખબર જ હતી. તારે કઈક ને કઈક હોય જ છે.બસ તું હવે તારા પોલીસ સ્ટેશન માં જ રહેજે" તે ગુસ્સા માં બોલી ગઈ બધું..

"શું છે આરવી તારે? હું એક પોલીસ ઇન્સ્પેકટર છું તો મારી પણ કઈક જવાબદારી હોય.તને કંઈ ખબર છે જે છોકરી નું ખૂન થયું તેને કેટલી બેરહેમી થી મારવામાં આવી છે. તેના માતા-પિતા પર શું વીતતી હશે. આટલું કહી તપન એ ફોન કટ કરી નાખ્યો અને પોતાના કામમાં લાગી ગયો.


આ બાજુ મીરા તેના પોલીસ સ્ટેશનમાં આવી તે પોતાની ફ્રેન્ડ વિશે બધું જાણવા માંગતી હતી.તપન પણ તેની પાસેથી રિયા વિશે જાણવા માંગતો હતો.

"બેસો મિસ મીરા.તમારી મિત્ર રિયા તમને છેલ્લે ક્યારે મળી હતી? તે ગુમ કઈ રીતે થઈ તેની તમને કઈ ખબર છે?"તપન એ મીરા ને પૂછ્યું..

"સર કાલે સાંજે અમે બંને સાથે જ ક્લાસ થી અમારા પીજી હાઉસ માં જતાં હતા.ત્યારે તેને કોઈક નો ફોન આવ્યો અને તે ખુશ થઈને બોલી કે,મીરા મીરા મીરા આજે મને મારું સપનું પૂરું કરવાનો રસ્તો મળી જશે.પછી જો હું કેટલી ફેમસ થઈ જઈશ.."

"સર તે ખૂબ જ ખુશ હતી.તે પછી મારી સાથે ઘરે ન આવી.તું ઘરે જા હું થોડીવારમાં એક વ્યક્તિને મળી ઘરે આવી જઈશ.જો આજે હું નહિ જાવ તો પછી ક્યારેય લગભગ મને આવો મોકો ન પણ મળે.." એમ બોલતાં તે તરત જ એક રિક્ષા માં નીકળી ગઈ..


"હા પણ તે ક્યાં ગઈ હતી? અને કોને મળવા ગઈ હતી તે વિશે તે કઈ બોલી હતી?" તપન એ મીરા ને એકી શ્વાસે પૂછ્યું..

ના સર મે પૂછ્યું પણ ખરા તેને કે કઈ જગ્યા એ જાય છે એ તો કહેતી જા પણ તેને ઉતાવળ હોવાથી તે ફટાફટ ત્યાંથી જતી રહી..

તપન પોતાનું મગજ કસી રહ્યો હતો કે આખરે રિયા ગઈ તો ક્યાં ગઈ હતી.ત્યાં ક્રાઇમ સીન પર તો તેની હત્યા થયાનાં કઈ જ નિશાન ન હતા. તો તેને મારી ક્યાં હશે? શું રિયા તે વ્યકિત ને ઓળખતી હશે? આ બધા વિચારો તેના મગજ માં ચાલતા હતા.

"રિયા નું સપનું શું હતું એ તો તમને ખબર જ હશે ને?" તપન એ મીરા ને પૂછ્યું..

"તેનું સપનું એક હીરોઇન બનવાનું હતું.પણ હીરોઇન બનતા પહેલા તે સોશ્યલ મિડીયા સ્ટાર બનવા માંગતી હતી.તે પોતાના ફોલોઅર્સ વધારવા માંગતી હતી.."

તપન ને હવે થોડું થોડું સમજવા લાગ્યું હતું. તેને લાગ્યું કે ખૂની એ રિયા ને ફેમસ થવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી અને પછી તેની સાથે આ બધું કર્યું..

તે આ બધું વિચારતો જ હતો ત્યાં જ અંશ એક વાયરલ થયેલો વિડિયો તેને બતાવે છે એ જોઈને તપન દંગ રહી જાય છે..

શું હતું તે વિડીયો માં? શું તે વિડિયો તેમને આ કેસ માં મદદરૂપ થશે? જાણવા માટે વાચતા રહો સાયબર સાયકો..